ખજાનો - 69 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 69

"ભારતને લૂંટી ગયા પછી પણ તેમનું પેટ ન ભરાયુ..! હજુ પણ અંગ્રેજોએ વિશ્વના ઘણા દેશો ઉપર પોતાનો કબજો જમાવ્યો છે. મહાસત્તા બનવાની લાલસા માણસ પાસે કેટલા ક્રૂર અને હિંસાત્મક કાર્ય કરાવે છે તે ખુદ માણસને પણ ખબર હોતી નથી." સુશ્રુત બોલ્યો.

"તારી વાત સો ટકા સાચી સુશ્રુત..! પરંતુ હવે આપણે કરવું શું..? ઝાંઝીબાર ટાપુ આવવા થયો છે. ત્યાં રોકાવું છે કે પછી થોડીવાર માટે હોલ્ડ થઈ આગળ નીકળી જવું છે..?" જોની એ અબ્દુલ્લાજીને પૂછ્યું.

"અંગ્રેજો તેમની ગુલામ પ્રજા સાથે ખરાબ વ્યવહાર કરતા હશે. પરંતુ વ્યાપારીઓ અને પરદેશીઓ સાથેનો તેમનો વ્યવહાર તો ઉચિત હોવો જોઈએ. કેમ કે તો જ તેઓ પોતાના વ્યાપારને વધારી શકે. આથી મને લાગે છે કે આપણે ત્યાં થોડા ટાઈમ માટે હોલ્ડ થઈ શકીએ. આપણી જરૂરી ચીજ વસ્તુઓ લઈને પછી તુરંત ત્યાંથી પાછા વળી જવામાં કંઈ વધારે આપત્તિ આવશે નહીં. લિઝાએ પોતાનો મંતવ્ય રજૂ કર્યો.

"જોવા જઈએ તો ઝાંસી બારના ટાપુઓ વિશે મેં ઘણું સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે. તેને મસાલાનો ટાપુ પણ કહે છે કેમ કે ત્યાં લવિંગ અને અન્ય મસાલા ખૂબ સારા પ્રમાણમાં થાય છે અને ત્યાં જઈશું તો મારા ઉપયોગી કોઈ સૂક્ષ્મ હથિયારો મળી જાશે.તો એનાથી વિશેષ બીજું શું હોઈ શકે...?" ઈબતીહાજે કહ્યું.

"તો ઠીક છે.. ચલો..! ઝાંઝીબાર પર હોલ્ડ કરીએ અને લઈ લઈએ થોડા ઘણા મસાલા અને સૂક્ષ્મ હથિયારો. પરંતુ હા, આપણે સૌએ થોડું એલર્ટ રહેવું પડશે, કેમ કે ઝાંઝીબારના કિનારે ઘણા જહાજો આવતા હોય છે.ખાસ કરીને વેપાર માટે. આપણે એવી કોઈ પણ ભૂલ નથી કરવાની કે આપણા જહાજને નુકસાન થાય અથવા તો આપણો કોઈ અંગ્રેજ પ્રજા સાથે મતભેદ થાય આથી આપણે થોડાક સાવધાન રહીને આપણી જરૂરી વસ્તુઓ લઈને ત્યાંથી નીકળી જવું જ યોગ્ય રહેશે." અબ્દુલ્લાજીએ કહ્યું.

દૂરથી દેખ દેખાતો ઝાંઝીબાર ટાપુ સાવ નજીક આવી રહ્યો હતો. સૌ મિત્રો ઘણા સમયે જમીન પર ઉતરવાના હોઇ સૌ માં થોડી ઉત્સુકતા અને આતુરતા હતી. પરંતુ સાથે એક ડર પણ હતો કેમ કોઈ નવી જ મુસીબત કે આફતનો સામનો કરવો ન પડે. બસ, આ જ કારણે સૌ પોતાના તન અને મનને મક્કમ કરીને તેમજ માનસિક રીતે એલર્ટ બની ઝાંઝીબાર પહોંચ્યા. જોનીએ ઝાંઝીબારના કિનારે જહાજ લાંગર્યું. બધા જ રેડી થઈ જહાજમાંથી નીચે ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક અબ્દુલ્લાહીજીને વિચાર આવતા તેમણે દરેકને રોક્યા.

"ઉભા રહો...! મને એવું લાગી રહ્યું છે કે આપણે આપણો કીમતી સામાન જહાજમાં છોડીને ન જવું જોઈએ. નો ડાઉટ જહાજને કોઈ સમસ્યા થવાની નથી. અહીંથી જહાજ કોઈ લઈને ભાગી જવાનું પણ નથી, કેમકે આપણે તેને લોક કરીને જઈશું. પરંતુ કિમતી ચીજ વસ્તુઓ હશે, તો ચોરી કે લૂંટનો ભય રહેશે. મારો અનુભવ કરી રહ્યો છે કે આપણે આપણી કીમતી વસ્તુ ને જરૂરી વસ્તુઓ કે જે ચોરાઈ જવાનો કે ખોવાઈ જવાનો ડર છે, તેવો સામાન આપણે આપણી સાથે લઈ લેવો જોઈએ." અબ્દુલ્લાહીજીએ કહ્યું.

અબ્દુલ્લાહીની વાતથી સહમત થઈ દરેકે પોત પોતાની કીમતી વસ્તુઓ, તેમ જ પૈસા અને જરૂરી ડોક્યુમેન્ટ પોતપોતાની નાની અમથી બેગમાં લઈ લીધા અને પ્રવાસીની જેમ એક પછી એક તેઓ જહાજમાંથી નીચે ઉતર્યા.

ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરેલ હતાં. થોડીક દૂર નાની નાની નાવડીયો પણ હતી. વેપારી બંદર હોવાથી લોકોને અવરજવર પણ વધારે હતી. તેમાં કાળા અને ગોરા બંને પ્રકારના માણસો હતા. અબ્દુલ્લાહી સિવાય બાકીના પાંચેય જણ આ ટાપુ પર પહેલીવાર આવ્યા હતા. આથી જહાજમાંથી ઉતરીને અબ્દુલ્લાહી આગળ થયા અને પાછળ પાછળ બાકીના પાંચે મિત્રો ચાલતા થયા.

To be continue...

મૌસમ😊