KEEP IT UP ZINDAGI..... Heena Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KEEP IT UP ZINDAGI.....


જીંદગી... આ શબ્દ જ કેટલો વિશાળ......લાગે,પણ મારા માટે ,અનુભવ માંથી શીખેલી એક ફોર્મ્યુલા એટલે આ ઈશ્વરે આપેલા શ્વાસ....જો મગજમા ભરી જીવશો તો અઘરુ જ પડશે અનેએ જ શ્વાસ જો.. હદ્ય માં ભરી જીવીએ...જીવન સરસ કરતાં સુગંધી વધુ લાગે.

મીરાની આસપાસ પથરાતી અને તેણે અનુભવેલી એક ફૂલ જેવી શુદ્ધ અને સુગંધી લાગણીની વાત કહે..એકદમ સત્ય ઘટના...
કચ્છ ના અફાટ રણ અને એ અફાટ રણમાંએ સાવ સીધા અને ભોળા ભાવ થી જીવતા લોકો.આ લોકોની વચ્ચે સાવ નાનો
અમારો સમાજ...આ સમાજમાં મીરાનો નાનો એવો પરિવાર રહે.. આ પરિવાર માં ચાર અલગ અલગ વિચારસરણી ધરાવતા સભ્યો,

જેમા એક છે મીરા નો પતિ જે મોટાભાગે યંત્રવત જીવન જીવવાનુ પસંદ કરે છે,ઈચ્છાઓ મોટી પણ માત્ર મનમાં એને પૂરી કરવા માટે જે અંદર થી કઈ જો બદલાવ લાવવાનો હોય તો ઈચ્છા ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામે,ટુકમાં તેને એક કુવાનો દેડકો બની જીવવું વઘુ પસંદ છે.બીજી છે મીરા ,જે એવી સ્ત્રી છે જે જીવન ની દરેક ક્ષણને ઉજવવા મથેેે.આકાશ ને આબવાં ના સપના જોયા કરે, આકાશ નો ચાંદો,તારા એના રોજ ના સથવારા.ચંદ્ર ની કળાઓને જીવન સાથે જોડી થાકેલા સપનાઓમા પ્રાણ પૂર્યા કરે.પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા માં પોતાનુ અસ્તિત્વ શોધ્યા કરે એવી આ મીરા.

આ ઘર માં હજી ,આમ જુઓ તો એક ,આમ જુ ઓ તો બે
એ છે મીરાના બે બાળકો,12 વર્ષ નો દિકરો ને 5 વર્ષ ની દિકરી.
બન્ને બાળમાનસ, કોરી પાટી જેવા મન અને માનસ હોય બાળકોના, કાચી માટીના ઘડા હોય આ બાળકો, નાનપણ થી જેવા ચિત્ર આ કોરી પાટીમાં ચિતરો એવા ચિત્ર મોટા થાય, કાચી માટી હોય ત્યારે જેવો આકાર આપો એવો ઘડો તૈયાર થાય. આ વાત બધા માતાપિતા ની જેમ મીરા પણ ખૂબ સારી રીતે જાણતી હતી.મીરા રોજ બાળકો ને સૂતી વખતે બાળકો ને શૌર્ય થી ભરપૂર એવા વિર યોઘ્ઘા ઓની ,પંચતંત્ર,હિતોપદેશ,રામાયણ પ્રસંગ ની રોજ બાળભાષા માં વાતો કહે અને તેને તેના આસપાસ ના જીવન સાથે જોડી, જીવનપાઠ સમજાવવાની કોશિશ કરે

મીરા એવું દ્રઢપણે માનતી હતી કે ,જો બાળક નુ મનોબળ મજબૂત કરવું હોય તો તેની કલ્પના શક્તિને સંપૂર્ણ ખીલવાનો મોકો આપો અને પોતાના બાળક ને ખિલતા કોઈ નહી રોકી શકે.તેના બાળકોને ખીલવી માટે જે માટી,જે વાતાવરણ, જે પયૉવરણ,જે ખાતર,જે બીજ,જે પાણીની જરુર હશે એ બધુ તે તેના બાળકોને પૂરુ પાડશે, પણ તેના બાળકોને કૂવાના દેડકા જેવી વિચારસરણી નો ભોગ કોઈ હિસાબે બનવા દેશે નહી

હજુ એક ચોથી વિચારસરણી છે જે વ્રૃઘ્ઘ છે.એક સ્ત્રી છે, જે સ્ત્રીની જ દુશ્મન છે.હા, અનુમાન બિલકુલ સાચુ છે.મીરા ના સાસુ છે જેને મીરા અને મીરા ના વિચારથી સખત નફરત છે.અને આ નફરત ની આગ શબ્દોથી વરસાવ્યા કરે.તેનો ભોગ મોટા ભાગે મીરા ને જ બનવુ પડતુ.આપણી આસપાસ આપણે રોજબરોજ ની જીીંદગી માં કેટલાં અને કેવા કેવા યુધ્ધ લડવા પડતા હોય છે. હા પણ એ વાતનું દુઃખ ચોક્કસ થાય કે,આ વિચારોના યુધ્ધ ઘરમાં જ ખેલાતા હોય છે.આપણા ગુજરાતી ઘરોમાં આજે પણ વિચારોના યુધ્ધ માં,બાળકો નુ બાળપણ અને જાણતા કે અજાણતા બાળકોના ભવિષ્ય સાથે આપણે ચેડા કરતા હોઈએ છીએ.
અહીં કહેવાનો તાત્પર્ય એટલો જ સમયસર ,સમય સાથે વિચારમાં,ઘર ના વાતાવરણ માં બદલાવ લાવવો, નહીતર ઘણા એવા બાળપણના ફૂલ ઘણા ઘરોમાં વણખીલ્યા રહી જતા હશે.
ટેક્નોલૉજી ના યુગમાં પણ, મેં આવા મારી આસપાસ જ આવા કિસ્સા બનતા જોયા છે.એવું ન બને એટલા માટે પોતાના જ વિચાર ને કહેતા રહેવુ
KEEP IT UP ZINDAGI........