જસપ્રીત બુમરાહ Bhushan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

જસપ્રીત બુમરાહ

'આ બોલીંગ સ્ટાઇલ સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ્સ માટે પણ વેલીડ નહીં થાય' - ક્રિકેટ એકેડેમી.

"મારી બોલીંગમાં પેસ છે, અટેકીંગ લેન્થ છે, વિકેટો તો લઉં છું "

"સ્ટ્રીટ ક્રિકેટમા ચાલે, પ્રોફેશનલ ક્રિકેટ માટે યુ હેવ ટુ ચેઈન્જ ધેટ - વર્ક હાર્ડ !"

"આઇ વીલ કીપ બોલીંગ વીથ ધીસ સ્ટાઇલ, વીલ મેઈક ઇટ હાર્ડ ટુ પ્લે ફોર ધ બેટ્સમેન"

 

"મા,  મારે ક્રિકેટના મેદાનમાં ધુમ મચાવવી છે, એને માટે સાધનો - કીટ - જોઇશે"

"પુત્તર, તુ ઠહર જા કુછ દીન.. લા દુંગી. અભી પૈસે નહીં હૈ ઇસકે લીએ":

..........   ..........   ..........

Bumrah is ready to bowl next delivery, his captain is looking for wicket… here he is .. and  .. GONE !!! CLEAN BOWLED !! Typical Bumrah yorker .. and the stump is uprooted, flying in the air. India gets imprtant breakthrough. B00M BOOM Bumrah !

આપણા સહુના ચહીતા બોલર જસપ્રીત બુમરાહ. આજે પોતાના પરફેક્ટ યોર્કરથી ભલભલા બેટ્સમેનને મહાત કરે છે પણ,એના શરૂઆતના દિવસોમાં એણે સમય, સંજોગો અને ક્રિકેટ કોચીઝથી બહુ મહાત ખાધી છે.

06 ડિસેમ્બર, 1993 ના દિવસે અમદાવાદમાં જન્મ. પિતા જસબીર્સિંગની છ્ત્રછાયા બહુ નાની ઉંમરે ગુમાવી. માતા દલજીત બુમરાહ શિક્ષક. એક બહેન પણ ખરી. માતા ઉપર ઘર ચલાવવની અને વાળકોના ઉછેરની બેવડી જવાબદારી. આવક-ખર્ચ સંતુલિત રાખવામાં મુશ્કેલી પડતી. આવક એટલી ન્યુનતમ ન હ્તી પણ, પૈસાની તંગી તો હતી જ.

જસપ્રીતને બાળપણથી જ ક્રિકેટની ઘેલછા અને એમાં જ આગળ વધવાની મહેચ્છા હતી. સવાર-સાંજ ગલીમા ને ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ હોય.એનું એક જ સ્વપ્ન હતું કે નામ અને દામ આ જ રમતમાંથી કમાવા છે.  મહેનત તનતોડ કરે એ માટે. ગલીમાં રમે ત્યારે તો હાજર સો હથિયાર ! એ મુજબ જ રમતા હોય બધા. ગ્રાઉંન્ડમાં કે કોઇ પ્રોપર મેચમાં રમવું હોય તો પ્રોપર ક્રિકેટ કીટ જોઇએ. ઘરમાં કમાનાર વ્યક્તિ એક જ,  માતા. એને વાત કરી.આ બાબતે. એક થી વધુ વખત. માતાએ થોડી સખ્તી, થોડા પ્રેમથી કહ્યું

"પુત્તર, ઝીદ મત કર. મુજે ઔર ભી રેગ્યુલર ખર્ચે આતે હૈ... ! બટા, સબ્ર કર તુજે બડા  ક્રિકેટર હોના હે. મૈ  દુઆ કરૂંગી વાહે ગુરૂ સે"

જસપ્રીતની ધગશ અને આ રમત પ્રત્યે લગાવ જોઇ માતા દલજીત બુમરાહ્ને બહૂ રાહ જોવડાવવાનું યોગ્ય ન માન્યું. ઉછીના પૈસા લઈને પણ ક્રિકેટ કીટ અપાવી. એ લોકો સંપન્ન તો ન હતા. બુમરાહ ક્રિકેટના સાધનોથી સંપન્ન થયો.

સાધનો મળી ગયાં , સઘન પ્રેકટીસ તો ચાલુ જ હતી આ રમતને સમર્પિત બોલરની...ગલીમાં ભેરૂઓ બુમરાહ ઘરની બહાર નીકળે એની રાહ જોતા.. ને પછી અંધારૂં થાય ત્યાં સુધી રમ્યા જ કરે. તો બીજી બાજુ આમાંના થોડાક અને બીજા રમતવીરો ગ્રાઉન્ડમાં ભેગા થાય, ટીમ પાડે ને બીજી આવી જ ટીમ સામે મેચ રમે... જસપ્રીત એની બોલીંગના ચમકારા બતાવ્યે રાખે.

