તેરે મેરે બીચ મેં - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તેરે મેરે બીચ મેં - 2


બીજા દિવસે પાડોશી ની અમુક છોકરા છોકરીઓ થી પરાગ ઘેરાયેલો હતો.

"માફી માગુ તો પણ કેવી રીતે?! આ તો એકલો હોતો જ નહિ!" દાંત ભીંસતા પ્રેરણા એ મનોમન કહ્યું.

"બટ યુ નો વોટ! આઇ થીંક હું બહુ જ ખરાબ છું! હજી હું કોઈના મનમાં તો કોઈ ગલીનો ગુંડો જ છું!" અચાનક જ પ્રેરણા પાસે આવેલી તો પોતાની તારીફ કરી રહેલ માંસી ને પરાગ એ કહ્યું.

"ઓ તું ખરેખર બહુ જ મસ્ત છું!" એ બધા માં હતું કોઈ જે પરાગ વિશે ગલત સાંભળવા જ નહોતું માંગતું!

"ના ગીતા... હું તો..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ ગીતા એ કહ્યું, "આઇ લવ યુ!"

"ઓય હોય!" બધા જ એકસામટા જ બોલી ઉઠ્યા. લગભગ બધા જ ખુશ હતા. બસ પ્રેરણા નો જ ચહેરો સાવ ફિક્કો થઈ ગયો.

પ્રેરણા તુરંત જ ત્યાંથી ચાલી ગઈ. બસ પરાગ નું જ ધ્યાન એની પર હતું.

"બોલ ને તું પણ મને પ્યાર કરે છે ને?!" ગીતાએ એને શરમાતા પૂછ્યું.

"હા... કહી દે! કહી દે હા!" અમુક દોસ્તો એ કહ્યું.

"અરે પણ પ્યાર હોય જ ના તો કેવી રીતે હા કહું... મારો પ્યાર તો એ છે જે મને કોઈ બીજાનો સમજીને ચાલ્યો ગયો છે!" પરાગ મનમાં વિચારી રહ્યો.

"એક જરૂરી કામ... એક બહુ જ જરૂરી કામ યાદ આવી ગયું!" જાણે કે કોઈ છેલ્લી પાંચ મિનિટ પર કોઈ મુસાફરને યાદ આવે કે એની ટ્રેન છૂટી જશે એમ એણે કહ્યું અને એ દિશામાં ચાલ્યો ગયો જ્યાં પ્રેરણા હતી.

એ પ્રેરણાના રૂમમાં ચાલ્યો ગયો. પ્રેરણા એક તકીયામાં ચહેરાને છુપાવીને રડી રહી હતી જાણે કે અફસોસ જ ના કરી રહી હોય કે કાશ હું પરાગને આઇ લવ યુ કહી શકી હોત!

"પેરુ..." કહેતા પરાગ એ એના હાથ ને પ્રેરણાના માથે મૂકી દીધો.

"સોરી... હું તમારી વચ્ચે આવું છું ને!" પ્રેરણા એ રડતા રડતા જ કહ્યું.

"ઓ પાગલ!" પરાગ એ એને રોકવા ચાહી.

"કહેલું તો ખરું ને મેં કે ફ્રેન્ડ એ મને એવું કહેલું એટલે બાકી હું ખુદ એવું નહી વિચારતી... તો પણ તે મને આટલી મોટી સજા આપી!" પ્રેરણા હજી પણ રડી જ રહી હતી.

"બસ પણ... હવે તો મને ખબર પડી ગઈ ને... સોરી યાર... નહિ આવું હું તમારી વચ્ચે!" પ્રેરણા એ કહ્યું.

"અરે યાર... સાંભળ એવું કઈ જ નહિ! આઇ લવ યુ એને મને કહ્યું છે મેં એને નહિ!" પરાગ એ ભારોભાર કહ્યું.

"તું પણ તો... તું પણ તો એણે કેટલા પ્યારથી જોઈ રહ્યો હતો... જાણે કે અમે ના હોઈએ તો..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ પરાગ એ કહ્યું, "ઓ પાગલ! હું એને પ્યાર નહિ કરતો!"

"રહેવા દે હવે! મને ખબર પડે છે કે તું એને બહુ જ પ્યાર કરું છું!" નારાજગી અને ગુસ્સાના મિશ્ર ભાવથી પ્રેરણા એ કહ્યું.

"ઓય જો એવું કઈ જ નહિ... ઓકે!" પરાગ હજી એને સમજાવવા માંગતો હતો ત્યારે પ્રેરણા એ કંઇક એવું કહ્યું જે પરાગ એ સપનામાં પણ નહોતું વિચાર્યું!

"તારે ગીતા સાથે પ્યાર હોય તો પણ મારે શું?!" પ્રેરણા એ કહ્યું.

"તારે નહિ મારે! હું એને લવ કરતો જ નહિ તો કેમ કહું?!" પરાગ એ કહ્યું.

"જા... મસ્ત લાગશે તમારી તો જોડી! કર પ્યાર ગીતાને!" પ્રેરણા એ કટાક્ષમાં કહ્યું કે ખરેખર એ ખુદ પરાગ પણ ના સમજી શક્યો.

"હા... હવે તો એવું જ કહીશ!" પરાગ એ કહ્યું તો પ્રેરણાના પગ નીચેથી જાણે કે જમીન જ સરકી ગઈ! એની ખુદે બનાવેલ પ્યારની દુનિયાને તબાહ થતી એને નજર આવી રહી હતી!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 3માં જોશો: જવાબમાં જે પ્રેરણા એ કહ્યું એ સાંભળી ને પરાગ બહુ જ ખુશ થઈ જવાનો હતો! દુઃખનું એ વાતાવરણ એકાકેક વસંત પછી થઈ જતાં બાગના વાતાવરણ જેવું સુખમય થઈ જવાનું હતું! જેનું ખુદ પરાગને પણ ખબર નહોતી!

"તારી મરજી વિના જ હું તને પ્યાર કરી બેઠી! ખુદને તારી અને તને મારો સમજી બેઠી!" પ્રેરણા એ કહ્યું તો પરાગ ખુશ થઈ ગયો!