Saata - Peta - 2 books and stories free download online pdf in Gujarati

સાટા - પેટા - 2

... ભાગનાર... જામતરી ... ના દેરા.. આવજો... હો....ઓ...
,આવ આવ માડી ,..આવ .આજ તો તારો દાડો છે આવ. જીવો ભોપો ધૂપ કરતાં કરતાં બોલ્યા .
ધ્યાનમાં મગ્ન બેઠેલા શિવા ભોપા ના ઢીંચણ ધીમા- ધીમા ધ્રુજવા લાગ્યા. બે-પાંચ ક્ષણો વીતી ત્યાં તો શિવા ભોપાએ મોટા અવાજે હાકાટો કર્યો. ને તે ઝડપથી ધુણવા લાગ્યા .શિવા ભોપા ને માતા આવ્યાં હતાં.ઝડપથી ધૂણવાથી શિવા ભોપા ના માથા ઉપર થી ફાળિયું નીચે પડી ગયું .શિવા ભોપાયે ધૂણતા-ધૂણતા નીચે પડી ગયેલ ફાળિયું હાથમાં લઈને પહોળું કરીને માથા ઉપર ઓઢી લીધું અને શી...સ..શી...સ..એમ નાક અને હોઠ દ્વારા હવા બોલાવતા ઝડપથી ધુણવા લાગ્યા. ટોળામાની સૌની નજર શિવા ભોપા ઉપર સ્થિર થઈ. ધુણતા ધુણતા શિવા ભોપાએ હાથની આંગળી અધ્ધર કરી .તે સાથે જ ડૅકલુ વાગતું બંધ થઈ ગયું .ટાંકણી પડે તો સંભળાય તેવી ત્યાં શાંતિ પથરાઈ રહી .
,એ ...માનવીઓ ..શિવો ભોપો ઊંચા સાદે બોલ્યા .
,બોલ .માડી.. બોલ.. પાસે બેઠેલા ચાર -પાંચ આગેવાનો એકી સાથે બોલી ઊઠ્યા.
. હું જામતરી.. નું ..દેરૂ...આયુ...કહીને શિવો ભોપો ઝડપથી ધૂળવા લાગ્યા .ભલે આયુ.. માડી ભલે..આયુ...પેલા ચાર -પાંચ જણા નો અવાજ ડેકલાના અવાજમાં ભળી ગયો. ધરતી ધ્રુજાવી નાખે એવા જોરથી શિવ ભોપો કેટલોક વખત ધુણતા રહ્યા "બોલ ..માડી બોલ...! પાસે બેઠેલા માંથી એક- બે જણ બોલ્યા.
" પ્રભુ.. પ્રભુ.. પ્રભુ એ માનવીઓ કહેતા શિવા એ ફરી આંગળી ઊંચી કરી." બોલ માડી બોલ..! પાસે બેઠેલા ફરી બોલ્યા. " મારો રામ, મારો નાથ .મા સધી કહેવડાવશે એટલું જ કહીશ. એનાથી બીજું કંઈ નહીં કહું. શિવ ભોપો ધુણતા -ધુણતા અર્ધ સ્પષ્ટ બોલ્યા. આજુબાજુ બેઠેલા બધા લોકો માતા હમણાં કંઈક કહેશે તે સાંભળવા શીવા ભોપા સામે જોઈ રહ્યા .શિવા ભોપાએ કેટલા સમય સુધી ધૂળવાનું ચાલુ રાખ્યું. પરંતુ માતાએ કંઈ ન સુઝાડયુ તેથી હ માતાને પગે લાગીને શિવા ભોપા એ ધુણવાનું બંધ કર્યું, ને પાટ ઉપરથી ઊઠીને એક બાજુ જઈને બેઠા.
