" તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખતા જ નથી. મિચાસું કોઈ સામાન્ય મેજિશિયન નથી. તે અહીંનો ખૂબ જ પ્રખ્યાત કહી શકાય તેવો અને સૌથી વધારે ફીઝ લેતો મેજિશિયન છે. તેનો મેજિક શો જોવા માટે વિશ્વના અન્ય દેશોમાંથી લોકો અહીં આવે છે. અંગ્રેજો મિચાસુના મેજીક શોના દિવાના છે. હા, તે ગુલામ પ્રજાનો દીકરો છે, પરંતુ તેણે પોતાના ટેલેન્ટથી અંગ્રેજોનું દિલ જીતી લીધું છે. તે અંગ્રેજો પાસેથી ખૂબ જ ઉચ્ચ પ્રકારની ફીઝ લઈને અંગ્રેજો માટે મેજિક શો કરે છે. આજે પણ અહીં જે મેજિક શો થવાનો છે તેમાંથી 80 % અંગ્રેજો જ હોવાના. 20% એવી પ્રજા હશે જે ઊંચી ફીઝ ભરીને ટિકિટ લેવા માટે સક્ષમ હોય. તમે ચુકાસુના મિત્ર હોવાથી તમારા માટે તેમણે અગાઉથી જ સીટો બુક કરાવી દીધી હતી. આથી આપ સૌ આ અદભુત મેજિક શૉ જોઈ શકશો. સામાન્ય પ્રજા માટે આવા મોટા પાયા પરના મેજિક શો જોવા નસીબ હોતા નથી. તમે ખરેખર ખૂબ નસીબદાર છો, કે અંગ્રેજોની કક્ષામાં બેસીને તમે ઉચ્ચ લેવલનો મનોરંજનનો કાર્યક્રમ આજે જોઈ શકશો. આપની આજની આ રાત્રિ શુભ બની રહે, તે શુભેચ્છા સાથે હવે હું વિદાય લઉં છું." આટલું કહેતા ડ્રાઇવર પોતાની વૅનમાં બેઠો અને ત્યાંથી તેણે વિદાય લીધી.
થોડીવાર તો છએ જણા હોલની બહાર ઉભા રહીને સુંદર અને ભવ્ય ઈમારતને જોઈ જ રહ્યા. અદભુત કોતરણીથી બનાવેલ તે ભવ્ય ઈમારત સૌ કોઈને આકર્ષિત કરે તેવી મનોહર હતી. સાંજ ઢળી રહી હતી અને મેજિક શો જોવા માટે અંગ્રેજોની ચહલ પહલ વધી રહી હતી. સુંદર મજાના વસ્ત્રોમાં સુસજ્જ અંગ્રેજો પોતાના પરિવાર સાથે આવીને હોલમાં પ્રવેશી રહ્યા હતા. અંગ્રેજોના સુંદર અને ફેશનેબલ પોશાકો જોઈ છ એ જણા પોતે પહેરેલા પોશાક પર એકવાર નજર કરવા માટે મજબૂર બની ગયા. પોતાનો પોશાક જોઈ છ એ એકબીજા સામે થોડી વાર જોઈ રહ્યા અને પછી જોરથી હસી પડ્યા.
" ક્યાં અંગ્રેજોના સુંદર અને ફેસનેબલ પોશાકો અને ક્યાં આપણા ત્રણ ચાર દિવસથી મેલાંઘેલા થયેલ પોશાક...! આપણે આવા પોશાકમાં અંદર જઈશું..? નવાઈ સાથે હર્ષિતે દરેકના પોશાક પર નજર ફેરવતા કહ્યું.
" સાલુ..આવી ખબર હોત તો જહાજમાંથી જ ધોયેલા... ચોખ્ખા..અને નવા કપડાં પહેરીને આવત. આજે મેં પહેરેલા કપડાં જોઈને મને પહેલીવાર શરમ આવી રહી છે. " લિઝા બોલી.
" શરમ તને તારા કપડાં જોઈને નહીં પરંતુ અંગ્રેજ સુંદરિયો ના સુંદર મજાના અને ફેસનેબલ કપડા જોઈને તેં જે તુલના કરી છે ને..? તેના કારણે તને શરમ આવી રહી છે..!" જોની એ લિઝાને સમજાવતા કહ્યું.
" એ જે કંઈ પણ હોય...! આજે હું આવા પોશાકમાં તો મેજિક શો જોવા માટે નહીં જ આવું. તમારે લોકોને જોવું હોય તો જાઓ..!" નકારો ભણતા લિઝા દિવાલ પાસેના ઓટલા પર જઈને બેસી ગઈ.
" અરે એવું થોડી ના ચાલે...? તને મૂકીને અમે કેવી રીતે અંદર મેજિક શો જોવા માટે જઈ શકીએ..? ચાલને હવે આપણા કપડાં કોઈ નથી જોવાનું. આપણે અહીં થોડી ના કોઈની સાથે કમ્પેર કરવા માટે આવ્યા છે..? મેજીક શૉ જોવાનો.. એન્જોય કરવાનું... અને બહાર નીકળી જવાનું..! એમાં કપડાને શું લેવાદેવા...?" આમ કહી જોની લીઝાને મેજિક શો જોવા માટે મનાવી રહ્યો હતો, પરંતુ લિઝા કોઈની એક વાત માનતી ન હતી. આથી સૌ કોઈ હારીને લિઝાની પાસે ઓટલા પર બેસી ગયા. ત્યાં સુશ્રુત ઊભો થઈને બોલ્યો.
" અરે મિત્રો સામે નજર કરો. તે પેલી દુકાન... ત્યાં શું લખ્યું છે..? વાંચો તો..!"
" ફેન્સી ડ્રેસ શોપ...!"
"ઓહ..ગ્રેટ..! નીચે જો.. એવું પણ લખ્યું છે કે ફેન્સી ડ્રેસ રેન્ટ પર અવેલેબલ છે...!" દુકાનનું નામ તેમજ તેની પર લખેલ સૂચનાઓને વાંચતા હર્ષિત બોલ્યો.
"તો ચલો.. ત્યાં જઈને આપણે કોઈક સુંદર મજાના ડ્રેસ રેન્ટ પર લઈને પહેરી લઈએ...! કેવો રહ્યો મારો આઈડિયા...?" હરખ ઘેલો સુશ્રુત બોલ્યો.
" એકદમ સુપર્બ...!" લિઝાએ સુશ્રુતના બંને ગાલ ખેંચીને કહ્યું. ને પછી બધા તે દુકાન તરફ આગળ વધ્યા.
To be continue....
😊મૌસમ😊