Featured Books
શ્રેણી
શેયર કરો

મોબાઇલ-ઑફ,-કહાની-ઓન-(મીની-સ્ટોરીઝ-સિરીઝ)-2

મોબાઇલ ઑફ,

કહાની ઓન (મીની સ્ટોરીઝ સિરીઝ) - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

( 5 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું!

સ્વીચ ઓફ થયેલો ફોન જોઈને મને થોડી રહેલી આશા પણ હવે નિરાશા સમાન લાગી રહી હતી. હવે ગૂગલ મેપ પણ નહોતો ચાલવાનો! એડ્રેસ ખબર હતી પણ આટલાં મોટાં શહેરમાં જઈશું કેવી રીતે?!

"તું ભાઈ, રિલેક્સ!" નીતિને કહ્યું પણ ખુદ એ પણ ગભરાઈ ક ગયો હતો.

"જોયું ને ભાઈ, આવા મોટાં ફોન જ્યારે સ્વીચ ઓફ થઈ જાય ત્યારે હું વાપરું એવાં નાના ફોન કામ લાગે છે!" નીતિન એની પાસે એક બીજો નાનો ફોન કે જેને ફીચર ફોન પણ કહે છે અને આજ કાલ તો સૌ એને ડબલું પણ કહે છે! એની ખાસિયત એ જ હતી કે એમાં ચાર્જ જલ્દી નહોતું ઉતરતું!

"એનાં ફોનને જોઈને મને થોડી રાહત થઈ. એટ લીસ્ટ કઈક ઇમર્જન્સીમાં તો કામ લાગશે ને!" મેં એને કહ્યું.

"તું હવે મામાને કોલ કરી દે! મને બહુ જ ભૂખ લાગી છે અને હવે હું કોઈ પણ ઊંધાં રસ્તે જવા જ નહિ માગતો!" મેં કહી જ દીધું. મારી હિંમતે જવાબ આપી દીધો હતો.

"મામા આવે છે લેવા.." સાંભળતાં જ મને થોડી રાહત થઈ.

એક ચાની લારી પર અમે બંને ચા પી રહ્યાં હતાં.

હું પણ તો આવી જ રીતે ફસાઈ ગયો છું ને! મને પણ તો કોઈ બચાવી લે તો સારું! સૌનાં નોકરી જવા માટે કહ્યાં કરવું મને પણ તો પસંદ નહિ ને! ગયાં અઠવાડિયે જે ઇન્ટરવ્યૂ આપીને આવ્યો હતો, બધી જ ઉમિદ હવે એના પર જ હતી.

એક મેલ આવ્યો - "યુ આર સિલેક્ટેડ ફોર ધ જોબ.. કોન્ગ્રેચ્યુલેશન્સ!" શાયદ મને બચાવનાર પણ હવે આવી ગયાં હતાં.

* * * * * * * *

( 6 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું!

બસ વધારે નહિ તો પણ બે મિનિટ પણ જો વધારે વાત કરવા મળી ગઈ હોત તો હું એને કહી જ દેતો!

હું ઉદાસીનતાથી ઘરે આવ્યો અને ફોન ચાર્જમાં લગાવી દીધો. જેવો જ એક ટકો ચાર્જ થયો કે મેં એને કોલ કરી દીધો!

"ધ નંબર યુ હેવ ડાયલડ ઇઝ સ્વીચ ઓફ!" હવે એનો કોલ બંધ હતો! મને યાદ આવ્યું કે આખાય વાર્તાલાપમાં એને લગભગ ત્રણ વાર મને કહેલું કે વાવાઝોડાને લીધે એમને લાઈટ નહિ અને એટલે જ હવે એનો મોબાઈલ સ્વીચ ઑફ થઈ જશે! મને ખબર નહિ વધારે જ એની યાદ આવવા લાગી. બધું જ છૂટતું હોય એવું લાગવા લાગ્યું.

બાલ્કની માં કોફી લઈ ને ચાલ્યો ગયો. મારાં કાન હજી પણ એનાં ફોનને માટે જ વેટ કરતાં હતાં. એની રીંગ આવે તો દિલ ખુશ થઈ જાય છે. એ ખાલી કોલ જ ના હોય અને જાણે કે મારા માટે તો ખુશીઓનો ખજાનો જ ના હોય!

