પ્રેમથી પ્રેમના પ્રવાસ સુધી - પ્રેમથી પ્રવાહ સુધી Dr Bharti Koria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમથી પ્રેમના પ્રવાસ સુધી - પ્રેમથી પ્રવાહ સુધી

જ્યોતિ અને નિલય એકબીજાના ગળાડુંબ પ્રેમમાં હતા. કોલેજનો એકે એક માણસ જાણતો હતો. જ્યોતિ અને નિલય સાથે જ જોવા મળતા. બંને કોલેજ ના આવે ત્યારે સાથે જ ના આવે. બંને રંગે, રૂપે અને દેખાવે પણ હીરો હિરોઈન જેવા. એટલે એ કોલેજનો વન ઓફ ધ બેસ્ટ કપલ હતું. એમની વચ્ચે ક્યારેય પણ કંઈ અણબન થાય તો આખી કોલેજને નજર આવી જાય. એમનો મિત્ર ગણ પણ એવું. બંને વચ્ચે પ્રોબ્લેમ થાય તો મળીને સુલહ કરાવી દે. હસતા રમતા કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષાઓ આવી ગઈ.

" જ્યોતિ એક્ઝામ પછી તારો શું પ્લાન છે? "

" અરે, જ્યોતિ ને કોઈ પ્લાન પૂછવાનો હોય ખરો? બસ પાસ થવાની રાહ જોતી હશે મેડમ. જેવી પાસ થશે એવી ઘરે ઢોલ , નગારા અને શરણાઈઓ વાગવા માંડશે"

" ના ભાઈ ના, હજી અમે ઘરે કહ્યું જ નથી. ઘરે કહીશું, ઘરના લોકો માનશે,પછી કંઈક આગળ વાત બનશે. "

" જા જા, તુજે આ બુકમાં નિલયે આપેલી ચિઠ્ઠીઓ, બુકમાર્કર્સ, પેન અને પીછાઓ છુપાવે છે શું એની તારા ઘરવાળા લોકોને ખબર નથી? "

" ના. મારા ઘરના લોકો મારી બુક્સ અને બેગ ચેક કરતા નથી. જો કરતા હોત તો મારી અને નિલય વિશેની બધી જ ખબર પડી જાત. "

" હા ભાઈ હા , તું તો lucky માણસોમાંથી છે. અમારા જેવા લોકોના મા બાપને દીવો લઈને મુરતિયો શોધવા જવો પડશે. તારા મા-બાપને એ ચિંતા નહીં રહે. "

જોતી અને એની બધી ફ્રેન્ડ વચ્ચે આવી અનેકવાર મજાક ચાલી રહેતી હતી. એક્ઝામના દિવસો ચાલતા હતા. બધા જ વાંચવામાં મસગુલ હતા. ક્યારેક ક્યારેક કોઈને યાદ આવી જ હતું ત્યારે જ્યોતિ અને નીલયની મજાક ઉડાવી લેતા અને ફરીથી વાંચવામાં લાગી જતા. જ્યોતિ ને પણ બધા તેની નિલય સાથે મસ્તી કરે એ ગમતું હતું. તેના કારણે એણે આવી વાતો પર ક્યારે પણ ખોટું લગાડ્યું ન હતું.

આ બાજુ નીલયની પણ આવી જ હાલત હતી. જલદી એક્ઝામ પૂરી થાય અને પોતે ઘરે પોતાની અને જ્યોતિની વાત કરે. એની એને બહુ જ ઉતાવળ હતી. નીલયના મિત્રો પણ ક્યારેક ક્યારેક નિર્ણયની ફીરકી લઈ લેતા હતા.