તે પછી પે'લા મહોલ્લા પ્રમાણેના સાત ભુવાઓને પાટ આગળ આવીને, એકી સાથે ધૂણવાનું જીવા ભોપાએ આમંત્રણ આપ્યું. અને હવે ડેકલાની સાથે ધૂણવાનો ઢોલ પણ ચાલુ થઈ ગયો. ને એ સાતે ભોપા પોતપોતાની જગ્યાએ બેઠા બેઠા ધૂળવા લાગ્યા. તેમાંથી એક કહેતો હતો કે ,"હું સિકોતર આવ્યું" બીજો કહેતો હતો કે હું "ઝાપડી માતા આવી" ત્રીજો કહેતો હતો કે હું" જોગણી માતા આવી" ચોથો કહેતો હતો કે હું" ગોગો આયો" આમ દરેક ભોપો પોતે કયો દેવ ધૂણી રહ્યો છે તે વારાફરતી બોલ્યે જતા હતા .ને પોતાનામાં પ્રવેશ કરેલ દેવ વધુ શક્તિશાળી છે તે સાબિત કરવા માંગતા હોય તેમ ખૂબ જ જોરથી અને ઝનૂન થી ધૂણે જતા હતા .અને વચ્ચે -વચ્ચે અમી વચનો પણ કહ્યે જતા હતા .વાતાવરણ ઘોઘાટ ભર્યું થઈ ગયું.તેમની એ હરીફાઈ ઘણો વખત ચાલી .જાણે કે કોઈ હાર માનવા તૈયાર ન હતું. છેવટે જીવા ભોપાએ,એ હરીફાઈ નો અંત આણ્યો .તેમણે એક પછી એક દરેક ભોપાના માથા ઉપર હાથ મૂકીને માતાને વાળી લીધી, ને એ સાથે ભુવાને ધુણતા બંધ કર્યા.
હર્ષના હિંડોળે ચડેલું આખું રંગપુર ગામ આ બધુંય શ્રદ્ધાપૂર્વક જોઈ રહ્યું હતું. જ્યારે મૂળા, શંકર, વિરજી ચેલા વગેરે દોસ્તારોની ટોળી સાથે બેઠેલો ,પાંચ ચોપડી ભણેલો શામજી આ બધું કુતૂહલવશ જોઈ રહ્યો હતો. ફરી પાછી ટોળામાં થોડી ચહલપાલ મચી ગઈ .આખરે આખું ગામ જેમની આત્તુર્તાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું તે જીવો ભોપો ધૂણવા માટે પડમાં આવ્યા. માથા ઉપરના ફાળિયાનો એક છેડો ઉતારીને તેમણે બંને હાથે છેડો પકડીને માતાને પાંચ ફેરા નમન કર્યું અને માતા સામે જોઈને આંખો બંધ કરીને , ધ્યાનસ્થ થઈને બેઠા. તેમના સાથીદાર ભાણજી પાવળીયાએ કંઈક નવાજ ઉત્સાહ સાથે ડેકલું ચાલુ કર્યું ."ડફતૂતૂ...ઉ..ડફતૂતૂ...ઉ઼..ને પાસે બેઠેલા માંથી બે જણા એ રેડી ઉપાડી .
બે- પાંચ ક્ષણ વીતી ત્યાં તો જીવા ભોપાને માતા સરે ચડ્યાં.પ્રથમ તો તેઓ ટેસ્ટ મેચ રમતા હોય તેમ મધ્યમ ગતિએ ધૂણવા લાગ્યા . કેટલોક સમય એમ જ ધૂણતા રહ્યા પછી એક હાથ ઊંચો કરી તેમણે આંગળી અધ્ધર કરી. રેડિયુ અને ડેકલું બન્ને અટકી ગયાં ત્યાં ટાંકણી શૂન્ય શાંતિ પથરાઇ રહી, ને માતા શું કહે છે તે સાંભળવા સૌના કાન ત્યાં મંડાઈ રહ્યા.
"હે.. માનવીઓ ... ! હું હમીર- સુમરા ની પૂજેલ સધની રહેવાસી ,જીવાની માતા સધી આઈ ...!.બધાય સાંભળે તેવા ઊંચા સાદે જીવો ભોપો બોલ્યા. ને પછી જોશમાં આવી જઈએ પોતાના જાતે પોતાની છાતી ઉપર પાંસળી ભાગી જાય તેવા મુઠ્ઠીના બે- ત્રણ મુકા માર્યા, ને ઝડપથી ધુણવા લાગ્યા .
