એક પંજાબી છોકરી - 39 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 39

સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છે કે સોહમ બેભાન છે.તે હોસ્પિટલે પહોંચે છે,ત્યાં ડૉકટર બહાર આવે છે અને કહે છે કે સોહમને આખી રાત તાવ હશે ને રાતથી બપોર સુધી તે તાવથી તપતો હોવાથી તાવ મગજમાં ચડી ગયો છે,તેથી બેભાન થઈ ગયો હતો.બધા પૂછે છે હવે સોહમને કેમ છે ડૉકટર? ડૉકટર કહે છે હોંશમાં આવે તો જ તે બચી શકશે ને બચવાના ચાન્સ બહુ ઓછા છે.સોહમના મમ્મી ખૂબ રડે છે ને સોનાલી તો ત્યાં ને ત્યાં બેભાન થઈ જાય છે.હોસ્પિટલના માણસો સોનાલીને બેડ પર સુવડાવે છે. ડૉકટર તેને ચેક કરીને કહે છે,આમને આઘાત લાગ્યો હોવાથી બેભાન થઈ ગયા છે.થોડી વારમાં હોંશ આવી જશે.મયંક તેની પાસે બેઠો રહે છે.થોડીવારમાં સોનાલીને હોંશ આવે છે અને તે સોહમ પાસે જવાની જીદ કરે છે.બધા બહુ રોકે છે પણ તે કોઈનું માનતી નથી ને સોહમ પાસે જાય છે અને સોહમ ને કહે છે સોહમ હું તારી સાથે જ છું. આપણે પહેલાની જેમ જ હંમેશા સાથે રહીશું તેની આંખો આંસુઓથી છલોછલ ભરેલી હતી.તે બોલ્યા કરે છે સોહમ તને આપણા નાનપણથી અત્યાર સુધીના બધા દિવસો યાદ છે ને! તું ને હું ક્યારેય નહોતા લડતા ને હંમેશા એકબીજાને સપોર્ટ કરતા હતા.તને યાદ છે આપણે હીર રાંઝા બન્યા હતા.તેમાં આપણો પ્રેમ, આપણી યાદો કેટલી સુંદર હતી. નાટકના અંતે હીર મુત્યુ પામે છે ને તેના પ્રેમમાં એકલો રહી ગયેલો રાંઝા પણ તે જ ઝેરી ભોજન ખાઈને મુત્યુ પામે છે.યાદ છે સોહમ તું ત્યારે બેભાન થઈ ગયો હતો.ત્યારે તો મેં તને માફ કરી દીધો આજે નહીં કરું. જો તું આમ જ પડ્યો રહીશ તો,સોહમ હજી પણ એ જ સ્થિતિમાં પડ્યો હતો.

સોનાલી સોહમને આ હાલતમાં જોઈ નથી શકતી.તે સોહમને હલાવીને કહે છે.સોહમ તારા વગર હું નહીં જીવી શકું.હું પણ તારી સાથે જ મરી જઈશ.તું પ્લીઝ જલ્દીથી ઉભો થા નહીં તો હું પણ મારો જીવ આપી દઈશ."મેં તેનું પ્યાર કરદી હું.' મતલબ આઇ લવ યુ.હું પણ તને ખૂબ ખૂબ પ્રેમ કરું છું સોહમ. મને લાગતું હતું હું મયંકને પ્રેમ કરું છું,પણ આજે જ્યારે તને હંમેશા માટે ખોવાનો ડર મારા દિલે અનુભવ્યો ત્યારે સમજાયું કે હું તારા વિના જીવી જ નહીં શકું.ખબર નહીં તારી સાથે ક્યારે ને કઈ ક્ષણે પ્રેમ થયો પણ તને પ્રેમ કરું છું તેની જાણ મને આજે થઈ છે.સોહમ બેભાન હાલતમાં પણ સોનાલીના એક એક શબ્દો સાંભળી લે છે પણ સોનાલીના છેલ્લા પ્રેમ ભરેલા શબ્દો એ તો સોહમને ઉઠવા માટે જાણે મજબૂર કરી દીધો હોય તેમ સોહમના હાથ હલે છે. સોનાલી તેના માથા પાસે જ બેસીને રડતા રડતા આ બધું કહેતી હતી તેથી સોહમના હાથ ડગે છે તે તેને ખબર પડી જાય છે ને તરત સોનાલી તેનો હાથ પકડી પોતાના હાથમાં લે છે.સોહમ ધીમે ધીમે આંખ ખોલે છે સોનાલી ખુશ થઈ જાય છે ને બધાને અવાજ દેવા માટે સોહમનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરે છે.સોહમ તેનો હાથ છોડતો નથી અને કહે છે થોડી વાર પછી બોલાવજે બધાને પહેલા તું મને જે વાત બેભાન હતો ત્યારે કહેતી હતી તે વાત હવે કહે.સોનાલીને કંઈ સમજાતું નથી તેથી તે સોહમને પૂછે છે કઈ વાત.

સોહમ ફરી કહે છે જે વાત તે લાસ્ટમાં કહી.સોનાલી સોહમને ચીડવવા માટે કહે છે ના કંઈ નથી કહેવું.સોહમ મજાકમાં બોલે છે સારું તો હું મરી જાઉં પછી કહેજે.સોનાલી તેના મોં પર હાથ રાખી દે છે અને તેને ચૂપ કરાવતા કહે છે.એવું ન બોલ તારા વિના મેં જીવવાનું શીખ્યું જ નથી.સોહમ આઇ લવ યુ સો મચ. હું માત્ર ને માત્ર તને જ ચાહું છું મને માફ કરી દે.આજ સુધી તને મેં ખૂબ તડપાવ્યો છે પણ મારી ફિલિંગ મને ખુદને જ ખબર નહોતી.આજે જ ખબર પડી તે પણ તારી આવી હાલત જોઇને. સોનાલીના શબ્દે શબ્દમાં માત્ર ને માત્ર પ્રેમ જ હતો.જેને સાંભળી સોહમ પોતાના બધા જ દુઃખોને ભૂલી જાય છે.

સોનાલી સોહમને પ્રેમ કરે છે તે જાણીને મયંકને કેવું લાગશે?
શું મયંક સોનાલીને માફ કરી શકશે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.