‘આઈ શ્રી મોગલમાનુ મંદિર’ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડાગામ એ આવેલું છે. જે “મોગલ ધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનક નું અનેરું મહત્વ રહેલું છે.
ભગુડા ગામ ક્યાં આવેલું છે ?
મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે.ખુલ્લા હરિયાળાં ખેતરો અને અમી નજરો થી છલકાતા ભગુડા ગામમાં આઈ મોગલ માં બિરાજમાન છે. આ ગામ આઈ મોગલ હાજરા હજુર છે.
આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અનેક કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા માં મોગલનું ધામ.
જાણીએ આ મોગલ ધામ ભગુડા નો ઇતિહાસ. આઈ શ્રી મોગલ માં ભગુડા મા કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોકકથા એવા પ્રકારની જાણવા મળે છે કે આશરે ૪૫૦ વર્ષ પહેલાં દુષ્કાળના સમયમાં જુનાગઢ ચારણ ના નેહડા માં કામળિયા આહીર પરિવાર અને અન્ય માલધારી પોતાના પશુના નિભાવ માટે ગયા હતા.
મોગલ માં નું સ્થાપન :
જ્યાં ચારણ ના કુળદેવી આઈ શ્રી મોગલ મા નું સ્થાપન થયું થતું. ગામડિયા ગામડીયા આહિર પરિવારના માજીએ માતાજીની અનેરી સેવા કરેલી. વર્ષ સારું થતાં માલધારી પરિવાર પોતાના વતન જવા નીકળ્યા.
ત્યારે માજીના બેન સમાચારણ બેને માતાજી તમારા રખોપા કરશે એમ કહી આઈ શ્રી મોગલ માં કપડા માં આપેલા કામળિયા આહિર પરિવારના માજીએ વતન ભગુડા ગામમાં પહોંચી માતાજીનું સ્થાપન કરેલું.
મોગલ માં સાક્ષાત બિરાજમાન છે.
ત્યારથી આઈ શ્રી મોગલમાં ભગુડા માં બિરાજમાન છે. ભગુડા કામળિયા આહિર પરિવારના 60 પરિવારનો કુટુંબ વેલો વર્ષોથી પેઢી દર પેઢી ત્રણ વર્ષે માતાજીનો ભેળીયો અને લાપસી ફરજિયાત પણે કરે છે.
તેમ જ દર મંગળવારે ભગુડા ગામ ના બધા જ લોકો માતાજીનાં દર્શને ફરજિયાત પહોંચે છે. માં મોગલ માં મા ની પારંપરિક પૂજા-અર્ચના કરવામાં આવે છે. અહીં માના ધામમાં ભક્તો દૂરદૂરથી આવે છે.
અને માને લાપસીનો પ્રસાદ ચઢાવે છે. અહિયાં લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે કહેવાય છે કે માં મોગલ માં ની લાપસી અતી પ્રીય છે.
માન્યતા :
ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. લોકવાયકા મુજબ ભગુડા ગામ ગામ માં માતાજી ના પાવન પ્રતાપે ક્યારેય કોઈના ઘરે ચોરી નથી થતી.
માતાજીનું મંદિર 24 કલાક ખુલ્લું રહે છે છે.અહીં સંસ્થા દ્વારા કોઇ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી. કોઈ ભુવા નથી. કોઈને દોરાધાગા આપવામાં આવતા નથી. નોંધનીય છે કે ભગુડાગામે સને 1997માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયું હતું.
જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ બારસના દિવસે યોજાઇ હતી. જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમપૂર્વક છેલ્લા ૨૦ વર્ષથી યોજાય છે. તો આ હતો ભગુડા માં આવેલા મોગલ મા નો ઇતિહાસ.
મોગલ માં નો જન્મ સ્થળ
મોગલ માતાના જન્મ વિશે એવું કહેવાય છે કે, તેમનું જન્મસ્થાન દ્વારકા-બેટદ્વારકા વચ્ચે આવેલું ભીંગરાળા ગામ છે. આશરે 1800થી 2000 વર્ષ પહેલા મોગલ માતાજીનો ભીંગરાળામાં જન્મ થયો હતો. ગુજરાતમાં માતાજીના મુખ્ય ચાર ધામો છે. જેમાં માઁ (દ્વારકા), ગોરયાળી-બગસરા, રાણેસર (બાવળા) અને ભગુડા ધામ છે. ભગુડા ગામ વિશે પણ ઐતિહાસિક લોકવાયકા છે. સતયુગમાં અવતરેલા ભગુઋષિના નામે ભગુડા ગામનું નામ પડયું છે. ભગુડાની ભૂમિ નળરાજાની તપોભૂમિ છે. ગામમાં અનેક પુરાતન ભોયરા(ગુફાઓ) આવેલા છે...
પ્રથમ પ્હોર ને હું વિનવુ આઈ મોગલ ને,
કે નવ દેજે આઈ અમને રુપિયો લાખ પણ શાખ અમ ચારણ ની રાખજે.બીજો પ્હોર ને હું વિનવુ આઈ સોનલ ને,કે
નવ દેજે મોટાં બંગલા પણ વડલા ની છાંય અમ ચારણ પર રાખજે.
-