ખજાનો - 54 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 54

"અને મહારાજ આપની પાસે સૂક્ષ્મ અને ગુપ્ત હથિયારોનો ખજાનો છે. થોડાક એવાં હથિયારો અમને પણ આપો, જેનાથી મુશ્કેલીના સમયમાં અમે અમારું સ્વરક્ષણ કરી શકીએ." સુશ્રુતે કહ્યું. સુશ્રુતની વાત સાંભળી રાજા હસી પડ્યા.

"ચિંતા નહિ કરો મિત્ર..! તમારી સાથે હું જે બે માણસોને મોકલવા જઈ રહ્યો છું તેઓ ખૂબ અનુભવી છે. ઉત્તર આફ્રિકાથી દક્ષિણ આફ્રિકા સુધીના દરેક રસ્તાઓ, માર્ગો તેમજ કયા સ્થળે કેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તે દરેક બાબતોનાં તેઓ જાણકાર છે. તેઓની સાથે ખોરાકનો જથ્થો, સૂક્ષ્મ અને ગુપ્ત હથિયારોનો જથ્થો તેમજ ઔષધો નો જથ્થો સાથે મોકલવામાં આવશે." સુશ્રુતના ખભે હાથ મુકતા રાજાએ કહ્યું.

"આ સિવાય તમારે કોઈ બીજી વસ્તુ કે અન્ય કોઈ મદદની જરૂર હોય તો આપ કહી શકો છો. મારાથી બનતી બધી જ મદદ હું કરીશ." ફરીથી રાજાએ પૂછ્યું.

"આપ અમારી સાથે બે માણસો તેમજ આટલી બધી સુવિધાઓ મોકલો છો. તે જ અમારા માટે સૌથી વધારે મહત્વનું છે. બસ અમે જલ્દીથી જલ્દી માઈકલ અંકલ પાસે પહોંચી જઈએ. અને તેઓને આદિવાસીઓથી છોડાવી લઇએ તે જ આશય છે. આપની સાથે રહેવાનો અને કામ કરવાનો ખૂબ સુંદર અનુભવ મળ્યો. આપ મહાન છો...! ખૂબ અનુભવી છો..! સુઝબુઝવાળા છો..! આપની સાથે થયેલ મુલાકાત અમને હંમેશા યાદ રહેશે. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર...!" જોનીએ વિનમ્રતાથી કહ્યું.

"સેનાપતિ...! આ ચારેય મિત્રો સાથે બે માણસોને રવાના કરવા માટે તૈયાર કરો. તેઓની સાથે મોકલવા માટે ઔષધી, ખોરાક અને શસ્ત્રોના યોગ્ય જથ્થાની પણ વ્યવસ્થા કરજો." રાજાના આદેશ મુજબ સેનાપતિ બે અનુભવી માણસોને સાથે મોકલવા માટેની વ્યવસ્થા કરવા લાગ્યા.

"આપ ચારેયને મેં મિત્ર કહ્યાં છે. તો રાજાની દ્રષ્ટિએ નહીં, એક મિત્રની દ્રષ્ટિએ હું તમને કહીશ કે આપણી મિત્રતા કાયમ રહેશે. આપને જ્યારે પણ મારી જરૂર પડે મને યાદ કરજો કે મને સંદેશો મોકલી દેજો. હું આપને જરૂરથી મદદ કરીશ અને હા, જ્યારે તમે શ્રીમાન માઈકલને છોડાવીને હિન્દુસ્તાન પરત ફરો. ત્યારે શ્રીમાન માઈકલની મારી સાથે મુલાકાત જરૂરથી કરાવજો. મને આનંદ થશે તે વ્યક્તિને મળતા. જેની પુત્રી આટલી સાહસી અને બહાદુર હોય તે પિતા કેટલાં સાહસી હશે ?" આટલું કહે રાજા લિઝા સામે જોઈ હસ્યા.

પોતાના બે માણસો સાથે ચારે મિત્રોને વિદાય આપવા રાજા ખુદ દરિયા કિનારે જહાજ સુધી ગયા.

"આપની યાત્રા નિર્વિઘ્ન સફળ રહે. શ્રીમાન માઇકલને છોડાવવામાં આપ સફળ રહો અને તેઓને આદિવાસીઓની કેદમાંથી છોડાવીને સલામત રીતે પરત ફરો. જલ્દી જ તમે માઈકલ સાથે મારી મુલાકાત કરાવો. તેવા શુભ આશય સાથે... જય સોમાલિયા...!" આટલું કહી રાજાએ ચારેય મિત્રો સામે હાથ ફેલાવ્યા. લિઝા, સુશ્રુત, જૉની અને હર્ષિત રાજાને ભેટી પડ્યા. ખૂબ ટૂંકા સમય ગાળામાં બનેલી મિત્રતા ખૂબ જ ગાઢ બની ગઈ હતી.

રાજાનો ચારે મિત્રો પ્રત્યેનો મૈત્રી ભાવ અને ચારે મિત્રોની રાજા પ્રત્યેની મિત્રતાની લાગણી આંખો અને હૃદયમાં કેદ કરીને ભારે હૈયે સૌ છૂટા પડ્યા. માઈકલને જલ્દીમાં જલ્દી છોડાવવાની આસ સાથે જહાજમાં બેસીને ચારે મિત્રો દૂર દૂર સુધી રાજાને એકીટશે જોતાં રહ્યાં.

" ગજબના માણસ છે રાજાજી...! " છેલ્લે પોતાનો હાથ રાજા તરફ ઊંચો કરતાં સુશ્રુતે કહ્યું.

"અરે અમારા મહારાજની તો વાત જ ના થાય...! માત્ર તેઓ ગજબના માણસ નથી,ખૂબ દયાળુ અને ખુદાના માણસ છે. બસ આવો માલિક સૌને મળે." 60/65 વર્ષની ઉંમરનો વ્યક્તિ કે જેને રાજાએ ચારે મિત્ર સાથે મોકલ્યા હતા. તે માણસે કહ્યું.તેના ચહેરા પર કરચલીઓ થઈ ગઈ હતી. તેનો પહેરવેશ સામાન્ય હતો.

To be continue....

😊મસ્ત રહો...ખુશ રહો..ખુશહાલ રહો..!😊

☺️મૌસમ☺️