પ્રેમ સમાધિ - પ્રકરણ -68 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ -68

સતીષથી કારને અચાનકજ જોરથી બ્રેક મરાઈ ગઈ હતી એક કૂતરું ગાડી નીચે આવતાં આવતાં રહી ગયું. નારણે ગુસ્સાથી એને આ બનાવ સાથે જીંદગીનો પાઠ ભણાવી દીધો. નારણ પોતાનાં બોલવા પરજ વિચાર કરવા લાગ્યો. સતિષ કાર ઝડપથી ઘર તરફ દોડાવી રહેલો.
નારણનાં મનમાં વિજયનાં વિચાર ચાલી રહેલાં. એ મનમાં ને મનમાં ગણત્રી કરી રહેલો. દોલતનું અહીં આવવું એને સમજાઈ નહોતું રહ્યું... પણ ગમ્યું હતું કે દોલત વિજય કરતાં પોતાનાં ઉપર વિશ્વાસ વધુ કરી રહ્યો છે. અત્યાર સુધી જે જે ઘટનાઓ બની ગઈ એનો ક્યાસ કાઢી રહેલો ત્યાં ફરીથી ગાડી આંચકા સાથે ઉભી રહી ગઈ.
નારણે જોયું આ તો પોતાનું ઘર આવી ગયું... એણે હાંશકારો કર્યો અને ગાડીમાંથી ઉતર્યો. સુરતનાં પરા વિસ્તારમાં આવેલો... એક શાંત સોસાયટીમાં છેલ્લો બાંધેલો બંગલો.. જ્યાં શહેરની દોડધામ ઘોંઘાટ બીલકુલ નહીં શાંતિ શાંતિજ હતી. ઘર આવ્યાની ખુશી અને સંતોષ એનાં ચહેરા પર હતો.
સતિષે કહ્યું “પાપા... દોલતકાકા હજી અહીંજ છે એમની ગાડી પડી છે..”. હજી નારણ કઈ આગળ બોલે પહેલાંજ નારણની દીકરી માયા દોડીને આવી અને નારણને વળગી ગઈ, “પાપા પાપા... તમે.”. નારણે થોડાં ગુસ્સામાં કહ્યું “માયા તું હવે નાની નથી રહી... આમ દોડા દોડ ના કર... જો મારાં કપડાં ચોળાઈ ગયાં...”
માયાની ખુશી ઠરી ગઈ એ ચિઢાઇને બોલી “પાપા તમેતો કાયમ મને વઢ્યાજ કરો છો તમારે તો બસ સતિષનેજ...” અને મોઢું ચઢાવી અંદર દોડી ગઈ. ત્યાં મંજુબેન અંદરથી આવ્યા નારણનાં પત્ની અને બોલ્યાં “છોકરીને શું કામ વઢો છો એ ક્યારની તમારી રાહ જોતી હતી આવ્યાં એવાં કેમ લઢ્યાં ?”
નારણે કહ્યું “મંજુ... હવે એ નાની નથી રહી... પરણવાની ઉંમરે પહોંચી આમ લાડ ના લડાવાનાં હોય... મનેય વહાલી છે પણ આમ..”. નારણને પોતાનાં વર્તન માટે થોડો અફસોસ અને ક્ષોભ થયો પણ પણ પોતાનો બચાવ કર્યો.
અંદર આવી ડ્રોઈંગરૂમમાં પ્રાવેશતાંજ બોલ્યો “દોલત શું આવ્યો છે ? શું સમાચાર છે ?પોરબંદરથી ક્યારે આવ્યો ? દમણ શીપ પર શું ચાલે છે ?બધું બરાબર ?” મંજુબેન કહે “હજી હમણાં આવ્યાં છો પોરો ખાવ પછી ખબરઅંતર લેજો. માયા તારાં પાપા માટે પાણી લાવજે. “
માયા બે ગ્લાસ પાણી લઈને આવી... સતિષતો આવ્યો એવો મેડીએ ચઢી ગયેલો. નારણે પાણી લેતાં કહ્યું “સોરી દીકરા... થાકીને આવેલો એટલે નારાજ થઇ ગયેલો બાકી તું પણ મારી વહાલી દીકરી છો.” માયાએ કહ્યું “કંઈ નહીં પાપા...” એમ કહી દોલતને પાણી આપ્યું દોલતે એનાં પર નજર કરી બધે ફેરવી પાણી લીધું...
નારણની ચકોર નજર બધે ફરતી હતી એણે માયાને કહ્યું “જા ગ્લાસ તારી માં લઇ જશે તારાં રૂમમાં જા.” દોલતને ખબર નહોતી કે નારણે એની નજર પારખી છે. નારણે કહ્યું “ચા મુકો... દોલતને પાછા જવાનું મોડું થાય છે”. દોલતને આશ્ચર્ય થયું કે હજી કંઈ વાત પણ નથી કરી અને નારણે પાછા જવાનું કહી દીધું ? એ કંઈ બોલ્યો નહીં.
