સાટા - પેટા - 15 (છેલ્લો ભાગ) કરસનજી રાઠોડ તંત્રી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાટા - પેટા - 15 (છેલ્લો ભાગ)

કોલેજના વિશાળ પટાગણમાં ભવ્ય મંડપ બાંધવામાં આવ્યો હતો .તેને જાતજાતના સુશોભિત તોરણો અને પુષ્પ ગુચ્છ થી શણગારવામાં આવ્યો હતો. રંગપુરના જાહેર રસ્તાઓ ઉપર રંગબેરંગી તોરણો સજાવી દેવામાં આવ્યાં હતાં .મંડપની અંદર જ દક્ષિણમાં એટલો જ વિશાળ ને ભવ્ય મંચ ગોઠવવામાં આવ્યો હતો. જે ત્રણ ફૂટ જેટલો જમીનથી ઊંચો હતો. તેના ઉપર ડનલોપનો ગાદલાં અને સોફાઓ ગોઠવવામાં આવ્યા હતા મંચની બંને બાજુ આધુનિક અને સુશોભિત રજવાડી ઘાટની ખુરશીઓ ગોઠવામાં આવી હતી .જેના ઉપર આજના શુભ પ્રસંગે લવ-મેરેજ દ્વારા એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાનાર યુવક યુવતીઓ આભૂષણો અને નવાં વસ્ત્રોમાં સજ્જ થઈ નવા ઉત્સાહ અને તાજગી સાથે બેઠાં હતાં . મંચ ઉપર મધ્યમાં કેટલીક જગ્યા હતી તે આમંત્રિત મહેમાનો અને ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ માટે અનામત હતી. સભા મંડપમાં આમંત્રિતો તથા ગ્રામજનો પોતપોતાની જગ્યા લઈ રહ્યાં હતાં .બધા જ લોકોના મો ઉપર ખૈરનાર અથવા તો ટી.એન. સેષન આવવાના હોય એટલો ઉત્સાહ હતો. દરેક જણ એકબીજા સાથે એક જ ચર્ચા કરી રહ્યાં હતાં . કે આ પ્રીતમલાલ અને કલ્પના દેવી છે કોણ ?' કોઈ કહેતું હતું કે પીએસઆઇ નરેન્દ્ર સાહેબનાં મમ્મી -પપ્પા છે. તો કોઈ વળી કહેતું હતું કે વડોદરા નાં મોટાં ઉદ્યોગપતિ છે .તો કોઈ વળી કહેતું હતું કે સમાજસેવક છે . આમ લોકોમાં જાત જાતના તર્ક -વિતરક અને જુદી જુદી વાતો થઈ રહી હતી. અને આ બધાં જ મુખ્ય મહેમાનોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં નરેન્દ્ર કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. વચ્ચે ની સીટે પ્રીતમ અને કલ્પના બેઠાં હતાં .કાર રંગ પૂરની હદમાં પ્રવેશી ચૂકી હતી. કલ્પના અને પ્રીતમ આ ભૂમિથી પરિચિત હોય તેમ બધું ઝીણવટથી નીરખી રહ્યાં હતાં .અને બંને એકબીજા સામે જોઈ હોઠમાં પણ હસી રહ્યાં હતાં .પાકી હાઇવે સડક જોઈને બંનેને અચરજ થયું.ઘણુંબધુ પરીવર્તન થઈ ગયું હતું.કાર રંગપુરમાં દાખલ થઈ .પાદરેજ પે'લા અખડધજ વડને જોઈને બંનેએ રોમાંચ અનુભવ્યો. પાદરેજ એક બાજુ પ્રાથમિક શાળા ,અને માધ્યમિક શાળા હતાં .તેની સામેની બાજુએ વિશાળ હોસ્પિટલ ,અને તેને અડીને કોલેજનું ભવ્ય બિલ્ડીંગ હતું. ગામમાં ની આલીશાન બિલ્ડીંગો, અહીંથી પણ સ્પષ્ટ દેખાતી હતી. રંગપુરનું આ નવું સ્વરૂપ જોઈ કલ્પના તથા પ્રીતમ લાલ આશ્ચર્યચક્તિ તકલીફ થઈ ગયાં હતાં . કાર કોલેજના મુખ્ય દરવાજે આવીને ઉભી રહી .વૈશાલી અને તેનું ફ્રેન્ડ સર્કલ ત્યાં દોડી આવ્યું . પ્રીતમ લાલ અને કલ્પના કારમાંથી નીચે ઉતર્યાં રંગપુર યુથ કલ્પના પ્રમુખ હિંમતસિંહ કે. દરબારે તેમનું ફૂલહાર થી સ્વાગત કર્યું. પુત્રવધુ વૈશાલી કલ્પના અને પ્રીતમને મંચ તરફ દોરી રહી હતી .
