તબ્બુ Bhushan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

તબ્બુ

તારે ફિલ્મો નથી કરવી, એક ફિલ્મ માત્ર નામની જ કરી, બીજી કારકિર્દીમાં રસ છે બધું બરાબર - આ એક જ ફિલ્મ બસ, પછી આ રંગીન દુનિયા છોડી શકે છે." 1987 નું એ વર્ષ હિન્દી ફિલ્મોના દિગ્ગજ દિગ્દર્શક શેખર કપુર નવી ફિલ્મ બનાવી રહ્યા હતા. 'પ્રેમ'. જેમાં સંજય કપુર સાથે હિરોઇનનો રોલ તબ્બુને ઓફર કર્યો. તબ્બુએ એ સમયગાળામાં 'ફિલ્મ તો નહીં જ કરૂં' એવો સ્પષ્ટ નિર્ણય લઈ લીધેલો. એ સમયે પારખુ દિગ્દર્શકે પોતાની ફિલ્મ માટે તબ્બુને મનાવી, એક સંકેત આપ્યો કદાચ.

ફિલ્મી દુનિયામાં ન પ્રવેશવાનું કોઇ ખાસ કારણ ન હતુ, એટલે જ 1994માં માતા રીઝવાનાના પક્ષે સગપણમાં થતા જાણીત ફફિલ્મ કલાકાર શબાના આઝમીના કહેવાથી દેવ આનંદ દ્બારા દિગ્દર્શીત 'હમ હૈ નૌજવાન' ફિલ્મમાં પણ એક નાનકડી ભુમિકા કરેલી.

આ બન્ને અપવાદરૂપ દાખલા ગણીને તબ્બુ ફિલ્મને બદલે બીજી કોઇ કારકિર્દીમાં જવા યોજના બનાવી ચુકી હતી કે એ તરફ ચક્રો પન ગતિમાન કરેલા એબું પણ કોઇ સબળ /વૈકલ્પિક કારણ ન હતુન. તો પછી એવું તે શુ બન્યું કે બોલીવુડને એક અત્યંત નોધપાત્ર અભિનેત્રી મળી..? ચાલો એની રીઅલ લાઇફથી શરૂ કરીએ.. રીલ લાઇફ સુધી આવી જઈશુ !

તબસ્સુમ ફાતીમા હાશ્મી - તબ્બુનો જન્મ 4 નવેમ્બર 1971 ના દિવસે હૈદ્રાબાદમાં થયો. એના જન્મ પછી થોડાં જ વર્ષોમાં માતા-પિતા છુટા પડયા. તબ્બુએ માતા સાથે રહેવાનુ પસંદ કર્યું. તબ્બુને ફિલ્મોમાં કામ કરવાની કોઈ ગણતરી ન હતી, પણ, હિંન્દી ફિલ્મના પ્રખ્યાત કલાકારો શબાના આઝમી, તન્વી આઝમી અને બાબા આઝમી એના માતૃપક્ષે નજીકના સગપણમાં હોવાથી એ વાતાવરણતો ઘરમાં હતું જ. તબ્બુનું સ્કુલનું શિક્ષણ ચાલી રહ્યું હતું. 14 વર્ષની ઉંમરે ઉનાળુ વેકેશનમાં મુંબઈ જવાનું થયું. એક બર્થ ડે પાર્ટીમાં તબ્બુને મસ્તીથી ભાગ લેતા જોઈને શબાના આઝમીને વિચાર આવ્યો કે દેવઆનંદની આવી રહેલ ફિલ્મ 'હમ હૈ નૌજવાન' માં દેવ સાહેબની પુત્રીના રોલ માટે એ એકદમ યોગ્ય છે.