માયા એનાં રૂમમાં જતી રહી... મંજુબેન કહે “હું ચા મુકું છું તમે દોલતભાઈ સાથે વાતો કરો”. નારણે કહ્યું "દોલત તું અહીં મારાં ઘર સુધી પુગી ગયો મને કહેતો પણ નથી..”. માયા ઉપર જે નજરથી દોલતે જોયેલું એ કડવો ઘૂંટ ગળીને બોલ્યો... “વિજયને જાણ થશે તો મોટી ઉપાધિ થશે આમ અહીં દોડી નહીં આવવાનું હું દમણ શીપ પર આવવાનોજ હતો ને ? ત્યારે જે કંઈ વાત હોય એ ના થાય ?”
દોલતને વધુ આશ્ચર્ય થયું એણે કહ્યું “પણ બોસ મારે તમારાં લાભની વાત કરવાની હતી દિવાલનેય કાન હોય છે એવી કહેવત છે હું તો શીપ પરથી વાત કરું... ત્યાં તો કેવો પવન હોય ? આટલી ખાસ વાત પવનવેગે ફેલાઈ જાયતો શું અંજામ આવે ? વિચારો મને એમકે તમને રૂબરૂ મળી વાત કરું... “
નારણે કહ્યું “પણ પહેલાં ફોન પર તો વાત થાય ને ?કહેવાય નહીં કે આવે છે ?” દોલતે કહ્યું “પણ મોટા બોસ તમારી સાથે ને સાથે હોય કેવી રીતે વાત કરું ?”
નારણે કહ્યું "હાં કંઈ નહીં હવે સમય બગાડ્યા વિના સીધી વાત કર શું થયું ?શેના માટે અહીં દોડી આવ્યો ?” દોલત કંઈ કહેવા જાય ત્યાં સતિષ ફ્રેશ થઈને ઉપરથી નીચે આવી બેસી ગયો.
નારણે એને જોઈ ટોકવા જાય એને બહાર જવા ઈશારો કર્યો ત્યાં દોલતે કહ્યું “ના ના એને બેસવા દો” નારણે દોલત સામે જોયું... દોલતે ચહેરા પર ગંભીર હાવભાવ લાવીને કહ્યું “બેસવા દો... સમજીને કહું છું” નારણે કહ્યું “ભલે બેસ” અને પછી દોલત સામે આશ્ચર્યથી જોયું. દોલતે હાથનાં ઇશારાથી શાંત રહેવાં જણાવ્યું.
ત્યાં મંજુબેન ચા લઈને આવ્યાં અને ટીપોય પર ટ્રે મૂકીને કહ્યું “ચા લઇ લેજો મારી દીકરી રડે છે હું ઉપર જઉં... તમારે તો બસ... આમ”.. અધૂરું મૂકી ગયાં..
નારણે કહ્યું “હાં હવે બોલ બધાં ગયાં...” દોલત કંઈ કહેવાં જાય ત્યાં એનો ફોન રણક્યો. દોલતે સ્ક્રીન જોયાં વિના કંટાળા સાથે ફોન ઉપાડ્યો બોલ્યો “હલ્લો કોણ ?...”
સામેથી અવાજ આવ્યો એ સાંભળી દોલતનાં હાથ પગ પાણી પાણી થઇ ગયાં... એનો ચહેરો ઉતરી ગયો... એસીની ઠંડકમાં પરસેવો વળી ગયો. એ ફક્ત સાંભળી રહેલો...
નારણે આશ્ચર્યથી ઇશારાથી દોલતને પૂછ્યું કોનો ફોન છે ?પણ પેલો શિયાંવીયાં થયેલો ફોન સંભાળવામાંજ બીઝી રહ્યો એનાં ડોળા ચકળવકળ ફરી રહેલાં... એણે ઇશારાથી નારણને સમજાવવા પ્રયત્ન કર્યો પણ નારણ ના સમજી શક્યો.
સતિષ અને નારણ બંન્ને દોલત સામે અને એકબીજા સામે જોઈ રહેલાં. સમજાતું નહોતું કે એવો કોનો ફોન છે કે દોલત આમ ડરી રહ્યો છે દોલતે વાત પુરી કરી જોર જોરથી શ્વાસ લેવાં લાગ્યો.
નારણે ચીસ જેવાં અવાજે પૂછ્યું “એય દોલત કોનો ફોન હતો ?કેમ આટલો ડરી ગયેલો છે ?” દોલતે કહ્યું..”.બો... સ... બો... સ... શીપ... શીપ છે દમણ... ત્યાંથી મધુસરનો ફોન હતો કે...”

વધુ આવતા અંકે - પ્રકરણ 69