ખજાનો - 4 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

ખજાનો - 4


l" પછી શું થયું અંકલ..? તેઓના કપડાંમાંથી તમને આ ડબ્બી મળી..?" સુશ્રુતે પૂછ્યું.

" આખી રાત તેઓ સૂતાં જ રહ્યાં. સવાર પડી. પણ બે માંથી માત્ર એક જ વ્યક્તિ ઉઠ્યો. પગ અને પીઠ પર જેને વાગ્યું હતું તે ઊંઘમાં જ ખલાસ થઈ ગયો."

" ઓહ..માય ગોડ..! પછી શું થયું..?" લિઝાએ કહ્યું.

" અમે તેની ઝાંઝીબાર ટાપુ પર અંતિમ ક્રિયા કરી. ત્યાર બાદ અમને તે વ્યક્તિએ જ કહ્યું કે તે સામોલિયાનો જાસૂસ હતો. પોતાની ઓળખ છુપાવી તે ખજાનાની શોધમાં નીકળ્યા હતાં.આ નકશા મુજબ તેઓ દક્ષિણ આફ્રિકામાં ગયા. ત્યાં કિંમબર્લિના એક પર્વતની આજુબાજુના વિસ્તારમાં ખરેખર સોનાના નાના નાના ટુકડા અને હીરા મળી આવ્યા.તેઓના અંદાજ મુજબ ત્યાંની જમીનમાં પુષ્કળ પ્રમાણમાં હીરા અને સોનાની ધાતુઓ મળી આવશે. પણ ત્યાંની આદિવાસી પ્રજા બહુ ખતરનાક હતી. આથી તેઓ ત્યાંથી બચીને મોઝામ્બિક આવ્યાં,પણ તેની અને તેના જાસૂસમિત્રની વાત સાંભળી જતાં મોઝામ્બિકમાં તેઓની ઓળખ છતી થઈ ગઈ. તેમજ યુદ્ધમાં તેઓ ફસાઈ ગયા. ઝાંઝીબારમાં પણ તેના જીવને જોખમ હતું. આથી તેણે આ નકશો અમને આપ્યો અને એક સંદેશો સામોલિયાના રાજાને પહોંચાડવા કહ્યું."

" તેણે નકશો તમને કેમ આપ્યો..? " સુશ્રુતે જાણવાની ઉત્સુકતાથી પૂછ્યું.

" એમાં પણ તેનો જ સ્વાર્થ છુપાયેલો હતો. તેને ખબર હતી કે ખજાનાં સુધી અમે પહોંચી શકવાના નથી અને નકશાથી તેના જીવને જોખમ હતું અને હવે તો તેને નકશાની જરૂર પણ નહોતી કેમકે તેણે ખજાનાનું સ્થળ જોઈ લીધું હતું. આથી તેણે નકશો અમને સોંપ્યો." ડેવિડે કહ્યું.

" અને તેણે રાજાને શું સંદેશો આપવાનું કહ્યું તમને..?" હર્ષિતે પૂછ્યું.

" નકશામાં દર્શાવેલ જગ્યા પર કોઈ જ ખજાનો નથી..એવું તેણે અમને રાજાને કહેવા કહ્યું."

" ઓહ..તો તે જાસૂસ તો બહુ ચાલક નીકળ્યો..! બધો ખજાનો પોતે હડપવા ઇચ્છતો હતો..આ તો યોગ્ય નથી ને અંકલ..!" લિઝાએ કહ્યું.

" હા, તેનો ઈરાદો તો તેને એકલાએ જ બધો ખજાનો લૂંટી માલામાલ થવાનો હતો પણ કુદરત ક્યાં કોઈની ખરાબ નીતિ પોષે છે..! કુદરતે એવો પરચો બતાવ્યો કે તે સીધો તેના મિત્ર પાસે પહોંચી ગયો." ડેવિડે કહ્યું.

