ભાવ ભીનાં હૈયાં - 33 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 33

" હું એ કેમ ભૂલી ગયો કે અભિલાષા મેરિડ છે અને તેનાં તો બાળકો પણ છે. મારે લાગણીવશ થઈ અભિલાષા પાસે નહોતું આવવું જોઈતું." આમ, વિચારી શશાંક રૂમની બહાર જવા જતો હતો ત્યાં જ અભિલાષા બોલી,

" શશિ..! તેં મારા સવાલનો જવાબ ન આપ્યો. આટલા વર્ષોથી ક્યાં ગાયબ થઈ ગયો હતો ?"

" તારા તો લગ્ન થવાનાં હતા. પછી મારું તારાં જીવનમાં શું કામ ? આથી તારાથી દૂર જવું જ યોગ્ય લાગ્યું."

" પણ તેં એક પણ વાર આપણાં લગ્ન માટે પ્રયત્ન ન કર્યો ? એવું કેમ ? તને ખબર છે તે દિવસે તેં મને મળવા બોલાવેલી ? તે દિવસે હું આવેલી તને મળવા. પણ તું..તું ન આવ્યો. તે દિવસે મારી શી હાલત થઈ હતી તું વિચારી પણ ન શકે."

" હું પણ તને મળવા આવેલો. તને ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી જોઈ હું પણ રડી ગયો હતો. પણ હું મજબૂર હતો હાલાતથી..! તને શું કહું ?" શશાંક મનમાં જ વિચારવા લાગ્યો.

" ચૂપ કેમ છે શશિ ? બોલ ? "

" તે દિવસે હું આવવા નીકળેલો પણ ઘરે જરૂરી કામ હોવાનો ફોન આવતા હું ન આવી શક્યો. તારા લગ્ન થવાનાં હતા તે જ દિવસે હું લંડન સ્ટડી માટે ચાલ્યો ગયો. ને પછી ત્યાં જ એક ભુરીએ મને પ્રપોઝ કર્યો હતો. તું તો હતી નહિ આથી મેં તેને સ્વીકારી લીધી. અમે લગ્ન કરી ત્યાં જ સેટલ થયેલા. પણ મૉમ ડેડના કહેવાથી છેલ્લા બે વર્ષથી અહીં છું." શશાંકે આમથી તેમ નજર ફેરવતાં કહ્યું.

" ઓહ.! તો તારા લગ્ન થઈ ગયા છે !"

" હા, અભિ..! તું ખુશ તો છે ને ?"

" શશાંકના તો લગ્ન થઈ ગયા છે. તો મારે તેના લગ્નજીવનમાં આડે ન આવવું જોઈએ. જો તેને ખબર પડશે કે હું તેની રાહ જોતી હજુય કુંવારી છું તો તેના જીવનમાં ભંગાણ થશે. હું એટલી સ્વાર્થી તો નથી જ કે મારો પ્રેમ પામવા કોઈનું લગ્નજીવન તોડું..! હું શશાંકને ક્યારેય નહીં જણાવું કે હું હજુય કુંવારી છું..!" અભિલાષા મનમાં જ વિચારવા લાગી.

" અભિ..! કયા ખોવાઈ ગઈ ? તું તારા જીવનમાં ખુશ તો છે ને ?" શશાંકે પૂછ્યું.

" હા, બહુ ખુશ છું. તારે જીવનમાં કેવું ચાલે ?"

" હું પણ ખુશ છું. આના સિવાય બીજી બે હોટેલો મેનેજ કરું છું. તારું બિઝનેસ વુમન બનવાનું સપનું પૂરું થયું ?"

" હા, 'આશા' પ્રાઇવેટ લિમિટેડ કંપની ને હેન્ડલ કરું છું. પપ્પાના ગયા બાદ મેં જાતે જ આ કંપની ઉભી કરી છે. સારું છે ને તારાને મારા બંનેના સપના પુરા થઈ ગયાં."

" હા, પણ આપણે એક ન થઈ શક્યા. અને તેં શું કહ્યું ? તારા પપ્પા..! તારા પપ્પાને શું થયું ?"

" તારાં ગયા પછી થોડા જ સમયમાં તેઓ પણ મને છોડીને ચાલ્યા ગયા." આટલું કહેતા તો ફરી અભિલાષા ઈમોશનલ થઈ ગઈ.

" સૉરી યાર..! હું તને છોડીને ચાલ્યો ગયો. પણ હું મજબૂર હતો. "

" એવી તો શી મજબૂરી હતી કે તેં પાછળ વળીને જોયું પણ નહીં કે મારી શી હાલત થઈ ગઈ હતી ?"

" જો હું આને છોડીને જવાનું સાચું કારણ જણાવી દઈશ તો તે વધુ હર્ટ થશે. આમ, પણ મારા કારણે તે બહુ દુઃખી થઈ છે. હું સાચું બોલીને ફરી તેને હર્ટ કરવા નથી માંગતો. નહિ, હવે નહિ તેને હવે હું હર્ટ કરવા નથી ઇચ્છતો. મારે અભિલાષા પ્રત્યેની લાગણીઓને છુપાવવી પડશે. તે માંડ તેના જીવનમાં સેટ થઈ છે. તેમાં મારા લીધે ભંગાણ ન જ થવું જોઈએ." શશાંક મનમાં જ વિચારતો ખોવાઇ ગયો હતો ને અભિલાષાએ તેને ઢંઢોળતાં તે ઝબકીને અભિ સામે જોવા લાગ્યો.

To be continue...