શ્રધ્ધા અને ધીરજ....પરમ સુખ Heena Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સીમાંકન - 6

    ડૉરબેલનાં રણકારે ત્રિજ્યા વિચારોમાંથી બહાર આવી, ઉભી થઇ દરવાજ...

  • અગ્નિસંસ્કાર - 89

    અંશે પિસ્તોલ આર્યન પર નહિ પરંતુ થોડેક દૂર દીવાલ પર ચલાવી હતી...

  • લાશ નું રહસ્ય - 6

    લાશ નું રહસ્ય પ્રકરણ_૬આખા રૂમમાં અનિલની જિસ ગુંજી અને પડઘા પ...

  • શ્રાપિત પ્રેમ - 9

    તે જેલ ખૂબ મોટી હતી એટલે રાધા ને તેની બાકીની ચાર સખીઓ સાથે મ...

  • વિષ રમત - 25

    વાચક મિત્રો , CHALLANGE ..!!!CHALLANGE ..!!!CHALLANGE ..!!!મ...

શ્રેણી
શેયર કરો

શ્રધ્ધા અને ધીરજ....પરમ સુખ

એક વખત ની આ વાત......શ્રીમાન ધનસુખ શેઠ નામના વણીક પર ભગવાન દ્વારિકાધીશની અપાર કૃપા વરસેલી.જેવુ નામ એવુ જ એનુ ભાગ્ય,ધન સાથે સુખ વગર કહ્યે આવેલુ.ખૂબ શ્રધ્ધા સાથે ભગવાન શ્રી દ્વારિકાધીશની ભકિત કરે અને પ્રામાણીકતાથી જીવન પસાર કરે,અને તેને મળતા લોકોને પણ આ જ વાત સમજાવે કે જો તમે કઈ ખોટુ કર્મ કરો છો તો ....બીજા કોઇ ને ખબર હોય કે ન હોય પણ બે વ્યકિત ને તો ખબર હોય જ છે, એક આપણે ખુદ ....એટલે કે આપણે પોતે અને બીજો વૈકુંઠ માં બેઠેલો તેનો ઈશ્વર....તેનો દ્વારિકાધીશ...માટે કર્મ હંમેશા ઈશ્વર ની સાક્ષીએ જ કરવા. તેનો આ જીવન મંત્ર.....આ મંત્ર થકી જ તેને આટલી સફળતા અને સંતોષ મેળવેલા

એક દિવસ ધનસુખ શેઠને પગપાળા દ્વારિકાધીશ ના દશૅન કરવાની ઈચ્છા થઇ આવી,શેઠે ઘરમાં વાત કરી કે તે વહેલી સવારે પગપાળા દ્વારિકાધીશ ના દશૅન કરવા નીકળી જશે.રસ્તામાં ચાલતા ચાલતા એક જંગલ આવે છે.ત્યા શેઠે એક માણસ જોયો.તે ધ્યાન ધરી રહ્યો હતો.ઘણા સમયથી એકજ સ્થિતીમાં ધ્યાન ધરી રહ્યો હતો કે એના શરીર ની આસપાસ ઊધઈનો મોટો રાફડો થઈ ગયો હતો.તે માણસે શેઠને પૂછ્યુ : શેઠ આપ કઈ બાજુ જઈ રહ્યા છો?

