ભાવ ભીનાં હૈયાં - 42 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 42

" દીકરા..! તુ ગઈ કાલનો ઊંગ્યો નથી. આજ તુ ઘરે જા, આરામ કર. તને પણ આરામની જરૂર છે. કંઈ પણ જરૂર પડશે તો અમે તને જ બોલાવી લઈશું." દાદીના વ્હાલભર્યા શબ્દો આગળ તે યુવાન કંઈ ન બોલી શક્યો ને તે ત્યાંથી ચાલ્યો ગયો.

સાંજ થઈ ગઈ હતી. અભિલાષા માત્ર આંખો ખોલી શશાંકને જોઇ રહેતી અને મનમાં મલકાતી. તેનામાં હજુ બોલવાની તાકાત નહોતી. વેઇટર પેશન્ટ માટે સાંજનું ભોજન આપી ગયો. દાદીએ હાથમાં થાળી લીધી ત્યાં જ શશાંક બોલ્યો, " દાદી.! તમને તો અભિલાષાને ખવડાવવાના ઘણા અવસર મળશે. પ્લીઝ..! આજે હું તેને મારા હાથે ખવડાવું ? દાદી પ્લીઝ ?"

" હાથમાંથી હવે થાળી લઈ જ લીધી છે તો ખવડાવી દે. " દાદીએ હસીને કહ્યું.

શશાંકે અભિલાષાને ટેકો આપી બેઠી કરી. તેની પાસે બેસીને પોતાના બંને હાથથી અભિલાષાના ચહેરા પરના વાળ સરખા કર્યા. પોતાનાં હાથથી કોળિયો શશાંકે અભિલાષાને ખવડાવ્યો. શશાંકનો તેનાં પ્રત્યેનો પ્રેમ જોઇ અભિલાષાની આંખો ભરાઈ ગઈ. અભિલાષાને રડતી જોઇ શશાંક પણ રડવા લાગ્યો. દૂર બેસી દાદી આ દ્રશ્ય જોઇ રહ્યાં હતાં.

શશાંકે અભિલાષાને જમાડીને ઊંઘાડી દીધી. ત્યારબાદ તે દાદી માટે પણ ભોજન લઈ આવ્યો.

" દીકરા..! તુ ને અભિ માત્ર દોસ્ત છો ?" દાદીએ હસીને પૂછ્યું.

" કેમ દાદી..? તમે આવું કેમ પૂછો છો ?" થોડા ભોંઠા પડતાં શશાંકે કહ્યું.

" તારા કરતા ઘણી દિવાળી જોઈ છે મેં..! હું માણસની નજર જોઈ તેની નિયત ઓળખી જાઉં છું..!" દાદીએ જમતા જમતા કહ્યું.

" તમારાં કહેવાનો મતલબ મારી નિયતમાં ખોટ છે ?" ચોંકી ને શશાંકે પૂછ્યું.

" તારી નિયતમાં પ્રેમ છે..!" હસીને દાદીએ કહ્યું.

" દાદી..! તમે તો મને ગભરાવી દીધો..!"

"અત્યાર સુધી ક્યાં હતો..? અભિલાષા સાવ એકલી પડી ગઈ હતી. ત્યારે તેને તારી ખુબ જરૂર હતી. ત્યારે તુ તેની સાથે કેમ ન રહ્યો ?"

" એકલી પડી ગઈ મતલબ..? તેના તો લગ્ન થયા હતા..! તેના લગ્ન થવાના હતા તે દિવસ સુધી હુ તેની સાથે રહ્યો હતો. તેના લગ્ન જોવાની મારામાં હિમ્મત નહોતી આથી તે જ દિવસે હુ તેનાથી ઘણો દૂર પરદેશ ચાલ્યો ગયો ને ત્યા માસ્ટર શેફનો અભ્યાસ કાર્યો. "

" તેના લગ્ન તો થયા જ નહોતા..!"

" શું..? શું કીધું ?તેના લગ્ન નથી થયા ? તો તેના ફાધર..? તેઓ ક્યાં ગયા ?"

" અભિલાષાના લગ્ન તે જ દિવસે થતા અટકી ગયેલા. આવેલી જાન પાછી ગઈ હોવાથી ચિંતામાં તેના પિતાને એટેક આવ્યું ને તેઓ સ્વર્ગ સીધાવી ગયા "

"ઓહ..નો..!તો સાત વર્ષથી અભિલાષા એકલી જ છે ?"

"એકાદ વર્ષ તે એકલી જ જઝુમી..પણ અત્યારે તે એકલી નથી.કોઈ પાસે નહી હોય તેટલો મોટો પરિવાર છે તેની પાસે."

" હું કેટલો મૂર્ખ છું..! તેના સુખી સંસારમાં કોઈ આંચ ન આવે તે માટે તેનાથી એટલો દૂર ચાલ્યો ગયો કે તેની સાથે કોઈ સંપર્ક પણ ન રાખ્યો..! ને તે અહીં એકલી મુશ્કેલીઓથી લડતી રહી..! " તે અભિલાષા પાસે ગયો ને તેનો હાથ પકડીને રડવા લાગ્યો.

"સોરી અભિ.. આઈ એમ સો સોરી..! તને મુશ્કેલી માં એકલી મુકી ચાલ્યા જવાનો મારો કોઈ જ ઈરાદો નહોતો. હું બસ તારી ખુશી માટે જ તારાથી દૂર ગયો હતો. મને શી ખબર કે મારા ગયા પછી તુ આમ સાવ એકલી પડી જઈશ. મારી પણ ભૂલ છે. મેં એક પણ તારો સંપર્ક કરવાનો..તારા હાલચાલ પૂછવાનો પ્રયત્ન પણ ન કાર્યો. સોરી યાર..!" શશાંક અભિલાષાનો હાથ પકડી માફી માગતો હતો પણ અભિલાષા તો દવાનું ઘેન ચડવાથી ભર ઊંગમાં હતી.

" તેના પિતાનું સ્વપ્ન હતું કે અભિલાષા મોટી બિઝનેસ વૂમન બને. તેના પિતાનું બીજું સ્વપ્ન એક વૃદ્ધાશ્રમ ખોલી વૃધ્ધોની સેવા કરવી. પછી તો શું છે..!પિતાના સ્વપ્નને જ પોતાનું ધ્યેય બનાવી અથાક પરિશ્રમથી તેને બંને સપના પુરા કર્યા."

" દાદી..! અભિ ના લગ્ન નથી થયાં તો બાળકો..? બાળકો કોના છે ? જે તેની સાથે મમ્મી મમ્મી કરીને વાત કરતા હતાં તે..?" નવાઈ સાથે શશાંકે પૂછ્યું.


🤗 મૌસમ 🤗

To be continue