"જસપ્રીત, તુસ્સી ચંગા બોલર હો !, ક્રિકેટ એકેડેમી જોઇન કરી લે. પ્રોપર કોચનું ગાઇડન્સ મળે તો બહુ આગળ આવીશ દોસ્ત તું .. યુ આર ફ્યુચર સ્ટાર" - મિત્રો આવું કહેતા જસપ્રીતને.

"ચને કે જ્ડ્ડ પર તો નહી ચઢા રીયા સી !.. મુઝે ભી પ્રોપર સીખન તો હૈ .. આગે બઢના હૈ તો સીખતે રહેના ચાહીએ" - જસપ્રીત.

ગલી અને ગ્રાઉન્ડમાં પોતાને અલગ પુરવાર કર્યા પછી જસપ્રીતને આગળ જવા કોચીંગ જરૂરી લાગેલું. એકેડેમીઝ ટ્રેઇન તો કરે જ, સીલેક્શન નેટવર્ક તરીકે પણ ઉપયોગી થાય એવો ખ્યાલ હતો એને. એ સમય પણ આવ્યો. જાણીતા ક્રિકેટર્સની એકેડેમીમાં પ્રવેશ લઈને રમવાનું શરૂ કર્યું, એક દિવસ..... બે દિવસ.... ત્રણ દિવસ... બુમરાહની બોલીંગ તો પ્રભાવક રહેતી. લોંગ રન અપ લઈને બોલીંગ કરે. બોલ પડે ને બીજા ટ્રેઇનીઝને એની સામે રમવું અઘરૂં થતુ... આશાવાદ ઉભો થયો મનમાં . બીજા પ્રશંસા કરતા એ જોઇને. પણ. આ શું ? ત્રીજા દિવસે બધા રીલેક્સ બેઠા હતા .. ચીફ કોચ અને બીજા કોચીઝ .. સહુનું એનાલીસીસ કરતા હતા..

"યુ યંગમેન ! જસપ્રીત ! ..બોલીંગ તો સખત છે ભાઇ તારી... પણ, સ્ટાઇલ, બોલીંગ એક્શન .. બહુ વીઅર્ડ છે યુ નો... એક્સેપ્ટેબલ સ્ટાન્ડર્ડઝથી પણ બહુ દુર છે.. નહી ચાલે આ !"

"બટ સર, આટલી સ્પીડ છે, લેન્થ પ્રોપર છે.. વિકેટ્સ મળે છે.. એક્શન જુદી છે - "

"જુદી નહીં  .. અનઓર્થોડોક્સ છે. અમ્પાયર્સ થ્રો જ ગણે આને - અમે ઇન્ટરનેશનલ ક્રિકેટના અનુભવે કહીએ છીએ... ચેઇન્જ ધ સ્ટાઇલ .. નહીં તો વેસ્ટ જશે તારી મહેનત"

હજી તો હવામાં ઉડવાનો વિચાર કરેલો, આકાશ જોયેલું જમીન પરથી જ, ત્યાં આ લોકો તો પાંખ કાપવા તૈયાર થઈ ગયા. થોડા દિવસ આઘાતમાં ગયા. એકેડેમી તો છોડી જ દીધી.પછી પોતાની સાથે વાત કરી, ઘર સામે જોયું, માતાને સતત દોડ-ધામ કરતા જોયાં, .. એણે અપાવેલ કીટ જોઇ. જસપ્રીતને લાગ્યું કે આમ હાર માનવામાં મજા નથી. આપણે આપણું કામ સતત ચાલુ રાખવું જોઇએ. એણે જોશ અને જોર સાથે ગલીમા, ગ્રાઉન્ડ પર રમવાનું ચાલુ જ રાખ્યું. નેટ પર એકેલો-એકલો બોલીંગ કરે કલાકો સુધી - એક જ સ્ટમ્પ રાખીને.બોલીંગની વેધક્તા, વૈવિધ્ય, આક્રમકતા અને સ્કિલ્સ વગેરે પર ખુબ મહેનત કરે. એમાં પરીવર્તન લાવે.વધુ સંગીન બનાવે. સ્ટાઇલ-એક્શન પર પણ ધ્યાન આપ્યું. હા, એને બદલી નહીં, થોડી મોલ્ડ કરી... સવારથી સાંજ પરસેવા પડે ત્યા સુધી પ્રેકેટીસ અને ધ્યેય તરફની કુચ ચાલુ જ રાખી. ધીરજ રાખી.. ફળ મળે એની રાહ જોઈ અને એક દિવસ -

