એ નીકીતા હતી .... - 1 Jayesh Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

એ નીકીતા હતી .... - 1

પ્રકરણ -૦૧.

"જુવો, સાહેબ જે થઇ ગયું એ થઇ ગયું, હવે અહીંથી બોડી જલ્દી મળે તો તમારી મેં'રબાની.."કિશોરીલાલ થોડા દુઃખી સ્વરે બોલ્યો
"હજુ તો પોસ્ટમોર્ટમ બાકી છે,તેનો રિપોર્ટ આવશે,મોટા સાહેબ જોશે પછી તમને બોડી આપશે"ગલોફાં માં થી પાન ની પિચકારી મારતો હવાલદાર બાબુસિંહ બોલ્યો ..અને હવે છેલ્લી વાર કહું છું ત્યાં છેટે બેહી જા,ડોહા. મારુ મગજ ના ખા
આટલા ધુત્કાર પૂર્ણ શબ્દ સાંભળી એક બાપ પોતાની દીકરી નીકીતા ની લાશ લેવા જ ચૂપ હતો બાકી આવા કેટલાય હવાલદાર એમની પેઢી પર દિવસ રાત સલામ મારતા હતા. છતાં કડવો ઘૂંટ પીધા સિવાય કિંશૉરી લાલ પાસે કોઈ રસ્તો નહોતો.
થોડી વાર થઇ ઈન્સ.અનુજ દેસાઈ આવ્યા.આવી ને કિશોરી લાલ ને માનપૂર્વક બોલાવ્યા.
"વડીલ,બે પાંચ મિનિટ બેસો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતો જ હશે,હું તમારું કામ જલ્દી પતાવી આપીશ ચિંતા ના કરો"
" તમારી મહેરબાની સાહેબ, "
" હું તમને થોડા સવાલ પૂછી શકું ?"
" હા"કિશોરી લાલ શોક ને કારણે બોલી પણ નહોતા શકતા.
" જુઓ, હું તમારી પીડા સમજુ છું, પણ મારી ફરજ માં આવે છે એટલે અયોગ્ય સમયે સવાલ પૂછું છું "
" કઈ વાંધો નહિ ..."
" શું તમારી દીકરી એ ખરેખર આત્મા હત્યા કરી હતી..?"
"મારી દીકરી એવું ક્યારેય ના કરે"
"તે ક્યારેય સિગરેટ પીતી હતી "
" મને નથી ખબર.."
" તેને કોઈ ની સાથે -કોઈ પ્રેમ-કે અન્ય સંબંધ ..વિશે "
" જ્યાં સુધી મને ખબર છે ...એવું કઈ નહોતું
" ઓકે"
એટલા માં કોન્સ્ટેબલ કાગળ ની થપ્પી આપી ને જતો રહે છે.
ઈન્સ. દેસાઈ રિપોર્ટ પર નજર નાખે છે. રિપોર્ટ પ્રમાણે કોલેજ હોસ્ટેલ પરથી કૂદી ને આત્મહત્યા કરી હોય એવું લાગે છે.તેમના ચહેરા ની મુદ્રા બદલાતી રહી. થોડી વાર પછી એમને કિંશૉરી લાલ ને એક પત્ર લખી આપ્યો.સાથે બાબુ સિંહ ને પણ મોકલી આપ્યો.
પોલીસ સ્ટેશન ની બહાર કિશોરીલાલ ના સગાવહાલા બેઠા હતા. બધા સરકારી દવાખાને જ્યાં પોસ્ટમોર્ટમ રૂમ હતો ત્યાં ગયા.કાયદાકીય પ્રક્રિયા પુરી થયા પછી નિકિતા ની લાશ કિશોરી લાલ ને આપવા માં આવી.લઇ ને સૌ ગાડી માં બેઠા બેઠા ઘર તરફ જાય છે.
વાત જાણે એમ છે કે કિશોરી લાલ પોતે પરોપકારી જીવ,ધાર્મિકતા અને સાદગી થી જીવન જીવનાર,એમના ધર્મપત્ની કાન્તા બેન એમનાથી વિરુદ્ધ પ્રકૃતિ ના.વૈભવી શોખ અને ખોટી મોટાઈ બતાવી જીવન જીવનાર સ્ત્રી.
એમની દીકરી નિકિતા બે દિવસ પહેલા ગુમ થઇ હતી.અને આજે વહેલી સવારે કોલેજ કમ્પાઉન્ડ માંથી તેની લાશ મળી.ત્યાર પછી કોલેજ સત્તા વાળા એ પોલીસ કેસ કર્યો અને પોસ્ટમોર્ટમ જેવી ઘટના થી તેઓ પોતાની દીકરી નો શોક પણ નહોતા મનાવી શક્યા.એક ડૂમો હ્ર્દય માં હતો અને એક આંખ માં..
રડવું શું,કોને શું કહેવું કશીજ સમજણ નહોતી પડતી ..એક પ્રશ્ન મુંઝવ્યા કરતો હતો ..
"આત્મહત્યા અને મારી દીકરી ..ના કરે .."પણ આ લોકો ,સમાજ અને એની મમ્મી કાન્તા ને કોણ સમજાવે ..જોકે કાન્તા ગમે તેમ તો સાવકી જ ને..દીકરી તો મારી લાડકી હતી.."
ત્યાંજ કોઈ નો અવાજ આવ્યો" ચાલો હવે, આપણી તો આબરૂ ના કાંકરા થૈ ગયા..એને મૂકી આવો સ્મશાને તો સૌ છુટા થાય ...
કિશોરી લાલ ઝબકી ને જાગી જાય છે.એક ખૂણે બાઝેલું આંસુ જમીન પર પડે છે. કિશોરી લાલ ગાડી માંથી ઉતરે છે.
બીજા અન્ય લોકો પણ આવે છે.થોડા સમય પછી એક ની એક દીકરી અંતિમ વિધિ થાય છે.કિશોરી લાલ માટે આથી મોટું કોઈ દુઃખ નહોતું. જેની ડોલી ઉઠવી જોઈએ તેની અર્થી ઊઠાવી પડે છે.અને બાપ ની આંખ ની સામે એક ની એક દીકરી ,લાડકી નિકિતા નો દેહ પાંચ તત્વ માં વિલીન થાય છે.
કરુણતા એ છે કિશોરી લાલ ના આટલા સગા છે,પણ આજે ખભે હાથ મુકનાર કોઈ નથી.બાપ રડી પણ નથી શકતો.ખાલી અને ઉદાસ આંખો ચિતા તરફ તાકી રહે છે.
(ક્રમશઃ ) જયેશ ગાંધી ૨૭.૦૪.૨૪