પ્રેમ સમાધિ - પ્રકરણ-78 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-78

પ્રેમસમાધિ
પ્રકરણ-78

વિજયે પહેલાં રાજુને પછી કલરવને રૂમમાં આવતો જોયો. એણે કલરવને પૂછ્યું "હમણાંજ કંઇ કામ છે ? રાજુ સાથે વાત કરી લઉં તું બેસ”. એમ કહીને એને બેસવા કહ્યું કલરવ વિજયનાં બેડનાં એક ખૂણાં પર બેઠો.. વિજયે રાજુને પૂછ્યું “બોલ પછીનાં શું ન્યૂઝ છે “?
રાજુએ પહેલાં વિજય પછી કલરવ સામે જોયું પાછું વિજય સામે જોયું. વિજય સમજી ગયો એણે કલરવ સામે જોયાં વિનાંજ રાજુ સામે જોઇને કહ્યું "રાજુ કંઇ વાંધો નથી જે છે એ કહી દે... ઘરનોજ છોકરો છે”. કલરવને આવું સાંભળી મનમાં આનંદ થયો.
રાજુએ વિજયને કહ્યું "તમે સોંપી ગયાં હતાં એમ બધું ગોઠવાઇ ગયું છે. ભાઉની સાથે સૂમન છે... પણ અગત્યની વાત એવી છે કે... સકસેના મુંબઇ કસ્ટમ.....” રામુ આટલું બોલ્યો અને વિજયનાં કાન સરવા થઇ ગયાં.. “શું છે સકસેનાની ઓફીસનું ? એ લોકોને તો મેં કાયમ એમની ઓકાતથી વધારે સાચવ્યાં છે..”
રાજુએ કહ્યું "સર એજ કહેવા માંગુ છું એમની ઓફીસથી કોઇ ઉત્પલ બર્વેનો ફોન હતો એણે કહ્યું રાજુ મેં તમારે શીપનો રજીસ્ટ્રેશનની ડીટેઇલ્સમાંથી આ મોબાઇલ નંબર મેળવ્યો છે તમારાં બોસ વિજય સરનો મોબાઇલ નંબર નથી લાગતો સ્વીચ ઓફ આવે છે એમનું મારે ખૂબજ અગત્યનું અને ખાનગી કામ છે અગત્યની બાતમી આપવાની છે એમનાં માટે ખૂબ કામની છે.”
તમારાં દરિયા ખેડૂઓનાં ઝગડા, હવે છુપા નથી રહ્યાં પણ વિજય સરનાં ખૂબ ઉપકાર છે એમને ખાસ વાત કહેવાની છે કોઇપણ રીતે મારો સંપર્ક કરાવજો...”
વિજય વિચારમાં પડી ગયો …”બોસ આ વાત તમારાં સિવાય કોઇને ખબર ના પડવી જોઇએ.... કોઇનેજ નહીં એવી એણે ખાસ તાકિદ કરી છે.”
વિજયે રાજુને કહ્યું “એનો નંબર આપ.. એક કામ કર તારાં ફોનથીજ વાત કરાવ હમણાં મારો નંબર નથી યુઝ કરવો અત્યારે સાલુ બધે જોખમ છે કોની પર વિશ્વાસ કરવો ?”
વિજયે એક નજર રાજુ તથા કલરવ બંન્ને તરફ કરી પછી તરત ફેરવી લીઘી ત્યાં રાજુએ નંબર લગાવી, ફોન વિજયને આપ્યો. વિજયે ફોન લઇને સીધી વાતજ કરી "હું વિજય બોલ બર્વે.. સામેથી બર્વેએ કહ્યું વિજય સર મને તમારાં એકસીડેન્ટથી માંડી બધી વાત ખબર પડી છે એ બધી વાત પછી કરીશ હમણાં મને જે પાકી બાતમી મળી છે એ સાંભળો” એમ કહી એણે વિજય સાથે પાંચ મીનીટ સતત વાત કરી વિજય જેમ જેમ સાંભળતો ગયો એમ એમ એની ભ્રમર ઊંચી થઇ ગઇ... એની આંખો ચકળવકળ થવા લાગી પછી કલરવ સામે જોયું... ફરી આંખ ફેરવી લીધી એની આંખો ભીંજાઇ...
થોડીવાર સુધી વાત થઇ પછી વિજયનાં ચહેરાં પર ખુશી પણ આવી આનંદ થયો છૂપો ના રહ્યો રાજુ અને કલરવ બંન્ને વિજયના ચહેરાંને જોઇ રહેલાં રાજુ ક્યાસ કાઢી રહેલો એને આનંદ થયો ચોક્કસ કંઇક અગત્યનું અને આનંદદાયક છે. રાજુ પણ આનંદીત થયો. કલરવને કંઇ સમજ નહોતી પડી રહી..
