ખજાનો - 78 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 78

"રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગઈ છે પરંતુ તેઓ કંઈ એક્શન લે તે પહેલા આપણે ઝાંઝીબારના કિનારા સુધી પહોંચી જવું પડશે. જો અંગ્રેજોએ આપણને રોક્યા તો કિનારા સુધી પહોંચવું મુશ્કેલ જ નહીં અશક્ય બની જશે. બની શકે તેઓ આપણી ધરપકડ કરીને જેલમાં પણ પૂરી દે. અંગ્રેજોના વર્તન વ્યવહારથી હું બખૂબી જાણીતો છું.અહીંની પ્રજાને અંગ્રેજોની ધરપકડથી જેલમાં પુરાઈ જવાનો ડર રહેતો નથી કેમ કે એકાદ અઠવાડિયા બાદ તો તેઓ છૂટી જવાના જ છે. તમારી ફિકર એટલે થાય છે કે તમે અહીંની પ્રજા નથી. ન કરે નારાયણ તમને કોઈને અંગ્રેજોની કેદ થાય તો તેમાંથી છૂટતા એકાદ બે અઠવાડિયા તો નીકળી જ જાય. આથી આપણે બની શકે તેટલું ઝડપથી કિનારા સુધી પહોંચી જવાનું છે. એ પણ અંગ્રેજોની નજરથી બચીને...!" બધાને એલર્ટ કરતા ડ્રાઇવરએ કહ્યું. ડ્રાઇવર સુમસામ અને અંધારા રસ્તે ખૂબ જ ઝડપથી પોતાની વેન ચલાવી રહ્યો હતો.

" જહાજને કંઈ થઈ જશે તો હું મારા ડેડ સુધી કેવી રીતે...?" આટલું બોલતા તો લિઝાના ગળે ડૂમો વળી ગયો. તેની આંખો ભરાઈ ગઈ. તેને ચિંતા હતી કે જહાજ સળગી જશે તો તે પોતાના ડેડને કેવી રીતે બચાવી શકશે.

" ટેન્શન ના લે લિઝા...! જહાજને કંઈ નહીં થાય. આપણે થોડી જ વારમાં કિનારા સુધી પહોંચી જઈશું." પોતાની ખાસ મિત્ર લિઝાને આશ્વાસન આપતા સુશ્રુતે કહ્યુ.

" યા અલ્લાહ રહમ કરના...!" અબ્દુલ્લાહીજી વારે ઘડીએ અલ્લાહ ને યાદ કરી રહ્યા હતા અને મુશ્કેલીમાંથી બચાવવા માટેની પ્રાર્થના કરી રહ્યા હતા.

" થીંક બી પોઝિટિવ...! આપણે કોઈપણ નકારાત્મક વિચાર કરવાનો નથી. પોઝિટિવ વિચારો.બધું જ ઓકે થઈ જશે...બધું સારું થઈ જશે...!"જોનીએ સૌને હિંમત આપતા કહ્યું. તેણે પોતાની કઝિનને હિંમત આપવા માટે તેનો હાથ પકડી લીધો. એ જોઈને અન્ય યુવાનોએ પણ એકબીજાનો હાથ પકડી એકતા દર્શાવી અને હિંમત દાખવી. ફૂલ સ્પીડે જતી વેનમાં એકાએક બ્રેક લાગી. અચાનક બ્રેક લાગતા બધા આગળની તરફ ઝૂકી ગયા.

" શું થયું મિત્ર...? વેન રોકી કેમ દીધી..?" અબ્દુલ્લાહિએ ડ્રાઇવરને સંબોધતા કહ્યું. બાકીના યુવાનો પણ શું થયું હશે તે જાણવાની ઉત્સુકતાથી બહારની તરફ જોવા લાગ્યા.

" સામેની તરફ દૂર નજર કરો. દૂર દેખાતાં હાથબત્તીના પ્રકાશ અને માણસોની ચહલ પહલ જોઈને મને લાગે છે કે ત્યાં અંગ્રેજ પોલીસ પહેરો કરીને ઊભી છે. આ માર્ગે જઈશું તો આપણને આગળથી તે અટકાવી દેશે. હું અને વૅન અહીંના છીએ, તો કદાચ ધરપકડ થઈ શકે છે. આથી આપણે માર્ગ બદલવો પડશે." સામેના માર્ગે અંધકારમાં દેખાતા પ્રકાશ તરફ સૌનું ધ્યાન દોરતા ડ્રાઈવરે કહ્યું. આટલું કહીને ડ્રાઇવરે ગાડીનો ટર્ન લઈ લીધો.

" તો હવે...? હવે આપણે કયા માર્ગે દરિયા કિનારે પહોંચીશું..? આ માર્ગ અંગ્રેજોના રહેઠાણથી દૂરનો હતો. શું આ સિવાય પણ બીજો કોઈ માર્ગ છે..? જેના દ્વારા આપણે કિનારા સુધી પહોંચી શકીએ..?" ઈબતીહાજે પૂછ્યું.

" આ સિવાય માત્ર એક જ માર્ગ છે, જે અહીંના જંગલોમાંથી પસાર થાય છે. આ માર્ગ થોડો લાંબો અને ભયાનક જરૂર છે,પરંતુ અહીંથી જવાથી અંગ્રેજોનો કોઈપણ ભય રહેશે નહીં. માત્ર ભય રહેશે હિંસક પ્રાણીઓનો..! વૅન ચારેય બાજુથી બંધ છે. આથી કોઈ ચિંતાનો વિષય નથી. તેમ છતાં અચાનક કોઈ હિંસક પ્રાણી સામે આવી જાય તો ડરતા નહીં." આટલું કહી ડ્રાઇવરે જંગલ માર્ગે વૅન ચડાવી દીધી.

ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયેલા પાંચે યુવાનો તેમજ અબ્દુલ્લાહીજી બંધ વૅનમાંથી જંગલમાંથી પસાર થતા માર્ગને જોઈ રહ્યા હતા. જંગલના ઉબડ ખાબડ માર્ગમાંથી ડ્રાઇવર પોતાની વૅન ખૂબ ઝડપથી ચલાવી રહ્યો હતો.

To be continue...

😊મૌસમ😊