શંખનાદ - 15 Mrugesh desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શંખનાદ - 15

કેન્દ્રીય ગૃહ પ્રધાન Shri સતીશ શાહ સાહેબે સીબીઆઈ ઓફિસર વિક્રમ સાન્યાલ ની ધરપક્ડ કરવાનો આદેશ આપી દીધો હતો . આખા દેશ માં પોલિસ ની દરેક શાખાએ કામ ગિરી ચાલુ કરી દીધી હતી .. બીજી બાજુ વિક્રમે એક વેપારી નો આબાદ વેશ પલટો કર્યો હતો અને એને શહેર ના મેઈન હાઈ વે ની બીજી બાજુ એક નાની હોટેલ આવેલી હતી જે કામિની નામની એક સ્ત્રી ચલાવતી હતી . એ હોટેલ માં એ પોતે રહ્યો હતો .. એ મહેસાણા થી ધંધા ના કામે અહિ આવ્યો છે એમ કહ્યું હતું .. ..

" હોટેલ આરામ પેલેસ " ..ના રમ નંબર ચાર માં વિક્રમ પ્રવેશ્યો ત્યારે સાંજ ના ૬ વાગ્યા હતા .. તેને પ્રથમ કામ એસી ચાલુ કરવા નું કર્યું .. અને બીજું કામ ટીવી ચાલુ કરવા નું કર્યું .. એ આરામ થી પગ લાંબા કરી ને ટીવી જોવા લાગ્યો .. ટીવી માં લગભગ બધી ન્યુઝ ચૅનલ પર વિક્રમ ક્યાંથી કેવા સંજોગો માં ભાગ્યો કેવી રીતે ખુલેઆમ પાકિસ્તાન ને ધમકી આપી .. ગૃહપ્રધાન ની પ્રેસ કોન્ફરન્સ .. અને તેની ધર પકડ ના આદેશો ઉપરાંત .. કયા કયા વિસ્તાર કોમી હુલ્લડો અને તોફાન ગ્રસ્ત છે એજ સમાચાર બતાવતા હતા .. દરેક ન્યુઝ ચૅનલ પર વિક્રમ અને વિક્રમ જ છવાયેલો હતો .. હવે વિક્રમ નું માથું દુખ્યું હતું એને ચા પીવા નો નિર્ણય કર્યો .. ઇન્ટરકોમ ના ફોન કરી ને એને ચા મંગાવી અને હવે હિન્દુસ્તાન માંથી પલાયન કેવી રીતે થવું એની ચાલ વિચારતો રહ્યો .....
એકદમ જ ડોરબેલ વાગ્યો .... વિક્રમ સમજી ગયો કે વેઈટર ચા લઇ ને આવ્યો છે ..
" કમ ઈન " વિક્રમે ઓર્ડર આપ્યો ..વેઈટર એક ઠંડા પાણી ની બોટલ અને એક ચા નો કો લઇ ને આવ્યો

વેઈટર આવ્યો ત્યારે ટીવી માં વિક્રમ નો જ ફોટો બતાવ માં આવતો હતો ..
" સાહેબ જબરો મર્દ માણસ છે નહિ " વેઈટરે ટીવી સામે જોતા કહ્યું જવાબ માં વિક્રમ વેઈટર ને જોઈ રહ્યો ..
" આમ ખુલે આમ પાકિસ્તાન ને ધમકી આપે એ આના સિવાય કોઈ ના કરી શકે " વેઈટર ટીવી માં જોતા બોલતો હતો
વિક્રમ પણ મનોમન હરખાતો હતો નેવિચારતો હતો કે સરકાર મારા વિષે જે પણ વિચારતી હોય પણ સામાન્ય માણસ મારી સાથે છે ..
" જે થશે એ સારું જ થશે .. તું જ હવે " વિક્રમે કહ્યું અને વૈતર ગયો
વિક્રમે ચા પીધી . ચા પિતા પિતા એને એક જ વિચાર આવ્યો કે સૌથી પહેલા પોતાના નક્કી નામ એટલેજે વિનય મહેતા નામ ની પાસપોર્ટ કઢાવવો પડશે .. એની જાસૂસી ની કારકિર્દી દરમ્યાન એ એવા કેટલાય માણસો ને જાણતો હતો કે જેનો નકલી પાસ પોર્ટ બનાવી આપતા હતા

આ બધા વિચારો માં વિક્રમ ક્યારે ઘસ ઘસાટ સુઈ ગયો એની એને ખબર ના પડી

********
નીલિમા એ જ્યારથી વિક્રમ ના સમાચાર સાંભળ્યા ત્યારથી એ ખુબ જ ટેનશન માં હતી . એ પણ વિચારતી હતી કે વિક્રમ ના વિચારો બરાબર છે .. પણ રીત ખોટી છે .. આમ જીવ નું જોખમ વધારે છે .. કારણ કે દુશ્મન દેશ ના લોકો તો દુશ્મની નિભાવે જ પણ આમ તો આપણા દેશ ની સરકાર ..પોલીસ બધું વિક્રમ ના વિરોધ માં છે ..
" હે ભગવાન મારા વિક્રમ ની રક્ષા કરજે " નીલિમા મનોમન બોલી ને ગેસ બંધ કર્યો ..એ આવી ને ડ્રોઈંગ રૂમ માં સોફામાં બેઠી .. એને એ દિવસ બરાબર યાદ હતો કે જયારે વિક્રમે સીબીઆઈ માં સર્વિસ ચાલુ કરી હતી ..વિક્રમ ના માતા પિતા નાનપણ માં જ મૃત્યુ પામ્યા હતા તે અનાથ આશ્રમ ના રહી ને ભણ્યો હતો .. તેને દેશ માટે કૈક કરી છૂટવું હતું એટલે જ મહેનતે કરી ને એ સીબીઆઈ એજન્ટ બન્યો હતો. સીબીઆઈ એજન્ટ બનવા માટેની લેખિત પરીક્ષા માં વિક્રમે ઐતિહાસિક સફળતા મેળવી હતી ..એ પરીક્ષા માં વિક્રમ ને જેટલા માર્ક મળ્યા એ આજ દિન સુધી કોઈ ને મળ્યા નહતા .
વિક્રમે જે દિવસ થી સિક્રેટ સર્વિસ ચાલુ કરી એક દિવસ થી એને સૂર્ય પ્રતાપ ની ટિમ માં મુકવા માં આવ્યો હતો .. સુર્યપ્રતાપ પણ પારખું નજર નો ઓફિસર હતો .
સુર્યપ્રતાપ મધ્ય પ્રદેશ ના રાજવી પરિવાર માંથી આવતો હતો .. અને નીલિમા રાજસ્થાન ના રાજવી પરિવાર વાર માંથી હતી .. એટલે બંને જન દેખાવે એકદમ આકર્ષક લગતા હતા. નીલિમા ૩૨ વર્ષ ની હતી એ સુર્યપ્રતાપ થી ૪ વર્ષ નાની હતી બંને લન્ડન માં મળ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંને ના પરિવારો એ મળી ને બંને ના લગ્ન કરાવ્યા હતા ..
નીલિમા ને એ દિવસ બરાબર યાદ હતો કે જયારે સુર્યપ્રતાપ વિક્રમ ને લઈને હેલી વાર ગેર આવ્યો હતો ..સુર્યપ્રતાપે એક દિવસે નીલિમા ને વિક્રમ વિષે માહિતી આપી ત્યારે જ નીલિમા ની આખો ચગલકાઈ ગઈ હતી .. એને વિક્રમ માં પોતાના સાગા છોકરા જેવું અજબ ખેંચાણ લાગ્યું હતું .. ત્યારથી જ નીલિમા અને સુર્યપ્રતાપ બંને ના આગ્રહ ને વશ થઈને તેમના ગેર વિક્રમ રહેતો હતો .. વિક્રમ સાન્યાલ બંગાળી હતો અને બંગાળ માં મોટા ભાઈ ને દાદા કહેવાય છે ..એટલે વિક્રમ સુર્યપ્રતાપ ને દાદા જ કહેતો .
આજે વિક્રમે એક ખતરનાક કાંડ કર્યો હતો ..એનાથી નીલિમા ચિંતિત હતી ડ્રોઈંગ રૂમ ના એ સી ચાલુ હોવા છતાં તેને ચિંતા નો પરસેવો થતો હતો ..
સુર્યપ્રતાપ ફક્ત દેશ સેવા માટે જ સીબી આઈ માં નોકરી કરતો હતો .. બાકી એને પૈસા ની કઈ જરૂર ન હતી .. એ રાજવી કુટુંબ માંથી આવતો હોવાથી એને વારસામાં ઘણા બધા હીરા જવેરસ્ત અને મિલકત મળી હતી .. દિલ્હી માં પણ એ મોટા બાંગ્લા માં રહેતો હતો ...
નીલિમા એ ટીવી ચાલુ કર્યું .. એને વિક્રમ વિષે ના સમાચાર જાણવા હતા .. કારણ કે સુર્યપ્રતાપ સવારથી ફોન રિસીવ કરતો ન હતો. .. નીલિમા ટીવી જોઈ રહી હતી ત્યાં એકદમ જ ડોર બેલ વાગ્યો ....
નીલિમા ના મન માં વિચાર આવ્યો કોણ આવ્યું હશે ?