Featured Books
શ્રેણી
શેયર કરો

મોબાઇલ-ઑફ,-કહાની-ઓન-(મીની-સ્ટોરીઝ-સિરીઝ)-2

( 3 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું!

મન ઉદાસ હોય છે તો આપણને આપની ગમતી વ્યક્તિ સાથે વાત કરવાની ઈચ્છા થઇ આવતી હોય છે ને! મારે પણ વાત કરવી હતી, પણ નસીબ જ નહોતું!

પૂર્વી, મારી બહેનનાં છોકરાએ બધું જ ચાર્જિંગ ફિનિશ કરી દીધું હતું અને હવે હું ગીતા સાથે વાત નહિ કરી શકું!

પૂર્વીનો ફોન મારી પાસે જ હતો અને એના નંબર પર ગીતાએ કોલ કર્યો હતો. નંબર જોઈને જ દિલનાં તાર ઝણઝણી ઉઠયાં. દિલ એક ધબકારો ચૂકી ગયું.

"હાય!" એને સામેથી કહ્યું તો દિલ ખુશ થઈ ગયું.

"સારું થયું તુંએ કોલ કર્યો, યાર મને તો કઈ જ ઠીક નહિ લાગતું!" મેં કહી જ દીધું.

"હા, સાહેબ! ખબર પડે છે કેટલાં બધાં કોલ કર્યાં, યાર સ્વીચ ઓફ જ આવે છે!" એને નારાજગી વ્યક્ત કરી!

"હા, એ તો કૌશિકે.." એ વાત સમજી ગઈ અને એણે જાતે જ "હમમ" પણ કહી દીધું.

"કેમ શું થાય છે?!" એને પૂછ્યું.

"યાદ આવે છે તારી!" મેં કહીં જ દીધું.

"ક્યાંય ફરવા જઈએ તો એન્જોય કરવાનું હોય, મળીશું જ ને આપને, હું ક્યાં ભાગી જવાની છું!" ગીતા એ સમજ પાડી.

"તારા વગર થોડી મને ગમે?!"

"ઓહ તો સાહેબ! તો ગયાં જ કેમ?!"

"પૂર્વી જ ના માની!"

"હા, ચાલ મેં જમવાનું બનાવી દઉં!" પૂર્વી એ કોલ કટ કર્યો દિલને થોડું સારું લાગ્યું કે એની સાથે વાત તો થઈ. ખરેખર એના વગર મને કઈ જ નહોતું ગમ્યું. બોટ પર બેઠા એ પણ ના ગમ્યું, નદીમાં નહાવા ગયાં ત્યાં પણ મન ઉદાસ જ રહ્યું!

* * * * * * *

( 4 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું!

મોબાઈલ પણ તો ચાર્જીંગ થી ચાલતો હોય છે ને! ચાર્જ પૂરું એમ એ પણ બંધ. જેમ પ્રાણ જતાં આ શરીર બંધ થઈ જાય બસ એ જ રીતે!

હું બસ બંધ થઈ ગયેલાં એ મોબાઈલની સ્ક્રીન ને થોડી વાર જોતો જ રહી ગયો. અમુક વાતો કે જે નહોતી કહેવાય એ વિચારી રહ્યો હતો.

માંડ ઘરે પહોંચતાં મારે સાત કલાક ઉપર થઈ ગયાં તો દિલને બેચેની પણ થવાં લાગી.

મોબાઇલ જેવો જ ઓન થયો કે કેટલીક નોટીફિકેશન આવી ગઈ. બોસનો એક મિસ કોલ હતો. ફ્રેન્ડ નાં પણ કોલ્સ હતાં અને એમાંથી એક કોલ સુરભી નો પણ હતો. ના રે! કોલ નહિ, કોલ્સ! એને ખબર હતી કે ફોન સ્વીચ ઓફ છે તો પણ કર્યા કરતી હશે! મેં બોસ ને કોલ કરીને એને જ કોલ કરી દીધો.

"આટલી બધી નારાજગી! બસ પણ કર!" એ બોલી તો મને હસવું આવી ગયું.

"નહિ નારાજ પાગલ! ફોનમાં ચાર્જીંગ ઓછું હતું!" મેં સમજ પાડી.

"મને તો લાગ્યું કે તું હવે વાત જ નહીં કરે!"

"સોરી! પણ યાર આપનો કોલ ચાલુ ને ચાલુ જ હતો તો મને યાદ જ ના રહ્યું કે હું થોડી વાર મોબાઇલને ચાર્જ કરી લઉં અને સીધો ટ્રેન માં જ બેસી ગયો, રસ્તામાં આપની ચાલુ વાતે ફોન કટ થયો, સોરી!" મેં સમજાવ્યું.

"સોરી, મને થોડો ગુસ્સો આવી ગયો હતો!" એ બોલી તો જાણે કે અમારા બંને પરથી કોઈ બોજ હલકો થઈ ગયો.

* * * * * * *

બાકીની વાર્તાઓ આવતા અંકે..