એક શ્રાપિત પારીજાત - 1 Liza Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક શ્રાપિત પારીજાત - 1

જમીન પર પડેલા ડાયરી ના પાના ઉઠાવવા ની મારી હિમ્મત નહતી, કે એમ કહું કે જમીન પર પડેલું મારું ભૂતકાળ એટલે કે મારી પહેલી ડાયરી કે જેમાં હું મારી લાગણી ને વાચા આપતા શીખી હતી. જયારે ભૂતકાડ ઉઘડે ત્યારે લાગણી ના તાંતણા એની ચરમ સીમા એ હોય.

લ્યો, વાતો વાતો માં હું મારો પરિચય આપવાનો જ ભૂલી ગઈ. હું "પારીજાત". હા એ જ શ્રાપિત પારીજાત. મારાં માતા પિતા આ મારું નામ પાડતા પહેલા કદાચ મારું ભવિષ્ય વાંચી લીધું હશે નહીંતર કદાચ વિધાતા મારાં લેખ લખવાં આવ્યા ત્યારે કદાચ એમના હાથ માં રહેલી કલમ નો રંગ જોઈ લીધો હશે. ત્યારે જ નામ યાદ આવ્યું હશે ને! કહેવાય છે ને નામ એવા કામ.

મારી પ્રિય અને જૂની એવી ડાયરી ના પાના સંકેલી હું પલંગ ની બાજુ માં બેસી ગઈ. હું મારું વર્તમાન, મારી આસપાસ ના લોકો અને બની રહેલી દરેક હાલ ની ઘટના હું ભૂલી જવાં માંગતી હતી. મારા વધી રહેલા હૃદય ના ધબકારા જાણે સાવચેતી આપી રહ્યા હતા કે ક્યાંક યાદો નો ભંડોળ જે આંખો માં સુકાવી રાખ્યો છે એ વહી ન જાય. પણ સાચું કહું તો એ પળ ની રાહ માં હું આજે પણ બેઠી છું કે એ સામે આવી જાય અને વર્ષો થી સાચવેલો અને સુકાયેલો સમુદ્ર ત્સુનામી ની જેમ વહી જાય અને હું તદ્દન ખાલી થઇ જાઉં, હળવી થઇ જાઉં. ફરિયાદો થી, વાતો થી, યાદો થી.

આજ થી લગભગ સાડા નવ વર્ષ પહેલા ની આ વાત છે. મારી ઉંમર ના લોકો ના લગ્ન થઇ રહ્યા હતા. હું પણ એક વ્યક્તિ ને પ્રેમ કરતી જતી જેને લોકો ભગવાન કહે છે. "શ્રી કૃષ્ણ ". મારા એ સમયે ખાસ કોઈ મિત્ર નહતા. હું મારી જ સંગત માં મસ્ત રહેતી. વાતો એમની સાથે કરતી, લડતી એમની સાથે અને એટલું જ નહિ કેટલીય વાર લડી ને રડી પણ છું. જાણો છો કઈ વાત માં? " તમે મારી વાત માત્ર સાંભળો જ છો ક્યારેય રૂબરૂ એક પ્રેમી ની જેમ વાત નથી કરતા, હું માન માંગુ તો મને માનવતા નથી. હું શરમાઈ જાઉં એમ હાથ નથી પકડતા. લોકો કહે છે તમે વાંસાડી ખુબ સરસ વાગાળો છો, કદી મને તો નથી સાંભળવી" પણ હું સામે ચાલી ને માફી પણ માંગી લેતી, કારણ કે મારું હતું પણ કોણ એમના સિવાય.

રોજ સાંજે સાત વાગે મારે પ્રેમી ને મળવા જવાનો સમય. એટલે કે મંદિર જવાનો સમય. આમ તો એ સર્વત્ર છે, મને જોવે છે, મને સમજે છે અને મેં એ અનુભવ્યું પણ છે કે મારી ખુશી માં એમની છબીજી પર ગજબ નું સ્મિત હોય છે. હું લડુ કે રડું ત્યારે એમની આંખો માં મારાં માટે વ્હાલા છલકાતું હોય છે. મારા જીવન ના દરેક પગલે એ મારા સાથે રહેતા. ક્યારેક ચંદ્રમા બની ને મારા માથે હાથ ફેરવતા તો ક્યારેક સુરજ બની ને મને આગળ વધવા પ્રેરણા આપતાં. એ પણ એટલો જ પ્રેમ કરતા.

"વૈષ્ણવ જન તો એને કહીયે જે પીડ પરાયી જાણે રે..." રોજ ના જેમ સાત વાગ્યા કરતા થોડાક વહેલા લગભગ છ વાગ્યાં જેવું હું શ્યામ સુંદર મેં મળવા ગઈ. આ સમયે ભીડ થોડી વધારે હોય એટલે હું મન ભરી ને મારા પ્રીતમ ને જોઈ ન શકતી. પરંતુ આજે ભીડ ભગવાન માટે નહિ પરંતુ ભક્ત માટે હતી. જેના સ્વર માં સાક્ષાત સરસ્વતી નું વરદાન હતું. ઘડીક વાર માટે તો એમ જ લાગ્યુ કે શ્રીનાથજી ના અષ્ટ શાખા માંથી એક ફરી જન્મ લઇ ને પ્રભુ ને રિજવી રહ્યું છે. શ્રી શ્યામ પણ મન ભરી એમના ભજન માણી રહ્યા હોય એમ લાગ્યું. આમ તો મંદિર ના અવરજવર માં અનેક પ્રકાર ના અવાજ હોય છે. ક્યાંક મંદિર ના દરવાજા ના તો ક્યાંક કૃષ્ણ ને રિઝવવા થતી અરજીઓ ના, ક્યાંક ભજન ના તો ક્યાંક વાતચિત ના. પરંતુ આજે કાંઈ અલગ હતું. માત્ર એક જ સ્વર હતો. "વૈષ્ણવ જન તો એને કહીયે જે..." જાણે પક્ષી થી માંડી દરેક જીવ ભજન માં મસ્ત હોય. સૌ મંત્ર મુગ્ધ થઇ ને સાંભળી રહ્યા હતા અને એક જ પ્રશ્ન માં હતા. " કોણ છે આ ભક્ત? "