Shankhnad - 9 books and stories free download online pdf in Gujarati

શંખનાદ - 9

હમિદ બોલ્યો એવીજ ફાતિમા ની નજર હમિદ પર ગઈ
" હમિદ તું કોને કહે છે " ફાતિમા એ ગભરાઈ ને પૂછ્યું.
હમીદે તેને પાછળ જોવા ઈશારો કર્યો .. ફાતિમા એ પાછળ જોયું તો કોઈ વિચિત્ર ચહેરા વાળો માણસ હતો એ જોઈ ને ફાતિમા એ મોટી ચીસ પાડી આ જોઈ ને પેલો વિચિત્ર ચહેરા વાળો માણસ હસવા લાગ્યો
" ગાડી સાઉન્ડ પ્રૂફ છે ફાતિમા અહીંથી અવાજ બહાર નહિ જાય એટલે ચૂપ રહેવા માં જ સમઝદારી છે " પેલા વિચિત્ર ચહેરા વાળા માણસે કહ્યું.
" પણ તમે છો કોણ? " ફાતિમા એ ગભરાઈ ને પૂછ્યું.
આ વાતચીત ની તક નો લાભ લઈને હમીદે એક્સિલેટર પર થોડો પગ દબાવી ને ગાડી ઝડપથી ભાગવા ની કોશિશ કરી
એટલામાંજ તેના માથા માં કૈક ઠંડી લોખંડ ની વસ્તુ અડવા નો અહેસાસ થયો.
" ગાડી ની સ્પીડ વધારવા ની કોશિશ ના કરીશ હમિદ .. ગાડી જેટલી સ્પીડ માં ચાલે છે એટલી જ સ્પીડ માં ચલાવ નહીંતર અત્યારેજ તારા રામ રમી જશે ". પેલા વ્યક્તિ એ સમય સુચકતા વાપરીને રિવોલ્વર હમિદ ની ખોપડી પાર મૂકી દીધી હતી ...!!!
ફાતિમા પણ એટલી ગભરાઈ ગઈ હતી કે એ એકપણ શબ્દ બોલી શક્તિ ન હતી
" અરે પણ તું છે કોણ ? " હમિદ ગભરાયેલા અવાજે બોલ્યો
ફાતિમા અને હમિદ બંને ના ચહેરા PR હેરાની ના ભાવ હતા આટલી સુરક્ષા હોવા છતાં આ માણસ કેવી રીતે કારની અંદર હતો. બંને ના મગજ માં આ સવાલ આવતો હતો.

કાર માં ફૂલ એસી ચાલુ હોવા છતાં બંને ના ચહેરા પર પરસેવો હતો
" હમિદ ગાડી જે રીતે ચાલે છે એ રીતે ચલાવતો રહે બહુ બોલીશ નહિ .. અને એક વાત સમજી લે આ તારી ગાડી ની આગળ પાછળ જે કમાન્ડો છે ને એ મારી આંગળી હાલત પહેલા તને નહિ બચાવી શકે અને મારી આંગળી હલવાનો મતલબ છે તારું તાબડતોડ મોત " વિચિત્ર મોઢા વાળો માણસ બોલ્યો
" અગર હું મરીશ .. તો પછી તું પણ મરીશ તને એમ લાગે છે કે મારા માર્યા પછી આ કમાન્ડો તને છોડશે ? " હમિદ હિમ્મત ભેગી કરી ને બોલ્યો ..એ પણ કઈ એમ જાય એવો ન હતો .. ગમેતે પરિસ્થિતિ માં લડી શકવાની તાકાત ધરાવતો હતો.
" તારા આ બે ટકા ના કમાન્ડો જોડે હું લડી લઈશ .. મારી પાસે તો એમની સાથે લડી ને ભાગવા નો ચાન્સ પણ રહેશે .. પણ તું તો મરી જઈશ પછી મારુ શું થાય છે એ નો તને શું ફાયદો થશે ? " વિચિત્ર ચહેરા વાળા માણસ ના ચહેરા પર સ્માઈલ આવી
હમિદ હવે થોડો ગભરાયો મોટ ના સોડા માં ખરેખર નુકશાન તો હમિદ નું જ હતી.
બાજુમાં બેઠેલી ફાતિમા તો પથથર ની મૂર્તિ બની ગઈ હતી ..
" તું ક્યાંક એ તો નથી ને ? " હમીદે હિમ્મત ભેગી કરી ને કહ્યું
" એ એટલે કોણ ? ".
" મેં..મેં .મેક મેકડોનાલ્ડ " હમિદ જાણે એનું નામ લેતા પણ ઘભરાતો હતો
મેકડોનાલ્ડે હમિદ અને ફાતિમા ને મારીનાખવાની જાહેર ધમકી આપી હતી
" તારી અક્કલ ઘાંસ ચરવા ગઈ છે હમિદ મેકડોનાલ્ડ અને મારા માં ફરક નથી લાગતો .. એ ક્યાં ગોરી ચામડી નો અને હું ક્યાં કાળો. ".
" આજકાલ વેસ બદલી ને બધું થાય છે મિસ્ટર. ".
હમિદ વાત કરે જતો હતો. પેલા વિચિત્ર ચહેરા વાળા માણસ ને લાગ્યું કે હવે કૈક વાત બનતી લાગે છે.
" હું જે હોવ એ આજે મારુ મિશન હું પૂરું કરીશ " પેલા માણસે દાંત ભીડી ને કહ્યું.

" તમારું મિશન શું છે ? " હમિદ હવે ખુલી ને બોલતો હતો
" હું કહું કે મારુ મિશન છે તમને બંને ને ખતમ કરવાનું તો ? " પેલા વિચિત્ર ચહેરા વાળા માણસે વ્યંગટમ અવાજ માં કહ્યું
" તમે જાણો છો અમને મારી ને તમે પણ નહિ બચી શકો .. એના કરતા આપણે સોદો કરી શકીયે " હમીદે એની ખંધી સ્ટાઇલ માં કહ્યું ..
" સોદો ? કેવો સોદો ? " પેલા માણસે આશ્ચર્ય થી પૂછ્યું.
" જો દેખાવે તો તમે પોલીસ કે આરમી ના માણસ લગતા નથી એટલે એવું લાગે છે કે તમે કોઈક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હશો .. તો તમારું અને અમારું મિશન એક જ છે ભારત ને ખતમ કરવાનું ... કેમ કે તમે અમને ઓળખતા નથી અમે બંને પાકિસ્તાન ના તમામ આતંકવાદી સંગઠન ને પૈસા પુરા પાડીયે છીએ .. એટલે તમારે પણ પૈસા થી ચાલતું હોય તો તમે કહો ત્યાં અને તમે કહો એટલા પૈસા પહોંચી જશે .. બદલ માં તમે અમને છોડી દેજો અને અમે તમને કવર કરીશું. " હમિદ ને કૈક આશા ની કિરણ જાગી એટલે બોલી ગયો ફાતિમા આશ્ચર્ય થી પેલા માણસ ના જવાબ ની રાહ જોઈ ને બેઠી હતી.
પણ એને ક્યાં ખબર હતો કે હમિદ જે બોલ્યો એની ઉલ્ટી અસર આ ભારત માતા ના લાલ પાર થઇ છે ... હમિદ જે બોલ્યો એનાથી ભારત દેશ પર જાણ કુરબાન કરવા માટે કફન માથે બધી ને નીકળેલા માણસ નું લોહી ઉકળી ઉઠ્યું હતું


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED