પીએચડી Anju Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પીએચડી

                      

                      ચારો તરફ પ્રશંસાના ફૂલ વરસી રહ્યા હતા. તાળીઓના ગડગડાટ વચે પ્રો.દેવાંશ સીરહા ભાવિ યુવાધનને નિહાળી રહયા હતા. આખો હૉલ ભરેલો હતો.યુવાન છોકરા છોકરીઓ આજના વિધ્યાર્થીઓ દેશનું ભવિષ્ય , તેમણે ચશ્મા ઠીક કર્યા.હોલમાં દૂર સુંધી નજર કરી.અનેક ચહેરાઓમાં એક ચહેરો ધૂંધળો થઈને ધીરે ધીરે બિલકુલ સ્પસ્ટ થઈ રહ્યો હતો. એ ચહેરો હતો એક વિધ્યાર્થી દેવાંશનો.એમએ એમએડ થયા પછી તેણે એજ્યુકેશનમાં  પીએચડી કરવાનું સ્વપ્ન લઈને તે આવ્યો હતો. તે સમયે લેખિત પ્રવેશ ટેસ્ટ નહતા મૌલિક ઇન્ટરવ્યુ અને પસંદ કરેલ વિષયની  રૂપરેખા સાથે રજૂ કરવાના રહેતા. દેવાંશે તે સમયે

" આધુનિક યુગમાં સમાજમાં વૃદ્ધોની પરિસ્થિતી અને વધતાં જતાં વૃદ્ધાશ્ર્મના સંદર્ભમાં સિનિયર સિટીજનોની મુશ્કેલીઓનો અભ્યાસ"

આ પીએચડી કક્ષાએ સંશોધનનો વિષય રજૂ કર્યો. તેની પ્રોજેકટ ફાઇલ ખોલતા, તેણે પસંદ કરેલા વિષય નું મથાળું જોઈને ડો.એન એલ ભીમાની સાહેબે ચશ્મા નીચા કરી તેની સામે જોયું. અર્ધગોળાકાર મેજની ફરતે સાત નિષ્ણાતો બેઠા હતા. એસી હોલમાં પણ માત્ર ભીમાની સાહેબની નજરથી દેવાંશ પરસેવે રેબજેબ થઈ ગયો. " વ્હોટ ઈજ ધીજ !" બાજુમાં બેઠેલા ડો. પંચોલીએ તેની ફાઇલ જોઈ.                 

  " મિ.સીરહા ઇટ્સ નોટ આ જોક "

તેઓ ક્ટાક્ષમાં બોલ્યા. તે તેના હ્રદય સોસરવું નીકળી ગયું. તે પછી એક પછી એક એમ સાતે નિષ્ણાતો એ માત્ર ટાઇટલ જોઈને તેના વિષયને રીજેક્ટ કરી દીધો. 

" મિ દેવાંશ વિષય એવો પસંદ કરો જેમાં વજન હોય. ભવિષ્યમાં સમાજમાં ઉપયોગી થાય "

" સર શું આ વિષય સમાજને નથી સ્પર્શતો.! યુવા વર્ગ અને વડીલો વચે ના અનેક .."

" સ્ટોપ ઈટ અમારે તમારી કથા નથી સાંભળવી .તમારા જેવા પુયર વિધ્યાર્થીને સામેલ કરીને અમે મારી સંસ્થાનું નામ અને રેપ્યુટેશન બગાડવા નથી માંગતા. યુ મે ગો નાઉ "

ડો. પંચોલીએ કહયું " દેવાંશ લાયબ્રેરીમાં સંશોધન ક્ષેત્રે ઉપયોગી એવ ઘણા પુસ્તકો છે. તું તેનો અભ્યાસ કર. પછી તું પીએચડી કરવાનો વિચાર કર ,તારું કામ આસાન થઈ જશે "

" સર હું તમારો વિધ્યાર્થી રહી ચૂક્યો છું. આપ સારી રીતે જાણો છો મને વાંચવાનો ખૂબ શોખ છે. સંશોધન ક્ષેત્રના ઘણા પુસ્તકો મે વાંચ્યા છે.ખૂબ મનોમંથન પછી મે આ વિષય પસંદ કર્યો છે " મિ. સીરહા આ વિષય ટોટલી હોપલેશ છે. તમારી આ ફાઇલ એક રદ્દી કાગળથી વિષેસ કઈ નથી. તમારા જેવા સ્ટુડન્ટને અમારી સંસ્થામાં કોઈ જરૂર નથી " 

