સોનું ની મુસ્કાન - ભાગ 8 Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોનું ની મુસ્કાન - ભાગ 8

ભાગ ૮

સુજલ એ કહ્યું હતું કે શહેર માં રહેવા માટે તે સોનું ના પરિવાર માટે ઘર ની પણ વ્યવસ્થા કરી આપશે , રમેશ ને આ વાત માં કઈ ખોટું લાગતું નહોતું.

તેનું ખૂબ મન હતું , રમેશ એ સોનું ને કહ્યું બેટા ના પાડીશ નહિ આવો મોકો ભગવાન હર વ્યક્તિ ને નથી આપતા , મેના એ કહ્યું રમેશ એના ઉપર દબાવ ના નાખશો ,

ચોખ્ખું દેખાય છે તેનું મન નથી , તેને તેની મરજી નું કરવા દો , ત્યાં તો સોનું એ કહ્યું ના મમ્મી ,પપ્પા નું બહુ મન છે કે હું એક્ટિંગ માં કરિયર બનવું હું એમનું આ સપનું જરૂર પૂરું કરીશ.

અને મમ્મી તમારા માટે તો હું કઈ પણ કરી સકું , મેના એ કહ્યું બેટા તે જ એક વાર કહ્યું હતું ને કે તું આ ગામડું છોડી ને ક્યાંય નહિ જાય તો કેમ આવો નિર્ણય લે છે???

સોનું એ કહ્યું આપડે આખું જીવન એક જ જગ્યા એ પસાર તો ના કરી શકીએ ને જીવન માં ઘણા બદલાવ આવે છે સમય ની જોડે અમુક નિર્ણય લેવા જોઈએ શું ખબર એમાં આપનું જ ભલું હોય.

સોનું ની આવી વાતી સાંભળી ને મેના અને રમેશ તો દંગ રહી ગયા સોનું ની ઉંમર ભલે ૧૬ વર્ષ હોય પણ વાતો તે કોઈ અનુભવી માણસ જેવી કરતી હતી ,

ડાયરેક્ટર એ કહ્યું વાહ બેટા સાવ સાચી વાત કીધી છે તે , તો રમેશ ભાઈ અમે કાલે નીકળવા ના છે તો તમે પણ તમારો સમાન ઘર નો પેક કરવા નું ચાલુ કરી દેજો , મારા માણસો તમારી મદદ કરવા આવશે.

પછી સુજલ ભાઈ નીકળી ગયા , રમેશ એ સોનું ને કહ્યું બેટા તું તારા આ નિર્ણય થી ખુશ છે ને , સોનું એ કહ્યું હા હું ખુશ છું મે મારા મન થી જ આ નિર્ણય લીધો છે, પણ મારે છેલ્લી વાર મારા મિત્રો મળવું છે, મેના એ કહ્યું હા કેમ નહિ જા બેટા મળી આવ તારા મિત્રો ને,

સાંજ ના સાડા ૫ વાગી ગયા હતા સોનું એ રેણુ ને બોલાવી અને મીના અને રૂપા ને પણ , તેઓ ગામ ના એજ શેઢે મળ્યા જ્યાં તો લોકો રોજ રમતા હતા, સૂરજ ઢળતો હતો તેની લાલિમા ખેતર ના ચારે બાજુ પથરાયેલી હતી ,

થોડી વાર બધા એ મૌન રહી આ નજારો જોયો કારણકે તે હતો જ ખૂબ સુંદર નજારો.

રેણુ એ પૂછ્યું સોનું અમને અહી કેમ બોલાવ્યા તે કીધું નહિ , સોનું એ કહ્યું મિત્રો હું કાલે આ ગામડું છોડી ને હંમેશા માટે શહેર રહેવા જાઉં છું.

આ વાત બોલતા બોલતા સોનું ની આંખ માં આંસુ આવી ગયા આ આંસુ તેના મિત્રો ના વિરહ માટે અને ગામડા ના વિરહ માટે હતા,

રૂપા એ કહ્યું સોનું આનો મતલબ કે તું ફિલ્મ માં જવા રાજી થયી ગઈ , સોનું એ કહ્યું હા મારા પપ્પા નું બહુ મન છે તે મને ફિલ્મો માં જોવા ઈચ્છે છે હું એમનું સપનું જરૂર પૂરું કરીશ.

એટલે એમના માટે હું મારી બધી ખુશી આ ગામડા ને લાગતી અને તમને છોડી ને જવા હા પાડવી જ પડી હું મારા પપ્પા નું મન તોડી નહિ સકું,

રેણુ એ કહું સોનું તું અમારા થી દુર જાય છે એનું દુઃખ છે પરંતુ તું તારા જીવન માં આગળ વધીશ જીવન માં તારું નામ બનાવીશ એ વાત ની અમને ખૂબ ખુશી છે કેમ મિત્રો......

મીના એ કહ્યું હા સાચી વાત છે સોનું તું ખૂબ મેહનત કરજે અને તારું ધ્યાન રાખજે , સૌ ની આંખ માં આંસુ આવી ગયા , સોનું પોતાનો છેલ્લો વખત તેના મિત્રો સાથે વિતાવતી હતી,

તે એ પલ ને રોકી શકતી ન હોતી , તેના હાથ માં તે નહોતું , તે બસ આ પલ જીવી લેવા માંગતી હતી , ઘણી વાર મિત્રો જોડે રહી સોનું અને તેના મિત્રો ઘરે ગયા .

સોનું જેવી ઘરે પોહચી ઘર નો સમાન પેક થયી રહ્યો હતો , ૨ માણસ આવ્યા હતા તેના ઘર નો સમાન પેક કરવા માટે.

મિત્રો આ ભાગ અહી સુધી રાખીએ , જલદી આવીશ નવો ભાગ લય ને.😊