પંચાવન ની ઉમરે પહોંચેલા પ્રિતમ લાલ નો ચહેરો હજુ પણ આકર્ષક લાગતો હતો. માથાના વાળની અંદર સફેદ લટો એ દેખા દીધી હતી. પરંતુ ચહેરા ઉપર એની કોઈ અસર વર્તાતી ન હતી .આટલી ઉંમરે પણ સફારી શૂટમાં સજ્જ,પ્રીતમલાલના ગળામાં સોનાની ચેન ,કાંડામાં રાડો ઘડિયાળ, અને આંગળીઓ ઉપર હીરા જડીત સુવર્ણ મુદ્રિકા તેમના વ્યક્તિત્વમાં ઔર વધારો કરતાં હતાં .પાસે પાસે ચાલતી કલ્પના પણ મોંઘાંદાટ વસ્ત્રો ,અને હીરા જડિત સુવર્ણ આભૂષણોમાં સજ્જ હતી. એકાવન ની ઉમરે પહોંચેલી કલ્પના નું શરીર ,યુવતીઓને પણ શરમાવે એવું સુડોળ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ વાળું હતું. આ બંનેને જોવા મંડપમાં ચહલ-પહલ મચી ગઈ . યુવક- યુવતીઓના તાળીઓના ગડગડાટ ,અને હર્ષોલ્લાસ તેમજ ઘરડાઓની તીર નજર નો સામનો કરતાં પ્રીતમ લાલ અને કલ્પના મંચ તરફ આગળ વધી રહ્યાં હતાં .લાઉડ-સ્પીકર ઉપર ફિલ્મી ગીત ગુંજી રહ્યું હતું .
'મેરે પ્યાર કી ઉંમર હો. ઇતની સનમ !
'તેરે નામ સે સુરુ.. તેરે નામ પે ખતમ !
પ્રીતમલાલ અને કલ્પનાદેવી સુશોભિત મંચ ઉપર પહોંચ્યા ફિલ્મી ગીત બંધ કરવામાં આવ્યું . બંને એ તેમનું સ્થાન ગ્રહણ કર્યું . ક્ષણેક મંડપમાં ટાંકણી શૂન્ય શાંતિ પથરાઈ રહી. ને પછી થોડે દૂર વરુધો ના ટોળા માં ધીમો- ધીમો ગણગણાટ ચાલુ થઈ ગયો .ને હલકો શો કોલાહોલ પણ ચાલુ થઈ ગયો . વૃદ્ધો એકબીજાને કોણે મારી -મારીને ઇશારા કરવા લાગ્યા. કોઈ કહેતું હતું.
' અલ્યા ,આતો પેલાં શામજી અને રાધા નથી ?'
'ના, ના. એ ક્યાંથી હોય ?' 'હા, હા, એ જ છે !'
'પરંતુ ક્યાં એ બે ગામડીયા. ને ક્યાં આ બે શેઠ- શેઠાણી?
વ્રુધ્ધો સરખામણી કરતા હતા. ' મારા ભાઈ, સમય શું નથી બદલી શકતો હે ?'. 'અલ્યા ભાઈ, ખોટી રકઝક મુકો ને . જુઓને આ તો બંને ફોજદાર સાહેબનાં માતા-પિતા છે. ને ઠેઠ વડોદરા નાં વતની છે.' એક વૃદ્ધે તેમની વાત કાપી નાખી. ' પરંતુ જુઓ તો ખરા ચહેરાતો બિલકુલ એમને જ મળતા આવે છેઃ બીજા એ ફરી વખત દલીલ કરી . 'સરકાર ચહેરા વાળા તો, દુનિયામાં ઘણાંય મનેખ હોઈ શકે .' બીજાએ એની વાત વચ્ચેથી જ કાપી નાખી. ' ના, ના ,મને તો એ જ બે લાગે છે. જોતાં નથી એ લોકો આપણી સામે કેવાં ધારી- ધારીને ઓળખતાં હોય એમ જુએ છે ?'
