એ નીકીતા હતી .... - 3 Jayesh Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જયદીપ અહલાવત

    ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ પાતાળ લોકમાં નામના મેળવી પણ ચર્ચાતો...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-83

    પ્રેમ સમાધિ પ્રકરણ-83 વિજયે ભાઉ સાથે વાત કરી... ભાઉની વાત ખૂ...

  • અગ્નિસંસ્કાર - 86

    બેભાન પડેલા કેશવને જૂની સ્મૃતિઓ યાદ આવી. જ્યારે એણે નાનપણમાં...

  • આગ

    **ચિંતન લેખ: આગ**આગ એ માનવજાત માટે એક મહત્વપૂર્ણ અને અનિર્વા...

  • વરસાદ સાથે ની યાદો

    કેમ છો મિત્રો , હું માનસી આજે જ્યારે વરસાદ આવ્યો તેને જોઈ ને...

શ્રેણી
શેયર કરો

એ નીકીતા હતી .... - 3

પ્રકરણ -૦3.

વિચારો માંથી બહાર આવી ઇન્સ્પેક્ટર કોલેજ હોસ્ટેલ પહોંચ્યો.આજુ બાજુ વૃક્ષો થી ઘેરાયેલી
ઇમારત સુંદર અને મોટી હતી.પ્રેવેશતા જ નજર ની સામે ખુલ્લું મેદાન,વોલીબોલ ની નેટ અને એકબાજુ સીટીંગ માટે ના બાંકડા ગોઠવણ દેખાઈ આવે. હોસ્ટેલ અને કોલેજ બે બિલ્ડીંગ એકજ ગેટ માં હતી.કોઈ પણ વ્યક્તિ ચાલી ને કોલેજ કે હોસ્ટેલ પર જઈ શકે.
અહીં આવવાનો આ ત્રીજો ફેરો હતો.પણ આજે થોડીક ચહલ પહલ લગતી હતી.
ડાબી બાજુ વળી ને તે સીધો જ પ્રિન્સિપલ (ડીન ) ની ઓફિસ માં ગયો.
કે.કે સર (કૃષ્ણ કાન્ત શાહ ) ઓફિસ માં બેઠા હતા.
"આવો ઇન્સ.સાહેબ," તેમેને અભિવાદન કર્યું. "તમારે જે તપાસ કરવી હોય તે કરો અમારો પૂર્ણ સહકાર છે. પણ અમારી કોલેજ નું નામ ન બગડે એટલું ધ્યાન રાખજો."
તેમની વાત ન કોઈ રિપ્લાય આપ્યા વિનાજ ઇન્સ.બોલ્યા
" મારે નિકિતા ની કોલેજ હિસ્ટ્રી જાણવી છે,અભ્યાસ વિશે, તેના ફ્રેન્ડ સર્કલ વિશે અને સ્પેશ્યલી અહીં ની હોસ્ટેલ ડીસીપ્લેન ની પોલિસી વિશે માહિતી જરૂર છે."
" તેના સ્ટડી માટે ની માહિતી પ્રો.કમલનાથ આપશે, તેના મિત્રો ને હમણાં બોલાવી લાઉ છું.બીજી જાણકારી તમને હોસ્ટેલ માં થી મળી જશે.
"વેલ,તો કમલનાથ ક્યાં મળશે"?
"સ્ટાફ રૂમ અથવા કોઈ કલાસ માં હોવા જોઈએ "
"ઓકે, હું શોધી કાઢીશ, આ તો તમને મળવા અને મૌખિક પરિમિશન -ફોર્માલિટી માટે ...
કહી ને કોઈ પણ રિપ્લાય સાંભળ્યા વિના પગથિયાં ઉતરી ને બહાર ખુલા મૅદાન માં આવી ગયો.
પાછળ ઓફિસ ના દરવાજા માં થી પ્રિન્સિપલ એવી રીતે તેની પીઠ પર તાકી રહ્યો જાણે કોઈ અજુબા ને જોયો હોય.
એક લબર મુછીયો વિદ્યાર્થી મોબાઈલ પર વાતો કરતો કરતો જતો હતો.તેને ઉભો રાખી ને પૂછ્યું
"એય, કમલનાથ કય ક્લાસ્ રૂમ માં મળશે?"
" તે ડાબી બાજુ આવેલ લાયબ્રરી માં બેઠા હશે " પાછળ થી કોઈ યુવતી નો જવાબ આવ્યો.
