મોબાઇલ ઓફ,
કહાની ઓન (મીની સ્ટોરીઝ સિરીઝ)
પ્રસ્તુત સિરીઝ માં એક જ વાક્યથી શુરૂ થતી અલગ અલગ એવી સાત નાની નાની વાર્તાઓ ને મેં લખી છે, અને એ વાક્ય આ છે -
એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું!
વાર્તા ( 1 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સા ને લીધે ફાટી જતું હતું !
"હા, બોલ! સોરી! મોબાઈલ માં ચાર્ચિંગ નહોતું, હમણાં જ ચાર્ચિંગ માં મૂકી ને આવી છું. . . " ગીતાએ સફાઈ આપી.
"હા, કોઈ વાંધો નહિ, શું કહ્યું પપ્પા એ?!" મારો સવાલ હજી પણ એ જ હતો.
"યાર, શું કહું હવે તને! એમને તો.." એ બહુ જ ઉદાસીનતા થી બોલતી હતી તો મને પણ વાત ખરાબ જ હોવા ની આશંકા થવા લાગી!
"હા, કહ્યું છે પપ્પા એ!" અચાનક જ એણે સુર બદલ્યો!
"ઓ! તો આટલી ઉદાસ થઈ ને કેમ બોલતી હતી તો?!" મેં પૂછ્યું.
"હા, તો મારા થી દૂર જવા ની વાત તારા પર કેવી અસર કરે એ જોવું હતું! આવતા અઠવાડિયે, અમે સૌને લઈ એ આવીશું, તારા અને મારા રિશ્તા ની વાત લઈને.." એ બોલી તો મારું દિલ બહુ જ ખુશ થઈ ગયું. પ્યાર અમુક લોકો નો જ સફળ થતો હોય છે અને અમે લકી હતાં કે અમારો પણ પ્યાર આમ સફળ થયો હતો!
* * * * * * *
વાર્તા ( 2 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સા ને લીધે ફાટી જતું હતું !
યાર, આ જંગલ જેવા એરિયા માં ચાર્જર હોય તો પણ મોબાઈલ ને ચાર્જ કેવી રીતે કરવો?! અને હવે મને સૌ થી વધારે અફસોસ થઈ રહ્યો હતો.
બસ પણ કોઈ અણજાણ જગ્યા એ આવી ને ખરાબ થઈ ગઈ હતી તો મન માં ડર લાગતો હતો. રિષભ કેટલો ગુસ્સે થશે!
"નિધિ, યાર. આઇ નો તને આમ એકલું જવાનું નહિ પસંદ! પણ મારે ઈમ્પોર્ટન્ટ મિટિંગ છે, બાકી હું પણ તારી સાથે જ આવતો!" મને એના શબ્દો યાદ આવ્યાં.
હું પણ એક બાજુ જઈ ને બેસી ગઈ હતી. પાસે જ એક ચા ની ટપરી હતી, ત્યાં નો છોકરો સૌ ને ચા આપતો હતો તો મેં પણ લઈ લીધી હતી.
આવનાર પવન મને એક અલગ જ અહેસાસ કરાવી રહ્યો હતો. મન માં ડર તો હતો જ, સાથે જ એક મજા પણ હતી, કઈક નવું થયાની! રોજની એ જ રૂટિન થી હું પણ તો કંટાળી ગઈ હતી ને. આજે ખુદ સાથે થોડો સમય વિતાવવા માં મજા આવતી હતી. સામે જ સૂર્ય અસ્ત થતો હતો અને મને આ ચા, કોઈ અમૃત જેવી લાગી રહી હતી.
"તું થોડી પણ ચિંતા ના કર, હું રસ્તા માં જ છું, થોડીવાર માં સાથે હોઈશું!" રિષભ ને મેં એક અણજાણ છોકરી નાં નંબર થી કોલ કર્યો હતો, એ મને લેવા આવવા નીકળી ગયો હતો.
જોડે હતાં તો બહુ જ લડતાં પણ હવે દૂર છીએ તો કેટલો બધો પ્યાર આવતો હતો ને! લાઇફ માં એવું જ હોય છે, જે વસ્તુ દૂર જાય છે ત્યારે જ એની કિંમત પણ સમજાય છે! રિષભ નો એ રડતો ચહેરો મને એ વાત નો અહેસાસ કરાવી ગયો હતો.
* * * * * * *
બાકીની વાર્તાઓ આવતા અંકે..