2013 ની એ સાલ. ભારત અને અન્યા દેશોમાં બ્રાન્ડ વેલ્યુ ઉભી કરી દેનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની સૌથી મ્મોટી લીગ IPL - Indian Premier League ની સિલેક્શન પ્રોસેસ શરૂ થઈ. રીટીઇન્ડ પ્લેયર્સનું લિસ્ટ આવી ગયું .. ઓક્શન શરૂ થયા .. અને લીડીંગ ફ્રેંચાઇઝ - મુબઈ ઇન્ડીયન્સે જસપ્રીત બુમરાહનો સમાવેશ કર્યો. ટેલેન્ટની ખાસિયત છે કે એ જો બહુ જ શાર્પ હોય તો યોગ્ય પારખુના ધ્યાનમાં આવી જ જાય. ટેલેન્ટ વિકસાવવામા  કરેલી મહેનત સિવાયની કોઇ કવાય્ત એણે કરવી ન જ પડે.

19 વર્ષની ઉંમરે આ 'યોર્કર કિંગ' IPL ના મજબુત રનવે પરથી ક્રિકેટના આકાશમાં પહેલી ઉડાન કરી. ક્રિકેટને કરીઅર તરીકે લેવા ઇચ્છતા નવલોહીયા ક્રિકેટર્સ માટે IPL એક સબળ પ્લેટફોર્મ છે. અહીં સફળ થાય. પર્ફોર્મન્સ એક-બે સીઝન જાળવી રાખે તો  ભવિષ્ય દમદાર થવાની તક હોય છે, જસપ્રીતને મુબઈ ઇન્ડીયન્સના ઇન્ટરનેશનલી ફેમસ સ્ટાર બોલર લસીથ મલિંગાના ગાઇડન્સનો બહોળો લાભ મળ્યો. ધારદાર બોલીંગની ધાર નીકળી.. 2013 અને એ પછીની દરેક સીઝનમાં  બુમરાહે સામેની દરેક ટીમના બેટ્સમેનને બુમ પડાવી.. બીજી બાજુ એ વિકેટ લે અને પ્રેક્ષકો  'બુમ...બુમ બુમરાહ !' ની બુમથી સ્ટેડીયમ ગજાવી દેતા.

IPL આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ અપાવે પણ, હજી ભારતીય ટીમમાં, નેશનલ ટીમમાં સ્થાન મળે એની રાહ હતી શક્યતા પુરી હતી. સમાવેશની ક્ષમતા પણ હતી. અને રાહનો અંત આવ્યો 2016 માં.

“Emerging Yorker man Jasprit Bumarah Named in Indian Squad for 2016 ICC T20i World Cup Team”

ગલી અને ગ્રાઉન્ડમાં જાતને બરાબર ઘસીને ઉજળી કરી, બોલીંગ એક્શન સામે ઉઠેલા ગંભીર પ્રશ્નોના પડકારનો સામનો કર્યો, એકલવ્યની જેમ એકલપંડે નેટ પ્રેકટીસ કરી, IPL મા ઓપોર્ચ્યુનીટી પ્લેટફોર્મ પર સિક્કો જમાવ્યો અને .. પોતાનું સર્વોત્તમ સપનું - દેશની ક્રિકેટ ટીમનું પ્રતીનિધીત્વ કરવાનું સપનુ - સાકાર કર્યું. માતા દલજીત બુમરાહને દિકરા પ્રત્યે પ્રેમ તો હોય જ .. પોતે ઉન્નત મસ્તકે ઉભા રહી શકે એવું ગૌરવ થયું.

2016 ના એ T20i વર્લ્ડકપની ઓસ્ટ્રેલિયા સામેની એ મેચ જસપ્રીત બુમરાહ માટે કાયમી યાદગીરી બની રહી... સ્વાભાવિક છે ... આંતરરાષ્ટ્રીય કારકીર્ડીની સૌ પ્રથમ વિકેટ ડેવિડ વોર્નર જેવા ધરખમ અને ધુંઆદાર બેટ્સ્મેનની મળી. એટેલું જ નહીં 4 ઓવરના નિયત સ્પેલમાં બુમરાહના ફિગર્સ હતા 3/26.

જે બોલીંગ એક્શનને રદીયો મળેલો એ જ એક્શન હવે બુમરાહની આઇડેન્ટીટી બની ગઈ. હવે તો એ ફ્ર્ન્ટ્લાઇન બોલર બની ગયા. કેપ્ટન માટે ધ મોસ્ટ ડીપેંન્ડેબલ પ્લેયર થઈ ગયા. 'પહેલો બ્રેક થ્રુ' - બુમરાહ દીલાયેગા... "પાર્ટનરશીપ તોડની હોગી અબ !' - બુમરાહ કો અટેકમે લાઓ. - 'અરે ! ડેથ ઓવર્સ કે લીએ બચાકે રખ્ખો બુમરાહ કો, ઉનકે યોર્કર્સ ખિલાને પડેંગે ન, અપોઝીશન કો'.