દેવ સાહેબે એ ટીનએજરની તાજગી જોઈને શબાના આઝમીની વાત સ્વીકારી લીધી. તબ્બુ માટે આ એકવાર કરવા જેવું કામ હતું ત કરી લીધું. આ વાત 1985ની છે. આ પછી તરત જ તબ્બુએ મુંબઇ રહેવા જવાનું નક્કી કર્યું. સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં પ્રવેશ લીધો. બે વર્ષ અભ્યાસ કર્યા પછી પણ 'ફિલ્મ નથી કરવી' એના જેટલી સ્પષ્ટતા -હવે શું કરવું - શેમાં કારકિર્દી બનાવવી ? - માટે ન હતી. એક સમયે એણે ફ્લાઇટ એટેન્ડન્ટ બનવાનું વિચારેલું પણ કોઇ નક્કર પગલાં નહીં ભરેલં એ તરફ.

આવા નિર્ણીત - અનિર્ણીત તબક્કે વધુ એક સંયોગ ઉભો થયો..એ પણ ફિલ્મની ઓફરનો જ ! બોલીવુડના સિમાચિન્હ રૂપ ફિલ્મો સર્જનારા નિર્માતા-દિગ્દર્શક શેખર કપુર નવી ફિલ્મનું મુકુર્ત કરવાના હતા. ફિલ્મનું નામ 'પ્રેમ'. હિરો સંજય ક્પુર. ... વર્ષ 1987. 16 વર્ષની તબ્બુ પર શેખર કપુરનું ધ્યાન ગયું. તબ્બુને હિરોઇનનો રોલ ઓફર કર્યો. .. તબ્બુએ તરત જ એ ઓફર ઠુકરાવી દીધી. ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ. શેખર કપુર એક સજ્જ દિગ્દર્શક હોવા સાથે સ્વસ્થ વ્યક્તિ પણ ખરા. એમણે તબ્બુની આ પ્રતિક્રીયાને નાદાની ગણી અને એને સમજાવવા બોલાવી. થોડી ચર્ચાને અંતે કોઇ જ પ્રલોભન આપ્યા વગર કહ્યુ - એવું માન કે આ એક અને માત્ર એક જ ફિલ્મ કરવાની છે... બીજી ઓફર નહી જ સ્વીકારતી- તબ્બુએ સ્વીકાર્યુ. પણ, થયું એવું કે ફિલ્મ શુટીંગ ફ્લોર પર જાય એ પહેલા અટકી.. હવે રાહ જોવાની હતી આ ગાડી ઉપડે એની..

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બીજી કેટલીક પ્રાદેશિક ઇન્ડસ્ટ્રીની તવારીખમાં કદાચ તબ્બુનું નામ આવવાનુ જ અહશે અને પ્રેક્ષકોને એક અદભૂત અદાકારા મળવાની જ હશે ..તે સંજોગો તબ્બુને ફિલ્મ બાજુ જ ખેંચતા ગયા.. 1991 માં 'કુલી નં. 1' તેલુગુ ભાષામાં બની અને હિરોઇનનું નામ - તબ્બુ. ડેવ્યુ ફિલ્મ. બોક્સ ઓફિસ રીવ્યુ એવરેજ રહ્યો. એક વાત નક્કી થઈ ગઈ કે ફિલ્મ પ્રત્યેનો નકાર હવે હકારમાં બદલાતો રહ્યો. બીજી થડી પ્રાદેશિક ફિલ્મો મળી પણ, બોલીવુડના દરવાજે હજી રાહ જોઇની ઉભા રહેવાનું હતું. નખશીખ ફિલ્મો માટે જ બનેલી તબ્બસુમ હાશ્મી - તબ્બુને બોલીવુડે પણ યાદ કરી - 1994 માં 'પહેલા પહેલા પ્યર હૈ' અને 'વિજયપથ' બે ફિલ્મો મળી. અગેઇન એવરેજ બોક્સ ઓફિસ રીસ્પોન્સ. જો કે પછીના જ વર્ષે એટલે કે 1995માં 'એક જ ફિલ્મ બસ' એ શરતે સ્વીકારેલી શેખર કપૂરની ફિલ્મ 'પ્રેમ' પણ રજુ થઈ. પ્રતિસાદ ઠીક રહ્યો.

