ભાવ ભીનાં હૈયાં - 35 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 35

“કીર્તિ તું આટલી ડરે છે કેમ ? આજ તારા લગ્ન છે તું તારા પ્રેમી અભય સાથે લગ્ન કરવા જઈ રહી છે. તું ખુશ નસીબ છે કે તુ જેને પ્રેમ કરતી હતી તેની સાથે જ તારા લગ્ન થઈ રહ્યાં છે. તો ડરવાનું કઈ વાતનું ?” અભિલાષાએ સમજાવ્યું.

“આજ મારી જિંદગીનો સૌથી મહત્વનો દિવસ છે. મારાથી કોઈ ભૂલ થઈ જશે તો..? લગ્ન કરવાનો અનુભવ મને નથી યાર..! પહેલી વાર લગ્ન કરી રહી છું ને એટલે ડર લાગે છે.” મજાક કરતા કરતા કીર્તિએ કહ્યું. તેની વાત સાંભળી અભિલાષા હસી પડી.

“લગ્નનો અનુભવ તો દરેકને એક જ વાર થાય.. બીજી વાર થાય એ ખુશનસીબ નહીં બદનસીબ કહેવાય. પણ મારા વિશે તમારું શું માનવું છે. મને તો એકેય અનુભવ નથી થયો. " અભિલાષાએ કહ્યું.

"તને અનુભવ નથી થયો તો શું થયું ? તું અનુભવીઓને પણ પછાળી દે તેવી અનુભવી છે." કીર્તિએ કહ્યું.

"તારા કહેવાનો મતલબ શું છે કીર્તિ ?"

" એ જ કે તું અનુભવીઓમાં પહેલવાન છે." આટલું કહી કીર્તિ જોરથી હસી. અભિલાષા તેને ત્રાંસી નજરે જોવા લાગી અને પછી હસવા લાગી.

બંને બહેનપણીઓ હસી મજાક કરીને જોર જોરથી હસી રહી હતી ત્યારે બ્રાહ્મણનો અવાજ સંભળાયો.

“કન્યા પધરાવો સાવધાન..! ” તે બોલતાની સાથે જ કીર્તિના મામા અને તેનો ભાઈ કીર્તિને લેવા માટે આવ્યા. ફૂલોની ચાદર પકડી તેની છાયા તલે કીર્તિને લઈને સૌ લગ્નમંડપ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. કીર્તિની પાછળ અભિલાષા અને બીજી કેટલીક સહેલીઓ મ્યુઝિકના તાલે પગ થન થનાવતી, રૂમઝૂમ પગલે ચાલી આવતી હતી. સૌ લગ્ન મંડપ સુધી પહોંચી ગયાં.

કીર્તિ શરમાતી શરમાતી લગ્ન મંડપમાં આવી. તેનાં સુંદર ચહેરા પર સૌની નજર ટકેલી હતી. ત્યાં અભય તેને જોવાનું કેવી રીતે ચુકે ? અભયે માત્ર તેને દુલ્હનના રૂપમાં જોવા માટે કીર્તિ સામે નજર કરી પણ કીર્તિ આજ એટલી સુંદર લાગી રહી હતી કે અભયની નજર તેના પરથી હટતી નહોતી.તે એકીટશે કીર્તિનાં સૌંદર્યને નિહાળી રહ્યો હતો. અભયની બાજુમાં ઉભેલાં તેના મિત્રની નજર કીર્તિના સૌંદર્યને નિહાળવામાં ખોવાઈ ગયેલા અભય પર પડી.

" અભય..! ભાભીને પછી જોજે..! અત્યારે તું લગ્ન મંડપમાં બેઠો છે. તો ભાઈ થોડી શરમ કર..! ભાભી પરથી નજર હટાવ" હાથ રૂમાલથી અભયનો ચહેરો સાફ કરતાં ધીમે ધીમે તેણે કહ્યું. મિત્રના કહેવાથી અભય થોડો ભોંઠો પડ્યો. તેણે હસીને નીચે જોઈ લીધું. કીર્તિ પણ મનમાં મલકાતી હતી. પણ કીર્તિની બિલકુલ બાજુમાં ઉભેલી અભિલાષાનું ધ્યાન બિલકુલ નહોતું. તેનું મન શશાંકના વિચારોમાં ખોવાયેલું હતું ને તેની વ્યાકુળ આંખો આમથી તેમ નજર ફેરવતી શશાંકને જ શોધતી હતી. અફસોસ..! પણ ક્યાંય તેને શશાંક દેખાયો નહિ.

હેમખેમ લગ્ન સંપન્ન થયા. ભારે હૈયે સૌએ વ્હાલ સોયી દીકરી કીર્તિને વિદાય આપી.ત્યાર બાદ સૌ એક એક કરીને હોટેલ મુસ્કાનને અલવિદા કહેવા લાગ્યા. સાંજ થવા આવી હતી. સૂરજ જાણે હમણાં જ દરિયામાં ડૂબકી લગાવશે તેવું સુંદર દ્રશ્ય સર્જાયું હતું. ને અભિલાષા તેના રૂમની બારી પાસે ઉભી ઉભી વિશાળને અનંત દરિયાને જોતાં કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી.

" અભિલાષા..! તારો સમાન પૅક થઈ ગયો ? હવે લાસ્ટ ટ્રાવેલ છે. જેમાં તારે જવાનું છે. તું ફટાફટ રેડી થઈ સામાન લઈ બહાર આવી જજે અને ટ્રાવેલમાં બેસી જજે. અમે ગાડી લઈને નીકળીએ છીએ." સુલોચનાએ ઉતાવળે કહ્યુ.

" મારી સાથે ટ્રાવેલમાં બીજું કોણ કોણ છે ?" અમસ્તા અભિલાષાએ પૂછ્યું.

" આપણા બધા તો નીકળી ગયા. આ ટ્રાવેલમાં બીજા પેસેન્જર હશે. પણ એમાં તારી એક સીટ બુક કરાવી છે. આમ તો તને અમારી સાથે જ લઈ જાત પણ સૉરી બેટા, ગાડીમાં જગ્યા નથી અને રસ્તો ખૂબ લાંબો હોવાથી તારે એકલાએ ટ્રાવેલમાં જવું પડશે." સુલોચનાએ કહ્યું.

To be continue