પ્રેમસમાધિ
પ્રકરણ-94
કાવ્યાનાં મોબાઇલમાં રીંગ આવી... કાવ્યાને ગમ્યું નહીં આવી સુખદ પળોનાં સાંનિધ્યમાં કેમ અડચણ આવે ? કલરવ સમજી ગયો હોય એમ બોલ્યો" કાવ્યા જોઇ લે ને કોનો ફોન છે ? તારાં પાપાનો હશે તો ?” કાવ્યાએ મોઢું મચકોડી ફોન હાથમાં લીધો ફ્લેપ ખોલીને જોયું તો કોઇ અજાણ્યો નંબર હતો.. કાવ્યાએ કહ્યું “છોડ કોઇ અજાણ્યો નંબર છે... એલોકો નવરાં છે શા માટે આમ કોઇ ડીસ્ટર્બ કરતાં હશે ?”
કલરવની નજર સ્ક્રીન પર ગઇ એણે નંબર જોયો એને તરતજ યાદ રહી ગયેલું નંબરની છેલ્લી ત્રણ ડીજીટ "333" હતી એને થયું ઓહ હવે માયા કાવ્યાને ફોન કરે છે ? શા માટે ? મેં ના ઉપાડ્યો તો કાવ્યાને કેમ ? ક્રોસ ચેક કરતી હશે કે કંઇ સાચેજ અગત્યનું કામ હશે ? કલરવે કાવ્યાને કહ્યું “એક મીનીટ આજ નંબર પરથી મારાં પર પર સવારે કોલ આવેલાં મેં પણ આ અજાણ્યો નંબર છે જાણી નહોતાં ઉપાડ્યાં.”
કાવ્યાએ પૂછ્યુ "ઓહ તો કોણ છે આ ?” કલરવે કહ્યું “કાવ્યા આવ આપણે ઉપર જઇને ક્યાંક શાંતિથી બેસીએ હું ટ્રુકોલરમાં જોઇ આપું કોનો નંબર છે ? થોડો થોડો વરસાદ છે ભીંજાઇ ના જવાય એમ બેસીએ.”
કાવ્યાએ કહ્યું "મંદીરના ઓટલા પર બેસીએ ત્યાં ભીજવાશે નહીં ચાલ..” કલરવ કાવ્યા મંદરિનાં ઓટલાં પર બેઠાં અને કલરવે ટ્રુકોલરમાં નંબર જોયો. એણે તો ચેક કરેલોજ નંબર પણ કાવ્યાની સામે ફરીથી કર્યો અને બોલ્યો “આતો માયા ટંડેલ સુરતનો નંબર છે.” કાવ્યા કલરવ સામે આશ્ચર્યથી જોઇ રહી પછી એણે પૂછ્યું "ઓહ કલરવ આ માયાએ પહેલાં તને કોલ કરેલાં ?.... તેં ઉપાડ્યા નહીં પછી મને કર્યો કેમ ? એને આપણું શું કામ છે ? મને તો અંદરથી ...” પછી કલરવ સામે જોયું...
કલરવે કહ્યું “જે હશે એ તુંજ હવે એને સામેથી ફોન કરીને પૂછીલે ને શું કામ હતું ? શા માટે ફોન કર્યા છે તું બીજું કાઇ એને બતાવીશ નહીં કે આપણે અહીં દરીયે છીએ.” કાવ્યાએ કલરવને સાંભળ્યો... કંઇક વિચાર આવ્યો પણ બોલી નહીં.. તરતજ માયાને ફોન લગાવવા જાય છે ત્યાં એનોજ ફરીથી એજ નંબરથી કોલ આવ્યો હવે કાવ્યાએ ફોન ઉપાડી લીધો અને બોલી... “હલ્લો.... યસ... કોણ બોલો છો ?”
સામેથી માયાએ કહ્યું "હલ્લો કાવ્યા... હું માયા સુરતથી નારણભાઇની દીકરી... હું સમજી ગઇ મારો નંબર તારી પાસે ના હોય એટલે.. પણ તારો નંબર મારી પાસે છે... કલરવનો પણ છે. આ નંબર મારો છે સેવ કરી રાખજે.. તમને લોકોને મળીને ખૂબ આનંદ થયો સાચેજ એવું થયું કે....” પછી કંઇ બોલી નહીં થોડીવાર બંન્ને બાજુ ચૂપકીદી છવાઇ ગઇ.
માયાએ પછી પૂછ્યું “તું અને કલરવ સાથેજ છો ? કાવ્યા મેં કલરવને પણ ફોન કરેલો એણે પણ ના ઉપાડ્યો... મારે એની સાથે પણ વાત કરવી છે. સતિષતો તને ખૂબ યાદ કરે છે... કાવ્યા એક વાત તને ખૂબ અંગત કરવી છે.. મને કલરવને પહેલીજવારમાં જોઇને ક્રશ થઇ ગયો છે હું એને ખૂબ પસંદ કરવા લાગી છું.. તું મને હેલ્પ કરીશ ? તારી સાથે ભાઇને.... મારે કલરવ સાથે આતો મારાં પેરેન્ટસે નક્કી કરેલું છે પણ ઇશ્વર કરે આવું થઇ જ જાય.”
