ખજાનો - 19 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

ખજાનો - 19

" તને કેવીરીતે ખબર કે તેઓ કોઈ સાથે દગો કરતાં નથી..? તું વાત તો એવી રીતે કરે છે જાણે તેઓને તું વર્ષોથી જાણતો ન હોય..!" હર્ષિતે કહ્યું.

" હર્ષિત..! હું ભલે તેઓને વર્ષોથી જાણતો નથી, પણ મને તેઓની વાતો પરથી સમજાયું કે તેઓમાં માનવ જેવા દુર્ગુણો તો નથી જ. તું એક વાત વિચાર. માનવીઓએ તેઓ સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો છે. માનવીએ પોતાના સ્વાર્થ ખાતર જળચર પ્રાણીઓને કેટલી હાનિ પહોંચાડી છે. છતાં તેઓએ ક્યારેય માનવીઓને હાનિ પહોંચાડી નથી. તેઓને માનવ સાથે બદલો જ લેવો હોત તો તેઓ માનવ વસાહત કે માનવસૃષ્ટિથી આટલે દૂર આવીને ન વસ્યા હોત. "જોનીએ હર્ષિતને સમજાવતાં કહ્યું.

એવામાં બે જલપરી આવી. તે ચારેયને તેઓનાં નિવાસસ્થાને લઈ ગઈ. ચારેય મિત્રો બાગા બની એકબીજા સામે જોઈ રહ્યાં હતા ત્યાં મહાજલપરીએ ચારેયને સંબોધતા કહ્યું, " અમે કેટલીક તપાસ કરીને એ નિર્ણય પર આવ્યાં છીએ કે આપ ચારેય નિર્દોષ જણાયા છો. પણ આપને છોડીને અમે અમારા જીવનું જોખમ ન ઉઠાવી શકીએ. આથી અમે નક્કી કર્યું છે કે તમે ઘર છોડીને અહીં આવ્યાં ત્યાં સુધીની બધી જ ઘટનાઓને અમે અમારી શક્તિઓથી તમારાં દિલો દિમાગથી નષ્ટ કરી દઈશું. જેથી કરીને તમારામાંથી કોઈ ભૂલથી પણ બહાર એ વાત ન ફેલાવી શકે કે અહીં જલપરીઓની દુનિયા વસે છે."

" નહિ..! મહેરબાની કરીને આવું ન કરો પ્લીઝ..! અમે જરૂરી કામથી નીકળ્યા છીએ. મારાં પિતાજીને સલામત રીતે ઘરે લાવવાના છે. જો અમે બધું ભૂલી જઈશું તો મારાં પિતાજી ઘરે કેવીરીતે આવશે..? પ્લીઝ..! પ્લીઝ અમારી સાથે આવું ન કરો..! " લિઝા આજીજી કરતાં કરતાં મહાજલપરી સામે રડી પડી.

" અમારી પાસે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી." મહાજલપરીએ કહ્યું.

" એવું કંઈ ન થઈ શકે કે અમે માત્ર તમને જોયાં, તમારી પાસે આવ્યા એ જ ઘટના ભૂલી જઈએ. જેથી તમને પણ કોઈ હાનિ ન થાય અને અમે જે હેતુથી ઘરેથી નીકળ્યા છીએ એ કામ પણ પૂરું થાય." જોનીએ ઉપાય સુજાવતાં કહ્યું.

" થઈ શકે..પણ અમારી શક્તિઓની અસર તમારા પર ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી તો વર્તાશે જ."

" મતલબ..?"

" તમે લોકો આજે અહીં આવ્યા. અમે આજની તમારી યાદદાસ્ત ભૂલવા માટે અમારી શક્તિઓ તમારાં પર વાપરીશું તો પણ તેની અસર પાંચ દિવસ સુધી વર્તાશે. મતલબ પાંચ દિવસ સુધી તમે કયા હેતુથી નીકળ્યા છો અને ક્યાં જવાનું છે તે બધું જ ભૂલી જશો. પાંચ દિવસ પછી તમને અહીં આવ્યા તે સિવાયની બધી ઘટનાઓ યાદ આવી જશે." મહાજલપરીની બાજુમાં બેઠેલી જલપરીએ ચારેય મિત્રોને સમજાવતા કહ્યું.

" ના..પ્લીઝ આવું ન કરો અમને જવા દો. અમે તમે અહીં વસો છો તેની જાણ કોઈને નહિ કરીએ...!" લિઝાએ કહ્યું.

" માફ કરજો માનવમિત્રો..!આના સિવાય અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી..!" આટલું કહી મહાજલપરીએ તેની કાળીભમ્મર આંખોમાંથી ગુલાબી રંગનો પ્રકાશ છોડ્યો. તે પ્રકાશથી ચારેય મિત્રોની આંખો અંજાઈ ગઈ. ચારેય મિત્રોને આંખે અંધારા આવી ગયા. તેઓને સમજાતું નહોતું કે તેઓ સાથે શું થઈ રહ્યું હતું. મહામુશ્કેલીથી તે ચારેય મિત્રોએ આંખો ખોલી. દરિયાકિનારાની રેતીમાંથી ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ ચારેય મિત્રોએ આળસ મરડી અને બેઠા થયા.

" કોઈ ભયાનક સ્વપ્ન જોયું હોય તેમ મારુ હૃદય ડરનું માર્યું ઝડપથી ધબકી રહ્યું છે." પોતાના હૃદય પર હાથ મૂકી સુશ્રુતે કહ્યું.

" મને પણ કંઈક એવું જ ફીલ થાય છે." લિઝાએ કહ્યું.

" પણ આપણે અહીં ક્યાંથી..? આપણે ક્યાં આવી ગયા છીએ..? કંઈ યાદ કેમ નથી આવતું..?" જોનીએ પોતાના જ મગજને ટપલી મારતા મારતા કહ્યું.

" હા, યાર..આપણે અહીં કેવીરીતે આવી ગયા..? અને શા માટે આવ્યા છીએ..? કંઈ સમજાતું નથી. અને સુશ્રુત..હું તો તને મળવા આવેલો તો અહીં આપણે ક્યાંથી, ક્યારે આવીને સૂઈ ગયા ? સાલું કંઈ યાદ નથી આવતું." હર્ષિતે ઉભા થઇ આમથી તેમ નજર ફેરવતાં કહ્યું.

" સામે આ બોટ કોની છે..? આપણી સાથે બીજા લોકો પણ આવ્યા છે કે શું..?" આશ્ચર્યથી સુશ્રુતે બોટને જોતાં કહ્યું.

To be continue...

(શું થશે પાંચ દિવસ આ ચારેય મિત્રોનું..? જે હેતુથી તેઓ અહીં સુધી આવ્યા હતા તે હેતુ જ તેમાંથી કોઈને યાદ નથી. આગળ કહાની શું વળાંક લેશે તે જાણવા મારા વ્હાલા મિત્રો વાંચવા રહો ખજાનોનો આગળનો ભાગ..)

🤗 મૌસમ 🤗