ધનસુખ શેઠ: હું તો વૈકુંઠ જઇ રહ્યો છુ,મારા દ્વારિકાધીશ ના દર્શન કરવા
પેલો માણસ કહે: તો તમારા દ્વારિકાધીશ ને પૂછજોને કે તે ક્યારે મારા પર કૃપા કરશે અને મને ક્યારે મુક્તિ મળશે?? ધનસુખ શેઠ પેલા માણસ સામે હસ્યા અને બોલ્યા ભલે....
આગળ જતા ધનસુખ શેઠે બીજા માણસ ને જોયો. એ તો મસ્તિમાં નાચી, કૂદી અને ગાઈ રહ્યો હતો.
બીજા માણસે પુછ્યુ: ધનસુખ શેઠ પગપાળા કઈ બાજુ જઈ રહ્યા છો??
એ માણસનો અવાજ, બોલવા ચાલવાની રીત, અલગ જ ઉત્સાહ અને ઉન્માદ હતો.
ધનસુખ શેઠ કહે , અરે ...હું તો વૈકુંઠ માં જાવ છુ
બીજો માણસ કહે: તો જરા પુછતા આવશો કે મને મુક્તિ ક્યારે મળશે?
ધનસુખ શેઠ હસ્યા અને બોલ્યા , ભલે.......
ઘણા વખત પછી ધનસુખ શેઠ એ જ રસ્તે થઇ ને ફરી નિકળ્યા..
જુએ છે તો પહેલો માણસ હજુ ત્યા જ બેઠો હતો ,ઉધઇનો રાફડો પણ મોટો થઈ ગયો હતો અને ત્યા જ બેઠો બેઠો ધ્યાન ધરતો હતો.
ધનસુખ શેઠને જોઈ એ માણસે પુછ્યુ:શેઠ ભગવાન ને મારા વિશે આપે પુછ્યુ હતુ?
ધનસુખ શેઠ કહે: હા, જરુર...
પહેલા માણસે આતુરતાથી પુછ્યૂ: ભગવાને શુ કહ્યુ?

ઘનસુખ શેઠ બોલ્યા: ભગવાને કહ્યુ છે કે ચાર જન્મ પછી તમારી મુક્તિ થશે
આ સાંભળી પેલો માણસ હતાશ થઈ ગયો અને નરમ અવાજ બોલ્યો: મારા શરીર ની આસપાસ ઊધઈનો મોટો રાફડો જામ્યો ત્યાં સુધી મે ભગવાનનુ ધ્યાન કર્યુ, છતા હજુ મારે ચાર જન્મ માંથી પસાર થવુ પડશે??
ધનસુખ શેઠ આગળ ચાલવા લાગ્યા, ત્યા બીજો માણસ મળ્યો,જે નાચતો કૂદતો ,ગાતો પાગલ જેવો લાગતો માણસ મળ્યો. તેણે હસતા હસતા શેઠને પુછ્યુ: શેઠ, તમે ભગવાનને મારા વિશે પુછ્યુ કે પછી ભૂલી ગયા
ધનસુખ શેઠ કહે: અરે એ તો કાઈ ભૂલાતુ હશે?
બીજા માણસે પુછ્યુ કે શું કહ્યુ ભગવાને
ધનસુખ શેઠ કહે:ભગવાને કહ્યુ છે કે, આ આંબલીના ઝાડ પર જેટલા પાંદડા દેખાઈ છે, એટલા જન્મ માંથી તમારે પસાર થવુ પડશે!!ત્યાર બાદ તમારી મુક્તિ છે ,
એટલુ સાંભળીને પેલો પાગલ આનંદથી નાચવા લાગ્યો અને બોલ્યો : મને આટલા ટૂકા સમયમાં જ મુક્તિ મળશે!!વાહ, પ્રભુ વાહ...જય હો દ્વારિકાધીશ...આટલુ બોલી એ પાગલ જેમ ફરીથી નાચવા લાગ્યો..
તે જ સમયે આકાશવાણી સંભળાઈ, અરે, વત્સ ...તુ આ ક્ષણથી જ મુક્ત છો!!
એની અખૂટ શ્રધ્ધા અને ધીરજનુ એ ફળ હતુ.તે ગમે તેટલા જન્મ સુધી એ સાધના કરવા તૈયાર હતો.એકપણ વખત નિરાશ ન થયો.પહેલા માણસ ને તો ચાર જન્મ નો સમય પણ ખૂબ લાંબો લાગ્યો.યુગો યુગો સુધી રાહ જોવાને તત્પર એવા પાગલ જેવી શ્રધ્ધા અને ધીરજ થી જ પરમ પદને પામી શકાય છે.પરમ સુખને જીવી શકાય છે

... -હીના રામકબીર હરીયાણી