Featured Books
શ્રેણી
શેયર કરો

તેરે મેરે બીચ મેં - 4 (કલાઈમેક્સ - અંતિમ ભાગ)

તેરે મેરે બીચ મેં - 4 (કલાઈમેક્સ - અંતિમ ભાગ)

બંને યુવાનો પર જાણે કે આફત આવી પડી. હવે જ્યારે એ લોકો ધાબે જતાં તો વધારે તો એ લોકો બસ રડતા જ રહેતા! એકમેકને એકબીજા વિના ખુશ રહેવાનું એ લોકો કહેતા!

"જો રસ્તામાં ચાલને તો સાચવીને ચાલવાનું!" પરાગ પ્રેરણા ને કહી રહ્યો હતો. જાણે કે હવે પછી એ ક્યારેય પ્રેરણા ને કહેવા માટે રહેવાનો જ ના હોય!

એના જવાબમાં પ્રેરણા એ એક ઊંડો નિશ્વાસ ખાધો. એની લાઈફ ના આં ફેંસલા માટે ભારોભાર અફસોસ એમાં સાફ જાહેર હતો!

"એક વાત કહું..." હળવેકથી પરાગ એ પૂછ્યું.

"હા... બોલ ને!" પ્રેરણા એ કહ્યું.

"જો હું ના હોઉં ને તો તું ખુશ રહેજે! બસ ખુશ રહેજે!" છેલ્લા વાક્યે તો બંને બહુ જ રડી ગયા!

બંને એકમેકને ભેટી ને બસ રડી જ લેવા માગતા હતા.

આ રાત બંને માટે ખાસ હતી... કાલે બંને ની લાઈફ ચેન્જ થવાની હતી!

"ઓય પાગલ છે તું પણ શું?!" પ્રેરણા એ કહ્યું.

"હા... બચપણથી જ..." પરાગે એવી રીતે કહ્યું જાણે કે એની તારીફ જ ના એ કરી રહી હોય!

"તારે કઈ જ નહિ જવાનું ઓકે!" પરાગના હાથમાંથી એને બેગ લઈ લીધું.

"જો તું યાર સમજતી નહિ... તારા પપ્પા અને મારા પપ્પા બંને ખૂબ સારા દોસ્તો છે..." એને વાત અરધી જ મૂકી દીધી અને ઉપર ધાબે ચાલ્યો ગયો. જેથી એ આ બધાથી દૂર જઈ એ થોડી શાંતિ મેળવી શકે!

પણ પ્રેરણા પણ તો એને ક્યાં છોડે એવી હતી. એ પણ ઉપર ચાલી ગઈ. ઉપર એને જે દૃશ્ય જોયું એને ખુદ પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. એની આંખોમાં ગુસ્સો સાફ સાફ દેખાઈ રહ્યો હતો!

પરાગ એ એના જમણા હાથથી ડાબા હાથ પર બ્લેડ મારી હતી! રડી રડીને એની બંને આંખો સૂજી ગઈ હતી! એના લોહીવાળી એ બ્લેડ હજી એના હાથમાં જ હતી! આ દૃશ્ય જોઇને પ્રેરણા તો હેબતાઈ જ ગઈ! પ્રેરણા એ રડતા રડતા જ પરાગના માથે હાથ મૂક્યો તો જાણે કે પરાગ હોશમાં આવ્યો. એ ગાંડો ઘેલો થઈ ગયો હતો.

"ઓય બ્લેડ કેમ મારી?!" પ્રેરણા એ ગુસ્સામાં કહ્યું.

"મને જવા કેમ ના દીધો?!" પરાગ એ બનાવટી હસતા કહ્યું.

"જો તું પ્લીઝ આવું ના કર યાર! હું તો મરી જ જઈશ!" પ્રેરણા એ રડતા રડતા કહ્યું.

🔵🔵🔵🔵🔵

"અરે પણ અમને તો ખબર જ નહોતી કે બંને એકબીજાને આટલો બધો પ્યાર કરે છે!" પ્રેરણા ની મમ્મી સવારે બંનેને બોલાવીને કહી રહી હતી! તો બંને શરમાઈ જ ગયા!

"પણ મને તો એટલો બધો ગર્વ થાય છે કે આપણી બંનેની ખુશી માટે એ લોકો એમના પ્યારને પણ ભૂલી જવા તૈયાર હતા! આજના જમાનામાં એવું કોણ કરે?!" પ્રેરણા ના પપ્પા ખરેખર રડી જ પડ્યા.

"પણ તમને કહ્યું કોને?!" પ્રેરણા એ આશ્ચર્ય થી પૂછ્યું.

"આ ગીતા એ કહ્યું અમને તો..." પ્રેરણા ની મમ્મી એ કહ્યું તો બંને આશ્ચર્યુચકિત થઈ ગયા!

જે દિવસે બંને એ એકમેકને પ્યારનો એકરાર કરેલો ત્યારે જ એ જ સમયે ગીતા પણ દીવાલની પેલે પારથી એ બંનેને સાંભળી રહી હતી! એ બંને સિવાય ગીતાને પણ એમના વિશે બધુ જ શુરૂથી ખબર હતી!

"થોડું ઑક્વર્ડ તો એટલું જ લાગશે કે હવે મારે મારા દોસ્તને માનથી બોલાવવો પડશે! હવે તો વેવાઈ થઈ ગયા ને!" પ્રેરણા ના પપ્પા એ કહ્યું તો ઘર ખુશીથી ભરાઈ ગયું.

(સમાપ્ત)