"ભલે આવી માડી... ભલે ..આઈ ..! ખમૈયા કર માડી... ખમૈયા કર...!' આખો જન સમુદાય લગભગ એકી સાથે બોલી ઊઠ્યો. સૌ પહેલાં પાસે બેઠેલા ગામના મુખી ઉભા થયા .તેમણે માથા પરથી ફાળિયું ઉતારીને ભોપા ના પગ પાસે નાખ્યું. ને દંડવત પ્રણામ કર્યા . જીવા ભોપાએ ધુણતા -ધુણતા જ જમણો હાથ મુખીના માથે મૂકીને તેમને આશીર્વાદ આપ્યા. ને પછી તો રંગપુરનું દરેક જણ,ધરડા-બૂઢા ને આધેડો, યુવક અને યુવતીઓ સ્ત્રીઓ અને બાળકો ,એક પછી એક આવીને જીવા ભોપા ના આગળ આવીને નમતાં ગયાં . ભોપો ધુણતા -ધુણતા દરેકને માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપે જતા હતા. થોડી દૂર સ્ત્રીઓના ટોળામાં બેઠેલી રાઘા પણ પોતાની સખી મંગુ સાથે આવીને સધી માતાના આશીર્વાદ લઈ ગઈ ને ઘડીભરતો રંગપુર નાં માણસોમાં સધી માતા ના આશીર્વાદ લેવાની જાણે કે હોડ જામી. લગભગ અડધો એક કલાક એ વિધિ ચાલી .ત્યારબાદ એ વિધી પૂરી થઈ. પરંતુ ગામના કેટલાક ચકોર માણસોની આંખો એ નોંધ કરી હતી કે, આખા ગામમાં એક માત્ર પાંચ ચોપડી ભણેલો શામજી જીવા ભોપાને પગે પડવા આવ્યો ન હતો. તે તેણે આશીર્વાદ પણ લીધા ન હતા. અને આટલો લાંબો સમય થયો હોવા છતાં જીઓ ભોપો એક જ ધારી ગતિ એ ધૂણ્યે જતા હતા . ભોપાએ ફરી હાથ ઊંચો કર્યો ને ગરજયા. "બોલો.. બોલો ..? દખના મારેલ માનવીઓ..બોલો..? તમારાં બધાંય દખ, પળમાં દૂર ન કરુ, તો જગત માં મને સધી કેશેય કોણ..?
ખમૈયા કરો માડી ...!ખમૈયા કરો...!. અમો.. રાંક થી કંઈ ભૂલ ચૂક થઈ હોય, તો ખમૈયા કરો..! આખું ગામ લગભગ હાથ જોડીને કરગરતું હતું.
ટેસ્ટમેચ છોડીને 20-20 રમવા ઊતર્યાં હોય તેમ જીવા ભોપાએ ધૂણવાની ની સ્ટાઈલ બદલી. ભાણજી પાવળીયાએ ડેકલું વગાડવાનું બંધ કર્યું. ને રૂપલો ભંગી ઉભો થઈને મડચી નો ઢોલ વગાડવા લાગ્યો. ભોપા એ પલાઠી વાળીને હાથને વળાંક આપીને હવામાં તાલબદ્ધ જોરથી વીંઝવા માંડ્યા. ને પોતાની જગ્યાએ બેઠા- બેઠા ચાકડાની જેમ ગોળ -ગોળ ફુદરડી ફરવા લાગ્યા.ને સાથે ધૂણવાનું અને મડચી લેવાનું બંને ચાલુ હતાં. લોકો ઊંચા નીચા થઈ ગયા. દૂર બેઠેલા એકદમ પાસે ઘસી આવ્યાં ને ભોપાને ધુણતા જોવા માટે ધક્કા- મૂકી કરવા લાગ્યાં ટોળામાં ચહલ -પહલ મચી ગઈ,જીવા ભોપાનો અત્યારનો દેખાવ શિવજી તાંડવ -નૃત્ય કરતા હોય તેવો વિકરાળ અને ભલભલાને ધ્રુજાવી નાખે તેવો હતો.