'અલ્યા ,એ બે હોય તો-તો આપણાથી આમ હાથ જોડીને બેસી ન રહેવાય. આપણે કંઈક તો કરવું જોઈએ .'
એક વૃદ્ધના બત્રીસ વર્ષ જૂના માનસે જબકારો કર્યો.
'સી...સ...ચૂ..પ.!' ચૂ..પ !' બીજાએ તેની કોણી મારી ને બોલતો બંધ કરી દીધો. ' જોતા નથી ? જમાનો કેટલો બદલાઈ ગયો છે એ ? ને જમાના સાથે કદમ ન મિલાવનાર અહીં પાગલ ગણાય છે .સમજ્યા ?'
'પણ આખા ગામની આબરૂની ધૂળ ઉડાડનાર માંડ હાથમાં આવ્યાં છે.માટે કાંઈક તો કરવું જ --'
'કહુ છું ચૂપ ! જોતા નથી ? એ બે વચ્ચે તો સાચો પ્રેમ હતો. એટલે માથે કાળી રાત લઈને ગામમાંથી ભાગ્યાં હતાં જ્યારે આ સામે તો જુઓ ? આ બધાં તો ધોળા દહાડે, આખા ગામની હાજરીમાં ,આપણી આંખો સામે જ પ્રેમ લગ્ન કરી રહ્યા છે. છતાંય આપણે મૂકશાક્ષી બનીને જોવું પડે છે. કંઈ કરી શકીએ તેમ છીએ ખરા? ને અત્યારે જો કંઈ બોલવા ગયા તો, અત્યારના આ સુધરેલા ઘણો, કે બગડેલા ગણો, જે ગણો તે . આ જુવાનિયા આપણને હાથ પકડીને, અપમાન કરીને, મંડપની બહાર કાઢી મુકશે. સમજ્યા ?' બીજા વૃદ્ધોએ પણ આ વાતમાં ડાહપણ જોયું. એટલે બધા ચૂપ થઈ ગયા .
કાર્યક્રમ ચાલુ થયો. કાર્યક્રમનું આયોજન કરનાર રંગપુર યુથ કલ્પના પ્રમુખ હેંમતસિંહ કે .દરબારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આજના કાર્યક્રમની રૂપરેખા વાંચી સંભળાવી. સૌ પ્રથમ કલ્પના દેવીએ મંગલદીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું .ત્યારબાદ એકવીસ યુગલોએ તાળીઓના ગડગડાટ અને હર્ષોલ્લાસ વચ્ચે એકબીજાના ગળામાં વરમાળાઓ પહેરાવી,એકબીજા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં . પ્રીતમ લાલ તથા કલ્પનાદેવી તેમજ મોજૂદ મહેમાનો અને ગામના આગેવાનોએ , નવદંપતી ને આશીર્વાદ આપ્યા . અંતમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરાજેલ પ્રીતમ લાલ ને સભાને સંબોધવા વિનંતી કરવામાં આવી .શેઠ પ્રીતમ લાલ ઉભા થઈને માઇક પાસે આવ્યા. તાળીઓના ગડગડા થી લોકોએ એમનું સ્વાગત કર્યું .પ્રીતમ લાલે એક ઉડતી નજર આખા સભા મંડપ ઉપર નાખી .અને ખોખારો ખાઈને પ્રભાવશાળી અવાજમાં બોલવાનું ચાલુ કર્યું .અત્રે પધારેલા આમંત્રિત મહેમાનો, રંગપુર ગામના ગ્રામજનો ,આગેવાનો ,અને સંસાર જીવનના પ્રથમ પગથિયે ,ડગ માંડતા યુવક-યુવતીઓ, યુવાનો તથા વહાલાં બાળકો .'