" તમારું નામ મિસ..? મેં સવાલ છોકરા ને કર્યો અને જવાબ ..તમે આપ્યો .."
"મારુ નામ કોમલ ચૌહાણ.હું નિકિતા ની ફ્રેન્ડ છું,ડીન સરે તમારી પાસે મોકલી"
"ઓહ.થેંક્યુ," તમારી કેન્ટીન માં બ્રેકફાસ્ટ કયો સારો મળે ?"
" સમોસા, ચાઇનીસ ફૂડ, અને મોમોસ .એ સિવાય બીજા બધા પેકેટ્સ માં હોય છે પણ કેમ આમ પૂછું સર ?"
" વાત એમ છે કે મારે તને ઘણું બધું પૂછવું છે, પણ ભૂખ્યા પેટે હું પૂછી શકું નહિ"
" ઓહ ..એમ કહોને ..ચાલો કહી ને કોમલ હસતી હસતી ઇન્સ્પેક્ટર ને કેન્ટીન તરફ લઈ ગઈ.
"પોલીસ વાળા પાસે થી આવી ફની -રમૂજી વાતો ની અપેક્ષા નહોતી"
" તો પછી લેડીસ પોલીસ નો સ્ટાફ અને મારી ફોજ લઇ આવું..એકદમ કડકાઈ થી વાત કરું ?"
" ના ..ના.. લો આ કેન્ટીન આવી ગઈ." કહી ને થોડું મલકી લીધું
" મિસ કોમલ, મારા બે સમોસા મંગાવી લો. તમારે જે ખાવું હોય એ"
થોડી વાર પછી કોમલ સામે થી બોલી."સર નિકિતા કયારેય આત્મહત્યા ના કરે,હું એને સારી રીતે ઓળખું છું."
" એમ તો એને કોલેજ હોસ્ટેલ ની છત પરથી તેને કોણ ફેકીશકે ?" કહી ને એની આંખો માં જોવા લાગ્યો.
"એવું તો કેવી રીતે કહી શકાય?"
"તમારા સર્કલ માં કેટલા જન છો?
"૬ જણ, મયુર, નિખિલ,મધુ અને હું અને નિકિતા -અને એક મહેશ .મહેશ અમારા થી દૂર રહેતો પણ નિકિતા ની સાથે.નિકિતા નું નાનું મોટું બધું કામ એ જ કરતો.અમારી સાથે કોઈ વખત એ આવતો."
" સરસ,તમારા ગ્રુપ માં નિકિતા ને કોણ કોણ પસન્દ કરતુ હતું અને કોણ કોણ ના પસંદ ..તમારા ગ્રુપ માં "
" નિકિતા ને પસંદ તો મહેશ કરતો અને પ્રો.કમલનાથ ..અને ના પસંદ તો મધુ કરતી..કારણ કે મધુ ને નિખિલ ગમતો.જયારે નિખિલ અને નિકિતા ને બહુ જ ફાવતું .તેઓ બને ત્યાં સુધી સાથે જ રહેતા." પ્રો.કમલનાથ નું નામ સાંભળી વિચિત્ર લાગ્યું.
" સારું,હવે શુક્રવાર થી સોમવાર સુધી કોઈ એવી ઘટના,જેનાથી એના કહું કેસ પર પ્રકાશ પડે"
" શુક્રવારે રાતે બધા એક ફ્રેન્ડ ની બર્થડે પાર્ટી માં ભેગા હતા.બધા એ ખુબ એન્જોય કર્યું.નિકિતા પણ હતી."
" નિકિતા ને કોઈ વ્યસન છે? "
"ના "
" કોઈ ની સાથે અફેયર ?"
" ના એને નિખિલ ગમતો હતો.પણ માત્ર બેસ્ટ ફ્રેન્ડ તરીકે."
"કમલનાથ નું શું છે..? તે કેમ નિકિતા ને પસંદ કરતા હતા"
"નિકિતા એમની ફેવરાઇટ સ્ટુડન્ટ છે,તેમની કેમસ્ટ્રી ભણાવવા ની મેથડ સારી છે."
" કોમલ, નિકિતા કાયમ માટે હોસ્ટેલ માં રહેતી કે .."એને જાણી જોઈ ને વાક્ય અધૂરું છોડ્યું.
