જેબર - 1 Desai Jilu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

જેબર - 1

આ વાર્તા માત્ર મનોરંજન પૂર્તિ લખેલ છે. જેમાં કોઈ સમાજ કે સમાજના લોકોની લાગણીઓ કે ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે બદલ હું માફી માંગુ છું.

હાય....હાય....છોડ એને....છોડ મૂવા મરી જશે એ છોડ એને છોડ.... અલ્યા કોઈ આવો બચાવો, બચાવો આવો આ મુવીને મારી નાખશે આને રોકી લ્યો કોક! અલ્યા કોઈ આવો બા આવો. (કંકુને માર ખાતી જોઈને કંકુના પડોશમાં રહેતી ડોસી) દોડી આવીને બૂમો પાડતી આમ તેમ દોડી રહી હતી. ડોસી કંકુની કઈ ન હતી છતાં કંકુની પીળાથી આજે એનું હૈયુ ચિરાતું હતું અને કેમ ના ચિરાય કંકુ હતી એની સગી દીકરી કરતા પણ વધારે. ડોસી અને કંકુ બેય આમ હતા તો દુઃખિયારા જ.

કંકુ અને ડોસી બેય કેવાના પાડોશી પણ પોત પોતાના દુઃખના માર્યા આજે મા અને દીકરીથી પણ વધારે તેમના સંબંધ હતા. બેય તેની નવરાશની પળે સુખ દુઃખ ની વાતો કરતા હતા. ડોસી તેના ઘરમાં હતી એકલી અને કંકુ પણ એકલી એટલે તે આમ કંકુની ઓરડીના લીંપણ વાળા ઓટલે સવારથી બેઠક લેય અને છેક સાંજે તેના ઘરે જઈ થોડું ભગવાનનું નામ લેતી અને બીજુ કંકુનો આ નરાધમ પતિ જો અકારણોસર ઘરે હોય તો બસ આ બે કારણથી ડોસી તેની ઓરડીમાં જોવા મળતી.

કંકુ પણ કોઈ પરસ્થિતિમાં ડોશીને એકલી પડવા ન દેતી, જાતે રાંધવા ન દેતી. તેનો પતિ હોય કે ન હોય ડોશીનું જમવાનું કંકુ જ બનાવતી. આમ બેય દુઃખના માર્યા એક બીજાનો સહારો હતા. બેય જોડે બપોરના ડાળીએ જાય અને જે તે કમાણી મળે તે સરખે ભાગે કંકુ વહેચી દેતી.

કંકુ હતી ગરીબ પણ તેની નિયત સાવ ચોખ્ખી, સેવા ભાવિ અને વેવારની પણ ચોખ્ખી જેથી તેને સેવા કરવી ગમતી પણ લેવી નઈ તદ્દન સ્વમાની અને આત્મનિર્ભર. એવી સામે ડોસી પણ હતી અને ડોસીએ તેના જીવતરમાં જોયેલ દુઃખો અને અનુભવોની વાતો થકી કંકુને પણ તેની સ્થિતિ સામે મજબૂત મક્કમ બનાવી હતી અને આવી રીતે બેય એક બીજાનો સહારો બનતા હતા.

આજે સવાર સવારમા ના જાણે ક્યાંથી કંકુ નો પતિ ઘરે આવ્યો હતો

(કંકુ નો પતિ હતો ખાલી નામનો પતિ આખો દિવસ દારૂ જુગારની મહેફિલોમાં પડ્યા રહેવાનું અને જ્યારે ક્યાંય પૈસા ના મળે તો આમ ઘરે આવીને કંકુ પર આવો જુલમ કરવાનો કંકુ પાસે આવીજ પૈસાની માંગણીઓ કરવાની અને ના મળતા કંકુને આમ જ અધમુવી કરી નાખવાની. પોતે કોઈ ફરજ ન નિભાવવા છતાં આ અબળા પાસે ઉગરાણી અને વાત જોવા જઈએ તો કંકુ આપે પણ ક્યાંથી? એ અને ડોસી રડ્યો રોટલો ખાતા હતા. આજ કાલ તો રડ્યા રોટલા પણ મળવા કાઠા છે મજૂરી કરતા પણ જોવતું વેતન મળતું નથી અને જે મળે એમાં માંડ દિવસ રાતનું પૂરું થાય કે ન થાય)