બહાર પવન બહુ જ જોરથી ફૂંકાતો હતો, જાણે કે મને પણ એની સાથે લઈ જતો હતો! દિલ બેચેન થઈ રહ્યું હતું. મને એની બહુ જ યાદ આવી રહી હતી. હે ભગવાન મને કોઈ એની પાસે લઈ જાવ.

"હેલ્લો.." એક અણજાણ નંબર થી મને કોલ આવ્યો હતો. અવાજ બહુ જ પોતીકો હતો.

"હા, સોરી! પણ અહીં લાઈટ નહિ!"

"હા, ખબર છે! આઇ લવ યુ, ટુ!" મેં આખરે કહી જ દીધું કે જે મારે કહેવું હતું! અધૂરી વાત મેં પૂરી કરી દીધી.

"હા, મને ખબર જ હતી!" એને કહ્યું અને એ હસી પડી.

"મમ્મી નો ફોન છે અને એમાં પણ ચાર્જ ઓછું છે, હું તને આરામથી કરીશ કોલ, લવ યુ!" એ બોલી અને એને કોલ કટ કરી દીધો, મનની બધી જ ઉલઝનો નો અંત આવી ગયો. દિલને બહુ જ ચેન મળ્યું.

* * * * * * * *

( 7 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું!

આખો દિવસ ફોન ચાલુ ને ચાલુ જ રહ્યો હતો. પહેલાં તો ઓફિસના કોલ્સ, એ પૂરું થયું તો ઘરેથી પપ્પાનાં કોલ, હા, મમ્મી પણ વાતો કરે એટલે વાત લંબાઈ એમાં નવાઈ જ નહોતી. રહી ગઈ તો ઘરેથી નેહાએ પણ કોલ કરી દીધો હતો. મોબાઇલ આખરે સ્વીચ ઓફ જ થઈ ગયો. મને તો લાગે છે કે મોબાઈલ પણ થાક્યો હશે કે હજી પણ વાતો ચાલુ જ રહેશે અને હું પણ થાકી જઈશ એટલે મને સ્વીચ ઑફ જ થઈ જવા દે! મને મારા જ વિચાર પર થોડું હસવું પણ આવી ગયું.

"ભાઇસા'બ, તમે ક્યાં નાં છો?!" પાસે વાળા એ પૂછ્યું.

"અરે, હું તો અહીં નો જ છું, બસ આ મંદિરે રોજ આવું છું, આમ તો ચાલતાં જ આવું છું, પણ આજે થોડી તબિયત સારી નહીં લાગતી એટલે!" મેં કહ્યું.

થોડીવારમાં તો હું રાધાકૃષ્ણ નાં એ મસ્ત મોટાં મંદિરે હતો. ભક્તિમય વાતાવરણ ને લીધે મારું મન પણ શાંત થઈ ગયું હતું.

હું ટેવ પ્રમાણે દરરોજ આ મંદિરે આવતો હતો, આજે પણ આવ્યો છું. મંદિરમાં આરતી કરવાની અને ભગવાનનું નામ લેવાનું મને બહુ જ ગમતું. વિચારતો કે આટલું બધું આગળ વધ્યાં પછી પણ જો હું થોડો સમય ભગવાનને ના આપી શકું તો જીવનનો જ કોઈ મતલબ નહિ ને!

ઘરે ગયો તો પ્રીતિને બહુ જ તાવ આવ્યો હતો, મને તો ખ્યાલ જ નહોતો કે કેટલાય સમયથી ફોન સ્વીચ ઓફ જ હતો! નેહા એને દવાખાને લઇ આવી હતી. મને જોઈને જ ખુશ થઈ ગઈ.

"ફોન માં ચાર્જ તો રાખો.." એને ઉદાસીનતાથી કહ્યું.

"સોરી!" મેં એને કહ્યું, થોડીવારમાં અમે ત્રણેય ઘરે હતાં.

"યાર, મને તો બહુ જ ડર લાગતો હતો!" નેહાએ મને કહ્યું.

પ્રીતિ મારા ખોળામાં સૂઈ રહી હતી, મારો હાથ એનાં માથે હતો.

હું નેહાએ પપ્પા સાથે વાત કરતાં સાંભળી રહ્યો - મમ્મી પપ્પા ફરીથી રહેવા આવવાના હતાં. આખરે હું અને પ્રીતિ ભગવાન પાસે જે માગતાં હતાં એ પૂરું થયું હતું!

* * * * * * * *

(સમાપ્ત)