તબ્બુને એક ઉમદા અભિનેત્રી તરીકે કામ કરવાની તક મળી વધુ એક પ્રતિષ્ઠીત, અદના દિગ્દર્શ્ક ગુલઝાર સાહેબ સાથે ફિલ્મ - 'માચીસ' માં. 1996 માં રજુ થયેલ આ ટીપીકલ ગુલઝાર ફિલ્મે ટીકીટબાર છલકાવી દીધી, લગભગ બધા જ નવોદિત કલાકારોને લઈને બનેલી આ ફિલ્મમાં દરેક કલાકારોએ જાનદાર અભિનય કર્યો. તબ્બુએ એને મળેલ અભિનયનું ઉંડાણ અને ઉંચાઇ માંગતી ભૂમિકાને હુબહુ નિભાવી. પ્રેક્ષકોએ ફિલ્મ અને તબ્બુની એ ભુમિકાને બેહદ આવકાર આપ્યો. ચર ચાંદ તો ત્યારે લાગ્યા જ્યારે તબ્બુને 'માચિસ' ની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો. આ શિખર હતું સફળતાનું, અને શિખર પર ઉભેલાં પર તો બધનું ધ્યાન જાય જ. નેશનલ એવોર્ડ વિનરને એ જ વર્ષમા એક પછી એક 8 ફિલ્મો ઓફર થઈ. જેમાં 5 હિન્દી ફિલ્મ અને તેલુગુ,તમીલ, મલયાલમમાં 1-1 ફિલ્મ સામેલ છે. સ્વાભાવિક રીતે બધી ફિલ્મો ન ચાલી માત્ર 'સાજન ચલે સસુરાલ' અને 'જીત' નોંધપાત્ર દખાવ કરી શકી.

ફિલ્મ ક્ષેત્રમાં ટ્રેન્ડઝ બદલાતા રહે છે, એની સાથે ટ્રેડના ગણિત લીન્ક્ થયેલા હોય છે. એક સાતત્ય હંમેશા રહ્યું છે.. અહીં કેટલાંક અભિનેતા-અભિનેત્રીઓ હોય છે , કેટલાક માત્ર નાયક-નાયિકા હોય છે.... કેટલાંક બન્ને હોય છે... તબ્બુમાં બન્ને પાસાં સબળ છે. એ સુપર્બ એક્ટ્રેસ પણ છે અને ગ્લેમરસ હિરોઇન પણ છે. એ 'દ્રશ્યમ' માં સજ્જડ અભિનય આપે. 'હુ તુ તુ તુ' ,મા અલગ પ્રકારનો અભિનય આપે. તો 'બીવી નં .1 ' અને 'હેરા ફેરી' માં રોમ-કોમ ફ્લેવરમાં પણ જામે. ..'ચીની કમ' અને 'વીરાસત' ના સાવ અનોખા રોલ પણ જમાવે અને 'અસ્તિત્વ' અને 'અંધાધુંધ 'જેવી પ્રયોગશીલ ફિલ્મોમાં પણ દાદ મેળવે. એક ટોટલ - એક્ટ્રેસ છે તબ્બુ.

'ફિલ્મો તો નહીં જ કરૂં' એવી હઠ લઈને બેઠેલી આ તબ્બુની ક્ષમતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જરૂર હતી એટલે એ હઠમાંથી છોડાવી .. સમર્થ સુધી પહોંચાડી કસબીઓએ .. અને હવે તો ત્રણ દાયકામાં 90 થી વધુ ફિલ્મોમાં તબ્બસુમ હાશ્મી પોતાની સજ્જતા બતાવી ચુકી છે.. આ સફર હ્જી અવિરત ચાલુ છે.. 2023માં 'કટર્લી - બટર્લી' જેવી હળવી ફિલ્મ આવી અને 2024 માં 'Crew' જેવી નયિકા પ્રધાન ફિલ્મ તાજેતરમાં જ રીલીઝ થઈ... હ્જી આ કમાલ કલાકારે એવું નથી કહ્યું 'છોડ આયે હમ વો ગલીયાં..'

રીઅલ ટુ રીલ ઓફ તબ્બુ - બોલો આંખ બંધ કરો તો તબ્બુની કઈ ફિલ્મ યાદ આવે છે ? ... બધાના જવાબ અલગ જ હશે... તબ્બુની વર્સેટાલીટીને સલામ.. !