                                            નિરાશ વદને તે ફાઇલ લઈને બહાર આવ્યો. હોલમાં ઘણા ચહેરા તેની જેમ પીએચડીનું સ્વપ્ન લઈને બેઠા હતા. કેટલાક રીજેક્ટ થયેલા એક વાતનો વિરોધ કરી રહયા હતા. " ઇન્ટરવ્યુ અને પ્ર્વેસ પહેલાં બાવીસ હજાર ફી કેમ ભરાવી ? પ્રવેશ ફી પેટે છ્સો રૂપિયાનો ડ્રાફ્ટ લીધો તે ઠીક છે. પરંતુ બે હજાર અને વીસ હજારની બે અલગ પવતીઓ આપી શું કામ? વિધ્યાર્થી સિલેક્ટ થાય પછી ફી લેવી જોઈએ ને! બધા પાસેથી એડવાન્સ ફી કેમ લીધી? જે રીજેક્ટ થાય છે તેમની ફી ક્યારે પરત મળશે " 

 " જુઓ પ્ર્વેસ વખતે કહેવામા આવ્યું હતું કે તમને પૂરતો કોન્ફિડન્સ હોય તોજ ફોર્મ ભરજો .ફી ભરજો " ડો .પટેલે કહયું . 

" સર દરેક વિધ્યાર્થી પૂરા કોન્ફિડન્સ સાથે આવ્યો છે. તમારી મેથડજ ખોટી છે. સિલેક્ષન થયા પછી ફી લેવી જોઈએ. જે સિલેક્ટ થયા નથી તેની ફી પાછી આપો. અમારે રીફંડ મેળવવા કેટલા ધક્કા ખાવાના. આવું હતું તો તમારે પહેલાં એંટરન્સ ટેસ્ટ રાખવો હતો ને !"

" જે સિલેક્ટ નથી થયા તેમની ફી સંસ્થા ચાર મહિનામાં પરત આપશે તેની હું ખાત્રી આપું છું. "

                               દેવાંશ ધીમા ડગલે બાઇક પાસે આવ્યો. ફી તો તેણે પણ ભરી હતી. તેનામાં વિરોધ કરવાની હિમંત ક્યાં હતી! તે ઘરે આવ્યો. માં પાણી લઈ આનંદવિભોર થઈને તેની પાસે આવ્યા. સર્વન્ટને તેની માટે લીલી ચા બનાવવા કહયું. દેવાશના ઉદાસ ચહેરાને જોઈને તેઓ પામી ગયા " દેવ એડમિશન નથી મળ્યું ને !" તે જવાબ આપ્યા વિના તેના રૂમમાં ચાલ્યો ગયો. તેની પીઠ પાછળ માં ના શબ્દો અફ્ળાયા " બેટા ભલાઈનો જમાનો નથી રહ્યો. તારી લયકાતના જોરે , તારી જાતે કરી લઇશ, એ છોડ બેટા એવું કાઈ નથી પડદા પાછળ કેટલાય ખેલ ખેલતા હશે. આજે તો પીએચડીના ગાઈડ પણ એમને એમ નથી મળતા. તારા પપ્પાનું નામ કેમ નથી લેતો. બસ એક નામ પર કામ થઈ જશે "

              બસ દેવાંશને આજ નહતું કરવું. તે જાણતો હતો પપ્પાના એક નામથી કામ બની જશે, પરંતુ તો પછી પોતે ક્યાં?  તેની મહેનત અને લાયકતનું શું? આ ડીગ્રીઓનું શું ? તેને પોતાની લાયકાત પર કઈક બનવું હતું. નહીકે ધારાસભ્ય ધનંજય સીરહાના પુત્ર તરીકે આગળ વધવું હતું. 

               એક સવારે યુનિવર્સિટીમાંથી ફોન આવ્યો. તેને બોલાવવામાં આવ્યો " આવો આવો દેવાંશ " 

તેને થયું રીફંડ લેવા બોલાવ્યો હશે " જી સર " 

" તમારે આવી રીતે આવવાની જરૂર નહતી " 

" આવી રીતે એટ્લે સર હું કઈ સમજ્યો નહી" 

" તમે સીરહા સાહેબના સન થઈને ઇન્ટરવ્યૂમાં ભાગ લીધો સારી વાત કહેવાય. તમારો પ્રવેશ થઈ ગયો છે. વેલકમ " 

" સર મારો વિષય તો પુઅર છે. તમારી સંસ્થાની રેપ્યુટેશનનું શું ?"