" શું છે જાન? અમારા આવતા ની સાથે તે બુક કેમ બંધ કરી દીધી? ભાભી નો ફોટો સંતાડે છે.? પણ અમને તો ખબર છે કે ભાભી કોણ છે"

" શું ભાઈ પરીક્ષાના ડરામણા સપનાઓ સાથે સાથે લગ્નના પણ સોહામણા સપનાઓ જોતો લાગે છે. એટલે તો વાંચતા વાંચતા તારી આંખો બંધ થઈ જાય છે"

"આ તો પેપરમાં પણ ભાભી ના નામનો નિબંધ લખી આવે એટલો ઘેલો છે. જોજે ભાઈ ધ્યાન રાખીને પેપર લખજે ફેલ થતાં વાર નહીં લાગે. અને જો ફેલ થઈ જાય તો તારા લગ્ન એક વર્ષ પણ થઈ જશે ..ભાઈ"

ધીમે ધીમે પરીક્ષાના દિવસો આવી ગયા. નિલય અને જ્યોતિ ખંત થી વાંચતા હતા. બંનેના બધા પેપરો સારા જતા હતા. જ્યોતિ અને નિલય દરરોજ પેપર પૂરું થાય એટલે મળીને પેપર ની ચર્ચા કરી લેતા હતા. એનાથી એમને ખ્યાલ આવી જતો હતો કે એ લોકો પાસ થશે કે નહીં. આજે છેલ્લું પેપર હતું. પેપર પતાવીને બહાર નીકળતા ની સાથે જ બંને જણા ખુશ ખુશ દેખાતા હતા. આખી કોલેજને ખ્યાલ આવી ગયો હતો કે બંને હવે પાસ થઈ જવાના છે. બધાને ખાતરી થઈ ગઈ હતી કે કોલેજ છોડી એને કાંઈ પણ આગળ ભણવા જશો એ પહેલાં જ્યોતિ અને નીલયના લગ્નની કંકોત્રી મળી ગઈ હશે.

****" ***** **** * ****

કોલેજ પૂરું થયા ને છ એક મહિના થઈ ગયા હતા. બધા પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા હતા. ઘણા લોકો આગળ માસ્ટર્સ ડિગ્રી કરવા માટે બીજે ભણવા જતા રહ્યા હતા. ઘણા લોકો મા બાપના ધંધાને પોતાનો ધંધો સમજી એને આગળ ધપાવવામાં લાગી ગયા હતા. ઘણી બધી છોકરીઓની લગ્નની કંકોત્રીઓ છપાઈ અને એકબીજાના ઘરે પોસ્ટ થઈ ગઈ હતી. સરપ્રાઈઝ ની વાત એ હતી કે જ્યોતિ અને નિર્ણયના લગ્નની કંકોત્રી આજ સુધી કોઈને મળી ન હતી. જ્યારે પણ બે બહેનપણીઓ મળતી એક જ વાતની ચર્ચા રહેતી. ..

" જ્યોતિ કે નીલાઈ માંથી કોઈ પણ ટચમાં છે ખરા? સાલા બંને મેરેજ કરી લીધા હશે આપણને જાણ પણ ના કરી. ... આપણે તો એમના લગ્નની કંકોત્રી એક્સપેક્ટ કરતા હતા. "

" શું ખબર બંને ક્યાં છે? હોઈ શકે અફેર છુપાવી ના શક્યા પણ લગ્ન છુપાવવા માંગતા હોય? '

" ક્યાંક એવું તો નથી ને બંને એ ભાગીને લગ્ન કર્યા હોય અને પકડાઈ ના જાય એ માટે કોઈને જાણ જ ના કરી હોય? "

" હોઈ શકે યાર. પરંતુ એ બંને આવા ઊંડા હોય એવું તો લાગતું નથી. "

" ચાલ કંઈ ખબર મળે તો મને જરૂરથી જાણ કરજે. હવે તો મને આ બંને વિશે જાણવાની બહુ જ ઉત્કંઠા થાય છે. "

આંબે સહેલીઓ મળતી ત્યારે આવી ચર્ચાઓ થતી. નિલય અને જ્યોતિ ક્યાં છે એની કોઈને ખબર ન હતી. એમના મેરેજ થયા છે કે કેમ એ બાબતે પણ કોઈને ખબર ન હતી.

