ખજાનો - 1 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ખજાનો - 1

દેશ આઝાદ થયા પછી પણ થોડા સમય સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ પ્રજાનું શાસન રહ્યું. ભારતમાં દિવ,દમણ અને દદરા નગરહવેલીમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યા બાદ પણ કેટલાક પોર્ટુગીઝોએ ભારતની ભૂમિને જ પોતાની કર્મભૂમિ માની ભારતમાં જ રહી ગયા. આવા જ એક પોર્ટુગીઝ પરિવારની સાહસ કથા રજૂ કરવા જઈ રહી છું. મારી આ વાર્તા કાલ્પનિક છે, તેનો વાસ્તવિક જીવન સાથે કોઈ જ સંબંધ નથી. રહસ્ય, રોમાંચ અને કલ્પનાથી ભરપૂર મારી આ સાહસ કથા વાંચી તમારા અણમોલ ને સુંદર પ્રતિભાવો જરૂરથી આપજો..🙏🙏😊

* * * * *
સાંજનો સમય હતો. સૂરજ તેના સોનેરી કિરણોને ફેલાવતો દરિયામાં ડૂબકી લગાવી રહ્યો હતો. ત્યારે દરિયા કિનારે બનેલ મકાનમાં આધેડ વયની યુવતી જાણે કોઈની વાટ જોતી હોય તેમ દરિયા તરફ દૂર દૂર સુધી મીટ માંડી ઊભી રહી હતી.

" કોઈ જહાજ દેખાતું નથી. તને ગયે બે બે વર્ષ થઈ ગયા. હજુ પણ તું આવ્યો નહિ..?" આટલું બોલી તેણે પોતાના હાથમાં રહેલી ચિઠ્ઠી ખોલી વાંચી.

" મારી વ્હાલી જૅનુ..! હેપ્પી બર્થડે..! સૉરી ડિયર..! હું આ વખતે તારા બર્થડે પર નહિ આવી શકું પણ નેક્સટ બર્થડે પર જરૂર આવીશ. જ્યારે આવીશ એટલો બધો ખજાનો લાવીશ ને કે ફરી ક્યારેય મારે તારા અને લિઝાથી દુર જવું જ ન પડે. બસ એક વર્ષ..હવે પછીનો તારો બર્થડે સાથે મળીને ખૂબ ધામધૂમથી ઉજવીશું. લિઝાનું ધ્યાન રાખજે,સાથે તારું પણ..!
આઈ લવ બોથ ઓફ યુ..
લિ.
તારો વ્હાલો માઈકલ."

ચિઠ્ઠી બંધ કરતાં જેનિશાએ ફરી દરિયા સામે મીટ માંડી..પણ કોઈ જ ન દેખાયું.

" એક વર્ષ થઈ ગયું.. માઈકલ..! મારો બીજો બર્થડે પણ ચાલ્યો ગયો. ને હજુ પણ તું ન આવ્યો..! ક્યારે આવીશ તું..?" માઇકલની યાદ અને ચિંતા.. બન્નેના મિશ્ર ભાવ તેની આંખોમાં અશ્રુ બની વહેવા લાગ્યા. ત્યાં તેની દીકરી લિઝા આવી. લિઝા માઈકલ અને જેનિશાનું એકનું એક સંતાન. દેખાવે તે બિલકુલ તેના ડેડ જેવી લાગતી. ગોરો વાન, વાંકળિયા ભૂરા વાળ ને માંજરી આંખો. સ્વભાવે પણ તે તેના ડેડની જેમ બહાદુર અને સાહસિક.

" અરે મૉમ..! ટેંશન કેમ લે છે..? ડૅડી આવી જશે.ચાલને અંદર..મને ભૂખ લાગી છે. જમી લઈએ." વીસ વર્ષની લિઝાએ તેની મૉમને ભેટીને કહ્યું. માં દીકરી ઘરમાં ગયા ને જમવા બેઠાં.

" આંટી..રુકો..રુકો..મારી આ સ્પેશિયલ ડિશ ટેસ્ટ કરો..આંગળા ચાટતા રહી જશો." હાથમાં બાઉલ લઈ દોડતો દોડતો સુશ્રુત આવ્યો. ભારે શરીરના કારણે થોડું દોડેને થાકી જતો.

સુશ્રુત લિઝાના ઘરના ઉપરના માળે રેન્ટ પર રહેતો હતો. સુશ્રુત સ્વભાવે ખૂબ ભોળો. તેને જમવાનું બનાવવાનો ભારે શોખ. સાથે ખાવાનો પણ..! બનવું હતું માસ્ટર સેફ પણ પરિવારની ઈચ્છાથી તે ઘણે દૂરથી અહીં આર્ટ શીખવા આવ્યો હતો. ખાવા પર કન્ટ્રોલ ન હોવાથી તેનું વજન ખરું..! લગભગ દોઢ વર્ષથી તે રેન્ટ પર રહેતો હતો, પણ જ્યારથી આવ્યો ત્યારથી લિઝા પ્રત્યે તેને લાગણી બંધાઈ ગયેલી. પણ ક્યારેય તેણે લિઝાને આ વાતનો અહેસાસ પણ નહોતો કરાવ્યો.બન્ને હમેશાં સારા મિત્રો બનીને રહેતા. સુશ્રુત જ્યારે પણ કોઈ નવી ડિસ બનાવે લિઝાને જરૂરથી આપી જતો. લિઝાને પણ તેના હાથની દરેક ડિસ બહુ ભાવતી.

" ઓહ.. હાય સૂસ..! હાઉ આર યુ..!" જમતાં જમતાં લિઝાએ સુશ્રુતને પૂછ્યું.

" લિઝા..તું આ ડિસ ટ્રાય કર..ખરેખર તને બહુ ભાવશે..!" ઉત્સાહથી સુશ્રુતે લિઝા સામે ડિસ રાખી.

" પણ સૂસ..! આ છે શું..? તે બનાવ્યું..?"

" હા મેં બનાવ્યું. ફિશ કરી વીથ પનીર મસાલા..ફિશ કરી અને પનીર મસાલા સાથે ટ્વિસ્ટ કરી નવી જ ડિસ તૈયાર કરી છે..!" ઘણી ઉત્સુકતાથી એ લિઝા સામે જોઈ રહેતાં બોલ્યો.

To be continue...

મૌસમ😊