ક્રિકેટે અબ કોઇ એક ફોર્મેટ કા ખેલ તો નહીં રહા.. ટેસ્ટ, 50 ઓવર ODI ઔર T20... સબ કે સ્પેશિયાલીસ્ટ  અલગ-અલગ હોતે હૈ ભાઇ. જસપ્રીત બુમરાહ તો ઓલ ફોર્મેટ સ્પેશિયાલિસ્ટનું હીર ધરાવતા. એણે પોતાની સજ્જતા એ જ રીતે કેળવેલી.

2019 ના વન ડે ઇન્ટરનેશનલના વિશ્વકપના પડઘમ વાગી ચુક્યા હતા. આખા વિશ્વના ક્રિકેટવીરો અને ચાહકો માટે આ ટુર્નામેન્ટનો ચાર્મ જ અલગ હોય. જુસ્સો જ જુદો આનો. ટીમ સીલેક્શન પણ ધ્યાનપૂર્વક થાય .. ને ભારતીય સિલેક્ટર્સનુ ધ્યાન જસપ્રીત બુમરાહ પર પડ્યું..  15 ખેલાડીઓના નામ જાહેર થયા. બુમરાહ ઇન !

ક્રિકેટની રમતના જન્મદાતા ઇંગ્લેન્ડના યજમાન પદે યોજાયેલ એ ક્રિકેટના એ મહાજંગમાં ભારતીય ટીમે અદભૂત રમત રમીને સેમી-ફાઇનલ સ્ટેજ પર સ્થાન મેળવ્યું. આ સફળતાના ઘણા શિલ્પીઓ હતા. આપણા આ 'ડેથ ઓવર' ડોયેન જસપ્રીતે 9 મેચમાં 18 વિકેટો લીધી .. પોતાના યોર્કેર્સ થી સામી ટીમના બેટ્સમેનને યેલીંગ કરાવ્યું.

આ પછી ટેલેંટને આડે ઇન્જરી આવી. પીઠના દર્દે કારકીર્દી પણ પેઇનફુલ બનાવી. 2022નો એશિયા કપ અને T20 વર્લ્ડકપ જસપ્રીત બુમરાહન યોર્કર્સથી વંચિત રહ્યો. જો કે, આ ઇજાએ બુમરાહની મક્કમતા, મહેનત, કમબેકની ધખનાને સહેજ પણ ઇજા ન પહોંચાડી. એણે નિશાન પર આક્રમણ ચાલુ જ રાખ્યાં. ભારતીય ટીમમાં ફરી પ્રવેશ માટે અપીલ કર્યે જ્ રાખી .. અને છેવટે 2023માં એની અપીલ સ્વીકારાઇ... સામાન્ય રીતે બોલર અપીલ કરે અને સ્વીકારાય તો 'આઉટ' એવો નિર્ણય આવે. .. આ કેઇસમાં જસપ્રીત 'ઇન' થયા. 2023ના વિશ્વકપમા. .. ઇજાની મરમ્મ્ત એવી જડબેસલાક થઈ કે વધુ પ્રબળ આક્ર્મણથી બુમરાહ મેદાનમાં આવ્યા અને ; કમાલ', 'કસબ' અને 'કાતિલગીરી; થી 20 વિકેટ્સ લીધી 2023 ના એ વિશ્વકપમા. કહો કે 2 ટીમને એકલે હાથે ઓલ આઉટ કરી !!

આ લખાય છે ત્યારે પણ 2024નો T20 વર્લ્ડ્કપ રમાઇ રહ્યો છે અને બુમરાહ હજી બુમ પડાવે છે.. ! 11 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકીર્દી . અત્યારે મધ્યાંન્હે છે આ સૂરજ.. હ્જી ઘણા લાંબા સ્પેલ માણવાના છે.. આપણે એવું કહી શકીએ કે Bumrah spelled Success with his aggressive Spells ..

પરીવારને નાણાકીય તકલીફ હતી .. ક્રિકેટ કીટની વ્યવસ્થા ન હતી... બોલીંગ સ્ટાઇલ રીજેક્ટ થઈ હતી.. કારકીર્દી દરમીયાન ઇજાઓ હતી.. આ બધુ જ હતું ..ખરેખર હતું થઈ ગયું... અડગ અને મજબૂત મનના જસપ્રીત  બુમરાહને ખાતરી અને શ્રધ્ધા હતી આમાનુ કશું જ કાયમી નથી.. કાયમી જો છે તો ધારદાર બોલીંગ છે.. આત્મવિશ્વાસ છે.. નિર્ધાર છે.. અને માટે સફળતા છે. ..

It is the 19nth over of the match, Jasprit Bumrah is on the run-up… !

બસ, આ સિલસીલો કાયમી રહે અને આપણે બુમ પાડતા રહીએ .. બુમ ... બુમ... બુમરાહ !