ખજાનો - 73 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 73

"હા અહીં ઘણી પ્રજા ગુજરાતમાંથી આવીને વસેલી છે. અને ઇન્ડિયામાં થયેલ સ્વાતંત્ર ચળવળ તેમજ આંદોલનો વિશે પણ ટીવી સમાચારમા અમે હિન્દી તેમજ ગુજરાતી ભાષામાં સમાચારો સાંભળ્યા હતા. હિન્દુસ્તાન પાસેથી પ્રેરણા લઈને અહીંની પ્રજા પણ આંદોલનો કરી, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાના પ્રયત્નો કરી રહી છે." ડ્રાઇવરે કહ્યું.

" ઓહ ગ્રેટ હિન્દુસ્તાનની આઝાદી... હિન્દુસ્તાનમાં થયેલા આંદોલનો....! ખરેખર અન્ય દેશો માટે પ્રેરણા રૂપ બની જશે તે મેં ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. આજે વિદેશમાં મારા દેશની પ્રશંસા સાંભળતા મને ગર્વ થાય છે.અને મને ખૂબ જ આનંદ પણ થાય છે કે અન્ય દેશ મારા દેશ...મારા દેશના લોકો... પાસેથી પ્રેરણા લઈ વિકાસ અને પ્રગતિના સ્વપ્નો સેવી રહ્યા છે.હું ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીશ કે અહીંની પ્રજા પણ ભારતની જેમ અંગ્રેજોની ગુલામીમાંથી જલ્દી જ આઝાદ થઈ જાય." ડ્રાઇવરની વાત સાંભળી હર્ષિતે ગર્વથી કહ્યું.

" હું હર્ષિતની વાતથી સહમત છું. દરેક ભારતીયના લોહીમાં એક ઝૂનૂન છે. એક ગજબનો આત્મવિશ્વાસ છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે...! અને આ જ પરિબળોને આધારે ભારત અન્ય દેશોથી વિશિષ્ટ છે. મને ભારતીય હોવાનો ગર્વ છે." હર્ષિતની વાતથી પ્રભાવિત થઈ સુશ્રુતે પણ પુરા આત્મવિશ્વાસથી કહ્યું.

" હું અને લિઝા, ભલે પોર્ટુગીઝ રહ્યા, પરંતુ અમારા બંનેનો જન્મ જોશીલા હિન્દુસ્તાનમાં થયો છે અને અમારી પરવરીશ પણ હિન્દુસ્તાન વાસીઓની સંગતમાં થયો છે. આથી હિન્દુસ્તાનીઓના કેટલાક ગુણો અમારામાં પણ આવ્યા છે. અમને પણ ગર્વ છે હિન્દુસ્તાનની ધરતી પર...!' જોનીએ કહ્યું.

આમ વૅનમાં બેઠા બેઠા હિન્દુસ્તાની યુવાનો પોતાના દેશ પ્રત્યે ગૌરવની લાગણી અનુભવી રહ્યા હતા, ત્યારે ડ્રાઇવરે અચાનક જ બ્રેક લગાવી. આથી બધા થોડા આગળ તરફ નમી ગયા. અચાનક બ્રેક લાગતા તરત જ દરેકે સામેની બાજુ નજર કરી.

" અરે આ શું જઈ રહ્યું છે...? એક સાથે આટલા બધા અંગ્રેજો..! અને એ પણ સુસજ્જ થઈને...?" ઈબતીહાજ એ પૂછ્યું.

" કોઈ અંગ્રેજ અફસરનો જન્મદિવસ લાગે છે. તે ફૂલોથી સુંદર રીતે સજાવેલી બગી દેખાય છે..? તે બગીમાં બેઠેલા અંગ્રેજ અફસરનો જન્મદિવસ છે. જ્યારે પણ કોઈ મોટા અંગ્રેજ અફસરનો જન્મદિવસ હોય છે, ત્યારે તેઓ આવી જ રીતે બગીમાં બેસીને નગર યાત્રા પર નીકળે છે. તેઓનો શાહી સત્કાર કરવામાં આવે છે અને તેઓ સામે એ પણ અપેક્ષા રાખે છે કે અહીંની ગુલામ પ્રજા તેઓના આ કાર્યક્રમમાં ખુશી ખુશી તેઓનું અભિવાદન કરે અને તેઓના કોઈપણ કાર્યમાં કોઈ બાધા કે અડચણ ન આવે." ડ્રાઇવરએ કહ્યું.

" પણ અત્યારે...? અત્યારે તો સાંજ થઈ છે. થોડીવારમાં તો અંધારું થઈ જશે...! અંધારામાં તેઓ નગરયાત્રા કરશે...?" હર્ષિતે પૂછ્યું.

" રાત્રિના સમયે વાતાવરણ ઠંડક વાળું હોય છે તેમજ આ કાર્યક્રમ દરમિયાન જ્યાં જ્યાંથી તેઓ નગરયાત્રા કરશે તે દરેક માર્ગમાં રોશની કરવામાં આવી હશે. અંધારું થતાં જ તે માર્ગ સુંદર મજાની લાઈટોથી ચમકી ઉઠશે." ડ્રાઇવર એ કહ્યું.

" તેઓ માત્ર એક જન્મદિવસ નિમિત્તે આટલો બધો ખર્ચ કરતા હશે..?તેઓનો ઠાઠ રાજા મહારાજાઓથી કઈ ઓછો લાગતો નથી." ઈબતીહાજે કહ્યું.

" દેશને ગુલામ બનાવીને લોકોના પૈસા જલ્સા કરવાવાળી આ અંગ્રેજી સરકાર ખરેખર નિંદાને પાત્ર છે...! ભગવાન જલ્દી જ અંગ્રેજોની ગુલામીમાંથી અહીંની પ્રજાને મુક્ત કરે." સુશ્રુત બોલ્યો.

એટલામાં માર્ગ મળતા ડ્રાઇવરે વૅન આગળ હંકારી. સુંદર મજાની અને ભવ્ય ઈમારતોની વચ્ચેથી પસાર થતી સાંકળી ગલીઓમાંથી ધીરે ધીરે તેઓ આગળ વધ્યા, ને એક સુંદર મજાના વિશાળ મકાનની સામે વૅન ઉભી રહી ગઈ.

" તમારી મંઝિલ આવી ગઈ છે. આ સુંદર અને ભવ્ય મકાન તમે જોઈ શકો છો. તે અંગ્રેજોના મનોરંજન માટેનો ભવ્ય હોલ છે. આજે ચુકાસુના દીકરા મિચાસુનો ભવ્ય મેજિક શો આ હોલમાં જ થવાનો છે." ડ્રાઇવરે બહાર દેખાતા સુંદર મજાના ભવ્ય મકાન તરફ જોતા કહ્યું.

" અંગ્રેજોના આટલા ભવ્ય હોલમાં મિચાસુનો મેજિક શો..! આ કેવી રીતે પોસિબલ બને છે કે ગુલામ પ્રજાનો દીકરો અંગ્રેજોના આટલા ભવ્ય હોલમાં મેજિક શો કરે..?" આશ્ચર્ય થી લિઝાએ પૂછ્યું.

To be continue..

મૌસમ😊