ખજાનો - 21 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 21

" ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતાં આ કેટલી સુંદર પળ છે લિઝા..! આ સમય મને હંમેશાં યાદ રહેશે." સુશ્રુતે કહ્યું.

" હા, અહીંનું વાતાવરણ, સુંદર કિનારો, ખુલ્લું ગગન..! કેટલું સુંદર છે. હું પણ આ સમયને ક્યારેય નહીં ભૂલી શકું." લિઝાએ કહ્યું. એટલાંમાં જોની અને હર્ષિત પણ આવી ગયા.

" ખાવાનું કંઈ મળ્યું કે નહીં...?" સુશ્રુતે પૂછ્યું.

" હા, જો આ ગુલાબી ફ્રૂટ મળ્યા. ટેસ્ટ તો કર..કેટલા મીઠા છે !" હર્ષિતે કહ્યું. લિઝાએ ફ્રૂટ ટેસ્ટ કર્યું.

" અમેજિંગ ટેસ્ટ છે યાર..? આટલું ટેસ્ટી ફળ તો મેં પહેલીવાર ખાધું છે. સૂસ તું પણ ટેસ્ટ કર." લિઝા સુશ્રુતને પણ તે ફળ આપે છે.

" અરે, વાહ..! ગજબનો ટેસ્ટ છે આ ફળનો તો..! આપણે આપણાં દેશમાં આ ફ્રૂટ લઈ જઈશું. હું તો ઈચ્છું છું કે આ ફળોની હું ખેતી કરી બહુ બધું કમાઉ."

" સૂસ..! તું ફળોની ખેતી કરીશ તો તારા માસ્ટરસેફ બનવાના સપનાનું શું થશે..?" લિઝાએ મજાક કરતાં કહ્યું.

" હે..! એક મિનિટ ફ્રેન્ડ્સ..! મને એવું થાય છે કે આ આખી ઘટના જાણે મેં મારા સપનામાં જોઈ હોય એવું લાગે છે. ખબર નહિ પણ સેમ આવું જ ફ્રૂટ અને લિઝાના આ જ શબ્દો મને સ્વપ્નમાં પણ આવેલા." નવાઈ સાથે સુશ્રુતે કહ્યું.

" હવે તો સુશ્રુતના સપનાંઓ હકીકત બનવા લાગ્યાં..! જય હો બાબા સૂસ કી..! " હર્ષિતે મજાક ઉડાવતા કહ્યું. સૂસ પણ વાતને મજાકમાં લઈ હસવા લાગ્યો.

ચારેય મિત્રોએ બપોરનું જમવાનું પતાવ્યું. દરિયા કિનારાની ઠંડી ઠંડી રેતીમાં જ લંબાવ્યું. જોની અને હર્ષિત થાકેલા હોવાથી પડતાંની સાથે જ સુઈ ગયા. લિઝા પણ ઊંગી ગઈ હતી પણ સુર્યના કિરણો તેની આંખો પર પડતાં તે આમથી તેમ પડખાં ફેરવતી હતી. સુશ્રુત ક્યારનોય આ જોઈ રહ્યો હતો. ઉભો થઈ તે ઝાડનું એક મોટું પાન તોડી લાવ્યો અને લિઝાના ચહેરા પર પ્રકાશ ન પડે તે રીતે પાનને પકડીને સુશ્રુત બેસી રહ્યો. લિઝાને આરામથી સૂતી જોઈ સૂસ મલકાઈ રહ્યો હતો. ત્યાં જ કોઈએ બેઠેલા સૂસ પર સૉય જેવા નાનકડાં તીરથી હુમલો કર્યો.

તીર વાગવાથી સૂસના હાથમાંથી પાન લિઝાના ચહેરા પર પડ્યું. લિઝા ઝબકીને જાગી ગઈ.

" શું થયું સૂસ..? આર યુ ઓકે ?"

" લિઝા..! આ શું છે ? મને ત્રણ ચાર જગ્યાએ આવી સૉય ચૂભી." લિઝા અને સુશ્રુતની વાતો સાંભળીને જોની અને હર્ષિત પણ જાગી ગયા.

" ફટાફટ મિત્રો ! બોટ પર ચડો. અહીંની પ્રજા આપણને પકડવાની કોઈ ચાલ ચાલતાં હોય એવું લાગે છે." લિઝાએ કહ્યું. બધા મિત્રો ફટાફટ બોટ પર ચડી ગયા. લિઝાએ એન્જીન ચાલુ કરી પૂર ઝડપે બોટ હંકારી.

" હાસ, હવે કોઈ ભય લાગતો નથી. " હર્ષિત બોલતો જ હતો ત્યાં સુશ્રુત બેભાન થઈ ઢળી પડ્યો.

" સૂસ. ! સૂસ..! શું થયું ? મિત્રો ! આને શું થયું ? " હર્ષિત પોતાના મિત્રને આમ જોતાં ગભરાઈ ગયો. જોનીએ સુશ્રુતના ધબકારા અને શ્વસનક્રિયા તપાસ્યા.

" તે માત્ર બેભાન થયો છે. પાંચ છ કલાકમાં તે ભાનમાં આવી જશે." જોનીએ કહ્યું. એટલામાં લિઝા આવી. તેણે સુશ્રુતને આમ જોયો.

" આખરે જેનો ડર હતો તે જ થયું. પણ સારું થયું કે સૂસ બોટમાં બેભાન થયો નહિતર તેને ઊંચકીને બોટમાં ચડાવતા આપણે બધા કદાચ આ તીરનો શિકાર થાત." લિઝાએ સૂસને જોઈને કહ્યું.

" ને આપણે પણ ટપોટપ બેભાન થઈ જાત." જોનીએ હસીને કહ્યું.

"મારો મિત્ર બેભાન છે ને તમને મજાક સુજે છે ?" હર્ષિત થોડો અકળાઈ ગયો.

" ડોન્ટ વરી યાર..! તે માત્ર બેભાન થયો છે તેને બીજી કોઈ તકલીફ નથી. બસ તું માની લે કે તે પાંચ છ કલાક માટે સુઈ ગયો છે. " જોનીએ હર્ષિતને સમજાવતાં કહ્યું.

" પણ કોઈ આપણને બેભાન કેમ કરે ? આપણી અહીંના કોઈ લોકો સાથે શું દુશ્મની છે કે તેઓ આપણને બેભાન કરી પકડવા ઈચ્છે છે ?"

To be continue...

🤗 મૌસમ 🤗