તેરે મેરે બીચ મેં - 3 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તેરે મેરે બીચ મેં - 3


"ઓ શું મતલબ?!" પરાગ ના એ વાક્યે જાણે કે કોઈ તીરની જેમ પ્રેરણાને વીંધી નાંખી હતી. એના અવાજમાં ભીનાશ હતી.

"હવે તું આટલું કહે જ છે તો ગીતા ને લવ કરું ને હું!" હવે પરાગ પણ તેવર બદલી રહ્યો હતો!

"મતલબ કે હું સાચ્ચી હતી... તું ખરેખર ગીતાને પ્યાર કરે છે!" પ્રેરણા બોલી તો એના આંસુઓ છલકાઈ ગયા!

"સોરી! નહિ કરું હવે તને ફોર્સ! જા... એને હા કહી દે!" એ રડતા રડતા જ કહી રહી હતી!

"અરે યાર, એવું નહિ! તું સમજતી નહિ!" પરાગ ને સમજવામાં નહોતું આવી રહ્યું કે આ સ્થિતિમાં શું કરે!

"થોડુક ઉશ્કેર્યો એમાં તો મોં પર પણ આવી ગયું કે ગીતાને લવ કરું છું! ભૂલ થઈ ગઈ મારી યાર!" પ્રેરણા વધારે ને વધારે રડી રહી હતી!

"જો એવું કઈ જ નહિ યાર!" પરાગ એને સમજાવવાના વ્યર્થ પ્રયત્નો કરી રહ્યો હતો.

"ભૂલ તો મારી જ છે યાર!" પ્રેરણા એ કહ્યું.

"જો હું તો બસ મસ્તી કરતો હતો... અમારી વચ્ચે એવું કઈ જ નહિ!" પરાગ કહી રહ્યો હતો.

"સોરી માફ કરી દે ને મને તું પ્લીઝ! મારી જ ભૂલ છે!" પ્રેરણા એ હાથ જોડી રડતા કહ્યું.

"શું ભૂલ ભૂલ? કઈ ભૂલ?" પરાગ એ એને વળતો સવાલ કર્યો.

જવાબમાં જે પ્રેરણા એ કહ્યું એ સાંભળી ને પરાગ બહુ જ ખુશ થઈ જવાનો હતો! દુઃખનું એ વાતાવરણ એકાકેક વસંત પછી થઈ જતાં બાગના વાતાવરણ જેવું સુખમય થઈ જવાનું હતું! જેનું ખુદ પરાગને પણ ખબર નહોતી!

"તારી મરજી વિના જ હું તને પ્યાર કરી બેઠી! ખુદને તારી અને તને મારો સમજી બેઠી!" પ્રેરણા એ કહ્યું તો પરાગ ખુશ થઈ ગયો!

"આઇ લવ યુ ટુ, પ્રેરણા!" પરાગ એ કહ્યું અને એને ભેટી પડ્યો!

"જો મારા દિલમાં બસ તું જ છું... ગીતા નહિ યાર!" એને કહ્યું.

"આટલો બધો પ્યાર કરે છે તું મને આટલું બધું રડી મારી માટે!" પરાગ એ ઉમેર્યું.

"તુંયે એવું કેમ કહ્યું કે હું હવે તો ગીતાને જ પ્યાર કરીશ એમ!" એને બે હળવી ફેટો પરાગની છાતી એ મારી.

"સોરી યાર! સો સોરી!" પરાગ એ કાને હાથ મૂકતા કહ્યું.

"જા તું તો ગીતાને પ્યાર કરતો હતો ને?!" પ્રેરણા એ એવી રીતે કહ્યું જાણે કે એ સપનાની દુનિયામાંથી બહાર આવી હોય!

"તે જ તો મને ઉશ્કેર્યો હતો!" પરાગ એ કહ્યું.

એ પછી ના દિવસો તો બહુ જ ખુશનુમા અને આ બંનેની લાઇફમાં વસંત જેવા રહ્યા હતા!

કોઈ પણ જગ્યા એ જવાનું હોય તો બંને સાથે જ જતા. માર્કેટ જવાનું હોય કે પપ્પાની દવા લેવા બંને એક સાથે જ જતાં.

દરરોજ બંને ધાબે બેસતા. પ્રેરણા એના માથાને પરાગના ખોળામાં મૂકી દેતી.

"બસ વધારે નહિ, આ જિંદગી સુધી જ મારે તારો સાથ જોઈએ છે..." એ બહુ જ પ્યારથી પરાગને કહેતી.

"કેમ કે એક દિવસ તો..." એ આગળ બોલે એ પહેલાં જ પરાગ એના હોઠ ને એની આંગળીથી દબાવી દેતો અને જાણે કે રીતસર જ ઈશારો ના કરતો હોય કે હજી તો એ દિવસને બહુ વાર છે!

એમના દિવસો બહુ જ સારા જઈ રહ્યા હતા. બધું જ ઠીક હતું પણ એકવાર પ્રેરણા ને એના મમ્મી પપ્પા એ કહી દીધું કે હવે તારે લગ્ન કરી લેવાના છે. અને એ પણ અમારી પસંદ ના છોકરા સાથે!

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 4(અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)માં જોશો: "તારે કઈ જ નહિ જવાનું ઓકે!" પરાગના હાથમાંથી એને બેગ લઈ લીધું.

"જો તું યાર સમજતી નહિ... તારા પપ્પા અને મારા પપ્પા બંને ખૂબ સારા દોસ્તો છે..." એને વાત અરધી જ મૂકી દીધી અને ઉપર ધાબે ચાલ્યો ગયો. જેથી એ આ બધાથી દૂર જઈ એ થોડી શાંતિ મેળવી શકે!