" હું માલામાલ થઈ જઈશ..! દુનિયાનો સૌથી અમીર આદમી હું બની જઈશ..! એમ બોલતો બોલતો તે ખુશ થતો થતો..જોર જોરથી હસતો હસતો પાછા પગે ઝાંઝીબારના દરિયામાં ન્હાવા જતો હતો. ત્યાં અચાનક મગર આવ્યો ને બે જ મિનિટમાં તે જાસૂસ મગરનો કોળિયો બની ગયો.!" ડેવિડે કહ્યું. જેનિસા કોફી લઈ આવી. દરેકે એક એક મગ હાથમાં લીધો. અડધી રાત થઈ ગઈ હતી. મોજાઓનો અવાજ આવ્યે જતો હતો.પણ કોઈની આંખોમાં ઊંઘ નહોતી. સૌને જાણવું હતું કે માઈકલ ક્યાં અને કેવીરીતે ફસાયો.

" ઓહ..! પછી શું થયું..?" સૂસએ પૂછ્યું.

" પછી હું ને માઈકલ નકશો લઈ ઝાંઝીબારથી મોઝામ્બિક ગયા. ત્યાંથી નકશાના આધારે કિંમબર્લિ પહોંચવા જ આવ્યા હતાં ત્યાં આદિવાસીઓ અમને ઘેરી વળ્યાં. ત્યાંની આદિવાસી પ્રજા બહુ ખતરનાક હતી. તેઓને એવું લાગ્યું કે અમે કોઈ દેશના જાસૂસ છીએ અને અમે ખજાનો શોધી આદિવાસીઓ પર સત્તા સ્થાપવા આવ્યા છીએ. આથી તેણે અમને બન્નેને બંદી બનાવી દીધા.એ દિવસે અમે રાત્રે છૂટીને ભાગી પણ નિકળ્યા, પણ અમારા પર ફરી આદિવાસીઓએ હુમલો કર્યો. તેમાં માઈકલ પકડાઈ ગયો. સોનુ , થોડા હિરા અને નકશો મારી બેગમાં હતો આથી માઈકલએ મને ભાગી જવા કહ્યું.મેં ઘણી ના પાડી તેને એકલો મુકીને ન જવા માટે પણ તેણે મને સમજાવ્યું કે બન્ને પકડાઈ જઈશું નકશો અને ખજાનો બન્ને હાથમાંથી જશે અને બન્નેના પરિવાર પણ સુના થઈ જશે. તેની વાત માની હું ત્યાંથી નીકળી ગયો. દરિયાઈ માર્ગે હું સીધો અહીં જ આવ્યો." ડેવિડે કહ્યું.

" અંકલ..! આદિવાસીઓથી હું મારા ડેડને છોડાવીશ..આ નકશો લઈ હું જઈશ મારા ડેડ પાસે કિંમબર્લિ..! મૉમ આઈ પ્રોમિસ યુ..થોડા જ દિવસમાં હું ડેડને ઘરે લાવી દઇશ.!" લિઝાએ મક્કમતાથી કહ્યું.

" નહીં..બેટા..! તું કેવીરીતે..? દરિયાખેડુ સાહસિક જ ત્યાં સુધી જઈ શકે..અને ખતરનાક આદિવાસીઓ પાસે હું તને ના મોકલી શકું..!" જેનિસાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

" મૉમ..હું છોકરી છું એટલે તું આવું બોલે છે ને..? પણ મેં નક્કી કરી દીધું છે કે હું ડેડને છોડાવીને જ લાવીશ..! તને ખબર છે મૉમ..! ડેડે મને જહાજ ચલાવતાં..દરિયો ખેડતાં..બધું જ શીખવાડ્યું છે. ને હવે સમય આવી ગયો છે તે આવડતનો ઉપયોગ કરવાનો..ડોન્ટ વરી મૉમ..હું ડેડનો.. લાડલો દીકરો જ છું..ભલે તું મને છોકરીની જાત માનતી..!" લિઝાએ દ્રઢપણે કહ્યું.

To be continue..

ખૂશ રહો..ખુશહાલ રહો..😂🤣
મસ્ત રહો..સ્વસ્થ રહો..😃☺️

🤗 મૌસમ 🤗