ખજાનો - 44 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 44

" ઓહ..! તો તમે ભારતથી આવ્યાં છો..! ગ્રેટ..! ભારતીયોની હિંમત અને બહાદુરીના ઘણાં કિસ્સાઓ મારા કાને પડ્યાં છે. ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે કરેલા સત્યાગ્રહો અને આંદોલનોના...! શું નામ હતું તે માનવીનું...? હા, ગાંધી..ગાંધીજી..! સત્ય અને અહિંસાના આગ્રહી..!" રાજાએ કહ્યું.

" શું વાત છે..! તમે અમારા બાપુને ઓળખો છો ?" સુશ્રુતે પૂછ્યું.

" હા, કેમ નહિ..? એ મહાપુરુષને કોણ નથી ઓળખતું..? તેઓને હું નહિ આખી દુનિયા ઓળખે છે. તમે નસીબદાર છો કે ભારત દેશના તમે નાગરિક છો...પછી આગળ બોલો લિઝા..?" રાજાએ મલકાઈને કહ્યું.

"વેપાર અર્થે મારા ડેડ અને ડેવિડ અંકલને સામોલિયા, નાઇરોબિ, ટાંઝાનિયા,મોઝામ્બિક તેમજ ઝાંઝીબાર વારંવાર જવાનું થતું. ટાંઝાનિયાથી તેઓ મોઝામ્બિક ગયા તો ત્યાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. આથી આથી મોઝામ્બિકથી જહાજ લઈ ઝાંઝીબાર જવા નીકળતાં હતાં ત્યારે બે વ્યક્તિઓ દોડતાં તેઓ પાસે આવ્યા. તેઓ સૈનિક નહોતાં લાગતાં, છતાં ઘાયલ થઈ ગયેલા. એકને પગમાં અને પીઠ પર ઊંડા ઘા થયેલા. જ્યારે બીજાને ડાબા ખભે તીર વાગેલું. તે બંનેએ ડેડ અને અંકલ પાસે મદદ માંગી. આથી તેઓને મદદ કરવા ફટાફટ જહાજ ચલાવી તેઓ કિનારાથી દૂર નીકળી ગયાં.ત્યારબાદ તે બંનેને મલમપટ્ટી કરી અને તેઓના લોહીથી લથબથ કપડાં કાઢી ડેડ અને અંકલના કપડાં પહેરાવ્યા.થોડી રાહત થતાં બન્ને જહાજમાં જ સૂઈ ગયા. તેમાંથી એક માણસ તો ઉઠ્યો જ નહીં." લિઝા બોલી રહી હતી.

" ઓહ..! બીજાનું શું થયું ? તે જીવતો રહ્યો ? તે કોણ હતો તે જાણવા મળ્યું ?" રાજાની વધુ જાણવાની ઉત્સુકતા જૉની અને હર્ષિતને નવાઈ પમાડે તેવી હતી.

" હા, બીજો જીવતો રહ્યો હતો પણ..!"

" પણ શું લિઝા..?"

" તે વ્યક્તિના કહેવા મુજબ તેઓ માણસ સોમાલિયાનો જાસૂસ હતો. પોતાની ઓળખ છુપાવી તે ખજાનાની શોધમાં નીકળ્યા હતાં. તેની પાસે એક નકશો હતો. જે સોમાલિયાના રાજા એટલે કે ફારોહ સહુરે મતલબ આપશ્રીએ ભૂગોળવિદોની મદદથી બનાવેલો. તે નકશા મુજબ તેઓ દક્ષિણ આફ્રિકામાં ગયા. ત્યાં કિંમબર્લિના એક પર્વતની આજુબાજુના વિસ્તારમાં ખરેખર સોનાના નાના નાના ટુકડા અને હીરા મળી આવ્યા.તેઓના અંદાજ મુજબ ત્યાંની જમીનમાં પુષ્કળ પ્રમાણમાં હીરા અને સોનાની ધાતુઓ મળી આવશે. પણ ત્યાંની આદિવાસી પ્રજા બહુ ખતરનાક હતી. આથી તેઓ ત્યાંથી બચીને મોઝામ્બિક આવ્યાં,પણ તેની અને તેના જાસૂસમિત્રની વાત સાંભળી જતાં મોઝામ્બિકમાં તેઓની ઓળખ છતી થઈ ગઈ. તેમજ યુદ્ધમાં તેઓ ફસાઈ ગયા. ઝાંઝીબારમાં પણ તેના જીવને જોખમ હતું. આથી તેણે એ નકશો મારા ડેડ અને અંકલને આપ્યો અને એક સંદેશો આપને પહોંચાડવા કહ્યું હતું."

" કેવો સંદેશો..?

" એ જ કે ત્યાં કોઈ જ પ્રકારનો ખજાનો નથી. કેમકે તે માત્ર પોતે જ ધનવાન બનવાનું વિચારતો હતો. તે નહોતો ઇચ્છતો કે ખજાનાની જાણ આપને થાય..!"

" તો તે એકલો ખજાનો શોધવા પાછો ગયો ?"

" નાં..તેની એકલાની અમીર બનવાની લાલસાને કુદરતે ફટાક લઈને જાણે લાત મારી. જ્યારે તે કિનારા પર ઘમંડથી બોલી રહ્યો હતો ત્યારે અચાનક મગરના મુખનો કોળિયો બની ગયો."

" તે બન્ને મારાં જ જાસુશો હતાં. મારા આ સોમાલિયા રાજ્યને સુખી અને સમૃદ્ધ બનાવવાની મારી ઈચ્છા હતી. આથી જ કેટલાક મહાન ભૂગોળવિદોની મદદથી મેં જ નકશો બનાવડાવ્યો હતો. પણ અફસોસ ત્યાં સુધી મારા માણસોને પહોંચાડી શક્યો નહિ."

" પણ મારા ડેડ ત્યાં સુધી પહોંચી ગયા છે.તેઓ દક્ષિણ આફ્રિકામાં ખરેખર સોના અને હીરાનો ખજાનો છે કે નહીં..? તે જાણવા અને ખજાનો શોધવા દક્ષિણ આફ્રિકા ગયા હતા. પરંતુ ત્યાંના ખૂંખાર અને ખતરનાક આદિવાસીઓ એ તેમને કેદમાં કરી લીધા.તેમાંથી ડેવિડ અંકલ તો ત્યાંથી છૂટીને ઘરે આવી ગયા પણ મારા ડેડ હજુય ત્યાં જ ફસાયેલા છે.આથી તેઓને છોડાવવા હું નીકળી હતી. જૉની મારો કઝિન અને ડેવિડ અંકલનો સન છે. હર્ષિત અને સુશ્રુત મારા મિત્રો છે. જેઓ મારી સાથે મારા ડેડને આદિવાસીઓની કેદમાંથી છોડાવવા આવ્યાં છે." લિઝાએ કહ્યું.

To be continue...

મૌસમ😊