ડોસી ઘણું બોલી પણ કોઈએ સાંભળ્યું નહીં ડોસી આમતેમ વરખા મળતી રહી છતાં ડોશીની વાટે કંકુને બચાવવા કોઈ આવ્યું નહીં. જેથી ડોસી ઘરમાં જઈને કંકુ અને તેના પતિ વચ્ચે પડીને કંકુને બચાવે છે. કંકુનો પતિ તેને મારીને તેની પાસેથી જે તે પાચ પચિ રૂપિયા તેને બચત કરેલા હતા તે વાળી જોડીને લઈ ગયો ત્યાર પછી ડોસી ઘરમાં જઈને માર મારેલી કંકુને લાડ કરતા તેની સ્થિતિને જોઈને તેને સહારો આપતા તેની પીવડાને સમજીને તેને ઉભી કરે છે અને ઘરમાં રાખેલી ખાટલીમાં બેસાડી ડોસી માટલામાંથી પાણીનો ગ્લાસ ભરીને કંકુને લાડ સાથે પાણી પીવા માટે આગ્રહ કરે છે.

ડોસી:- લે મારા દીકરા લે પાણી પી, મારા દીકરા પાણી પી. આ સાથે કંકુ દોશીને વળગી ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. ત્યાં તો ડોસી બોલી આ મુવો નરાધમ તારા ભાગે ક્યાંથી આવ્યો ના કામ ધંધો ના મજૂરી બસ રાત દિવસ દારૂ પી જુગાર રમો. આ સિવાય પૈસા ખૂટે તો બસ તને આમ મારી પૈસા લઈ જતું રહેવાનું. કંકુ ક્યાં સુધી તું આ માણસનો જુલમ શહેતી રહીશ? મારા દીકરા તારે હવે કાંઠા થઈને તારા જીવનનું કંઈક કરવું પડશે નહીંતર આ મૂવો તને મારી નાખશે. મારું માન છોડી દે આને તું ભાગી જા બીજે ક્યાંક રડ્યો રોટલો ખાજે ને તારા સપના પુરા કરજે.

કંકુ:- પણ બા હું ક્યાં જવ! મારું એમના ને તમારા સિવાય છે કોણ બીજુ અને ભાગીને પણ મારા સપનાં પૂરાં કરું પણ સમાજ એકલી સ્ત્રીને સ્વીકારે ખરો? ભલે આ ધોળા દાડાના ગોદા ખાવા પડે પણ કોઈ મારી ખોટી વાત નો કરેને કે નજર તો નો બગાડે ને અને બા દીકરી જન્મે જ છે બાપ ને ઉજળા કરવા એ બાપની લાજનું શું? મારો બાપ મરી ગ્યો પણ એના સંસ્કાર, માન મોભો, આબરૂનું શું? હું જતી રવ બા પણ આ સમાજ મને જીવવા દે ખરો? મારી પીડા લાચારી કોઈ નઈ જાણે પણ હું જઈશએ આખું ગામ જાણશે. એમાય વાત કોઈ સારી તો નઈ પણ મારા ચિત ચરિત્રની કરશે ને એટલા વર્ષોનું મારું પાણી માં જશે બા. અને એમ પણ બા સ્ત્રી જન્મે જ છે પીડા સહન કરવાં બાકી સ્ત્રીનું અસ્તિવ્ય ક્યાં છે જ.

ડોશી:- હું તને એકલે જ કવ છું જતી રે તારું જીવન જીવ. તું પણ બીજી જેબર ના બને હું તને એટલું જ કઈશ આજ મારી શીખ છે.

કંકુ:- કંકુ આશ્ચર્ય સાથે ડોસીને પૂછે છે જેબર! બીજી જેબર કોણ છે જેબર?

ડોસી:- ડોસી ઘડીક મૌન રહીને જાણે ઘણા વર્ષો પાછળ ગઈ હોય તેમ વિચારે ચડી જાણે મનમાં ઘણા વર્ષોથી કંઈક દુઃખ પોતાના હ્રદયમાં રાખીને બેઠી હોય તેનું કંકુને ખ્યાલ આવી ગયો.

કંકુ:- બા ઓ બા ક્યાં ખોવાઈ ગયા? બોલોને કોણ જેબર? આ પહેલા તો તમે કોઈ દાડે જેબરની વાત તો કહી જ નથી. આજ જીવનમાં પેલ્લીવાર નામ લીધું કોણ છે જેબર મારે જાણવું છે. બા (કંકુએ ડોશીના ખપે હાથ મુકતા ડોસીના મનોમંથનમાં ખલેલ પાડતા કહ્યું?

ડોશી:- જેબર (એક ઊંડો શ્વાસ લીધા પછી બોલ્યા) એ જ જેબર કે જેને આ જ સમાજ, લાજ, આબરૂ, માં- બાપ, સંસ્કાર, પરિવાર માટે થઇને તેના સપનાં મારી નાખ્યા. એ જ જેબર કે નેજે સુખી સંસાર માટે તેનું સ્વમાન જતું કર્યું. એ જ જેબર જેણે માર પીટ પુષ્કળ દુઃખ વેઠ્યા બાદ જ્યારે જીવનમાં જીવવાનું આવ્યું ત્યારે ન તો કોઈ સાથે જીવવા રયું કે જીરવવા રહી તો રહી માત્ર એકલતા. એ જેબર કે જેણે સાચવતા સાચવતા પોતાની જાત ગસી નાખી પણ ન સચવાયો એનો મનખો. માટે હું આજે પણ કવ છું કે જો સમય સમય આવીને સાચવે તો સચવાયેલું પણ કઈક કામનું નાથ, બાકી સમય વગર મારે તેને જીરવીને પણ શું કામનું.

'આખું જીવન ગસાઈ ગ્યું સાચવતા સાચવતા, પણ ન સચવાયો માત્ર મારો મનખો રે. હવે તું ગણુંય સાચવે છે નાથ મારા પણ વગર સમયે સાચવેલું મારા શું કામનું રે' આટલું બોલતા ડોસી મૌન થઈ ગયા. ડોસીનો અવાજ ભારે થઈ ગયો હતો અને આંખમાંથી થોડા આંસુ સરી પડ્યા હતા જે કંકુ જોઇ ગઈ અને કંકુ સમજી ગઈ કે જેબર બીજુ કોઈ નઈ પણ બા પોતે છે. આમ કંકુ ને ડોસી ભલે માં દીકરી જેવા પણ એને કોઈ દિવસ ડોસીના પરીવાર વિશે પૂછ્યું ન હતું. ડોશી અમુક વાર વાત કરે પણ કંકુ કઈક વધારે પૂછે એટલે ડોસી બીજી વાત બદલી દેતી કંકુને હવે તેમના જીવન વિશે જાણવાનું મન થયું પણ હાલ તેને યોગ્ય સમય ના લાગ્યો તેને હાલ ડોશીની ભાવનાને સમજીને વાત બદલવાનો પ્રયત્ન કરતા તે કઈક બોલવા જાય એ પેલા ડોસીએ તેના આંખના આંસુ લૂછી ને ઊભી થઈને અને મૌન સાથે તેની ઓરડીએ જઈને ખાટલિમાં જઈને બેસી ગઈ. કંકુને લાગ્યું હાલ તેમને એકલા રાખવામાં સારપણ ગણાશે જેથી તે તેની થતી પીડાને મલમ લગાવા લાગી.

(હાલ જોતા કાંકુ ને જેબર ડોસી બેયનું મૌન તેમના દુઃખમાં મલમનું કામ કરી રહ્યું હતું.)


ક્રમશ........