વિજય ક્યાંય સુધી સાંભળી રહ્યો બધુ પછી બોલ્યો “બર્વે... વેલ ડન તને તારું ઇનામ મળી જશે ખૂબજ અગત્યની બાતમી આપી છે મારો જૂનો નંબર હમણાં બંધ છે... નંબર એ મારોજ છે હમણાં હું ચાલુ નથી કરાવવાનો મારો નવો નંબર લખીલે એમ કહી નવો નંબર લખાવ્યો. તેં જે બાતમી આપી છે એમાં કશું પણ નવું અપડેટ આવે તરત મને મારાં નંબર પર સંપર્ક કરીને કહેજે થેંક્સ બર્વે ... રૂબરૂ જલ્દી મળીશું... “
બર્વેએ કહ્યું “સર તમારાં તરફથી અત્યાર સુધી લીધુંજ છે આજે મોકો મળ્યો સેવાનો.. હું કંઇ પણ અપડેટ હશે તમને તરતજ આપીશ. મને કોઇનો ડર નથી બીજું હું નવી બાતમી સાથે કહીશ મૂકું છું...” એમ કહી ફોન મૂકાયો.
વિજયે વિજયી સ્મિત સાથે ફોન રાજુને પાછો આપ્યો.. એનો ચહેરો આનંદીત હતો એણે કલરવ સામે જોઇને કહ્યું. “બોલ તારે શું કહેવાનું હતું ?....”
*****************
કલરવે કહ્યું “સર... મારે આગળ ભણવું નથી... મારો ભૂતકાળ હવે મને ભણવા નહીં દે.. મારે મારાં પગ પર ઉભા રહેવું છે કામ કરવું છે... પૈસા કમાવવા છે મારાં પિતાની શોધ કરવી છે મારે માં નાં સ્વપ્ના પુરાં કરવા છે. મારી નાનકી બેન ગૂમાવી છે એતો..” પછી ચૂપ થઇ ગયો..
વિજયે કલરવને સાંભળ્યો પછી બોલ્યો "દીકરા તારે જે કરવું હશે એ કરીશું... થઇ જશે.. હમણાં જે મને બાતમી મળી છે એ સાચી પડી તો તો.. એમ કહી ચૂપ થઇ ગયો.”. ત્યાં વિજયનો ફોન રણક્યો એણે તરતજ લીધો.. એણે રાજુ અને કલરવને સાઈન કરીને જવા કહ્યું બોલ્યો “કંઇ નહીં આવી જાવ.. “ એમ કહી ફોન મૂક્યો.
વિજય બર્વે સાથેની વાતો યાદ કરીને વિચારમાં પડી ગયો શરૂઆતની બાતમીમાં એને ગુસ્સો આવેલો ચિંતામાં પડેલો પછીની વાતમાં આનંદ થયો. એણે મનોમન વિચાર કર્યા કોઇક નિર્ણય કર્યો પછી તકીયા પર થપાટ મારી ખુશ થતાં ઉભો થયો....
****************
વિજયનાં દમણનાં બંગલામાં નારણ ટંડેલની ગાડી પ્રવેશી -એમાં નારણ એની વહુ મંજુ છોકરો સતિષ અને દીકરી માયા ઉતર્યા. વિજયે ઘરમાંથીજ બૂમ પાડી આવકાર આપ્યો બધાં બંગલામાં પ્રવેશ્યા.
વિજયનાં માણસે બધાને દિવાન ખાનામાં બેસાડ્યાં અને વિજયે કહ્યું “નારણ તારાં કુટુંબને ખાસ ભાભીને છોકરાઓને ઘણાં સમયે મળ્યાં હમણાં તો આપણે બધી દોડધામ.. મારો અકસ્માત.... એટલું બોલી નારણ સામે જોયું પછી વાત બદલી કહ્યું સારું થયું બધાં આવ્યાં દીકરી કાવ્યાને મળવાનું થશે. “
એમ કહી ચાકરને કહ્યું “કાવ્યા અને કલરવ બંન્નેને બોલાવ”. મંજુબહેને નારણ સામે જોયું સતિષે માયા સામે પછી બંન્ને જણાં હસ્યાં.....
કલરવ અને કાવ્યા બંન્ને જણાં એક સાથે દીવાન ખાનામાં આવ્યાં.. કાવ્યાએ માયાને હાય કીધું અને કલરવ સતિષને જોઇને....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-79