** પીછાસ્ત્ર **
એક પરી, જેનું નામ વિરપરી, 6000 વર્ષ પહેલાંની પૃથ્વીની મનોદશા દર્શન માટે આવી છે. પરીએ સુંદર ચમકતા વસ્ત્રો પહેર્યા છે અને મોહિની જેવા ગળામાં મોતીનો હાર પહેરેલો છે. આ સુંદર વીરપરીના હાથમાં પક્ષી ના પીંછા જેવું પીછાસ્ત્ર છે, જે ચાંદીના રંગનું છે. તેણી પૃથ્વી પરના જંગલ માં ફરતા ફરતા જંગલોને પાર કરી એક વિરાન સ્થળે આવી પહોંચે છે.
શાંત ધરતી પર નું વાતાવરણ મનમોહક હતું, રાત્રી માં ચંદ્ર નો આછો પ્રકાશ સર્વત્ર ફેલાયેલો હતો , રાત રાણી ના ફુલો ની સુગંધ આવતી હતી. અને ચોમાસાં ની ઋતુ ની શરૂઆત જ થઈ હતી તો ઠંડા ઠંડા પવન થી અથડાતાં વૃક્ષો માંથી આવતો અવાજ રુદય સુધી દસ્તક આપતો હતો., લીલીછમ બનેલી ધરતી ની કાયા પર ચંદ્ર ના પ્રકાશે આછી ભૂરા રંગની ચાદર ઓઢાડી હતી.અને પરીના ચમકતાં વસ્ત્રો જાણે સ્વર્ગ માંથી અપ્સરા પૃથ્વી પર ઉતરી છે.
ત્યાં તેને અંધકારમાં એક સર્પ દેખાય છે. સર્પથી ડરી, તેનાથી બચવા માટે તેણી પીછાસ્ત્ર તરફ ધ્યાન દોરે છે, પરંતુ પીછાસ્ત્ર તેના હાથમાં નથી. આથી આમ તેમ ફાફા મારતી, તેણી વિરાન જંગલમાં ભટકવા લાગે છે., આ સુંદરતા માણવા ના લોભે હું પીછસ્ત્ર ક્યાં ભૂલી ગઈ, તેના વગર મારું કંઈ અસ્તિત્વ નથી. હુ પરીસ્તાન પણ પરત નહીં જઈ શકુ એના વગર. તેણે પહેરેલાં વસ્ત્રો ને બંને હાથે ઊંચકી એ આમ તેમ જોવા લાગી ને તે જગ્યા એ થી ભાગી ને ઘણે દૂર આવી ગઈ.
પીછાસ્ત્ર એક કઠિયારાના હાથમાં આવી ગયું, જે જંગલ માંથી લાકડાં કાપી ને લઈ જતો, એ વેચી ને એ પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેણે આ વિચિત્ર વસ્તુ જોઈને સ્પર્શ કર્યો. તેના સ્પર્શથી જ પીછાસ્ત્રનો પ્રકાશ દૂર થઈ ગયો.
કઠિયારો આ વિચિત્ર વસ્તુને તેના ઘરે લઈ ગયો. કઠિયારાની માંએ આ વિચિત્ર વસ્તુ જોઈને પુછ્યું, "આ શું છે?" કઠિયારાએ કહ્યું, “આ તો મને જંગલમાંથી મળ્યું છે, જેનાથી હું પણ અજાણ છું.” આ સમય દરમિયાન પીછાસ્ત્ર અચાનક પ્રકાશિત થયું. આ પ્રકાશના કિરણો કઠિયારાની માઈની કમજોર આંખો સહન ન કરી શકી અને તે અંધ બની ગઈ. આથી કઠિયારો પીછાસ્ત્રને પનોતી માનવા લાગ્યો.
બીજા દિવસે સવારે તેણે ફરી પીછાસ્ત્રને હાથ લગાડ્યો. જેમ લજામણીને સ્પર્શતાં તે મુરઝાઈ જાય તેમ તેમાંથી પ્રકાશ અદ્રશ્ય થઈ ગયો. આ જોઈને તે જાણવાની ઈચ્છા થઈ કે આમાં પ્રકાશ ક્યાંથી આવે છે. કુહાડીતો તેનાપાસે હતી જ, તે કુહાડી લાવી અને પીછાસ્ત્ર પર ઘા કરવા લાગ્યો, પણ પીછાસ્ત્ર પર કોઈ અસર થઈ નહીં. આખરે થાકી જઈને તેણે પીછાસ્ત્રનો રોજ રાત્રે અજવાળા માટે ઉપયોગ કરવાનો વિચાર કર્યો અને તેને એક પેટારામાં બંધ કરી દીધું અને રોજ રાત્રે અજવાળા માટે ઉપયોગ કરવા લાગ્યો.