વર્ષો વિતતા જાય છે. જ્યોતિ અને નીલય ના બધા સહપાઠીઓ પોતપોતાની જિંદગીમાં સેટલ થઈ જાય છે. કોઈને ઘરે નાના ટેણીયાઓ છે, તો કોઈના ઘરે ઘરડા મા બાપ છે. કોઈ મોટો બિઝનેસમેન બની ગયો છે, તો કોઈ નાના એવા ગામડામાં ટીચર બની ગયો છે. કોઈ ટ્વીન્સ ની મમ્મી છે, તો કોઈ એક સિંગલ બાળકની માં છે. કોઈએ બિઝનેસના પોતાનું નામ કર્યું છે, તો કોઈ પોતાના પરિવાર સાચવવામાં વ્યસ્ત છે. દસ વરસ પછી બધાનું ગેટ ટુ ગેધર ગોઠવાઈ છે. ક્લાસના બધા જ હાજર હોય છે જ્યોતિ અને નિલય સિવાય. !!!!

ગેટ ટુ ગેધર માં ચર્ચા નો એક જ વિષય હોય છે. જ્યોતિ અને નિલય નો શું થયું? કોઈને જવાબ ખબર નથી હોતી. બધા એકબીજાને પૂછતા ફરે છે. સુરભી ચૂપચાપ બેઠી હોય છે. બધાની નજર સુરભી ઉપર જાય છે. સુરભી એટલે જ્યોતિની સૌથી નજદીકી ફ્રેન્ડ. સુરભી એટલે જ્યોતિની કાકા ની દીકરી. બધા સુરભીને ખૂબ જ આગ્રહ કરે છે.

" મારી મા, જો તને કાંઈ ભી ખબર હોય તો અમને કહી દે. આજે તું નહીં કહે તો અમે તારા ઘરે જઈશું. અમારા બે મિત્ર ક્યાં ગાયબ થઈ ગયા છે આજે તારે કહેવું જ પડશે. "

" મને નથી ખબર. મને એટલી જ ખબર છે કે કોલેજ પત્યા પછી જ્યોતિ અને નીલય ઘરેથી ભાગી ગયા હતા. અમારા ઘરના લોકોએ એ બંને સાથે સંબંધ તોડી નાખ્યો છે. હવે એ બંને શું કરે છે મને નથી ખબર. "

સુરભીની વાત પરથી બધાને એવું લાગ્યું કે ખરેખર સુરભીને કંઈ જ ખબર નથી. ગેટ ટુ ગેધર પૂરો થયો. બધાએ નક્કી કર્યું કે હવે જ્યોતિ અને નિલયને શોધી કાઢવા. જો એમની જિંદગીમાં કોઈ ગડબડ હોય તો એમને પૈસે ટકે મદદ કરીને પણ બંનેને સેટલ કરવા. પોતાના સિટીમાં પાછા લઈ આવવા. પોતાના આવા બે પ્રિય મિત્ર ગાયબ થઈ જાય અને એમને જરૂર હોય અને આપણે કામ ના આવીએ તો શું કામનું? આવો વિચારી અને બધાએ એમની શોધખોળ ચાલુ કરી.

**** ****" **** **** *

"Hello"

"Hello, હા નયન બોલ"

"માધવ ,, જ્યોતિ મને મળી ગઈ છે. "

" શું વાત કરે છે? '

"ક્યાં છે કહે અમને. હું બધા મિત્રોને ભેગા કરું છું. અમે એ જગ્યાએ પહોંચી જઈએ. "

"અરે, ના, નયન આપણે ત્યાં નહીં પહોંચી શકીએ. હું પણ ત્યાં માંડ પહોંચ્યો છું. હવે આ એ આપણને બધાને મળશે નહીં.. "

" કેમ શું થયું? શું કામે નહીં મળે? આપણે એના ફ્રેન્ડ છીએ. આપણે એને શોધીએ છીએ. એમને કોઈ મદદની જરૂર હોય તો આપણે એને જરૂર મદદ કરીશું. "

"એને આપણી મદદની જરૂર નથી. એ હવે જિંદગીથી પર છે. એ હવે પરમાત્મા ના પ્રેમમાં લીન છે. એને હવે કોઈના પ્રેમની જરૂર નથી. "