જીવા ભોપાની ધૂળવાની ઝડપ હવે ઘણી વધી ગઈ હતી. હવે રૂપલો ઢોલી પણ તેમની સાથે તાલ મિલાવવામાં ઘણો પાછળ પડતો હતો. ભોપો ધુણતા અને મડચી લેતા પલાઠી વાળેલ હોવા છતાં ,એક ઝાટકે પૂર્વમાં તો બીજા ઝાટકે પશ્ચિમ માં ,ત્રીજા ઝાટકે ઉત્તરમાં તો ચોથા ઝાટકે દક્ષિણમાં એમ ક્યારે ફરી જતા હતા, તેની કોઈને ખબર જ પડતી ન હતી. "હે પામરો.. હું રમતી જોગણી આવી...! જીવા ભોપાએ ધુણતા -ધુણતા જ ત્રાડ પાડી. જોગણી નું નામ સાંભળતા જ કેટલાકના તો હોંશ -કોશ ઉડી ગયા. "ભલે આયા મા ..ભલે આયા..! ખમૈયા કરો મા,ખમૈયા કરો ..!ટોળામાં બેઠેલા માણસો ભય ભરેલા સાદે હાથ જોડીને કરગરતા હતા. જીવો ભોપો એ જ ઝડપી ગતિએ ધૂણે જતા હતા.
ભાણજી પાવળિયા,શિવા ભોપા તથા બીજા બે ત્રણ તેમના સાથીદારોએ છાણાં નો ભઠ્ઠો બનાવીને તેમાં લોખંડનો ના નો ગોળો મૂકીને લાલ ગુમ થઈ જાય એટલો ગરમ કર્યો. ભોપો ધુળતા- ધુણતા જ ઊભા થઈને ભઠ્ઠા પાસે આવ્યા. ને હથેળીની એક જ થાપ મારીને ભઠ્ઠા ના અગ્નિ ને વેરણ કરી નાખ્યો .લાલચોળ ગોળાને મોમાં બે દાંત વચ્ચે પકડ્યો." જોગમાયા ની જય ...! જોગમાયા ની જય...! એ અવાજથી વાતાવરણ ગાજી ઊઠ્યું.થોડા ઘણા નાસ્તિક મન ધરાવતા લોકો પણ આ ભયંકર દ્રશ્ય જોઈને જીવા ભોપામાં પૂરી શ્રદ્ધા ધરાવતા થઈ ગયા. વાતાવરણમાં ભય અને ઉતેજના આવી ગઈ .કાચી પોચી છાતીના માણસોએ આંખો બંધ કરી દીધી .કોઈના મોમાંથી હાયકારો, તો કોઈના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ .જીવા ભોપાએ લાલચોળ ગોળો દાંતથી જ પકડીને માતાના ચરણોમાં મૂક્યો ત્યારે જ વાતાવરણ માંડ શાંત થયું .સૌ પોતપોતાની જગ્યાએ પાછા હતા તેમ જ ગોઠવાઈ ગયા. ભોપાના શરીરમાં જોગણી ની જગ્યાએ પાછો સધી માતા એ પ્રવેશ કર્યો હોય તેમ ભોપો પાછા ધીમે ધીમે ધુણવા લાગ્યા. એક પિત્તળના થાળમાં થોડાક ઘઉંના દાણા લાવવામાં આવ્યા .જીવા ભોપાએ ધુણતા- ધુણતા ચપટી માં થોડા ઘઉંના દાણા લીધા. ને હાથ ઊંચો કરતા બોલ્યા "હે ...સેધડા...!
"બોલ ..માડી... બોલ ..! કહેતાં દૂર બેઠેલ સેંધો નજીક સરકી આવ્યો. અને બે હાથનો ખોબો ધર્યો .