"એનું ઘર અને કોલેજ બહુ દૂર નથી,તે માત્ર એની મમ્મી થી દૂર અહીં રહેતી હતી.તેને તેના પપ્પા સાથે લગાવ હતો તો મમ્મી સાથે અભાવ હતો."વીક માં બે વાર તો અહીજ રહે.. બીજા લોકોસાથે મસ્તી કરે બિન્દાસ્ત લાઈફ જીવતી હતી.પૈસા ની તકલીફ ના હતી.પણ ક્યારેક એ એકલતા અનુભવ કરે કે ઉદાસ થાય ત્યારે મને સાથે લઇ જાય.દૂર સુધી ચાલતા ચાલતા રોડ પર ..પણ આખા રસ્તે કઈ બોલે નહિ ..મને ગુસ્સો પણ આવે ..પણ શું કરું..
અને સર, મારુ તમને આ કહેવા પાછળ નો હેતુ એ છે કે ,,કાતિલ પકડાઈ જવો જોઈએ અને એને સજા થવી જોઈએ,મારી ફ્રેન્ડ ..કહેતા કહેતા એક ડૂસકું નંખાઈ ગયું.
" ડોન્ટ ક્રાય, બી એ ગુડ ગર્લ, આઈ સેલ ટ્રાય માય બેસ્ટ .."
કહી ને ચાલતો થયો.
ઇન્સ્પેક્ટર ના ગયા પછી તરત જ કોમલ એક નમ્બર ડાયલ કર્યો અને મોબાઈલ થી વાત કરવા લાગી.
થોડી વાર પછી એ બિલકુલ સ્વસ્થ હતી. આજુ બાજુ નજર કરી .ઘીમેં ધીમે ત્યાંથી ઉભી થઇ ને ચાલવા લાગી.અચાનક એની ચાલ ની સ્પીડ વધી.તે લાયબ્રરી ની બહાર ઉભી રહી. પ્રોફેસર કમલનાથ બહાર આવ્યા.બંને વચ્ચે કઈ ગુસ પુસ થઇ અને બંને છુટા પડી ગયા.
પણ બે આંખો કોમલ નો પીછો કરી રહી હતી.કોમલ પોલીસ ઇન્સ્પેક્ટર ને છોડી ને કમલનાથ ને મળવા ગઈ તે આખી ઘટના એક ફોન ના કેમેરા માં રેકોર્ડ થઇ ગઈ.
કમલનાથ ને મળવા કરતા સુરેશ કે નિખિલ ને મળું તો ? એવું વિચારી ઈન્સ્પેક્ટરે નિખિલ ને મળવા નું નક્કી કર્યું.
પછી પાછો પોતાની રોયલ એન્ફિલ્ડ પર બેસી ગયો અને પોલીસ સ્ટેશન આવી ગયો.
જેવો હજુ પોલીસ સ્ટેશન માં પગ મૂકે છે કે બાબુ સિંહ નો ગલોફાં માં થી અવાજ આવ્યો
"સર, કોઈ નાનો છોકરો તમારી માટે આ કવર આપીગયો છે"
ખુરશી પર ગોઠવાઈ ગયો. "બાબુ, ઠંડુ પાણી પીવડાવ..."
બાબુ પાણી લાવ્યો. બીજા કોઈ સમાચાર?"
" ના , પણ પેલું કવર, નાનો છોકરો આપીગયો "
"સારું.." કહી ને ખુરશી માં બે મિનિટ આંખો બંધ કરી ટેબલ પર પગ લંબાવી પડી રહ્યો.
કોઈ પણ રીતે મારે આ કેસ સોલ્વ કરવો છે. અત્યારે તો ત્રણ સસ્પેક્ટ છે, મધુ, મહેશ અને કમલકાંત..એની પર શક કરવા નું કોઈ વાજીબ કારણ નહોતું પણ અંદર થી એવું ફીલ થતું કે કેમેસ્ટ્રી ના સમીકરણ કઈ બીજા છે.
તેને હાથ લંબાવી ને પેલું કવર હાથ માં લીધું.
એક પત્ર હતો.મોબાઈલ ના જમાના માં પત્ર..થોડું વિચિત્ર હતું
"ઇન્સ્પેક્ટર સાહેબ,
હું તમને રૂબરૂ મળી શકું તેમ નથી,નિકિતા એક ચાલુ છોકરી હતી,તેના કોલેજ ના પ્રોફેસર સાથે,એના મિત્ર સાથે અને મારી સાથે ચક્કર ચાલતા હતા. મારી સાથે તેને બે -વફાઇ કરી.હું તમને એક વિડીયો કલીપ મોકલું છું (HTTP // byll /vd01/smp 01). મોબાયઈલ માં ક્રોમ પર ટાઈપ કરશો તો દેખાશે.
જેમાં તે સિગરેટ પણ પીવે છે અને દુનિયા ને અલવિદા પણ કહે છે.
મને તમારો હિત-ચિંતક સમજો,તમારો કેસ એમજ સોલ્વ થઇ જશે.

