પ્રેમ સમાધિ - પ્રકરણ-90 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-90

પ્રકરણ-90

કાવ્યા કલરવ પ્રેમસમાધિમાં ઊંડેને ઊંડે પ્રેમઆકર્ષણથી પરાકાષ્ઠા અને પરાકાષ્ઠાથી સંતૃપ્તિમાં આ એક અધભૂત પ્રેમસમાધિ હતી જેમાં બંન્ને એક સરખાં પ્રેમ પ્રવાહમાં વહી રહેલાં ના કોઇ રોક ટોક ના સીમા સંકોચ, ના શરમ મર્યાદા બસ એકમેકમાં પરોવાઇને પ્રેમસમાધિ માણી રહેલાં..
બંન્નેનાં દેહ હાંફ્યા.. થાક્યા સંતૃપ્ત થયાં બેઊ એકમેકને સંપૂર્ણ વળગી ગયાં.. કાવ્યા કલરવને નિહાળી રહી હતી બંન્નેનાં ચહેરાં દેહ એક પ્રેમનાં ઓજસથી તેજથી ઝળકી રહેલાં બેઉ અપ્રતિમ આનંદમાં અને પ્રણયની આ પરાકાષ્ઠામાં હતા.
કલરવે કહ્યું “કુદરતે આપણને અચાનકજ આવી મોકળાશ એકાંત આપી દીધું ન જાણે શું થયું કુદરતે મહેર કરી દીધી મેહૂલો એવો વરસ્યો કે આપણાં દીલ પણ પ્રેમભીનાં થયાં એકમેક માટે વરસી પડ્યાં.. આવો મુશળધાર એકધારો પ્રેમ માણવો પણ લ્હાવો છે ખૂબ આનંદ છે આ પૃથ્વી પરનું સ્વર્ગ માણ્યું... આજ તો સાચું સ્વર્ગ છે આ સ્વર્ગીય અનુભવ તું મારી મીઠી સુંદર રૂપાળી અપ્સરા..”.
કાવ્યાએ કહ્યું “સાચેજ આપણને આવો સુંદર પ્રેમ અવસર મળી ગયો.. ઓતપ્રોત થઇને માણ્યો.. એવું લાગ્યું કુદરતનાં આશીર્વાદ વરસી ગયાં.. લગ્ન પહેલાંજ આપણને બધી રીતે ભીંજવી દીધાં ના સીમા મર્યાદા રહી ના લાજ શરમ એમાં પણ કોઇ શુભ સંકેત હશે”.
કલરવ કહે “શુભ સંકેતજ હોયને... ચોક્કસ કોઇ કારણજ હોયજ તારાં પાપાને અચાનક જવાનું થયું એમનાં ગયાં પહેલાં તને પહેલીવાર એમને લાગણીમાં ભીંજાતા જોયાં આપણને સંપૂર્ણ એકાંત મળ્યું મારી કાવ્યા આ પ્રારબ્ધ છે.”
કાવ્યાએ કહ્યું “સાચી વાત આજ આપણું, પ્રારબ્ધ છે જોને નારણ અંકલની ફેમીલી કેવા પ્લાન સાથે આવેલી પેલા સતિષ સાથે મારું સગપણ... એમની દિકરી માયા સાથે તારો સંબંધ... ન થવાનું થઇ જાત ? હું કદી ના થવા દઊં આપણે કશું કરવુંજ ના પડ્યું અને ઇશ્વરે આપણુંજ પ્રથમ મિલન કરાવી દીધું સાચુ કહુ કલરવ હું તો ખૂબ ડરી ગયેલી કે પાપા નારણ અંકલની ફ્રેન્ડશીપમાં... પણ પાપાએ મંજુમાસીને મચક ના આપી મોઢે જ સંભળાવી દીધું… અને તે એક વાત માર્ક કરી પાપા ઘરેથી જતાં પહેલાં શું બોલીને ગયાં ? મને ગળે વળગાવીને કીધેલું. "મારી દીકરી તું ચિંતા ના કરીશ હું તારું મન આંખો અને દીલ વાંચી શકું છું. તું જેમાં ખુશ રહે એજ હું કરીશ એજ તને આપીશ બસ હું ફરજ પુરી કરીને આવું.... કલરવ પાપાની એવી કેવી ફરજ હશે ? મને એમનું કહેવું સમજાયુંજ નહીં...”
કલરવે કહ્યું “ખબર તો મને પણ નથી પડી પણ એ બે દિવસથી સતત વિચારમાં અને રાજુભાઇ તથા પેલાં ભાઉ અંકલની વાતોથી... હશે કોઇ ઋણ જેની ફરજ બજાવવાની હશે.. મને તો કશું સમજાતું નથી કાવ્યા.”..
કાવ્યાએ કહ્યું “શી ખબર શું વાત છે ? પણ મને એટલી ચોક્કસ ફીલીંગ આવી હતી કે કોઇક સારી વાત છે ચિંતા નથી જે હશે એ પાપા પાછાં આવે એટલે ખબર પડશે.” કલરવ તને ભૂખ લાગી છે ને ? ચાલ હું નીચે જઇને તારાં ચા નાસ્તાની તૈયારી કરુ આપણે સાથે બેસીશું પછી, ભલે નોકર-ચાકર-રસોઇયા બધા છે પણ હું આજે જાતે ચા નાસ્તો તારાં માટે તૈયાર કરીશ મારાં સાવજ....”