"લે ! ત્યારે વે..ણ..! કહેતાં જીવા ભોપાએ ઘઉંના દાણા નો સેધા ના ખોબામાં છૂટો ધા કર્યો. સેંધો કેચ કરતો હોય તેમ હાથમાં જેટલા દાણા આવ્યા એટલા ખોબામાં ઝીલી લીધા. અને પાસે બેઠેલા બે- ચાર જણા તે દાણા ગણીને એકી સાથે બોલી ઊઠ્યા "છે.. છે..! માડી ..વેણ..જ.છે. "લ્યો ત્યારે આ વધાવો ..આ..પુ..! કહેતા જીવા ભોપાએ ફરીથી દાણા ફેંક્યા . પેલા લોકોએ ફરીથી દાણા ગણ્યા. ને બોલીઉઠયા "છે ...માડી ..વધાવો જ છે...!
પોતે કહેલા દાણા આવવાથી જીવો ભોપો તાનમાં આવી ગયા, ને બમણા જોરથી ધુણવા લાગ્યા. આ બધું જોઈ રહેલ શામજી મનોમન અકળાતો હતો. જ્યારે બીજા લોકો શ્રદ્ધાપૂર્વક આ બધું જોઈ રહ્યા હતા.
" કોઈને કંઈ ધીજ ધારવી હોય તો ધારી લો. નહિતર રમેલ પૂરી થશે, ને તમારી મનની, મનમાં જ રહી જશે..! જીવા ભોપાએ ધુણતા -ધુણતા જ આખા ગામને ખુલ્લો પડકાર ફેંક્યો .શામજીને આ પડકાર ઉપાડી જેવા લાગ્યો .પરંતુ મનમાં બીક લાગી કે જો ભોપો પોતે ધારેલી ધીજ કહી દેશે તો, આખા ગામ વચ્ચે પોતાની કેવી ફજેતી થશે ..?
"ધારવી છે એ..કોઈને ધીજ ...? પામર.. માનવો..! નહીં તો પાઠ હવે પૂરો થાય છે . જીવા ભોપા ના પડકાર ભર્યા શબ્દો વાતાવરણમાં ફરી પ્રસરી રહ્યા .
"હા ,હા ધારવી છે ધીજ..!જો સાથે જ માતાજી આયા હશે તો કહી દેશે ..! અકળાયેલો શામજી આખરે પોતાના દોસ્તો કંઈ સમજે, કે તેને રોકે તે પહેલા જ જોરથી બોલી ઉઠ્યો . રમેલમાં શોપો પડી ગયો દરેક સ્ત્રી અને પુરુષની આંખો શામજી ઉપર મંડાણી .જીવા ભોપાને કોઈ પડકાર ફેકતું હોય તેવો રંગપુરમાં અને જીવા ભોપાની જિંદગીમાં આ પહેલો પ્રસંગ હતો .
"તો આવીજા પડમાં ,અને ધારીલે ધીજ જોઉં." જીવો ભોપો પોતાની મોટી આંખોથી સમજીને ડરાવવા માગતા હોય તેમ ક્રુર નજર નાંખતાં બોલ્યા. " એ ..એ.. શામજી! તુંય શું સાવ ગાંડો થઈ ગયો હોય તેમ ,દેવ સામે પડે છે ? પાસે બેઠેલા મૂળાએ શામજીનો ખંભો દબાયો.
"હું ક્યાં દેવ સામે પડું છું ,હું તો ધીજ ધારવાનું કહું છું" "ધીજ તો ધરાય, પણ તે આ રીતે સામે પડીને ? પાસે બેઠેલા શંકરે પણ શામજીને ઠપકો આપ્યો.
" તને છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવું ,તો- તો જગત માં સધીને પૂજશેય કોણ ! જીવા ભોપા ના એ પડકાર ભર્યા શબ્દો ફરી શામજીના કાને પડ્યા .ને પાસે બેઠેલા તેના દોસ્તો મૂળો,શંકર ,હીરો કે કર્મશી તેને રોકે તે પહેલા તો ઝડપથી શામજી પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. બરાબર જીવા ભોપા ના સામે આવીને બેઠો. આખું ગામ ફાટી આંખે શામજી ને જોઈ રહ્યું .કોઈ તેને ઈશારાથી જીવા ભોપા સામે ન પડવા કહેવા લાગ્યા, તો કોઈ વળી મનોમન શામજીની દયા પણ ખાવા લાગ્યા. પરંતુ શામજી એ,એ બધું જોયું ન જોયું કર્યું. ને ભોપા સામે ગોઠણભેર બેસતાં બોલ્યો." લો ત્યારે , ધારી ધીજ..! કહી દો જોઈતો..!"