કાવ્યાતો માયાનાં મોઢે કલરવ માટે ક્રશ છે સાંભળીનેજ ગુસ્સે થઇ ગયેલી એની આંખો ચઢી ગઇ એણે ગુસ્સામાં કલરવ સામે જોયું કલરવે ઇશારાથી પૂછ્યું શું થયું ? કાવ્યાએ કલરવ સામે જોઇને તરતજ ફોન કટ કરી દીધો. એની આંખમાં પાણી ઘસી આવ્યાં બોલી “અહીં આપણે એકબીજાનો પ્રેમ કબૂલી ઇશ્વર પાસે આશીર્વાદ લઇએ છીએ વફાદારીનાં કોલ આપીએ છીએ અને આ માયા કહે છે મને કલરવ માટે ક્રશ છે મારી હેલ્પ કરીશ ? શું છે આ બધું ?”
કલરવે કહ્યું “સારું થયું ફોન કાપી નાંખ્યો... બે ઘડી શું વાત કરી એની આટલી હિંમત આમ મને ફોન કરે ? પણ તું મારાં ઉપર ગુસ્સે ના થઇશ... મને કોઇ રસ નથી... નથી કોઇનામાં રસ.. હું તારોજ છું ફક્ત અને તું મારી.. આ નારણ અંકલ અને મંજુ આટીની આ ગેમ છે એલોકો તારાં ઘરે તારાં સતિષ જોડે અને મારાં માયા સાથે સંબંધ કરાવવાજ આવેલાં આપણે તો જાણીએજ છીએ.”
"પણ..... કાવ્યા મને એ નવાઇ લાગે છે કે નથી તે સતિષ સાથે કોઇ એવી વાત નથી કરી નથી હા પાડી... નથી મેં માયાને સ્વીકારી કે કોઇ એવી વાત કરી છતાં આની હિંમત તો જુઓ સામેથી ફોન કરે છે.” કાવ્યાએ કહ્યું “કલરવ આની સ્પષ્ટતાજ કરવી પડે આમ ગેરસમજ પોષાવી ના જોઇએ”.
કાવ્યાએ કહ્યું "મેં સહન ના થયુ એટલે ફોન કાપેલો.. હવે હુંજ સામેથી ફોન કરીને સ્પષ્ટતા કરી દઊં છું આમ ખાયણીમાં ગોળ નહીં ભાંગવા દઊં.. કાવ્યા ફોન એજ નંબર પર લગાડવા ગઈ ત્યાં એજ નંબરથી ફોન આવ્યો.. કાવ્યાએ તરતજ ઉઠાવ્યો...
સામેથી માયાએ હસતાં હસતાં કહ્યું "અરે કાવ્યા ફોન કેવી રીતે કટ થઇ ગયો ? હું તો બોલતી રહી. પછી ખબર પડી કે ફોન કટ થઇ ગયો છે. શું થયું ? કલરવ તારી સાથેજ છે ? તમે ક્યાં છો ? ક્યારની ફોન કરતી હતી”. કલરવે ઇશારામાં કાવ્યાને સમજાવ્યું કહી દે સાથેજ છીએ વરસાદમાં પલળવા નીકળ્યાં છીએ.
કાવ્યા કલરવનાં ઇશારા સમજી ના સમજી પણ એણે એવોજ જવાબ આવ્યો બોલી "અરે માયા સારું થયું તે ફોન કર્યો તારી શરૂઆતમાંજ ગેરસમજ દૂર કરુ... હું અને કલરવ એકમેકમાં પરોવાઇને વરસાદમાં પલળવા અને દરિયામાં મસ્તી કરવા બીચ પર આવ્યાં છીએ... કલરવ મારો છે હું એને ખૂબ પ્રેમ કરું છું અને એ ફક્ત મને... અમે તો એકમેક માટેજ સર્જાયા છીએ. સોરી માયા હું આ કહી રહી છું તું હર્ટ થઇશ સમજી શકું છું પણ ગેરસમજ આગળ વધે એ પહેલાંજ સ્પષ્ટતા કરી દીધી એક મીનીટ કલરવ મારી બાજુમાંજ છે આપું એને ફોન....”
માયા તો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિમાં મૂકાઇ ગઇ એને એટલો આધાત લાગેલો કે એની કળ વળી રહી નહોતી અને કાવ્યાએ કલરવને ફોન આપ્યો પણ કશું બોલીજ ના શકી.. કલરવે ફોન લઇને કહ્યું "હલ્લો હલ્લો માયા હું કલરવ હું કાવ્યાને પ્રેમ કરુ છું સોરી.. માયા આ ગેરસમજ તારા મંમી પાપાએ ઉભી કરી છે પણ સાચું કહેવુ જરૂરી હતું જેથી ખોટી વાત આગળજ ના વધે... પણ મારો નંબર તારી પાસે કેવી રીતે આવ્યો ? મેં તો હમણાંજ આ નંબર લીધો હતો. “
માયાએ કહ્યું "મને ભાઈએ આપ્યો તારો નંબર... તું તું કાવ્યાને પ્રેમ કરે છે ? હું તો તારી પાછળ.. અને ભાઇને કાવ્યા ખૂબ પસંદ છે એને ખબર પડશે તો એ... ખબર નહીં શું કરશે ? હું હું હું પણ સાવ ભાંગી પડીશ કલરવ પ્લીઝ પ્લીઝ.. આઇ લવ યુ મને પાપાએ... મંમીએ પ્રોમીસ કરેલું તારી સાથે... એ લોકો પણ ખૂબ ખુશ હતાં.. કલરવ.. કલરવ... આઇ લવ યુ.. મીસ યુ હવે હું...”.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-95