ભાવ ભીનાં હૈયાં - 22 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 22

“હરગોવનના દિકરા પ્રિતમ સાથે તારું પાકું કરીને આવ્યો છું. જોકે પાક્કું તો તું અને પ્રીતમ નાના હતા ત્યારે જ કરી દીધું હતું. બસ અત્યારે તો હું ખાસ પ્રીતમને મળવા ગયો હતો. તેને જોઈ મારા દિલને ટાઢક વળી. વર્ષો પહેલા નક્કી કરેલ સગપણ એકદમ બરાબર છે. પ્રીતમ તારા જેવડો જ છે. રંગે, રૂપે અને સ્વભાવે ખૂબ સારો છે. તેને એરફોર્સમાં ખૂબ સારા પગારવાળી જોબ મળી છે. સંસ્કારી પણ એટલો જ છે. તેને જોઈ થયું કે હરગોવનના ઘરે મારી દીકરી ખૂબ ખુશ રહેશે. આજ પ્રીતમને મળીને મારી તારા પ્રત્યેની સઘળી ચિંતા દૂર થઇ. દીકરા આજ તું નહિ માને કે હું કેટલો ખુશ છું..!” ઊઠીને ભગવાનના ગોખલા તરફ જઈ દર્શન કરતા પપ્પાએ કહ્યું.

પપ્પાની વાત સાંભળી હું તો ચોકી ગઈ. તેઓની ખુશી અને આનંદ સામે હું એક પણ દલીલ ન કરી શકી. મારી આંખો ભરાઈ ગઈ. હોઠ તરડાવવા લાગ્યા. શું કરવું શું નહીં તે સમજાતું નહોતું. જો હું પપ્પાને શશાંક વિશે વાત કરું તો તેઓનો આનંદ અને ખુશી દુઃખમાં પરિવર્તિત થઈ જાત. હું શશાંકની સાથે સાથે મારા પપ્પાને પણ ખૂબ પ્રેમ કરતી હતી. તેઓને દુઃખી કરી હું ખુશ કેવી રીતે થઈ શકું..?

“ઓહ માય ગોડ.! સાચા પ્રેમીઓની વચ્ચે આટલા વિઘ્નો કેમ આવતા હશે.? શું દરેક પ્રેમ કરનારાઓને મુશ્કેલીનો સામનો કરવો જ પડે..?” કીર્તિએ કહ્યું.

“દરેક વખતે એવું નથી હોતું. આપણા લગ્ન તો થઇ જ જશે ને..! આપણને એક થવામાં એટલું બધું મુશ્કેલ નથી લાગ્યું.” અભય કહ્યું.

“એક થવાંમાં મુશ્કેલ નથી લાગ્યું પરંતુ એક થઈ ગયા પછી મુશ્કેલીઓ વધી શકે છે..! મારા સાસુમાની ગમતી વહુ ના મળવાની સજા મને મળી શકે છે.” કીર્તિએ કહ્યું.

“એકદમ સાચું કહ્યું કીર્તિ..! હું તારી વાત સાથે સહમત છું. અડધી રાતે તને મળવા આવવાનું આજ તો મોટું કારણ હતું. મારા મમ્મી લગ્ન પછી તારી મુશ્કેલી વધારી શકે છે.” અભય એ કહ્યું.

“એક વાત હંમેશા યાદ રાખો. ક્યારેય આપણા માતા-પિતા આપણું ખરાબ નથી ઈચ્છતા. બસ આપણી અને તેઓની માનસિક વિચારસરણી ન મળતા થોડા મતભેદ થાય છે. આથી એવું ક્યારેય ન વિચારવું જોઈએ કે તમારા માતા પિતા તમારી ખુશીઓને આડે આવે છે. કીર્તિ લગ્ન પછી ભલે તારા સાસુ તને પસંદ ન કરે પણ તેઓ સાથે જો તું પ્રેમભર્યો અને સારો વ્યવહાર કરીશ તો જરૂરથી તેઓનું હૃદય પરિવર્તન થશે. માતાપિતા માટે ક્યારેય પોતાના મનમાં નેગેટીવી ન રાખવી.તેઓ ક્યારેય પોતાના સંતાનને દુઃખી જોઈ શકતા નથી." અભિલાષાએ કહ્યું.

" અભિલાષા સાચું કહે છે તું..! અભય..! હું પણ તારા મમ્મીના દિલમાં જરૂરથી સ્થાન બનાવીશ.તું ચિંતા ન કર." કીર્તિએ અભયનો હાથ પકડી કહ્યું.

" મને વિશ્વાસ છે તું આ કરી શકીશ." અભયે કીર્તિને કહ્યું.

"અભિ..આગળ બોલને..! પછી શું થયું..? તારા પિતાની વાત શશાંકને કહી ત્યારે તેનું શું રીએક્સન હતું ?" કીર્તિએ પૂછ્યું.

"તે રાતે મેં શશાંક સાથે વાત જ નહોતી કરી.મેં મારો મોબાઈલ જ સ્વિટચઓફ કરી દીધેલો. મને સમજાતું નહોતું કે હું આ વાત શશિને કેવીરીતે કહીશ...? હું દુવિધામાં મુકાઈ ગઈ હતી. એક બાજુ શશાંક કે જેને હું ખુબજ પ્રેમ કરતી હતી ને બીજી બાજુ મારા પપ્પા કે જેઓ મને જીવથી પણ વધુ વ્હાલા હતાં. જો શશિને પામવાનો પ્રયત્ન કરું તો પપ્પાનું વચન..તેઓએ ગોરધનકાકાને આપેલ વેણ ફોગટ જાય ને પપ્પાનું સ્વમાન ગવાય. તેઓને હું દુઃખી ન જોઈ શકું. બીજી બાજુ પપ્પાની ઈચ્છા મુજબ પ્રીતમ સાથે લગ્નગ્રંથિથી જોડાઉ તો મારે શશિને ભૂલવો પડે જે ક્યારેય શક્ય નહોતું." અભિલાષાએ કહ્યું.

" ઓહ.. ગોડ..! પછી તે શું કર્યું ? " કીર્તિએ પૂછ્યું.

To be continue....

🤗 મૌસમ 🤗