વૃદ્ધોને આ અવાજ પરિચિત લાગ્યો. તેઓ એકબીજા સામે જોવા લાગ્યા. પ્રીતમ લાલે આગળ બોલવાનું ચાલુ રાખ્યું .આ ઝડપી યુગમાં વિશ્વ એ ઘણી પ્રગતિ કરી છે. અને એ પ્રગતિમાં આપણો ભારત દેશ પણ સ્હેજેય પાછળ નથી. તે પ્રગતિ ચાહે વૈજ્ઞાનિક હોય, આર્થિક હોય કે સામાજિક હોય. ને મને કહેતાં અતિ આનંદ થાય છે કે' સામાજિક પ્રગતિમાં આપણું આ રંગપુર સમગ્ર રાજ્યમાં સૌથી મોખરે હશે .હા દોસ્તો ,આ રાજ્યની સૌ પ્રથમ 'લવ મેરેજ બ્યુરો ' સંસ્થાનું ઉદઘાટન કરતાં હું અતી આનંદ અનુભવું છું .આ ગામનું મારા ઉપર ઘણું જ મોટું ઋણ છે. અને તે ચુકવવા માટે જ ભગવાને ફરી પાછો મને અહીં રંગપુર લાવ્યો છે .પરિસ્થિતિ અને સમયને આધીન માનવી ગમે તે સ્થળે, ગમે તેવી સ્થિતિમાં પહોંચે . પરંતુ એક ને એક દિવસ તો માણસને પોતાનો 'વતન પ્રેમ' પોતાના વતનમાં અચૂક ખેંચી લાવે છે.'
પ્રીતમલાલ ક્ષણિક અટક્યા.ને પછી ભાવવાહી સ્વરે આગળ ચલાવ્યું . 'કાશ ,આજથી બત્રીસ વર્ષ પહેલાં આ રંગપુરમાં.' લવ મેરેજ બ્યુરો 'જેવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં હોત. તો 'આ ગામના કોઈ શામજીને વડોદરા ના શેઠ પ્રીતમલાલ થવાનું કર્મમાં ન લખાયું હોત. એ જ રીતે આ ગામની કોઈ રાધા ને કર્મે વડોદરા ની કલ્પના થવાનું ન લખાયું હોત. ને એમને એમના પ્રેમને ખાતર બત્રીસ વર્ષનો વનવાસ ભોગવવાનો વારો ન આવ્યો હોત. કલ્પના બધાં ની સામે જોઈ હોઠોમાં ધીમું- ધીમું મુસ્કુરાઈ રહી હતી. પ્રીતમદાસની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં તેણે આગળ ચલાવ્યું .'પરંતુ ખેર , એમાં પણ કુદરતનો કોઈ શુભ સંકેત જ હશે . અંતમાં હું આ સંસ્થાને એક લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરું છું, અને તમો સૌને વિનંતી કરું છું ,કે'તમોપણ આ સંસ્થા ને,તન, મન, અને ધનથી મદદ કરી, પૂર્ણ સહકાર આપશો તેવી આશા વ્યક્ત કરું છું.અને આ સંસ્થા પ્રગતિનાં ઉન્નત શિખરો સર કરે, એવી અભિલાષા સાથે વીરમું છું .'
તાળીઓના ગડગડાટથી સભા મંડપ ફરી ગાજી ઊઠ્યો વ્રુધ્ધો ની શંકા સાચી ઠરી હતી . ગામનાં યુવાન યુવક યુવતીઓએ પણ, ગામનાં મોટી ઉંમરનાં વૃદ્ધો પાસેથી, ગામનાં ભાગેડું, શામજી અને રાધા ની ,આછી -પાતળી કહાની સાંભળી હતી . બધાં જ લોકો કલ્પના દેવી અને પ્રીતમ લાલના આ નવા રૂપને અત્યંત આશ્ચર્યચકિત નજરે નીરખી રહ્યાં હતાં. તેમાં સૌથી મોટું આશ્ચર્ય , નરેન્દ્ર અને વૈશાલીને થયું હતું.
કાર્યક્રમ પૂરો થયેલો જાહેર કરવામાં આવ્યો. રાધા તથા શામજી મંચ ઉપરથી નીચે આવ્યાં .મૂળો, શંકર ,ચેલો , પુનો, સોનો, કનુભા વગેરે ધરડીયાઓ ત્યાં ઘસી આવ્યા. અને ભૂતકાળને ભૂલીને રાધા તથા શામજીને પ્રેમથી ભેટી પડ્યા. અને બત્રીસ વર્ષ પછીનું આ મિલન , પેલા કાર્યક્રમથી પણ કદાચ ચડિયાતું હતું .

( સમાપ્ત )