પીછાસ્ત્ર - ધ સ્ટોરી ઓફ વિરપરી - 2 Harshika Suthar Harshi True Living દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પીછાસ્ત્ર - ધ સ્ટોરી ઓફ વિરપરી - 2



સ્વર્ગમાં પરીએ ખુશ રહેતા લોકોને જોયા. ત્યાં, જેને જ્યાં ફરવું હોય તે ફરી શકતા. કેટલાક અહિયાં પણ ભગવાનની ભક્તિ કરતા હતા, તો કેટલાક અપ્સરાઓ, ગંધર્વો અને નર્તકોને નિહાળી રહ્યા હતા. આ સમયે પરી એકલી સુનમન બેસી રહેતી હતી. આથી ત્યાંના લોકોએ પરીને કહ્યું, "જો તમને અહિયાં ન ગમતું હોય તો તમે પૃથ્વી પર કે અન્ય જ્યાં ફરવું હોય ત્યાં જઈ શકો છો."

પરીને તે યોગ્ય લાગ્યું. તેથી, પરી સ્વર્ગમાંથી નીકળી પૃથ્વી પરના સુંદર વાતાવરણને માણવા લાગી. જ્યાં તે ઉભી હતી, ત્યાંથી દૂર ઝાંખળમાં ઢંકાયેલા ઘર દેખાયા. તેને આ ઘર નજીકથી જોવા ની ઈચ્છા થઈ, તે તે તરફ વધવા લાગી. ત્યાં એક ગામ હતું.

તેણીએ જોયું કે તે ગામની નારીઓ ગામમાં કૂવો હોવા છતાં દૂર નદીએ પાણી ભરવા જતી હતી. આથી, તેણીએ કૂવાનો નિરીક્ષણ કર્યું. કૂવામાં પાણી ન હતું. પરીએ આ ગામની સમસ્યાનો ઉકેલ મેળવવાનો વિચાર કર્યો. તેણે ગામલોકોની નજરથી બચીને કૂવામાં છલાંગ મારી અને ઉડતા ઉડતા કૂવામાં પહોંચી.

કૂવામાં ઘણા બધા સાપો હતા, પણ આ વખતે પરિ પાસે પીછાસ્ત્ર હતું. આથી, તે ડરી નહિ. આ બધા સાપો એક નાની બખોલમાં જઈ રહ્યા હતા. તેઓ બખોલમાં પહોંચતાજ માનવરૂપમાં આવી જતા હતા. તે ઈચ્છાધારી સાપો હતા. આથી, પરી પણ બખોલમાં પહોંચી. ત્યાંના ઈચ્છાધારી સાપોએ પરીને ઘેરી લીધી. પરીને પકડીને તેઓ પોતાની સાત વર્ષીય સાપોની રાણી પાસે લઇ ગયા. આ સાત વર્ષીય રાણી અહીંનો રાજપાટ સંભાળતી હતી. તે નાની હતી, પણ તેના પાસે અદભુત શક્તિ હતી. તે સાપોએ રાણી ને પ્રણામ કર્યા, પરીએ પણ રાણીનું અભિવાદન કર્યું.

રાણી એ પૂછ્યું, "તું કોણ છે? શા માટે અમારા લોકમાં આવી છે?"

પરીએ પોતાના આવવાનો આશય જણાવ્યો. કૂવામાં પાણી ન આવવાનું કારણ આ સાપોની વસ્તી હતી. તેઓએ જ પાણી આવવાનો માર્ગ રોકી રાખ્યો હતો.

પરીની વાત સાંભળી રાણીએ કહ્યું, "પરંતુ અમે અહીં કેટલાય વર્ષોથી સ્થાયી છીએ. અમે આ લોક છોડી ને ક્યાય જઈ શકીશું નહિ. આથી, હું તમારી મદદ ન કરી શકું."

પરીએ જવાબ આપ્યો, "જો તમે સહેમત હોવ તો હું મારા પીછાસ્ત્રની મદદથી જાદુઈ શક્તિ દ્વારા આ બખોલમાં પાણી ન ઘુસી શકે તેવી વ્યવસ્થા કરી આપીશ."