જીવો ભોપો ધુણતા -ધુણતા સહેજ હોઠમાં હસ્યા.ને પછી પાસે બેઠેલા ચાર -પાંચ આગેવાનો તથા ભાણજી પાવળિયા સામે ભેદભરી નજરે જોયું ને બોલ્યા ."આ છોકરાને કહો, કે ક્યાંય બાપ ગોતરે ,જન્મ- ધરીને ધારી છે ધીજ ? પહેલા પંચને કહે, કે આ ધાર્યું છે. પછી જ માતા ધીજ કહે છે સમજ્યો ?
પરંતુ પંચની વચ્ચે ધીજ કહેવામાં શામજીને સૌથી મોટો ડર ભાણજી પાવળિયા નો લાગતો હતો. દેખાવમાં ફક્ત ડેકલું વગાડનાર આ પાવળિયો ખરેખર તો આખા ગામને પોતાને ડેક્લે રમાડતો હતો. ખુદ સરપંચ પણ તેની જાળથી બાકાત ન હતા. એવો એ મહાખેપાની પાવળીઓ કઈ સજ્ઞામાં ભોપાને પોતે ધારેલી ધીજ કહી દે ,એ કંઈ કહેવાય નહીં અને પોતાને અને લોકોને પણ એની ખબર ન પડે.
તેથી મનમાં કંઈક ગોઠવણ કરી ને પછી બે ચાર ઘરડીયાઓને ઉદેશીને શામજીએ કહ્યું "તમે ત્રણ- ચાર જણ એક બાજુ આવો તો હું તમને ધીજ કહું. પણ આ ભાણજીબા પાવળિયા પંચમાં નહીં ‌"
"લ્યે કર વાત ,પાવળીયા વગર તે વળી પંચ હોતું હશે ?
ભાણજી પાવળીયાએ તેની વાતને વચમાં જ કાપી નાખી .
"હા ભાઈ હા, હવે ખોટા ફાંફાં માર્યા વગર ધારવી હોય તો ધાર ધીજ, એક ઘરડિયાએ ભાણજીનો પક્ષ લીધો .
"હા હા અલ્યા છોકરા,આખા ગામનો ટાઈમ બગાડ્યા વગર પંચ વચ્ચે ધીજ ધારવી હોય તો ધારી લે ,નહિતર પછી પત્યું‌ બીજા બે -ત્રણ જણે પણ પહેલાની વાતને ટેકો આપ્યો . ને , શામજીનું મન નહોતું માનતું છતાં , પાવળિયા ને સાંભળતા જ ,મનમાં ધારી હતી તે ધીજ પંચ ને કહેવી જ પડી. ફરી પાછો ડેકલા નો અવાજ અને રેડિયુનો રણકાર ચાલુ થઈ ગયો. અને વાતાવરણ ઘોઘાટ ભર્યું થઈ ગયું .બધા જ માણસો ઝડપથી ધૂણતા જીવા ભોપા ને જોવામાં એકલેન થઈ ગયા. ને મોકો જોઈને ભાણજી પાવળિયાએ રેડી કરતાં -કરતાં ડેકલાના અવાજમાં ,કઈ સંજ્ઞામાં સામજીએ ધારેલી ધીજ કહી દીધી તેની લોકોને ખબર પણ ન રહી .અને જીવા ભોપાએ ધૂણતા-ધૂણતા રોકાઈને ,હાથ ઊંચો કરીને સામજીએ ધારેલી ધીજ ફટાક દઈને કહી દીધી .
