એક પંજાબી છોકરી - 38 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 38

સોનાલી કૉલેજેથી સીધી જ સોહમની ઘરે જાય છે મયંક પણ તેની સાથે આવે છે સોનાલી સોહમને ઘણી વાર અવાજ દઈને બોલાવે છે,પણ સોહમ કંઈ જ જવાબ આપતો નથી. સોનાલી, મયંક અને સોહમના મમ્મી ચિંતામાં પડી જાય કે સોહમને શું થયું હશે?સોહમના મમ્મી કહે છે સવારમાં તો જવાબ આપતો હતો સોહમ અત્યારે શું થયું હશે? મયંક દરવાજો તોડવા માટે દરવાજાને પગેથી ધક્કો મારે છે બે ત્રણ વખત આવું કરે છે ત્યાં દરવાજો ખુલી જાય છે.પછી બધા જલ્દીથી અંદર જાય છે તો સોહમ બેભાન હાલતમાં હોય છે બધા ખૂબ ડરી જાય છે.મયંક ફટાફટ સોહમને તેડીને ગાડીમાં બેસાડે છે.સોનાલીને સોહમના મમ્મી સાથે બેસી જાય છે.મયંક ડ્રાઇવરની સીટ પર બેસે છે ત્યાં સોનાલીના ઘરમાંથી તેની ફેમીલી દોડી આવે છે.સોનાલી તેમને કહે છે આ મારું બેગ લઈ જાઓ મમ્મી હું હોસ્પિટલે જાવું છું. સોનાલીના મમ્મી કહે છે અમે બધા પણ તમારી પાછળ આવીએ છીએ.તમે ચિંતા ન કરો.મયંક કાર ચાલુ કરીને જવા દે છે ને પાછળથી સોનાલીના મમ્મી,પપ્પા ને વીર જાય છે સોનાલીના પપ્પા તેમના મમ્મી પપ્પાને કહે છે,"આપ દોનો ઇથે હી રહો હમ લોગ જલ્દી હી લોટ આયેંગે." વીર કાર ચાલુ કરે છે અને તેના મમ્મી પપ્પા કારમાં બેસીને મયંકની પાછળ પાછળ જાય છે.

બધા સાથે હોસ્પિટલ પર પહોંચે છે સોહમને જલ્દીથી ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવે છે અને તેની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે.સોનાલી ને સોહમના મમ્મી ખૂબ રડે છે સોનાલીને આજે બહુ દુઃખ થાય છે.તેને પહેલાનું બધું જ યાદ આવે છે.સોહમ સાથેની તેની પહેલી મુલાકાત,તે બંને વચ્ચેની ગહેરી દોસ્તી,મુંબઈની બંનેની એક સાથેની સુંદર સફર, હીર રાંઝા બનીને બંને એકબીજા માટે ફિલ કરેલી સુંદર ફિલિંગ, સોહમનો સોનાલી માટેનો અપાર પ્રેમ જેમાં તે સોનાલીથી અલગ થયો માત્ર સ્ટોરી પૂરતો તો પણ સોહમ સાચે જ બેભાન થઈ ગયો.આ લાસ્ટ સીન યાદ કરતા તો સોનાલી સમજી જ જાય છે કે સોહમ સોનાલીને ખૂબ જ પ્રેમ કરે છે.તેને ઘણી વખત આ બાબત બતાવી છે.જેને સોનાલી સમજી શકી ન હતી. તે આજે સોહમની ખરાબ હાલતમાં સોનાલીને સમજાય જાય છે તેથી સોનાલી ખૂબ રડે છે અને અચાનક તેને સોહમને ખોવાનો ડર લગતા તે દોડીને ત્યાંથી ચાલી જાય છે.હાલ કોઈ સોનાલીને રોકવા પ્રયત્ન કરતા નથી પણ મયંક તેની પાછળ જવાની કોશિશ કરે છે.ત્યારે સોહમના મમ્મી કહે છે,"રેન દે પૂતર અભી ઉસે અકેલી રેન દે અપને આપ ચગી હો જાયેંગી." સોનાલી ગુરુદ્વારામાં જાય છે અને વાયે ગુરુને દંડવત્ પ્રણામ કરે છે.અશ્રુઓથી છલકાતી આંખે મનોમન વાયે ગુરુને પ્રાર્થના કરી તે આંખ બંધ કરે છે,તો તેને સોહમ ને સોહમ સાથે વિતાવેલા એક એક પલ યાદ આવે છે અને તેના રડતા ચહેરા પર ખુશીને શરમ છવાઈ જાય છે. થોડી વાર સુધી સોનાલી સોહમને જ યાદ કરે છે.જેવી તે આંખ ખોલે છે તેને મયંક યાદ આવે છે. મયંક સાથે કરેલી પ્રેમભરી વાતો,તે બંનેની પહેલી કિસ,મયંકનો પ્રેમ, સોનાલીએ મયંકને આપેલા વચનો બધું યાદ આવતા તે અંદરથી હલી જાય છે.તેને કંઈ જ સમજાતું નથી કે તે કોને પ્રેમ કરે છે? સોહમને કે મયંકને? સોનાલી વાયે ગુરુને પૂછે છે,"હે વાયે ગુરુ અબ તું હી મેનુ બતા મેંને કિસ કે નાલ અપના દિલ લગાયા હૈ."આટલું બોલી તે આંખ બંધ કરે છે તેને સોહમ જ સોહમ દેખાય છે.આંખ ખોલે છે તો બધાની અંદર સોહમની છબી જ જુએ છે. તેને વાયે ગુરુનો ઈશારો સમજાય જાય છે ત્યાં મયંક તેની સામે આવીને ઉભો રહી જાય છે. સોનાલી મયંકની અંદર પણ સોહમને જુએ છે.તે સોહમ એવું બોલી તેને વળગી પડે છે. મયંક કહે છે સોનાલી હું મયંક છું સોહમ નહીં પણ સોનાલીને હાલ બધામાં સોહમ જ દેખાય છે. સોનાલીને મયંકે દુઃખી જોઈ હતી તેથી તે હાલ સોનાલીને કંઈ જ કહેતો નથી.તે મનોમન કંઇક વિચાર કરે છે. સોનાલીને કંઇક યાદ આવતા તે હોસ્પિટલ તરફ દોડીને જાય છે.

મયંક મનોમન શું વિચારતો હશે?
સોનાલીને એવું શું થયું કે તે ભાગીને હોસ્પિટલ તરફ ગઈ?
શું સોહમ સાજો થયો જશે?


આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.