આ સાંભળી, રાણી પરીની વાત સાથે સહમત થઈ અને પરીએ તે પ્રમાણે કર્યું. આથી, કૂવામાં પાણી આવી ગયું. ગામના લોકોની સમસ્યા દૂર થઈ.

વિરપરીનો ધરતી પર અંતિમ દિન

હવે, પરી આ કાર્ય પૂર્ણ કરીને એક જગ્યાએ થાક ખાવા બેઠી. અત્યાર સુધી જે પણ ઘટનાઓ બની, તે બધું તેને યાદ આવવા લાગ્યું. તેવામાં વાદળ છવાઈ ગયા, વીજળીના ચમકારા થવા લાગ્યા. જેનો અવાજ વિચારોમાં પડેલી પરીએ સાંભળી શકી નહિ. ઠંડો ઠંડો પવન વહેવા લાગ્યો અને વરસાદના છાંટા વરસવા લાગ્યા.

તેણી જાગી ગઈ. વાદળ છવાયેલા હતા, આકાશ ગરજતું હતું અને વાતાવરણ અંધકારમય બની ગયું હતું. વરસાદથી બચવા પરી આમ તેમ ફરવા લાગી.

તેણી એક ઘનઘોર વૃક્ષ નીચે ઊભી રહી. પવનના કારણે વાદળો આગળ ખેંચાઈ ગયા અને વરસાદ બંધ થઈ ગયો. પરી ને હાશ આવી. ઝાડથી દૂર એક નદી દેખાઈ. તે નદી પાસે ગઈ અને કિનારે પહોંચી. વરસાદી પાણીથી અડધા ધોવાયેલા મુખ પર પાણી છાંટ્યું, પોતાની આંખો સાફ કરી. નદી કિનારે એક મોટો પથ્થર હતો. તે તેના પર બેઠી. તેણીએ નદીમાં નાની મોટી માછલીઓ જોઈને આનંદ અનુભવ્યો.

માછલીઓ એકબીજાની પાછળ ફરતી હતી. તે દ્રશ્ય હસતાં હસતાં નિહાળી રહી હતી અને અચાનક કોઈએ તેના ખભા પર હાથ મુક્યો. વિરપરીએ તરત પાછળ જોયું.

એક સ્ત્રી ગુલાબી વસ્ત્રોથી સજ્જ, તે ત્યાંથી વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી.

પરીને જાણવા ની ઈચ્છા થઈ કે આ કોણ હતું. પરી તેની પાછળ જવા લાગી. તે સ્ત્રી એક ખુલ્લા મેદાનમાં આવી, એક કુંતલ આકારમાં વળેલું લીલી વેલો તેમજ ગુલાબી પુષ્પોથી સજ્જ દાદર હતો. તે આકાશ તરફ જઈ રહ્યો હતો.

સ્ત્રી દાદર પર ચડવા લાગી.તેની સાથે, પરી પણ હવે દાદરના છેલ્લા પગથીયે આવી ગઈ. પરી અહિયાં પહોંચી, પણ કોઈ ન હતું. પરંતુ, અહીં સૂર્યના કિરણો તેના મુખ પર સ્મિત લઈને છવાઈ ગયા. સૂર્યપ્રકાશથી, પરીના પહેલા અલંકારો ચમકીને શોભા વધારી રહ્યા. પરીના લાંબા વાળ તેમજ વસ્ત્રો પવન સાથે ઉડવા લાગ્યા. પરીના પંખો ફડફડાવા લાગ્યા અને પરિ ખુલ્લા ગગનમાં ઉડવા લાગી. ઉડતા ઉડતા, તેણી અચાનક થંભી ગઈ.

તેની ખુશીનો પાર ન રહ્યો. પેલી ગુલાબી વસ્ત્રોવાળી સ્ત્રી તેની માતા હતી.

પરી તેની પાસે જઈને તેને ભેટી પડી. ખુશીના આંસુએ તેણી માતાનો ખભો ભીંજવવા લાગી.

પરી તેણી માતા સાથે પરિસ્તાન જવા નીકળી પડી.