"થોભો ,થોભો, ભાણજી પાવળીયાએ રેડી કરતાં- કરતાં ધીજ કહી દીધી છે .તેઓ શામજી એકલા નો અવાજ "આવી ગઈ ધીજ ,આવી ગઈ ...! ખમ્મા માડી.. ખમ્મા..! લેતો જા ,માતાના પારખા કરવા ક્યાંથી નીકળી પડ્યો છે.? જા જા હવે મોઢું ધોઈ ને આવ મોઢું...!એવા ચારે બાજુથી ઊઠેલા અવાજમાં ડૂબી ગયો શામજીની વાત સાંભળવા ત્યાં બેઠેલું કોઈ લોક અત્યારે તૈયાર ન હતું .આખરે ગુસ્સે થઈને સામજી ત્યાંથી ઊભો થઈને ચાલતો થયો .રમેલમાં બેઠેલા લોકો કોઈ ધ્રુણાભરી નજરે, તો કોઈ દયાભરી નજરે તેને જતો જોઈ રહ્યા . તે પછી તો જીવો ભોપો કેટલોય સમય ધૂમતા રહ્યા .અને દુઃખી લોકોને બાધા- આંખડી આપીને તેમના દુઃખ દૂર કરતા રહ્યા .
રમેલમાંથી ઉભો થયેલો શામજી સીધો પોતાના ખેતરે પહોંચી ગયો .તે પોતાના ખેતર વચ્ચે આવેલ વડ નીચે જઈને બેઠો. ને પોતે આજે જે વર્તન કર્યું તે સારું કર્યું કે ખોટું કર્યું તે વિશે વિચાર કરવા લાગ્યો .બીજું તો ઠીક પરંતુ જેવા ભોપા જેવા મોટા માણસ સામે તો આજે તેને નહોતું જ પડવું જોઇતું,કારણકે પોતે જે સમાજમાં રહેતો હતો તે સમાજમાં જીવા ભોપા નું સ્થાન ખૂબ જ ઊંચું હતું ,ને પ્રતિષ્ઠા પણ ખૂબ જ મોટી હતી .ખરા અર્થમાં કહીએ તો ભોપાને પૂછ્યા વિના રંગપુરમાં પાંદડું પણ ફરકી શકતું નથી અરે ખુદ સરપંચ ,મુખીબાપા અને કનુભા દરબાર પણ જીવા ભોપા ની ખુબ જ આમન્યા જાળવતા હતા ‌.તે ઉપરાંત આજુબાજુના ગામોમાં પણ તેમનું ખૂબ માન હતું. તેમનો બોલ ભલભલા ચમરબંધી પણ ઉથાપી શકતા ન હતા. આ ગોળ માં કોઈની સગાઈ કરવી હોય ,કે કોઈને લગ્ન કરવાં હોય, કોઈનું આણું કરવું હોય, કે કોઈ પણ પ્રકારનું સામાજિક કામ કરવું હોય ,ભોપા દ્વારા માતાની રજા લીધા વગર કંઈ પણ થઈ શકતું ન હતું .આવા પ્રભાવશાળી ભોપા ની સામે પડવાથી ભોપા ઉપર અતૂટ શ્રદ્ધા ધરાવતો એક શ્રદ્ધાળુ વર્ગ અ કારણે જ તેનો દુશ્મન થઈ ગયો હતો .
શામજી આગળ વિચારી રહ્યો ,પોતે જે સમાજમાં રહેતો હતો ત્યાં જીવાભોપા ની કૃપા ની પોતાને તો ખાસ જરૂર હતી .કારણ કે તેમના સમાજમાં સાટા-પાટા ના રિવાજ મુજબ પોતાની એકની એક બહેનને પોતાના મોટાભાઈ પુનાને પરણાવવા માટે સાટા માં પરણાવી દીધી હતી. અને પોતાના માટે બીજું સાટુ ન હોવાથી પોતે 21 વર્ષે પહોંચ્યો છતાં કુવારો હતો .અને પોતાનું ક્યાંય ઠેકાણું પડતું ન હતું. એવામાં જીવા ભોપા જેવાની કૃપા ઉતરે તો ગમે ત્યાં ઠેકાણું પાડી દેવા તે સક્ષમ હતા ‌.એવા કેટલાંય ઠેકાણાં ભોપાએ પાડ્યાં ના દાખલા હાલ મોજુદ હતા .પરંતુ અજાણતા જ જીવા ભોપાનો વિરોધ પોતે વહોરી લીધો હતો. ને આ વિરોધ ભવિષ્યમાં પોતાને મોંઘો પડશે એવો સમજીને મનમાં ડર લાગ્યો.