 " નહી બિલકુલ નહીં. તમારા ગયા પછી અમે વિચાર્યું હાલની સમાજની જે સ્થિતિ છે તેમાં તમારો વિષય એક્દમ ફીટ બેસે છે. તમે નહી માનો પણ સારું કમાતા ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતાં અને વિદેશમાં વસતા દીકરાઓ તેમના માતપિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે "

" મારા વિષયને સમજવા બદલ આપનો આભાર, હવે હું જાઉં સર "

" હા બાકીની ફોર્મલિટી પૂરી કરતાં જજો. આપના પિતાને અમારી યાદ આપજો. ડો. ભિમાની તેમને મળવા માંગે છે. અમારી સંસ્થાને ગ્રાન્ટ મળી જાય " તે તેમની સામે જોઈ રહયો. તેને ખ્યાલ આવી ગયો  પિતાની સિફરીશ પર તેને એડમિશન આપવામાં આવ્યું છે. કોઈ અન્ય વિધ્યાર્થીનો ભોગ લેવાયો હશે. તેનું કે તેણે પસંદ કરેલા વિષયનું કોઈ મહત્વ નથી. તે પાછો ફર્યો . " સોરી સર હવે હું તમારી સાથે પીએચડી કરવા નથી માંગતો." તે ચેમ્બરમાંથી બહાર નીકળ્યો. પટેલ સાહેબ તેની પાછળ આવ્યા.

 

" મિ. દેવાંશ આ તમારું અને તમારા પેરેન્ટ્સનું સપનું છે. અમારી સંસ્થાને તમારા જેવા બ્રિલિયન્ટ સ્ટુડન્ટની જરૂર છે. '"

            તેણે કાઉન્ટર પર રીફંડ મેળવવા અરજી આપી. " સર આપ મારા પિતાને નારાજ નથી કરવા માંગતા. તેમની પાસેથી દાન મેળવવું છે અને માત્ર એટલા ખાતર તમે મને એડમિશન આપી રહયા છો. મારી લાયકાત ઉપર નહી " તે બહાર નીકળી ગયો. ઊંડા શ્વાસ ભર્યા. તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું. પ્રોફેસર બન્યા. ધીમે ધીમે પ્રગતિ કરતા રહયા. રીસર્ચ વર્ક કરતાં રહયા. સંશોધનો રજૂ કર્યા. એક સફળ ગાઈડ બન્યા. 

       એજ યુનિવર્સિટીમાં સંશોધન ક્ષેત્રે યોજાયેલા એક વર્કશોપમાં ભાગ લેવા આવવાનું થયું. પ્રવચનને અંતે તેમને દરેક વિધ્યાર્થીમાં પોતાનો ચહેરો દેખાતો હતો. પરંતુ તે ઈચ્છતો હતો કે ડો.ભિમાની ડો.પંચોલી ડો . પટેલ જેવા ચહેરા તેણે ગાઈડોમાં જોવા ના મળે. વિધ્યાર્થી તેની લાયકાતે આગળ આવે. કોઈને અન્યાય ના થાય. ખાસતો કોઈ શિક્ષક તેના વિધ્યાર્થીને નિરુત્સાહ ના કરે.  " ડો સીરહા .. ડો સીરહા " પાછળથી અવાજ આવ્યો. તે  હતા પ્ર્ધ્યાપિકા ડો નીલમ તેઓ બાજુમાં બેઠેલાને કહી રહયા હતા. " ડો દેવાંશને કારણે મને પીએચડીમાં પ્રવેશ મળ્યો હતો. મારો સબજેક્ટ પુઅર છે કહીને મારો પ્ર્વેસ રદ કરવામાં આવ્યો હતો. તેમને ખબર પડી તો તેમણે મારું એડમિશન કાયમ રખાવ્યું. આજે હું અહી એજ્યુકેશન ડિપાર્ટમેંટમાં ડીન છું. તેમના સિદ્ધાંતો ને કારણે મારું  સપનું પૂરું થયું. આવું તો કોઈ ભાગ્યેજ કરે " 

                       ડો દેવાંશ સીરહાનું પ્રવચન માત્ર સંશોધન ઉપર નહતું. એક સારા શિક્ષક અને સારા વિધ્યાર્થી કેમ બનવું તેના વિષે પણ હતું. તે કોઈ સ્ક્રીપ્ટમાં નહતું. વર્ષોથી દિલમાં સચવાયેલું એક પાનું માત્ર હતું. તમામે તાળીઓ પાડી તેમને વધાવી લીધા. તેમના ચહેરા પર ગજબનો આત્મસંતોષ છ્વયો. 

 

                                                                                              સમાપ્ત