કલરવ હસી પડ્યો અને બોલ્યો “સાવજ ? હાં હાં મને ખૂબ ભૂખ છે તારાં પ્રેમની તારાં તનની ભૂખ છે બસ તને ભોગવતો રહું ચૂમતો ચૂસતો રહું એવી ભૂખ તેં ઉઘાડી છે. તેં મને એવો પાગલ બનાવ્યો છે કે હવે મને તારાં સિવાય કંઇ સૂજતુંજ નથી બસ સાચેજ તારો પ્રેમ સાવજ છું”.
કાવ્યા હસી પડી કલરવ પાસે આવી એને ચૂમતાં બોલી “હું ફ્રેશ થઇ તૈયાર થઇને નીચે જઊં છું બધી તૈયારી કરું પછી પાપાનો ફોન ના આવે તો હું ફોન કરુ.”..
કલરવે કહ્યું “ભલે.. મને સાચેજ જોરથી ભૂખ પણ લાગી છે તને એકવાત કહું કાવ્યા ? ના... ના.. એમ નથી કહેવી વાત ચા નાસ્તો થઇ જાય પછી અહીં રૂમમાં ફરીથી એકાંતમાં..” કાવ્યાએ કહ્યું “વારે વારે લુચ્ચાઇ નથી કરવાની હવે તો આપણે ધીમો વરસાદ ચાલુ છે દરિયે જઇશું ત્યાં ફરીશું કંઇક બહારનું જમીને આવીશું કલરવ આપણે પણ આવી પળ ઉજવીએ ને ?”
કલરવ સાંભળીને ખુશ થઇ ગયો બોલ્યો “વાહ એક્સેલેન્ટ આઇડીયા માય લવ... ચાલ તું ઝડપથી નીચે જા હું પણ શેવીંગ કરીને નીચે તૈયાર થઇનેજ આવું.. તું તૈયાર થઇને જા તો પછી સીધા બહાર નીકળી જવાય”.. કાવ્યાએ કહ્યું “ઓકે ડાર્લીંગ... “
કાવ્યા વોશરૂમમાં ઘૂસી.. થોડીવારમાં બાથ લઇને અપટુડેટ કપડાં પહેરી બહાર આવી એણે જોયું કલરવ એનાં રૂમમાં છે એણે પર્સ બધુ લીધુ યાદ કરી મોબાઇલ લીધો અને કલરવનાં રૂમમાં આવી.. કલરવ ફોન મચડી રહેલો.. કાવ્યાએ કહ્યું એય મારાં કામણગારા કહાન... હું જઊ તું પણ તૈયાર થઇને નીચે આવીજા.”.
કલરવતો કાવ્યાને જોઇને એની પાસે દોડી આવ્યો એને વળગીને હોઠ પર ચૂમતાં કહ્યું “વાહ મારી રાણી ફ્રેશ ફ્રેશ કેટલી સુંદર લાગે છે તારાં તનમાંથી જો કેવી ખુશ્બુ આવે છે માય ડાર્લીંગ... હું તો તારાં ઉપર મરી રહ્યો છું તું આમ મને ધાયલ કરતી રહીશ તો મારું ઠેકાણુંજ નહીં પડે પાગલ બનાવી દઇશ હું સાચેજ તારો બાવરો બની ગયો છું મને તારાં સિવાય કશું દેખાતુંજ નથી એય કાવ્યા લવ યું...”
કાવ્યાએ હસીને ચૂમતા કહ્યું “એય મારાં બૈજુબાવરા પછી નીચે આવ નાસ્તો કરીને બ્હાર નીકળીએ હું તૈયારી કરું. “ એમ કહીને કાવ્યા સડસડાટ દાદર ઉતરી ગઇ. કલરવ એને જતો જોઇ રહ્યો.
કાવ્યાનાં ગયાં પછી કલરવે ફોન હાથમાં લીધો માયા નારણ ટંડેલનાં મીસકોલ જોયાં અને થયું કે હું જાણું કે કેમ ફોન કરેલાં ? મારે કાવ્યાને પહેલાં જણાવવુ ના જોઇએ ? કાવ્યાને પછીથી ખબર પડશે તો એ શું વિચારશે ? કલરવે વિચાર્યુ ના... ના.. પહેલાં કાવ્યાનેજ જણાવીશ એ કહેશે તોજ ફોન કરીશ અને એ પણ સ્પીકર પર રાખીને મારી કાવ્યાને અંધારામાં રાખીને કદી કશુંજ નહીં કરું આમ વિચારતાં એ તૈયાર થયો અને કપડાં મીરરમાં જોયાં કંઇક વિચારી દાદર ઉતર્યો...
કાવ્યાએ કહ્યું “આવો આવો મારાં રાજ્જા... અહીં બેસો હું ચા નાસ્તો લાવુ... પણ કલરવ તારો ચહેરો આમ ગંભીર અને શું વિચારોમાં છે ?” કલરવે કહ્યું.. “કાવ્યા....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-91