તમારો હિતેચ્છુ.

તેને ફટાફટ મોબાઈલ ખોલી ને ક્રોમ માં પત્ર ની લિંક ટાઈપ કરી.વિડિઓ ખુલ્યો એટલે તેને પહેલા ડાઉનલોડ કરી લીધો.
એમાં બે વિડિઓ હતા. ઓપન કરી જોયો તો એક વિડિઓ માં તે સિગરેટ ના કશ લગાવી પછી ખાંસતી હતી.આવું એને ત્રણ વાર કર્યું. તેને માથા પર ચશ્માં મુક્યા હતા.રિના રોય જેવું લુક હતું.હાથ માં ડિજિટલ વૉચ હતું.કાંન માં સાંભળવા માટે ના ઍર બર્ડ્સ નાખ્યા હતા.પાછળ નું બેક ગ્રાઉન્ડ હતું હોસ્ટેલ નો રુમ.
બીજા વિડિઓ માં થોડો અંધકાર હતો બેક ગ્રાઉન્ડ બ્લેક હતું.
તેના શબ્દો હતા:
"મારી માઁ ને લીધે મારે આ સંસાર છોડવો પડશે.જયારે હું આત્મહત્યા કરીશ ત્યારે હોસ્ટેલ પરથી કૂદી ને કરીશ કારણ કે મને મારી માઁ કરતા આ હોસ્ટેલ વધારે પ્રિય છે.હું તેનેમૃત્યુ પછી પણ છોડવા નથી માંગતી."
પછી એકદમ થી ખડખડાટ હસેછે અને વિડિઓ પૂરો થાય છે. કોલેજ ની છત અને ખુલ્લું કાળું આકાશ નજરે ચડતું હતું.
શું કેરેક્ટર ધરાવતી હતી નિકિતા? કોઈ કહે સાલસ અને ભણવા માં હોશિયાર હતી,કોઈ કહે બિન્દાસ્ત હતી,કોઈ એને બેવફા કહે તો કોઈ એને વ્યસની કહે.
શું એ એટલી ડરપોક હતી કે આત્મહત્યા કરી શકે?
જો આત્મહત્યા હોય તો કેસ માં તપાસ કરવા જેવું શું રહ્યું?
અચાનક એના મનમાં વિચાર આવ્યો.આ પત્ર લેખક કોણ છે? જે મારા હિતૈષી થઇ ને આવ્યા અને મને પોતાનું મોઢું બતાવા ની ના પડે છે .
મામલો જેટલો દેખાય છે એટલો સરળ નથી.આ હત્યા છે..પ્રિ -પ્લાન મર્ડર છે.બસ એક સસ્પેક્ટ ઓર ઉમેરાયો આ પત્ર લેખક...અને નિકિતા ની મમ્મી ..એના વિષે તો...????
(ક્રમશઃ )