ભાવ ભીનાં હૈયાં - 29 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 29

" સૉરી પપ્પા, મને એમ હતું કે મારાં અને હર્ષિનાં સંબંધને તમે કે આપણો સમાજ નહિ સ્વીકારે. લગ્ન પહેલાં બાળકની વાત કરીશ તો આપ તેને નહિ જ સ્વીકારો. આથી હું હર્ષિને છોડીને અહીં આવી ગયો. મને માફ કરી દો." પ્રિતમ પછતાવો કરતો બોલ્યો.

" માફી તો તને ત્યારે મળશે જ્યારે તું આ યુવતીને સહર્ષ સ્વીકારી તેની સાથે લગ્ન કરીશ. " તે યુવતીનો હાથ પ્રિતમના હાથમાં મુકતા મેં કહ્યું.

" દીકરા..! આ તું શું કરી રહી છે. તારા અને પ્રિતમના લગ્ન થવાના હતા ને તું આ યુવતી ને..!"

" પપ્પા હું બરાબર કરી રહી છું. આ ગર્ભવતી યુવતીના નિસાસા લઈ હું પ્રિતમ સાથે કેવીરીતે ખુશ રહી શકું ? જો પ્રિતમ આ યુવતી સાથે લગ્ન કરશે તો મને ખુશી થશે."

ઘણી સમજાવટથી બન્ને પરિવારનાં લોકોને લગ્ન માટે તૈયાર કર્યા. લગ્નના મંડપમાં ફરી પંડિતજીનાં મંત્રોચ્ચાર શરૂ થયા. મ્યુઝિક સાથે લગ્ન ગીતો ગવાયાં અને પ્રિતમ અને હર્ષિનાં ફેર ફરાયાં. હું દોડતી ગઈ મંદિરમાં.

" થેન્ક યુ ભગવાનજી..! થેન્ક યુ...થેન્ક યુ.. સો મચ..! આજ તમે મને બચાવી લીધી. બસ હવે શશિ મળી જાય."

"ઓહ..! તો ફાઇનલી તું લગ્નથી બચી ગઈ." કીર્તિએ કહ્યું.

" પછી શશિ તને ક્યારેય મળ્યો હતો ?" અભયે પૂછ્યું.

મેં બહુ તપાસ કરાવી. છ મહિના સુધી હું તેની રાહ જોઈ બેઠી રહી.પણ શશિ ન આવ્યો. પપ્પાને મારી ચિંતા સતાવતી હતી. ચિંતામાં ને ચિંતામાં તેઓને હાર્ટ એટેક આવ્યો. તેઓનાં ગયા બાદ હું સાવ એકલી પડી ગઈ. હારેલી, થાકેલી સાવ નિરાશ થયેલી હું બસ ઘરમાં ને ઘરમાં જ પુરાઈ રહેતી.

પપ્પાના ગૂજરી ગયાના ચાર મહિના બાદ પપ્પાની બેગમાંથી મારા હાથમાં એક કાગળ આવ્યો. જેમાં પપ્પાએ લખ્યું હતું કે,

મારી ઈચ્છાઓનું લિસ્ટ
- મારી અભિને સરસ ભણાવી ગણાવીને બિઝનેસ વુમન બનાવીશ.
- અમે બાપ દીકરી એક જ ઓફીસમાં બેસી બિઝનેસને લગતી મોટી મોટી ડીલ કરીશું.
- એકમોટું ઘર લઈશું જ્યાં વૃદ્ધ અને નિઃસહાય લોકો માટે રહેવા અને ખાવા પીવાની સુવિધા કરીશું. જ્યાં સુખેથી નિઃસહાય વૃદ્ધો રહી શકશે.
- મારું પોતાનું એક સુંદર ઘર હશે જ્યાં હું અભિના સાસરે ગયાં બાદ અનાથ બચ્ચાઓ સાથે રહીશ.
- એક બે અનાથ બચ્ચાઓની જિંદગી સુધારી દઉં પછી ભગવાન તું મને ઉપર લઈ જજે.

પપ્પાનો આ કાગળ વાંચી હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. બસ તે દિવસે મેં નકકી કર્યું કે પપ્પાનાં બધા જ સપનાંઓ હું પૂરાં કરીશ. બે જ વર્ષમાં મારો બિઝનેસ ટોપ કંપનીઓ સાથે થયો. છેલ્લા ચાર વર્ષથી વૃદ્ધાશ્રમ ચલાવું છું. નાના મોટા થઈ પાંચ અનાથ બચ્ચાઓની પેરેન્ટ બની તેઓનો ઉછેર કરું છું.

" વાઉ યાર..ગ્રેટ..! તારા ફાધરનાં વિચારો કેટલાં ઊંચા હતાં. આગળ વધવાની સાથે કંઇક સારું કરી છૂટવાની ભાવના હતી. અને તેમની દીકરી તો તેમનાથી પણ સવાઈ નીકળી. પિતાના એક એક સપનાં પૂરાં કર્યા. અમેજિંગ યાર..! સેલ્યુટ છે તને..!" અભયે કહ્યું.

" સાત સાત વર્ષો થઈ ગયા પણ શશિ પાછો ન આવ્યો ?" કીર્તિએ પૂછ્યું.

" નાં, તે તો ન આવ્યો પણ તેનો કૉલ કે મેસેજ પણ ન આવ્યો." અભિએ ઊંડો શ્વાસ લેતાં કહ્યું.

" તો તારે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લેવા હતા ને ? તને ફરી કોઈ ચહવાવાળું ન મળ્યું ?" કીર્તિએ પૂછ્યું.

" કમોન યાર..! કેવાં સવાલ કરે છે ? સક્સેસફૂલ બિઝનેસ વુમન એ પણ સુંદર..! એક નહિ અનેક હશે તેને પ્રપોઝ કરવા વાળા..! હે ને અભિ..!" અભયે કહ્યું.

" અભય..! બસ હો..! આ વધુ થાય છે. શશાંક સિવાય મેં ક્યારેય કોઈનો વિચાર પણ નથી કર્યો. મને ભગવાન પર પૂરો ભરોસો છે કે તેમને પ્રિતમ સાથે મારા લગ્ન અટકાવ્યા છે તો જરૂર તેણે શશિ સાથે મારા લગ્નની વ્યવસ્થા કરી જ હશે.!"

To be continue