લવ યુ યાર - ભાગ 57 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 57

જેનીની એવી તીવ્ર ઈચ્છા હતી કે આજે મીત મને પોતાના બાહુપાશમાં જકડી લે અને બસ પછી તો તે મારો જ છે.
અને થયું પણ એવું જ મીતે તેને પોતાની નજીક ખેંચી અને પોતાની બાહુપાશમાં તેને જકડી લીધી અને તેનામાં ખોવાઈ ગયો.
જેનીની જે ઈચ્છા હતી તે પ્રમાણે જ બધું થઈ રહ્યું હતું. મીતને જે કરવું હતું તે જેનીએ તેને કરવા દીધું અને બંને એક થઈ ગયા. જેની મર્યાદાની તમામ હદ વટાવી ચૂકી હતી અને મીતને તો પોતે શું કરી રહ્યો છે તેનું ભાન જ નહોતું.
બસ એ રાત્રે મીત પૂરેપૂરો જેનીનો થઈ ચૂક્યો હતો.
હવે આગળ...

અને સાંવરીએ એક ઉંડા નિસાસા સાથે લંડનની ધરતી ઉપર પગ મૂક્યો...
તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે તેને આ રીતે લંડન આવવું પડશે..!!
હજી તો ખબર નહીં કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે..??
અને પોતાનો મીત પોતાનો જ દુશ્મન બનીને બેઠો છે તેને કેવી રીતે લાઈન ઉપર લાવવો પડશે..??
તેણે ફ્લાઈટમાંથી નીચે ઉતરીને પોતાનો સામાન કલેક્ટ કર્યો અને ત્યારબાદ ટેક્સી કરીને સીધી પોતાના બંગલે પહોંચી ગઈ.

મીત આમ તેને અચાનક..
પોતાની સામે..
લંડનમાં આવેલી જોઈને..
તેની ઉપર ધૂઆંપૂઆ થઈ ગયો અને તેણે સાંવરીને પોતાના ઘરમાં રાખવાની ચોખ્ખી "ના" પાડી દીધી.
સાંવરી જબરદસ્તીથી પોતાના ઘરમાં પ્રવેશી તો તેને ધક્કા મારીને મીતે ઘરમાંથી બહાર કાઢી મૂકી...
સાંવરીએ તેની સામે ઘણી આજીજી કરી..
તેને મનાવવાની ઘણી કોશિશ કરી..
તે મીતને વળગી પડી...
મીતે તેને ધક્કો લગાવી દીધો..
સાંવરીની આંખોમાંથી અશ્રુ છલકાઈ આવ્યા..
પરંતુ મીત ઉપર તેની કોઈ અસર થઈ નહીં..
સાંવરીને માટે આ એક જબરજસ્ત ચોંકાવી દેનારો ધ્રાસકો હતો..
તે બંગલાની બહાર નીકળી ગઈ..
હવે શું કરવું ?
અહીંયા કોઈ પોતાનું કહી શકાય તેવું રહેતું નથી..તો ક્યાં જવું ?
તેણે પોતાના આંસુ લૂછી લીધાં..
અને થોડી હિંમત એકઠી કરી..
પોતાના આંસુને જ તેણે પોતાની ઢાલ બનાવી અને વિચાર્યું કે,
ભલે ગમે તે થાય.. મારે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે..
પણ હું ઈન્ડિયા પાછી નહીં જવું..
મીતને હું મારો કરીને જ રહીશ..
પાછો મેળવીને જ રહીશ...
મેં તેને સાચા દિલથી ખરા હ્રદયથી ચાહ્યો છે..
એક સુહાગણ સ્ત્રી પોતાના પતિને જો યમદેવતા પાસેથી પાછો લાવી શકતી હોય.. મૃત્યુના મુખમાંથી પાછો લાવી શકતી હોય..
તો આ તો એક સ્ત્રી છે..
અને તે જ વખતે તેને બીજો એક વિચાર આવ્યો કે,
મીત તેના ઘરમાંથી મને કાઢી મૂકી શકશે પરંતુ ઓફિસમાંથી કઈરીતે કાઢી મૂકી શકશે કારણ કે,
હું તેના બિઝનેસમાં ત્રીજા નંબરની પાર્ટનર છું.
તેથી ઓફિસમાં તો હું જઈ જ શકું અને મારી ચેર ઉપર તો હું બેસી જ શકું અને જરાપણ નાસીપાસ થયા વગર તેણે ઓસ્ટિનને ફોન કર્યો અને પોતાને રહેવા માટે કોઈ સારી હોટેલમાં સારી જગ્યાએ પોતાની ઓફિસથી નજીક રૂમ બુક કરાવી આપવા કહ્યું.

ઓસ્ટિને સાંવરીમેમના કહેવા પ્રમાણે એક ખૂબજ સારી હોટેલમાં પોતાની ઓફિસથી નજીક રૂમ બુક કરાવી આપી એટલે સાંવરી પોતાનો સામાન લઈને તે હોટેલમાં ગઈ અને નાહીધોઈને ફ્રેશ થઈને તેણે ચા નાસ્તો કર્યો અને પછી પોતાની ઓફીસમાં જવા માટે નીકળી ગઈ...
ખૂબજ મક્કમતાથી પોતાની પાસે જેટલી પણ હિંમત હતી તેટલી એકઠી કરીને તેણે પોતાની ઓફિસમાં પગ મૂક્યો અને તે પોતાના કેબિનમાં પ્રવેશી...
વધુ આગળના ભાગમાં...
શું મીત તેને પોતાની ઓફિસમાં આમ સહેલાઈથી બેસવા દેશે?
સાંવરી હારી જશે? થાકી જશે કે કંટાળી જશે કે પોતાના મીતને પાછો મેળવીને જ રહેશે?
ઘણાં બધાં પ્રશ્નો છે...
તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...??
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
20/7/24