ઘણો સમય વિતી ગયો વીરપરીએ વિચાર્યું, "મારે જ્યાં પ્રસ્થાન કર્યું હતું, તે જ સ્થળે પાછું જવું જોઈએ." ત્યાંથી જ શોધ કરવી જોઈએ. તેણી પાછી જંગલ તરફ વળી. ત્યાં તેણે એક જગ્યાએ વૃક્ષના લાકડાં કાપેલા જોયા, તેમજ વૃક્ષના થડ પણ કાપેલા જોયા. તેને ખાતરી થઈ કે અહિયાં કોઈ લાકડા કાપવા આવ્યું જ હશે અને તેણે જ મારું પીછાસ્ત્ર મેળવ્યું હશે. આથી તે પ્રતીક્ષા કરતી ત્યાજ બેસી રહી. સતત બે દિવસ વીત્યા પછી કઠિયારો આવ્યો. ત્યાં પરી મૂર્છિત અવસ્થામાં પડી હતી. કઠિયારાએ તેને જોઈ, અને પોતાના પાણીમાંથી થોડું પાણી પરીના મુખ પર છાંટ્યું. વીરપરી હોશમાં આવી, કઠિયારાને જોઈને તે ખુશ થઈ. તેણીએ તરત જ કઠિયારાને પીછાસ્ત્ર વિશે પુછ્યું. આ સાંભળી, કઠિયારાના મુખ પર ચિંતાની રેખાઓ ઉભરાઈ. આથી પરીને ખાતરી થઈ કે પીછાસ્ત્ર આના પાસે જ છે. પરીએ તેને અઢળક ધન આપવાની લાલચ આપી. કઠિયારાએ સત્ય કબૂલ્યું અને તેની ગયા ગુજરી કહી. વીરપરીને તેના ઘરે લઈ ગયો.
ત્યાં પરીએ તેની વૃદ્ધ અંધ માંને જોઈ. કઠિયારાએ પીછાસ્ત્ર પરીને આપી દીધું. પરીએ ખુશ થઈને કઠિયારાને ઘણું બધું ધન આપ્યું અને તેની માંની આંખો પણ ઠીક કરી આપી. કઠિયારો ખૂબ ખુશ થઈ ગયો. પરીએ પણ ખુશ થઈને પરિસ્તાન પરત જવા નીકળી પડી.
**વીરપરીની સ્વર્ગ અને નરકમાં મુસાફરી**
વિરપરી પરિસ્તાનમાં પહોંચી, અને તેણે જોયું કે તેના પિતાજી તેમના આજ્ઞાકારી કર્મચારીઓને વીરપરીને પૃથ્વી પર શોધવા જવાનો આદેશ આપી રહ્યા હતા. આથી, વીરપરીએ વિચાર્યું, “હું પૃથ્વી પર પાછી જતી રહીશ, અને જ્યાં આ કર્મચારીઓ મને શોધવા આવશે, તે જ સ્થળે જઈશ, જેથી તેઓ મને પિતાજી પાસે લઈ જશે અને હું અનેક પ્રશ્નો અને કારણોના સવાલ-જવાબથી બચી જઈશ.” આમ વિચારી, પરીએ રાત્રીના અંધકારમાં પૃથ્વી પર પાછી ફરી.
પૃથ્વી પર તે એક અશાંત સ્થળે પ્રસ્થાન કરે છે. ત્યાં તેણે એક ભડભડ બરતી આગ જોયી. પરીને લાગ્યું કે આ આગ ધીરે ધીરે આખા જંગલમાં ફેલાઈ જશે. આથી તેને ઓલવી નાખવી જોઈએ. આથી, પરીએ પીછાસ્ત્રથી આગને શાંત કરી દીધી. પરંતુ તે આગ સામાન્ય નહોતી. તે એક મનુષ્યની ચિતાહ હતી. તેમાંથી લોહીના આંસુથી રડતો આત્મા નીકળ્યો. તે આત્મા આગમાંથી નીકળી, સામે પડેલા એક પથ્થર પર બેસી ગયો.
