એક શ્રાપિત પારીજાત - 2 Liza Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક શ્રાપિત પારીજાત - 2

કેટલાક લોકો ને વાત કરતા સાંભળેલા કે એ ભક્ત ને પ્રથમ વાર જોવામાં આવ્યા છે. કોઈ એ તો એમને ઓળખાણ આપવા પણ કહેલું પણ સાંભળ્યું ના હોય એમ ત્યાં થી ચાલ્યા ગયા. કોણ જાને કેમ મેં મારા શ્યામ સુંદર ને જોવાનો સમય પણ બદલી નાખ્યો. એ વ્યક્તિ કોણ હતા, ક્યાં થી આવ્યા હતા હું કાંઈ જાણતી નહતી પણ એમના અવાજ માત્ર થી મારું મન મોહ્યું હતું. શ્રી કૃષ્ણ જ્યારે પોતાની મોરલી થી ગોપીયો ના મન હરતા ત્યારે શું ગોપીયો આ પણ કાંઈ આવું જ અનુભવ્યું હશે? શું સંગીત માત્ર થી કોઈ નું મન મોહે ખરા? આ પ્રકાર ના પ્રશ્નો હું પોતાની જાત ને પૂછતી. એમના સુર મારા કાન માં સંભળાયા કરતા હતા, જાણે હાલ આ ગાઈ રહ્યા છે અને હું સાંભળી રહી છું. જોકે મારા સમય બદલવા થી કોઈ ખાસ ફેર ન પડયો કારણ કે એ ભક્ત સંગીતકાર ત્યાં આવતા નહિ. દિવસો વીત્યા, મહિના વીત્યા પણ એ ધૂન મારા દિલ અને દિમાગ થી ખસી નહિ. ઘણા દિવસો પછી મેં કોઈ ને કેહતા સાંભળેલા કે સવારે રાજભોગ સમયે કોઈ શ્રીનાથી ને રિઝવાનો પ્રયાસ કરે છે અને એ સાંભળવા લોકો ખાસ રાજભોગ સમયે આવે છે પણ એ વ્યક્તિ ની કોઈ ને ઓળખ ના હતી એટલે મને લાગ્યું કદાચ એ પણ એ જ વ્યક્તિ ની વાત કરી રહ્યા હશે.
માણસો ને કેવી આદત હોય છે ને, શરત લાગવાની આદત. મેં શરત લગાવી કે જો એ જ વ્યક્તિ હશે તો શ્યામ સુંદરે એને મારા માટે જ મોકલ્યા હશે. ક્યારેક મારુ મન પૂછે કે માત્ર જોઈ ને આવાજ થી કોઈ પસંદ આવે ખરું? ત્યારે દિલ જવાબ આપે કે જો મીરા ને મૂર્તિ થી પ્રેમ થઇ શકે તો મને પ્રેમ કેમ ના થાય? હા, મને આદત હતી મારા જીવન ની દરેક ઘટના ને શ્રીકૃષ્ણ સાથે જોડાતી.
બીજા દિવસે સવારે હું રાજભોગ સમયે મંદિર ગઈ. પગથિયાં ચડતા જ મેં જે અવાજ સાંભળ્યો એ પાર થી હું સમજી ગઈ કે કોનો અવાજ છે. મંદિર માં જતા જ મેં શ્યામ સામે જોયું અને મને યાદ આવ્યું મારુ જ કહેલું વાક્ય " તમે મારી વાત ખાલી સાંભળો જ છો.ક્યારેય એક પ્રેમી ની જેમ મારી સાથે વાત નથી કરતા." હું દર્શન કરી મંદિર ના એક ખૂણા માં જય ને બેઠી અને ભજન માં, કૃષ્ણ નામ માં, અને કૃષ્ણ સુધી પોહ્ચાડતા એ સ્વર માં ખોવાઈ ગઈ.
ઘણા સમય સુધી બસ આ જ ચાલતું રહ્યું. મને હવે મંદિર માં એક નહુ બે લોકો ને મળવા જવાની ઈચ્છા થતી. અને બંને જણ ને જોઈ ને મને ખુબ જ આનંદ થતો. પણ ક્યાં સુધી આમ ચાલતું રહેવાનું હતું? મને એ વ્યક્તિ વિશે વધારે જાણવાની વધુ ઈચ્છા થઇ. એક વાર ભજન પૂર્ણ થતા મેં એમની પાછળ જવાનું વિચાર્યું. હું શું કહીશ, કેવી રીતે ઉભા રાખીશ, ક્યાંથી વાત શરુ કરીશ કાંઈ જણાતી નહતી. પણ મેં આખરે નિર્ણય કરી જ લીધો કે અમને મેળવનાર જે હતા એમના નામ થી જ બોલાવીશ. "જયશ્રી કૃષ્ણ" નજીક થી આવેલા અવાજ ને જવાબ આપવા અને પ્રથમ વાર સાંભળેલા કોઈ સ્ત્રી ના અવાજ થી આશ્ચર્ય પામી તે પાછળ ફર્યા. "જય શ્રી કૃષ્ણ" એમને સામે થી જવાબ આપ્યો. એમના ચહેરા ના હાવભાવ થી એ તો સમજી જ ગઈ હતી કે એ મને ઓળખે છે. મેં તરત જ પૂછ્યું. "ઓળખાણ પડી?" ત્યારે એમને કાંઈ પણ વિચાર્યા વગર તરત જ જવાબ આપ્યો "હા! જોયા છે મેં તમને મંદિર માં." "ખુબ મધુર અવાજ છે તમારો ." શું બોલવું સમજાઈ નહોતું રહ્યું એટલે શુરુઆત કાંઈ આવી થઇ. " બસ જેના માટે ગાઉ છું એ રીજે એટલે બહુ. " એમના આ જવાબ થી એમના માટે માન ઘણું વધી ગયું. "ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ." હું કઈ બોલું એ પેહલા એ ત્યાં થી નીકળવા લાગ્યા. બે ડગલાં આગળ વધ્યા ત્યાં તરત જ મેં કહ્યું. "તમારું નામ?" મેં થોડોક ખચકાટ પણ અનુભવ્યો. પણ એમને હસતા જવાબ આપ્યો. "વ્રજ." અને એ ચાલ્યા ગયા. "વ્રજ! કૃષ્ણ નું વ્રજ."