"તું કેમ આવી અલગ અલગ વાતો કરે છે. ચોખ્ખો કેને બંને ક્યાં છે.??? તને ક્યાં મળ્યા. .?બંને શું કરે છે.? "

" તો સાંભળ, જ્યોતિ હવે જ્યોતિ રમાં છે. જ્યોતિ ઋષિકેશમાં ગંગા નદીને કિનારે આવેલા એક આશ્રમમાં જ્યોતિ રમા તરીકે સંન્યાસીની છે. એના જીવનનો ઉદ્દેશ્ય હવે બદલાઈ ગયું છે. હું જ્યારે તેને મળ્યો ત્યારે એને એકમાં તરીકે મને આશીર્વાદ આપ્યા. આગળ કંઈ જ બોલવાનું એમણે પસંદ કર્યું નથી. મેં જ્યારે તેમને એટલામાં આશીર્વાદ માટે મળવાનો કહ્યું ત્યારે એમણે સ્પષ્ટ ના પાડી દીધી. "

" એટલે આવું બધું કઈ રીતે થયું એની કાંઈ ખબર પડી? નીલય હતો ક્યાંય આસપાસ? "

" નિલય નો ક્યાંય હતો પત્તો નથી. જ્યોતિ રમા હવે એક સન્યાસીની છે. એ જાહેરમાં ભાષણ આપે છે અને એકાંતમાં કૃષ્ણ ભક્તિમાં લીન રહે છે. એ કોઈને મળવાનો પસંદ કરતી નથી. ભક્તો સાથે સત્સંગ કરવો, ગંગા કિનારે તપ કરવું અને ભક્તિમાં લીન થવું આટલું કામ કરે છે એ"

" પણ યાર, એ આપણી મિત્ર છે. તારે એને મળવું જોઈતું હતું. શું પ્રોબ્લેમ થાય એ જાણવું જોઈતું હતું. બની શકે આપણે એને કંઈક મદદ કરી શકત"

" તને શું લાગે છે? મેં સવાલો નહીં કર્યા હોય? મેં એને મળવાનો પ્રયત્ન નહીં કર્યો હોય? મને પણ કેટ કેટલાય સવાલો થયા હતા. . . પરંતુ મારા સવાલો બધા જ શાંત થઈ ગયા જ્યારે મેં એને નીરખીને જોઈ"

"શું જોયું તે"

"મેં જોઈ એક ભગવા ધારીણી. શાંત મન અને આંખોમાં નીરલોલુપતા. એક એવી સાધવી કે જેને હવે કોઈની તલાશ નથી. જેનું ચિત શાંત છે અને મન સ્થિર છે. જેના મુખમાંથી હંમેશા આશીર્વાદ નીકળ્યા કરે છે. એક અજબ લેવલ નું સુખ અને સંતોષ એના મુખની આભા પરથી ટપકતો હતો. એને ના મારી સાથે લેવા દેવા છે ના આસપાસના સંસાર સાથે લેવા દેવા છે. બસ એ કૃષ્ણમય બની અને આંસુ પાડે છે. કૃષ્ણ હી કૃષ્ણ કૃષ્ણ એ રટીયા કરે છે. શું લગની લાગી એને એ જોઈને હું આભો બની ગયો. ના જમીન, ના આસમાન, ના દિવસ, ના રાત, ના ભોજન, ના વસ્તુઓની ખપાત, ... બસ એ છે એ તો કૃષ્ણ છે અને એની ભગવા ધારીની ભક્તિ છે. . . તું એકવાર જોઈ લઈશ તો તું પણ મગ્ન થઈ જઈશ.

નયનને માધવ ને વર્ણન કર્યું. માધવ પણ આ પ્રવાહમાં વહેતો ચાલ્યો. એને પણ આ કૃષ્ણ પ્રિયાના દર્શન કરવાની ઈચ્છા થઈ આવી.

" કૃષ્ણ હી કૃષ્ણ, સબ જગે, અબ કૃષ્ણ હી કૃષ્ણ"