પરીને આ જોઈને આશ્ચર્ય લાગ્યું. તે આત્માની પાસે ગઈ અને પુછ્યું, "તમે કોણ છો? તમે કેમ રડો છો? હું તમારી મદદ કરીશ, મને તમારી પરેશાની જણાવો." આ સાંભળી, આત્માએ કહ્યું, "મને મુક્તિ જોઈએ છે." આ સમયે, વીરપરીએ દૂરથી આવતા યમરાજ અને ચિત્રગુપ્તને જોયા. તેણીને લાગ્યું કે તેને લેવા આવેલા કર્મચારીઓ તેને શોધતા શોધતા અહીં આવી પહોંચ્યા છે. આથી, વીરપરીએ પેલા આત્માની શાંતિ માટે પીછાસ્ત્રને આજ્ઞા કરી કે આ આત્માને યોગ્ય સ્થળે પહોંચાડી દે. આથી પીછાસ્ત્રએ આત્માને તેના કર્મો પ્રમાણે નરકમાં પહોંચાડી દીધો. અને આથી આત્માને લેવા આવી રહેલા યમરાજ અડધેથી પાછા ફર્યા.
વીરપરી તેમને પેલા કર્મચારીઓ સમજતી હતી. આથી, તેમનો પીછો કરવા લાગી. તે બંને નરકમાં જઈ રહ્યા હતા. તેમની પાછળ, પરીએ પણ નરકમાં પહોંચી. યમરાજ નરકમાં પહોંચ્યા પછી, થોડી વારમાં, પરી ત્યાં પહોંચી. તેને જોઈને યમરાજને લાગ્યું કે કોઈ સ્વર્ગની અપ્સરા નરકના દર્શન માટે આવી છે. આમ વિચારી, નરકમાં વીરપરીનું સ્વાગત કરવામાં આવ્યું અને ચિત્રગુપ્તે નરકના દર્શન કરાવ્યા. ત્યાં પરીએ અનેક દુઃખી આત્માઓને જોયા. ત્યાં દરેકને જુદા જુદા દંડ અપાઈ રહ્યા હતા. અહીં પરીએ પેલો લોહીના આંસુએ રડતો આત્માને પણ જોયો. આથી, તેણે ચિત્રગુપ્તને પુછ્યું, "આને કેવા દુષ્કર્મો કર્યા છે?" ચિત્રગુપ્તે કહ્યું, "આ આત્મા તેના જન્મમાં એક કઠિયારો હતો. તેણે તેના જીવનમાં ઘણાબધા વૃક્ષોની હત્યા કરી છે." વીરપરી આ જાણીને આશ્ચર્યમાં પડી ગઈ કે આ તો તેજ કઠિયારાની આત્મા છે, જેની પાસે થી તેણે પીછાસ્ત્ર મેળવ્યું હતું.
નરકના દર્શન કર્યા પછી, પરી બહાર આવી. ત્યાં તેણે ઈન્દ્રદેવને જતા જોયા. પરીને જાણવા ની ઈચ્છા થઈ કે આ સાત સૂંઢ વાળા હાથી પર કોણ જઈ રહ્યો છે. આથી, પરીએ તેમનો પીછો કરતા સ્વર્ગમાં પહોંચી. ત્યાં ઈન્દ્રરાજાને લાગ્યું કે કોઈ નવી આત્માને સ્વર્ગમાં સ્થાન મળ્યું છે. આથી, ઈન્દ્રરાજાએ પરીને પ્રવેશ આપ્યો. અહીં પરીએ બધા જલસા કરતા લોકો જોયા. કોઈ ઉદાસ કે દુઃખી ન હતું. બધા આનંદ કરી રહ્યા હતા. કેટલાક તો અહીં પણ ભગવાનનું ભજન કરી રહ્યા હતા. તેમજ સ્વર્ગનું વાતાવરણ નરક કરતા વિપરીત અદ્ભુત અને ખુશનુમા હતું. પરીને અહીં ખૂબ મજા આવી અને તે નવાઈમાં પડી.
Next part is coming
**ઈચ્છાધારી સર્પો સાથે મુલાકાત**
-Harshika Suthar
sutharharshika51196@Gmail.com