હું પણ મલકાતી ઘરે આવી ગઈ. ઘરે આવી ને ના ભૂખ લાગી, ના તરસ, ના સમય નું ભાન રહ્યું. લાગણી ની લહેર હવે ત્સુનામી માં માં ફેરવાઈ ચુકી હતી. જ્યા બચવાના કોઈ એંધાણ નહતા કે ના દૂર સુધી કોઈ કિનારો હતો. સાચું કહું તો મને પણ કાંઈ આ ત્સુનામી માંથી બચવાનો ઈરાદો નહતો.
પ્રેમ એટલે મને હવે હવા ના સુંસવટા માં સ્વર્ગ ની લહેર આવતી. વૃક્ષો જાણે હવે મારી સાથે વાતો કરતા. લોકો થી દૂર એકાંત હવે મને પોતાનું લાગવા લાગ્યું. સમય હવે મારો મિત્ર બની ગયો હતો. અને એ પણ એવો મિત્ર કે નવા નવા પ્રેમ માં ગળાડૂબ થયેલા મિત્ર ને છેડવા માટે ઝડપ થી વહી નહતો રહ્યો. જે રસ્તા પાર થી એ પસાર થતા એ રસ્તા મને ઘર લાગવા લાગ્યા હતા જ્યા બેસી હું કલાકો સુધી એમની રાહ જોતી અને બસ એક ક્ષણ એમને જોઈ એ ક્ષણ મારી આંખો માં પરોવી સપના ના હાર ઘુંથતી. એ તીક્ષ્ણ નજારો થી વીંધાયેલા હૃદય નો ઈલાજ કરવાની કોઈ ઈચ્છા નહતી થતી. થોડાક સમય સુધી આમ જ ચાલ્યું. હું મંદિર દર્શન કરવા તો જતી પણ વ્રજ ના આવ્યા પેહલા નહીંતર પછી કારણ કે હું મારા કૃષ્ણ પ્રેમ માં કોઈ ત્યાગ ની ઈચ્છા રાખતી નહતી.
મને એમ હતું કે હું આ જે રસ્તા પાર ઉભી રહી ને વ્રજ ને જોઉં છું એ વાત ખાલી હું જ જાણું છું અને વ્રજ એ વાત થી અજાણ છે. પરંતુ એ મારી ભૂલ હતી. થોડાક સમય પછી નવરાત્રી શરુ થવાની હતી અને મંદિર ના પ્રાંગણ માં પણ ભવ્ય આયોજન થયું હતું. નવ દિવસો માંથી એક દિવસ વ્રજ નું વૃંદ પણ નિમણૂંક થયું હતું. એ દિવસ આથમ નો હતો. એ દિવસે હવન હતો અને પછી ગરબા નું આયોજન હતું. મેં શણગાર માં કાંઈ બાકી નહતું રાખ્યું. જોગા ના જોગ એવા કે અમે બંને એ લીલા કલર ના કપ પહેરેલા. એમને ટ્રેડિશનલ લીલા કુર્તા માં જોઈ હું ભાન ભૂલું એમના કાંઈ નવાઈ નહતી. ગરબા શુરુ થયા અને કૃષ્ણ ની વાંસળી પાર ગોપીયો કલાકો સુધી એકધારી રાસ રમતી એમ હું પણ કલાકો સુધી એ જ અવાજ માં મસ્ત રહી. પથ્થર કે કંકર ભૂલી ગઈ, આસપાસ ના લોકો ભૂલી ગઈ. જીવન માં છેલ્લી વાર ગરબા રમવાના હોય એ રીતે હું છેક સુધી બધું ભૂલી ને રમી હતી. નહતી ખબર કે સાચે જ છેલ્લી વાર રમવાના હશે. પરિવર્તન તો નયમ જ છે જીવન નો. શ્રી કૃષ્ણ ને પણ ક્યાં પ્રેમ સરળતા થી માંડ્યો હતો?