થોડુંક આગળ વિચાર્યા પછી એના મને પોતાનો જ કક્કો પાછો ખરો કર્યો .આ ભોપાને પાવળિયા લોકોને શ્રદ્ધાના નામે ,અંધશ્રદ્ધામાં નાખીને કેવા -કેવા ધૂતી ખાય છે .અને આ બધું પોતે સમજતો હોવા છતાં, પોતે કેવી રીતે બેસી રહે ? ને ફરી પાછો શામજીનો આત્મવિશ્વાસ એકદમ વધી ગયો ‌અને તે દ્રઢતાભર્યા સાદે મનોમન બબડ્યો . "આવા એક તો શું ? એકવીસ ભોપા પોતાને સામે પડે તોય, પોતે અંધશ્રદ્ધા સામે ચૂકવાનો નથી, નથી ,ને નથી જ ..!પરંતુ મજબૂરી એ હતી કે આખું ગામ ભોપાના પક્ષે હતું તેનું શું? શામજીની વિચાર માળા આગળ ચાલી. પોતાનું અંગત હિત સાધવા આ ભોપાઓ , અંધશ્રદ્ધાળુ લોકોને કેવી કેવી ચિત્ર- વિચિત્ર બાધા -આખડીઓ આપી દે છે .ને અંતે પોતાનું ધાર્યું કરીને જ રહે છે ‌પોતાના અંગત સ્વાર્થ માટે કેટલાય ઘર તોડાવે છે ,તો કેટલાય જોડાવે પણ છે.ગામમાં વજનદાર ગણાતા માણસોને તે ગમે તે ભોગે પોતાના પક્ષમાં લઈ લે છે .અને સમય જતાં એ આગેવાનોથી પણ ભોપો વજનદાર થઈ જાય છે. આખા ટોળાના ગાંડપણ આગળ એક વ્યક્તિનું ડહાપણ નકામું છે. તે આગળ વિચારી રહ્યો.ભારત દેશે આટલી બધી પ્રગતિ કરી હોવા છતાં લોકોની કરુણતા તો જુઓ ? કે અહીં ધર્મના ઓઠા નીચે અંધશ્રદ્ધા ફેલાવીને ,અધર્મના અસંખ્ય કામો, આજે જ પણ આસાનીથી થઈ જાય છે.કેટલી મહાન વિભૂતિઓ અને સમાજ સુધારકો આ દેશમાં થઈ ગયા. જેમણે અંધશ્રદ્ધા દૂર કરવા, પોતાના પ્રાણની આહુતિઓ પણ આપી દીધી, છતાં પણ અંધશ્રદ્ધામાંથી અડધો પણ બહાર નથી નીકળ્યો આપણો દેશ .
તેમનો આજનો જ દાખલો જુઓ ને ,એ રેડી માં પોતે ધારેલી ધીજ પાવળીયાએ કહી દીધી, ને પોતે એ કહેવા ગયો તો, લોકોના હોકારા- પડકારામાં પોતાની વાત કોઈ સાંભળવા જ તૈયાર ન થયું. ખરેખર આ લોકોને માણસો કહેવા કે પશુઓ ? પોતાના જ બાંધવો આટલાં બધાં અંધશ્રદ્ધાળુ છે તે જોઈને શામજીનું હૃદય દ્રવ્ય ઉઠ્યું. આમ ગામમાં એક બાજુ રમેલ ચાલુ હતી ત્યારે બીજી બાજુ શામજી પોતાના ખેતરમાં બેસીને અવનવા વિચારોમાં ખોવાઈ ગયો હતો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED