Featured Books
શ્રેણી
શેયર કરો

દિલની વાત, પ્યારની સોગાત - 3(છેલ્લો ભાગ - કલાઈમેકસ)

 

કહાની અબ તક: કૃતિ ખુદને નફરત કરે છે એવું કહે છે તો એ વાત ની પાછળ નું કારણ જાણવા નેહલ રોકાઈ જાય છે, પણ એ તો બસ એને રોકવા માટે જ આવું કરી રહી હતી, એ એને રોકાઈ જવા કહે છે, નેહલ એને જણાવે છે કે મમ્મી એને બહુ મિસ કરે છે અને એટલે એક દિવસ તો એને જવું જ પડશે, ભલે બીજા દિવસે એ ફરી પાછો અહીં આવી જાય! પણ ખરેખર પોતે એ અહીં આવી જશે ને, એવું જ્યારે કૃતિ એને પૂછે છે તો એ થોડો અસહેજ થઈ જાય છે.

હવે આગળ: "ગીતાની પણ બહુ જ ઈચ્છા છે તને મળવાની જો તું પણ મારી સાથે મારા ઘરે આવ તો મારા પાછા આવવાની શકયતા વધારે રહેશે!" નેહલ એ સમજાવ્યું.

"હા, ચોક્કસ! ગીતું દી ને પણ બહુ ગમશે. પણ મારે તને કંઇક કહેવું છે, ખબર નહિ પડતી ક્યાંથી સ્ટાર્ટ કરું!" કૃતિ એ લાચારી દર્શાવી.

"કહી દે, આટલું બધું તો કહી દીધું છે! એ પણ કહી દે!" નેહલ એ કહ્યું.

"તને ખબર છે, હું પ્રીતિ ને પ્યાર કરું છું!" નેહલ એ ઉમેર્યું તો જાણે કે કૃતિ તો એક પળ માટે પત્યર જ થઈ ગઈ.

"ઓહ, ઓકે, ગ્રેટ!" કૃતિ બોલી.

"ના, મજાક કરું છું!" નેહલ એ કહ્યું તો કૃતિ એ એને હળવી ઝાપટ મારી.

"આવો મજાક કેમ કરે છે, મજાક નહિ, સાચે આવું જ હશે, તું ખરેખર પ્રીતિ ને જ પ્યાર કરે છે, હે ને?!" કૃતિ બોલી.

"ના, બાબા! હું બસ મસ્તી કરતો હતો, રિલેક્સ!" નેહલ એ કહ્યું.

"તેં એના વિશે જ કેમ પણ આવો મજાક કર્યો? મતલબ તું થોડું તો એના વિશે ફીલ કરે જ છે!" કૃતિ બોલી.

"એની વેઝ, કોંગ્રેટ્સ, જીજુ!" કૃતિ એ ચિડવવું શુરૂ કર્યું.

"જો, હું એને લવ નહીં કરતો, તું પ્લીઝ મને આવું ના કહીશ!" નેહલ એ કહ્યું.

"કરે છે, કરે છે, કરે જ છે! યુ નો વોટ, મારે તારી જોડે વાત જ નહિ કરવી!" કૃતિ એ હવે વધારે ગુસ્સે બતાવ્યો.

"ઓ મેડમ, એક તો હું તારા માટે રોકાયો છું અને તારે જ વાત નહિ કરવી, પ્લીઝ આવું ના કર તું!" નેહલ બહુ જ કરગરી રહ્યો હતો.

🔵🔵🔵🔵🔵

"ઓય પ્લીઝ માફ પણ કરી દે ને, એ વાતને તેર કલાક થઈ ગયા છે, પ્લીઝ!" એ રાત્રે તો માંડ જ કૃતિ નેહલ સાથે વાત કરવા તૈયાર થઈ હોય, આજે બંને બસમાં છેલ્લી સીટમાં બેઠા છે, નેહલ એની માફી માગે છે.

"ના," એને ફરી નેહલ નાં ખભે માથું મૂકી દીધું. બારી ખુલ્લી હતી તો પવનને લીધે એના થોડા વાર ઉડવા લાગ્યા. નેહલ એ બહુ જ કોશિશ કરી જે એના વાળને વ્યવસ્થિત કરે, પણ જો બધા વચ્ચે એ કઈ કહેશે તો?! એણે એક વિચાર આવ્યો અને એને ખુદ કૃતિના જ હાથથી વાળને વ્યવસ્થિત કરવાનું વિચાર્યું, પણ એના આશ્ચર્ય વચ્ચે જ કૃતિ એ એના હાથને ઉપર લાવવા વિરુદ્ધ જોર કર્યું.

"ઊંઘી જાય છે તું, જાગને પ્લીઝ, કંઇક જરૂરી કહેવું છે!" નેહલ એ આખરે હિંમત કરી.

"હવે કહેવા માટે કઈ બાકી નહિ, હું તારી અને પ્રીતિ ની વચ્ચે નહીં આવું!" એ બોલી તો જાણે કે નેહલ ની થોડી હિંમત વધી એને વધીને એના વાળ ઉપર કરી દીધાં.

કૃતિ એ એના વાળને ફરી હતા, એમ જ કરી દીધા.

"તને હું અને મારા વાળ બંને નહિ ગમતા ને! પ્રીતિ અને એના વાળ ગમે છે ને!" એ પણ હળવેકથી કહી રહી હતી.

"બાબા, આઈ એમ વેરી વેરી સોરી! આઈ જસ્ટ લવ યુ!" ફટાફટ ડરને માર્યો નેહલ બોલી ગયો અને ઊંઘતો હોય એમ નાટક કરવા લાગ્યો.

કૃતિ પણ કંઈ કહેવા વગર એને વળગી ને સુઈ ગઈ, આટલા શબ્દો સાંભળવા તો જાણે કે કેટલું સહન કર્યું હતું, જે વ્યક્તિ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા કેટલું બધું કર્યું હતું, આખરે એની સાથે જ અબોલા પણ રાખ્યા હતા. એના વાળ ઉડીને હવે થોડા થોડા નેહલ ને પણ આવવા લાગ્યા, પણ એને તો કૃતિ અને એના વાળ બંને બહુ જ પ્યારા હતા.

(સમાપ્ત)