ભાવ ભીનાં હૈયાં - 31 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 31

" આ બાઉલ લઈ ફટાફટ તમે હૉલમાં પહોંચો. હું પણ આવું જ છું." હોટેલનાં માણસને બાઉલ લઈ હૉલમાં મોકલી અભિલાષા શશાંક જેવો અવાજ આવતો હતો તે રૂમ તરફ ગઈ. તેનું મન કહેતું હતું કે શશાંક તેની આજુબાજુ જ છે. મૉમોઝની વાત કરનારનો અવાજ પણ શશાંક જેવો જ લાગતો હતો. આથી તે રૂમના દરવાજા પાસે જઈ કાન સરવા કરી કંઇક સાંભળવાની કોશિશ કરી રહી હતી. તેનું પૂરું ધ્યાન રૂમમાંથી કોઈ અવાજ આવે તો તે સાંભળવામાં હતું. ત્યાં અચાનક અભિલાષાની પાછળથી અવાજ આવ્યો.

" એક્સકયુઝ મી..! મૅમ..!"

પાછળથી કોઈનો અવાજ આવતા અભિલાષા ચોંકીને ગભરાઈ ગઈ અને ઉતાવળે તે પાછી પડી. તેની બિલકુલ પાછળ તે માણસ આવીને ઉભો હતો. તેને અથડાઈ ગઈ તો તેના હાથમાંથી હલ્દીનો બાઉલ છટક્યો અને ઉછળીને નીચે પડવા જતો હતો. બાઉલને સાચવવાના ચક્કરમાં અભિલાષા અને તેની પાછળ ઉભેલો માણસ,બન્ને હલ્દી હલ્દી થઈ ગયા. બન્નેના મોઢા અને હાથ હલ્દીવાળા થતાં બન્ને પોતાના હાથથી ચહેરા પર લાગેલી હલ્દી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. પણ તેમ કરતાં બંનેના આખા ચહેરા હલ્દીવાળા થઈ ગયાં. બંને એકબીજાને જોઈ હસવા લાગ્યાં.

" હા.હા..તમે તમારો ચહેરો તો જુઓ..! કેટલા ફની લાગો છો..! " તે માણસે અભિને જોઈ કહ્યું.

" આ બધું તમારાં લીધે થયું છે. પાછળથી બોલીને તમે મને ગભરાવી જ દીધી."

"હા..હા..! સૉરી..! બટ તમને ગભરાવવાનો મારો કોઈ જ ઈરાદો નહોતો."

" આટલું હસું કેમ આવે છે ? મારો આખો ડ્રેસ ખરાબ કરી દીધો." થોડીવાર હસીને પોતાના ડ્રેસ તરફ જોયુ તો ગુસ્સાથી અભિલાષાએ કહ્યું.

" આમાં, વાંક તમારો છે ?"

" મારો વાંક..? મારો વાંક કેવીરીતે ? વાંક તો તમારો છે. પાછળથી આવીને મને ભડકાવી દિધીને આ બધું થયું.!"

" વાહ..! ચોરી ઉપરસે સીના જોરી..! કોઈનાં રૂમના બંધ દરવાજે કાન દઈ સાંભળતું કોણ હતું ? આવું કરવું બિલકુલ યોગ્ય નથી મૅમ..!"

" હું ગમે તે કરું..! તમારે શું ?"

" હોટેલમાં રહેતાં લોકોની પ્રાઇવસી હોય છે. આ રીતે કોઈની પ્રાઇવેટ વાતો ન સાંભળવી જોઈએ."

એટલામાં સુલોચનાએ અભિલાષાના નામની બૂમ પાડી. તે માણસ સાથે ટકરાઈ જવાથી થોડી ઘણી રકઝક થતાં અભિલાષા ભૂલી જ ગઈ કે તે શા માટે અહીં ઊભી હતી.

તે ફટાફટ તેના રૂમમાં ગઈ અને નાહીને કપડાં ચેન્જ કરી દોડતી હૉલમાં પહોંચી. ત્યાં જઈ જોયું તો હલ્દીની વિધિ પુરી થવા આવી હતી.

" અભિ..! ક્યાં રહી ગઈ હતી ?" કીર્તિએ પૂછ્યું.

" સૉરી યાર..એક પ્રોબ્લેમ થઈ ગયો હતો."

" અને તારા કપડાં..! હમણાં તો તેં યલ્લો પહેર્યા હતા. ચેન્જ કેવીરીતે થઈ ગયાં."

" પછી કહીશ..!" એમ કહી અભિલાષાએ કીર્તિને હલ્દી લગાવી.

ત્યારબાદ કેટલાક ફોટો સૂટ કર્યા ને સંગીતના તાલે સૌ જુમ્યા. સૌ ઉત્સાહમાં આવીને નાચી રહ્યા હતા ત્યારે કોઈને શરારત શુજી. લોનને પાણી પીવડાવવાના જે ફુવારા હોય છે તે ચાલું કરી દીધા. તો કેટલીક વડીલ સ્ત્રીઓ ગુસ્સે ભરાઈ.

" કોણ આવી મજાક કરે છે..? હોટેલનાં મેનેજરને બોલાવો ને અત્યારે ને અત્યારે ઠપકાવો. આવી તો કોઈ મજાક કરતું હશે ?" કોઈ એક વડીલ મહિલાએ કહ્યું.

" જસ્ટ ચીલ આન્ટી..! આમ, પણ હલ્દીની વિધિ પૂરી થઈ ગઈ છે. બધાં જ હલ્દીવાળા થઈ ગયા છે તો શું વાંધો છે. હમણાં બધાએ ન્હાવાનું જ છે. તો એન્જોય કરો આ મસ્ત ફુવારાનાં પાણીથી..!" અભિલાષાએ તે વડીલને સમજાવતાં કહ્યું.

" તમને જવાનીયાઓને આવું બધું ફાવે..! અમને નહિ..!" કહી તે સ્ત્રી તેના રૂમમાં ચાલી ગઈ. કીર્તિ, અભિલાષા અને બીજા ઘણા બધા લોકોએ મ્યુઝિકના તાલે પાણીના ફુવારા સાથે ડાન્સ કર્યો.

આમ, હલ્દીની વિધિ પૂરી થઈ. નાહી ધોઈને સૌ તૈયાર થવા લાગ્યા. અભિલાષા પણ તેના રૂમમાં આવી નાહી લીધું. તે કીર્તિનાં લગ્ન માટે તૈયાર થવા અરીસા સામે ઊભી રહી. હેર ડ્રાયરથી પોતાના વાળ કોરાં કરી રહી હતી ત્યારે તેની નજર પોતાના જ હાથ પર પડી. તેના હાથ પર લાગેલી મહેંદીનો રંગ સવાર કરતાં વધુ ઘાટો લાગી રહ્યો હતો.

To be continue