લવ યુ યાર - ભાગ 55 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 55

બંનેએ ગરમાગરમ ઈડલી સંભાર જમી લીધાં અને પછી બંને જણાં ટીવી જોવા માટે બેઠાં. આજેપણ જેનીએ મીતને જમ્યા પછી રાત્રે અહીં પોતાના ઘરે જ રોકી લીધો. આમેય પોતાના ઘરે એકલા એકલા મીતને ઉંઘ આવતી નહોતી.

આમ, એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ ઘણાં દિવસો સુધી બપોરનું લંચ જેની મીત માટે ઓફિસમાં લઈને જ આવતી હતી અને સાંજનું જમવાનું જમવા માટે જેની તેને પોતાના ઘરે જમવા બોલાવતી હતી અને પછી તેને રાત્રિ રોકાણ માટે પોતાના ત્યાં જ રોકી લેતી હતી.
સાંવરી ઘણીવાર મીતને જમવાનું શું જમ્યો અને સાચવજે બહારનું ન જમતો તેમ કહ્યા કરતી હતી અને તેને જમવા વિશે પૂછ્યા કરતી હતી પરંતુ મીત, " તું મારી ચિંતા ન કરીશ હું સારું જમવાનું જ મંગાવીને જમું છું " તેમ કહીને વાત ટાળી દેતો હતો અને આમ સતત જેનીના સંપર્કમાં રહેવાને કારણે મીત જેનીની ખૂબ નજીક આવી ગયો બંને ઘણીવખત સાથે મૂવી જોવા અને બહાર ફરવા જવા નીકળી જતા હતા અને પછી બંને સાથે જ હોટેલમાં જમીને જ આવતાં હતાં તો ક્યારેક વળી ક્લબમાં પાર્ટી કરવા પણ બંને સાથે ચાલ્યા જતા હતા અને પછી મીતના ઘરે આવીને મીતના બેડરૂમમાં સાથે જ સૂઈ જતાં હતાં.
જેનીને તો જે જોઈતું હતું તે મળી ગયું હતું.

આમ ધીમે ધીમે જેમ જેમ મીત જેનીની વધુ નજીક આવતો ગયો તેમ તેમ તે સાંવરીથી દૂર થતો ગયો હતો અને એક દિવસ તો એવું બન્યું કે, સાંવરીએ મીતને ફોન કર્યો એક વખત, બે વખત ત્રણ વખત.... ઘણીબધી વખત ફોન કર્યા પરંતુ મીતે સાંવરીનો એકપણ ફોન ન ઉપાડ્યો છેવટે સાંવરીએ ઓસ્ટિનના નંબર ઉપર ફોન કર્યો એટલે ઓસ્ટિન પોતાનો ફોન લઈને મીતની સાંવરી સાથે વાત કરાવવા માટે મીતની કેબિનમાં ફોન ચાલુ રાખીને આવ્યો તો પણ મીતે સાંવરી સાથે વાત ન કરી અને સાંવરીને એવું કહેવા કહ્યું કે, " એમ કહી દે કે, હું હમણાં ફ્રી થઈને વાત કરું છું. " અને પછી મીતે સાંવરીને ફોન જ ન કર્યો.
આમ બનવાનું કારણ સાંવરી વિચારવા લાગી.
તેને થયું કે, એકદમ મીતને થયું છે શું ? કેમ મારી સાથે વાત નથી કરતો અને તેણે ઓસ્ટિનને, " મીતસર આખો દિવસ શું કરે છે ? તેમ પૂછ્યું. ઓફિસમાં શું ચાલે છે ? તેમ પૂછ્યું " અને ઓસ્ટિને જ્યારે જેનીની વાત સાંવરીને જણાવી ત્યારે સાંવરીના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ અને તેને ચક્કર આવવા લાગ્યા તેને એમ થયું કે, હું ચક્કર ખાઈને અહીંયા જ પડીશ અને બેભાન થઈ જઈશ..
તેણે ઓસ્ટિનની વાત સાંભળીને ફોન કટ કર્યો અને પછી તે વિચારવા લાગી કે, તેની મમ્મી અલ્પાબેનને વાત કરું પણ ના પછી તેને એમ થયું કે, " જો તેને મારી સાથે વાત કરવી હશે તો તે મમ્મી કંઈ નહીં કહે તો પણ કરવાનો જ છે અને જો તેને વાત નહીં જ કરવી હોય તો તે મમ્મી કહેશે તો પણ મારી સાથે વાત નહીં જ કરે. " તો શું કરું ? કારણ કે, જો મમ્મીને હું આ વાત નહીં જણાવું તો પણ મમ્મી અને ડેડી બંને મને બોલશે અને એમ કહેશે કે, " મીત તારી સાથે વાત નહોતો કરતો તો તારે અમને કહેવું જોઈએ ને અમને જણાવવું જોઈએ ને ? " હે ભગવાન, શું કરું કંઈજ સમજ નથી પડતી ?? અને આમ સાંવરીના દિલોદિમાગમાં ઝંઝાવાતની જેમ વાવાઝોડું આવ્યું હોય તેમ અનેક પ્રશ્નોની વણથંભી વણઝાર ચાલી રહી હતી...
હવે શું થશે આગળ મીત સાંવરી સાથે વાત કરશે કે નહીં કરે ? સાંવરી આ વાત તેનાં સાસુ સસરાને કે બીજા કોઈને જણાવશે કે નહીં જણાવે ? મીત આગળ બીજું કોઈ ખરાબ સ્ટેપ તો નહીં લઈ લે ને ?
જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/7/24